ભારતના સુંદર મંદિર, જ્યાં શ્રદ્ધાળુઓએ જ નહીં દરેકએ જવું જોઇએ

Tripoto
Photo of ભારતના સુંદર મંદિર, જ્યાં શ્રદ્ધાળુઓએ જ નહીં દરેકએ જવું જોઇએ 1/1 by Paurav Joshi

ભારત વિવિધતા ધરાવતો દેશ છે. કરોડો લોકો આ દેશમાં રહે છે જેમનો ધર્મ, જાતિ, વેશ-ભૂષા અને આસ્થા અલગ અલગ છે. સૌથી વધુ આ દેશમાં હિન્દુ ધર્મ માનનારા લોકો છે. કદાચ આ જ કારણ છે કે મંદિર પણ સૌથી વધુ હિન્દુઓના જ છે. શ્રદ્ધાળુ દૂર દૂરથી આ મંદિરોમાં આવે છે પરંતુ આ મંદિરોમાં ફક્ત શ્રદ્ધાળુઓએ જ નહીં પરંતુ રખડુઓએ પણ જવું જોઇએ. આનું કારણ એ છે કે આ મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે જેનું આર્કિટેક્ચર જોવા લાયક છે. તો કેટલાક મંદિર એટલી ઊંચાઇ પર છે કે પહોંચવા માટે પગપાળા ચાલવું પડે છે. ફરનારાની લાઇનમાં આને ટ્રેકિંગ કહે છે. દેશભરમાં એવા ઘણાં મંદિર જોવાલાયક છે. અમે તમને ભારતના કેટલાક આવા જ મંદિરો અંગે જણાવી રહ્યા છીએ જેને દરેક ફરનારાઓએ જોવા અવશ્ય જવું જોઇએ.

1- બદ્રીનાથ

ઉત્તરાખંડના સૌથી ફેમસ મંદિરો પૈકી એક છે, બદ્રીનાથ. આ મંદિર વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. સમુદ્રની સપાટીએથી 10,248 ફૂટની ઊંચાઇ પર સ્થિત આ મંદિરને ફક્ત ગરમીઓમાં જોઇ શકાય છે. ગરમીઓમાં મંદિરના ગેટ કેટલાક મહિનાઓ માટે ખોલી નાંખવામાં આવે છે અને શિયાળામાં સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઇ જાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ બદ્રીનાથ આવે છે. બદ્રીનાથ મંદિર ચાર ધામના મંદિરોમાં આવે છે. પહાડોની વચ્ચે સ્થિત બદ્રીનાથ મંદિરની આસપાસ સુંદર દ્રશ્યો માટે, અહીં સુધી પહોંચવા માટે દરેક ટ્રાવેલર્સે આવવું જોઇએ.

2- મીનાક્ષી મંદિર

મદુરાઇનું મિનાક્ષી મંદિર દક્ષિણ ભારતના સૌથી જાણીતા મંદિરોમાંનું એક છે. પહેલી શતાબ્દીમાં બનેલુ મીનાક્ષી મંદિરનું આર્કિટેક્ચર બેજોડ છે. મંદિરની સુંદર નક્કાશી અને બનાવટને જોવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં આવે છે. શ્રદ્ધાળુઓની ભીડ અહીં જોવા મળે છે. દક્ષિણ ભારતના કલ્ચરને સમજવા માટે પણ મીનાક્ષી મંદિર સારી જગ્યા છે. 15 એકરમાં ફેલાયેલું મંદિર એક અલગ દુનિયા છે જેમાં ઘણી ઐતિહાસિક અને પ્રાચીન જગ્યાઓ છે. આ મંદિર રખડુઓને ઘણું બધુ જાણવાની તક આપે છે.

3- વૈષ્ણો દેવી

સમુદ્રની સપાટીએથી 5,300 ફૂટની ઊંચાઇ પર પહાડો પર સ્થિત વૈષ્ણો દેવી મંદિર શ્રદ્ધાળુઓ અને ફરનારા માટે પરફેક્ટ જગ્યા છે. આ મંદિર જમ્મૂમાં છે અને મંદિર સુધી પહોંચવા માટે 12 કિ.મી.નો ટ્રેક કરવો પડે છે. કટરાથી શરુ થતું મુશ્કેલ ચઢાણ લગભગ 5-6 કલાકમાં પૂર્ણ થાય છે. રસ્તામાં ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ખાઇ શકો છો. જો તમે 12 કિ.મી. નથી ચાલી શકતા તો ખચ્ચરનો પણ સહારો લઇ શકો છો પરંતુ જે અનુભવ પગપાળા ચાલવામાં મળે છે તે તમને ખચ્ચર કે ઘોડા પર નહીં મળે. વૈષ્ણો દેવી મંદિર એક ગુફાની અંદર છે જેના માટે બહુ મોટી લાંબી લાઇનમાં લાગવુ પડે છે. ત્યાર બાદ તમે એક કિલોમીટર ઉપર ભૈરવ બાબાના મંદિરને પણ જોઇ શકો છો.

4- સ્વર્ણ મંદિર

શિખોની સૌથી પવિત્ર જગ્યા છે અમૃતસરનું સુવર્ણ મંદિર. દરેક શિખ તો સુવર્ણ મંદિરમાં માથુ ટેકવે જ છે. આ ઉપરાંત, દરેક પ્રવાસી પણ અહીં આવવા માંગે છે. મંદિરની સુંદરતા દરેકને અહીં ખેંચીને લઇ આવે છે. રેલવે સ્ટેશનથી સુવર્ણ મંદિર થોડાક જ કિલોમીટરના અંતરે છે. તમે મંદિર સુધી ચાલીને જઇ શકો છો. સોનાના બનેલા આ મંદિરમાં તમે કેટલાક કલાક આરામથી પસાર કરી શકો છો. ગોલ્ડન ટેમ્પલનું ફેમસ લંગર પણ ખાઇ શકો છો. તમારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં એકવાર જરુર જવું જોઇએ.

5- રામેશ્વર મંદિર

રામેશ્વર મંદિર જેને રામનાથ સ્વામી મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. રામેશ્વર મંદિર ચાર ધામનું બીજુ મંદિર છે. આ કારણે શ્રદ્ધાળુઓ માટે રામેશ્વર મંદિર આસ્થાનું મોટુ કેન્દ્ર છે. સમુદ્રથી ઘેરાયેલુ તામિલનાડુનું રામેશ્વર સુંદર જગ્યા છે. આ સુંદર જગ્યાને જોવા માટે ફરનારા હંમેશા તૈયાર રહે છે. જો તમે રામેશ્વર મંદિર જાઓ છો તો આ મંદિરને જોવા જરુર જાઓ. એટલા માટે નહીં કે તમે ભગવાનમાં માને છે કે નહીં. તમારે રામેશ્વર મંદિર જરુર જવું જોઇએ કારણ કે તમે રખડુ છો અને ફરનારાએ દરેક જગ્યાએ જવું જોઇએ.

6- મહાબોધિ મંદિર

બૌદ્ધ ધર્મને માનનારા લોકો માટે બિહારના બોધ ગયાનું આ મંદિર સૌથી પવિત્ર જગ્યા છે. દર વર્ષે બૌદ્ધ ધર્મના માનનારા લાખો લોકો અહીં આવે છે. બોધ ગયામાં જ ભગવાન બુદ્ધને ઝાડની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. 5મી શતાબ્દીમાં બનેલુ આ મહાબોધિ મંદિર લગભગ 12 એકરમાં ફેલાયેલું છે. યૂનેસ્કોએ આ જગ્યાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી છે. તમે ભગવાન બુદ્ધનું મંદિર અને બોધિ વૃક્ષને અહીં જોઇ શકો છો. ગુલાબી અને સફેદ પથ્થરોના મિશ્રણથી બનેલુ આ મંદિર જોવામાં પણ ઘણું જ સુંદર છે.

7- બ્રહ્મા મંદિર

ભારતમાં ભગવાન બ્રહ્માના મંદિર ઓછી જગ્યામાં છે. તે ઓછી જગ્યાઓમાંની એક છે પુષ્કર. પુષ્કરના સુંદર તળાવની પાસે સ્થિત બ્રહ્મા મંદિર જોવાલાયક છે. દરેક ટુરિસ્ટે અહીં જવું જોઇએ. કારણ કે આપણે બધાએ શિવ અને વિષ્ણુના ઘણા બધા મંદિર જોયા હશે પરંતુ બ્રહ્માના મંદિર કદાચ ન જોયા હોય. એટલા માટે આ મંદિરોમાં શું અંતર છે? આની શોધ કરવા માટે તમારે પુષ્કરના બ્રહ્મા મંદિરને અવશ્ય જોવું જોઇએ.

8-સૂર્ય મંદિર

ભારતમાં સૂર્ય મંદિર અનેક જગ્યાઓ પર છે પરંતુ સૌથી ફેમસ સૂર્ય મંદિર કોણાર્કમાં છે. માનવામાં આવે છે કે આ મંદિરને 12મી શતાબ્દીમાં રાજા નરસિમ્હા દેવ પ્રથમે બનાવ્યું હતું. 1984માં આ જગ્યાને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરી લીધુ હતુ. આ મંદિરના ઘણા ભાગ તૂટી ગયા છે પરંતુ જે હિસ્સો બચ્યો છે તે જોવાલાયક છે. આ મંદિરોની બનાવટ અને આર્કિટેક્ચર બેજોડ છે. એટલા માટે દરેક પ્રવાસીએ અહીં આવવું જ જોઇએ. શ્રદ્ધાળુઓએ અહીં આવવું જોઇએ.

9- ખજુરાહો

મધ્ય પ્રદેશના નાનકડા શહેરને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. આખા શહેરમાં પ્રાચીન અને મોટા-મોટા મંદિર છે. જેની પર નકશીકામ એટલું શાનદાર છે તમે તેના કાયલ થઇ જશો. મંદિર પરની આ નક્કાશી ઝિંદગીના દરેક પાસાને દર્શાવે છે. કામસૂત્ર માટે ફેમસ ખજુરાહોના મંદિરોમાં જોવાલાયક ઘણું બધુ છે. આ મંદિરોને જોવા માટે તમારે તમારો આખો દિવસ આપવો પડશે. આમાં જૈન મંદિર અને ઘણાં બધા હિન્દુ મંદિર છે. ખજુરાહો ફરનારા માટે એક ભેટ છે એટલે તેને છોડશો નહીં.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો