રાષ્ટ્રપતિ નિલિયમના દર્શન કરી શકશે સામાન્ય લોકો, જનતા માટે ખુલ્યું રાષ્ટ્રપતિ રિટ્રીટ

Tripoto
Photo of રાષ્ટ્રપતિ નિલિયમના દર્શન કરી શકશે સામાન્ય લોકો, જનતા માટે ખુલ્યું રાષ્ટ્રપતિ રિટ્રીટ by Paurav Joshi

Day 1

ભારતીય ઇતિહાસમાં એ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રપતિ નિલિયમની વિરાસત ભવનને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે. અગાઉ જાહેર જનતા વર્ષમાં ફક્ત એક જ વાર નિલિયમના બગીચામાં જઇ શકતી હતી. પરંતુ હવે તને આખા વર્ષ માટે સામાન્ય જનતા માટે ખોલી નાંખવામાં આવ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ નિલયમ સિકંદરાબાદમાં ભારતના સત્તાવાર રિટ્રિટના અધ્યક્ષ તરીકે સેવા આપે છે અને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની એક ટિપ્પણી પછી "રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ રિટ્રિટ દરેક ભારતીયનું છે" તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન , કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના ગૃહ મંત્રી મોહમ્મદ મહમૂદ અલી આ પ્રસંગે હાજર હતા.

આનો ઉલ્લેખ કરતાં, ભારતના રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવને ગર્વથી ઉજવીએ છીએ, અને તે તેમના પ્રયાસનો એક ભાગ છે કે તમામ નાગરિકો, ખાસ કરીને આપણી યુવા પેઢી સ્વતંત્રતા સેનાનીઓ અંગે જાણે અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા મૂલ્યોનું સન્માન કરે.

Photo of રાષ્ટ્રપતિ નિલિયમના દર્શન કરી શકશે સામાન્ય લોકો, જનતા માટે ખુલ્યું રાષ્ટ્રપતિ રિટ્રીટ by Paurav Joshi
Photo of રાષ્ટ્રપતિ નિલિયમના દર્શન કરી શકશે સામાન્ય લોકો, જનતા માટે ખુલ્યું રાષ્ટ્રપતિ રિટ્રીટ by Paurav Joshi

રાષ્ટ્રપતિ નિલયમના મુખ્ય આકર્ષણો

નિલિયમના પ્રવાસ દરમિયાન, અંદરથી બિલ્ડિંગ જોઈ શકાય છે; જેમાં પ્રેસિડેન્શિયલ વિંગ, લિપિક એરિયા અને નિલિયમ કિચનને હૉલ સાથે જોડતી ટનલના માધ્યમથી પરંપરાગત ચેરિયલ છબીનો આનંદ માણી શકાય છે. આ સિવાય તમે રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ નીલિયમના ઈતિહાસ વિશે જાણી શકો છો, બંધારણ વિશે જાણી શકો છો અને 'નોલેજ ગેલેરી'માં ભારતના રાષ્ટ્રપતિની ભૂમિકા અને વિગતોની ઝલક મેળવી શકો છો.આ ઉપરાંત નીલિયમના બગીચાઓના વિવિધ વિભાગો જેવા કે રોક ગાર્ડન, હર્બલ ગાર્ડન, બટરફ્લાય અને નક્ષત્ર ગાર્ડન જેવા પાર્ક જાહેર જનતા માટે ખુલ્લા રહેશે, તેમણે ઉમેર્યું હતું કે, QR કોડ સ્કેન કરીને ફળો, વૃક્ષો અને ફૂલો વિશેની માહિતી મેળવી શકાય છે.

સમય અને પ્રવેશ ફી

હવે સામાન્ય લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ બિલ્ડિંગની મુલાકાત લઈ શકશે. આ માટે, ભારતીય મુલાકાતીઓ માટે વ્યક્તિ દીઠ INR 50 ફી અને વિદેશી નાગરિકો માટે પ્રતિ વ્યક્તિ INR 250 સામાન્ય નોંધણી ફી ચૂકવવી પડશે.

આ સ્થળની મુલાકાત મુલાકાતીઓને રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ નિલયમના ઇતિહાસ વિશે જાણવા, બંધારણ વિશે વધુ જાણવા અને ભારતના રાષ્ટ્રપતિની ભૂમિકા અને જવાબદારીઓની ઝલક મેળવવામાં મદદ કરશે. ઉપરાંત, મુલાકાતીઓને નોલેજ ગેલેરીના આગળના ભાગમાં બગ્ગી અને રાષ્ટ્રપતિની લિમોઝીન સાથે સેલ્ફી લેવાની મંજૂરી આપવામાં આવશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads