એક સમય હતો જ્યારે રેલવે સ્ટેશનની હાલત ખરાબ રહેતી હતી. આજે ભારતના ઘણા રેલ્વે સ્ટેશન એરપોર્ટના લુકમાં આવી ગયા છે અને બીજા ઘણા આવવાના છે. આ પાંચ રેલવે સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેસેન્જર સુવિધાઓ, લાઇટિંગની વ્યવસ્થા અને સ્વચ્છતા જેવા તમામ પરિમાણો પર શ્રેષ્ઠ છે. હકીકતમાં, થોડા વર્ષોથી, ભારતીય રેલ્વે દેશભરના રેલ્વે સ્ટેશનોનો પુનઃવિકાસ કરી રહી છે. આ પુનઃવિકાસના સુંદર પરિણામો બહાર આવવા લાગ્યા છે. જો રેલ્વે સ્ટેશનનો વિકાસ આમ જ ચાલતો રહેશે તો એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુંદરતાની બાબતમાં બહુ ફરક નહીં રહે. વિકસિત ભારતના નિર્માણ માટે આવા રેલવે સ્ટેશનોની ખૂબ જ જરૂર છે.
રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન

મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલું આ રેલવે સ્ટેશન ભારતીય રેલવેનું ગૌરવ છે. આ સ્ટેશનની અંદર તમે શોપિંગ કરી શકો છો, ખાવાની મજા માણી શકો છો અને જો તમને મજા ન આવે તો તમે સિનેમા હોલમાં પ્રવેશી શકો છો. આ સ્ટેશનનું જૂનું નામ હબીબગંજ રેલવે સ્ટેશન હતું. આ સ્ટેશન જર્મનીના હાઈડેલબર્ગ રેલ્વે સ્ટેશનની તર્જ પર બનાવવામાં આવ્યું છે. આ સ્ટેશન ભારતનું પ્રથમ ISO પ્રમાણિત રેલ્વે સ્ટેશન છે. ફાઇવ સ્ટાર સુવિધાઓથી સજ્જ આ સ્ટેશન સિનેમા હોલ, શોપિંગ મોલ્સ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો અને વૈભવી હોટેલ્સ ધરાવે છે. આ રેલવે સ્ટેશનને ભોપાલ મેટ્રો સાથે પણ જોડવામાં આવશે. આ વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન દરેકને આકર્ષે છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન
ગાંધીનગર રેલ્વે સ્ટેશન દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન છે, જ્યારે આ રેલવે સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ એલિવેટર્સ અને બે પેસ્ટ્રી સર્વે છે, જે અલગ-અલગ પ્લેટફોર્મ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. 400 વ્યક્તિથી વધુ લોકો માટેનું વેઇટિંગ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે સેન્ટ્રલી એરકન્ડિશન મલ્ટીપર્પસ હોલ, બેબી ફિડિંગ રુમ, અને પ્રાથમિક સારવાર કેન્દ્ર જેવી સુવિધાઓ સાથે સાથે રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ ખૂબ જ મહત્વ છે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન કે જે દેશનું સૌપ્રથમ સ્માર્ટ રેલવે સ્ટેશન તરીકે પ્રસ્થાપિત થયું છે. રેલ્વે સ્ટેશનની એક જ છત નીચે સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારો અને ગુજરાતમાં ફરવા લાયક તમામ જગ્યાઓનો ઉલ્લેખ વોલ પેઇન્ટ દ્વારા રેલવે સ્ટેશનની અંદર પ્રવેશ દ્વાર પાસે કરવામાં આવ્યો છે, તેમા અમદાવાદની સીદી સૈયદની જાળી, એશિયાટિક લાયન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, જેવા ગુજરાતના તમામ ફરવાના સ્થળોનો ઉલ્લેખ છે.
પ્લેટફોર્મ પર મુસાફરો તડકાથી બચી શકે તે માટે 120 કિલો સ્ટીલનો ઉપયોગ કરીને ખાસ એક છત તૈયાર કરવામાં આવી છે. જેમાં એક પણ નટ બોલ્ટ નજર ન આવે તે રીતે કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનમાં રિટેલ બિઝનેસ એન્ટરટેનમેન્ટની પણ સુવિધાઓ કરવામાં આવશે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી મુંબઇ સુધીની વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.


વિશ્વેશ્વરૈયા રેલ્વે સ્ટેશન
કર્ણાટકના બેંગ્લોરમાં આવેલું આ રેલ્વે સ્ટેશન એક કેન્દ્રિય એર કંડિશન રેલ્વે સ્ટેશન છે. 314 કરોડ રૂપિયાથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુસાફરો માટે પાર્કિંગની પૂરતી સુવિધા છે. અહીં સ્વચ્છ પાણી માટે રિસાયક્લિંગ યુનિટ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન પર બે સબવે અને એક ફૂટ ઓવરબ્રિજ છે. બધા પ્લેટફોર્મ એકબીજા સાથે જોડાયેલા છે.

છત્રપતિ શિવાજી ટર્મિનલ
મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થિત આ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. ફૂડ કોર્ટ, વેડિંગ લાઉન્જ, સિનેમા હોલ, લિફ્ટ, એસ્કેલેટર, ટ્રાવેલર્સ, સિટી સેન્ટર, કાફેટેરિયા અને રૂફ પ્લાઝાની સુવિધાઓ અહીં ઉપલબ્ધ રહેશે. જ્યારે તેમનો પુનઃવિકાસ થશે, તો આ પણ એરપોર્ટથી ઓછું નહીં લાગે. આ સ્ટેશન અઢીથી સાડા ત્રણ વર્ષમાં સંપૂર્ણપણે નવા રૂપમાં આવશે.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન
દેશની રાજધાનીનું રેલ્વે સ્ટેશન વિશ્વ કક્ષાનું હશે. ભારતીય રેલવે આ ભાવનાને આકાર આપવા માટે કટિબદ્ધ છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં તમને અહીં પાર્કિંગની સુવિધા, સૌર ઉર્જા, જળ સંરક્ષણ, જબરદસ્ત વૃક્ષોનું આવરણ અને સુંદર ગ્રીન બિલ્ડિંગનો નજારો જોવા મળશે. મેટ્રો, બસ અને રેલ્વે જેવા પરિવહનનું પણ એકીકરણ થશે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ લુક મેળવવામાં ઓછામાં ઓછા અઢી વર્ષ અને વધુમાં વધુ સાડા ત્રણ વર્ષ લાગશે.

ભારતની શાન છે આ રેલવે સ્ટેશન
ચારબાગ રેલવે સ્ટેશન
આ સુંદર રેલવે સ્ટેશનની યાદીમાં સૌથી પહેલું આવે છે લખનઉનું ચારબાગ રેલવે સ્ટેશન. ચારબાગનો ગુજરાતીમાં અર્થ થાય છે ચાર બગીચા. આ અંગ્રેજોના સમયની એક ભવ્ય ઇમારત છે જે બહારથી જેટલી વિશાળ છે અંદરથી એટલી જ સુંદર. કહેવાય છે કે તેની વાસ્તુકળામાં તમને મુગલ, રાજપૂત અને અવધિ સંસ્કૃતિની ઝલક જોવા મળશે. જો આપને આ રેલવે સ્ટેશનને ક્યારેક ઉપરથી જોવાની તક મળે તો તે ચેસબોર્ડ જેવું દેખાશે અને લાંબા લાંબા થાંભલા અને નીચે બનેલા ગુંબજ શતરંજના ખેલાડીઓ જેવા પ્રતીત થાય છે. છે ને અનોખું દ્રશ્ય?

કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન
કાનપુર રેલવે સ્ટેશનને ભારતનું એક મોટુ જ નહીં પરંતુ સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પણ માનવામાં આવે છે. આ ભારતના 4 કેન્દ્રીય રેલવે સ્ટેશનોમાંનુ એક છે. આ એક જુનુ રેલવે સ્ટેશન છે જે 1928માં બનાવવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશનના વાસ્તુશિલ્પની પ્રેરણા પણ લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનમાંથી લેવામાં આવી હતી.

બનારસ જંકશન
બનારસ માટે પહેલીવાર હાવડાથી ટ્રેન ચાલી હતી ડિસેમ્બર 1862માં. આ એ પ્રકારની પહેલી 541 માઇલ લાંબી રેલવે લાઇન પર બંડલ, બર્દવાન, રાજમહેલ અને પટનાથી પસાર થતા થતા આવી. ગંગાની સાથે સાથે નાના નાના કાંઠાની વચ્ચેથી પસાર થતી આ ટ્રેન માટે આ જ રસ્તો યોગ્ય માનવામાં આવ્યો કારણ કે તે સમયે ભારતમાં ઘણા જુના રેલવે એન્જિન હતા. બનારસ રેલવે સ્ટેશન ગંગાના જમણા કાંઠે બનાવાયું હતું. જ્યારે તમે આ રેલવે સ્ટેસનને બહારથી જુઓ છો તો આ કોઇક ભવ્ય મંદિર જેવું લાગે છે. આ બિલ્ડિંગની બરોબાર ઉપર એક મોટુ ચક્ર પણ સ્થાપિત કરવામાં આવ્યુ છે. આ ચક્રમાં હંમેશા રંગીન લાઇટો ઝબુકતી રહે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો