સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા

Tripoto

ગુજરાતમાં ફરવાના આકર્ષણમાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં કેટલાક પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 1/10 by Paurav Joshi
સાયન્સ સિટી

ફાઇવ સ્ટાર હોટલ અને રેલવે સ્ટેશન

ગાંધીનગરમાં યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારાં મહેમાનોની સુવિધા માટે ગાંધીનગર રેલવે સ્ટેશનની ઉપર ફાઇવસ્ટાર હોટેલ બનાવવામાં આવી છે. આ હોટેલની માલિકી સરકારની છે પરંતુ તેનું સંચાલન લીલા ગ્રૂપને આપવામાં આવ્યું છે. મહેમાનોની સરભરા માટે લીલા આગામી સમયમાં આ હોટેલમાં પરમિટ લિકર શોપ પણ ઊભી કરશે. આ હોટેલમાં મહેમાનોની આવનજાવન નિયમિત બને તે પછી લિકર શોપ અને બાર ઊભાં કરવામાં આવશે. આ સાથે ગુજરાત સરકારની માલિકીની મિલકત એવી હોટેલ કે ગેસ્ટ હાઉસમાં આ પહેલી હોટલ હશે જેમાં લિકર શોપ હશે અને તે પણ ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક.

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 2/10 by Paurav Joshi
ફાઇવ સ્ટાર હોટલ

આ હોટલ 790 કરોડ રૂપિયાના ખર્ચે બની છે જેની સંપૂર્ણ માલિકી ગુજરાત સરકારે બનાવેલાં સ્પેશિયલ પર્પઝ વેહીકલ ગરુડની રહેશે. જેમાં 76 ટકા હિસ્સો સરકારનો તથા 24 ટકા હિસ્સો ભારતીય રેલવે મંત્રાલયનો રહેશે. જ્યારે આ હોટલની કુલ આવકમાંથી થતાં નફાના બે ટકા લીલાને મળશે. જો નફો દસ ટકા કરતાં વધે તો તે રકમ ચાર ટકા અને કોઇપણ કિસ્સામાં નફાના મહત્તમ સાડા છ ટકા જેટલી આવક લીલા ગ્રૂપને થશે. આ હોટલની માિલકી ગુજરાત સરકારના હાથમાં જ રહેશે.

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 3/10 by Paurav Joshi
રેલવે સ્ટેશન
Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 4/10 by Paurav Joshi
ગાંધીનગર રેલવે સ્ટેશન

વાત કરીએ ગાંધીનગરના રિ-ડેવલપ્ડ રેલવે સ્ટેશનની તો નવા રેલવે સ્ટેશનમાં યાત્રીઓ માટે એરપોર્ટ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં બે એસ્કેલેટર, ત્રણ લીફ્ટ, અને પ્લેટફોર્મને જોડતા બે અન્ડરગ્રાઉન્ડ સબ-વે પણ છે. આ સ્ટેશન દિવ્યાંગ ફ્રેન્ડલી સ્ટેશન છે તેમના માટે જરૂરી રેમ્પ, વિશેષ ટિકિટ કાઉન્ટ, અલગથી પાર્કિગ વગેરે સુવિધાઓ આપવામાં આવી છે.

એક્વેટિક ગેલરી

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 5/10 by Paurav Joshi

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”. અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલી જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે, જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.

રોબોટિક ગેલરી 200થી વધુ રોબોટ

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 6/10 by Paurav Joshi

સાયન્સ સિટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને એની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે, જેમ કે મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, 16 રોબોગાઈડ અહીં આવનારા મુલાકાતીઓને ગાઈડ કરશે.

નેચર પાર્કમાં 380થી વધુ સ્પીસિસ

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 7/10 by Paurav Joshi

20 એકરમાં પથરાયેલા નેચર પાર્કમાં 380થી વધુ સ્પીસિસ જોવા મળશે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જિમ અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભુલભુલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે, જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉન્ડેડ સ્લોથ બેર, ઊધઈના રાફડા અને મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે.

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 8/10 by Paurav Joshi

સાયન્સ સિટી માટે હવે રુ.3070 ખર્ચવા પડશે

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 9/10 by Paurav Joshi

સાયન્સ સિટીની મુલાકાત લેનારી પ્રત્યેક વ્યક્તિએ રૂ.3070 ચૂકવવા પડશે. અગાઉ એન્ટ્રી ફી રૂ.20 હતી જે વધારીને હવે રૂ.50 કરવામાં આવી છે. આ સિવાય એક્વાટિક ગેલેરીના રુ.200, 5D થિયેટરના રુ.150, રોબોટિક ગેલેરીના રુ.250, થ્રીડી સ્કેનર-પ્રિન્ટરના રુ.500, રોબો પેઇન્ટરના રુ.200, વીઆર કારના રુ.200, એઆર હોકીના રુ.50, વીઆર સિનેમાના રુ.200, વીઆર જુરાસિક વર્લ્ડ ગેમના રુ.200, એઆર શોના રુ.200, વીઆર મેડિકલ એપના રુ.200, વીઆર એજ્યુકેશન એપના રુ.200, વીઆર વોક થ્રૂ ગેમના રુ.200, વીઆર શૂટિંગ ગેમના રુ.200, થ્રીલ રાઇડ્સના રુ.30, મિશન ટુ માર્સ રાઈડના રુ.40 એમ કુલ મળીને રુ.3070નો ખર્ચ પ્રત્યેક વ્યક્તિ દીઠ થશે.

Photo of સાયન્સ સિટીમાં બધુ જ જોવું હોય તો વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે 3070 રૂપિયા 10/10 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો