બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ 

Tripoto

ગુહનતારા કેવ રિસોર્ટ એ ભારતનું પ્રથમ કેવ રિસોર્ટ છે ઉપરાંત કુદરતને કોઈ જ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર બનાવવામાં આવ્યું છે! કુદરતી તત્વોનો જ ઉપયોગ કરીને આ રિસોર્ટ એક ગુફામાં બનાવવામાં આવ્યું છે.

તમને અહીંયા પ્રવેશતા જ સ્ટોન એજમાં પ્રવેશી ગયા હોવાનો અનુભવ થશે!

Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ  1/6 by Jhelum Kaushal

ગુહનતારા કેવ રિસોર્ટમાં સુવિધાઓ

ફૂડ હોલ, બાર, લાઉન્જ હોલ, ઓડિટોરિયમ કોન્ફરન્સ રૂમ અને સ્પાની સુવધા અહીંયા ઉપલબ્ધ છે.

"સંભોજનાં" નામના ફૂડ હોલમાં લંચ અને ડિનર પરીસવામાં આવે છે.

Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ  2/6 by Jhelum Kaushal

"મધુશાલા" નામના બારમા ટ્રેઈન્ડ બાર ટેન્ડર્સ દ્વારા ડ્રિંક્સ પીરસવામાં આવે છે.

Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ  3/6 by Jhelum Kaushal

ઓડિટોરિયમનું નામ "રંગમંડપ" છે જેની કેપેસીટી 700 લોકોની છે અને અહીંયા સંગીતના કાર્યક્રમો થાય છે.

Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ  4/6 by Jhelum Kaushal

"સંવાદ" એ રિસોર્ટનો વાઇફાઇ અને પ્રોજેકરની ફેસિલિટી સાથેનો કોન્ફરન્સ રૂમ છે.

"અગસ્ત્ય કુટિર" એ પ્રોફેશનલ આયુર્વેદિક ડોક્ટર અને થેરાપિસ્ટ ધરાવતો સ્પા છે.

ગુહનતારા કેવ રિસોર્ટમાં કરવા જેવી પ્રવૃતિઓ

અહીંયા મોટાઓ અને બાળકો માટે એમ 2 સ્વિમિંગ પુલ , હર્બલ ગાર્ડન, DJ ફ્લોર અને રેઇન ડાન્સની સુવિધા છે!

Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ  5/6 by Jhelum Kaushal

વોલીબોલ, હોર્સ રાઇડિંગ, ટ્રેકિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ,અને અન્ય રમતોની પણ સુવિધા છે.

રહેઠાણ

ગુહનતારા કેવ રિસોર્ટમાં ચાર અલગ અલગ પ્રકારના રૂમ છે. પ્રીમિટિવ - 8500 રૂપિયા, લિથિક - 9500 રૂપિયા, લિથિક સ્યુટ - 10000 રૂપિયા, અને કેવ સ્યુટ - 15000 રૂપિયા. મોડર્ન સુવિધાઓ અને ટ્રેડિશનલ પ્રકારનો સંગમ એવા આ દરેક રમ શાનદાર છે. એક્સટ્રા બેડ માટે મોટાઓના 1750 અને બાળકોના ૧૨૫૦ રૂપિયાનો ચાર્જ છે.

Photo of બેંગ્લોરથી માત્ર એક કલાકના અંતરે ગુહનતારા કેવ રિસોર્ટ  6/6 by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું?

બેંગ્લોરથી લગભગ 35 કિમીના અંતરે આવેલો આ રિસોર્ટ બેંગ્લોર મૈસુર એક્સપ્રેસ વેથી પહોંચી શકાય છે.

ટૂંકમાં કહીએ તો ગુહનતારા કેવ રિસોર્ટ એ એક પ્રકારનો યુનિક અનુભવ પૂરો પડતો અત્યંત આધુનિક સુવિધાઓ હોવા છતાં પ્રકૃતિની ઘણી જ નજીક રહીને બનાવાયેલો શાનદાર રિસોર્ટ છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ