નોર્થ સિક્કિમમાં ઝોંગુ એ લેપ્ચા આદિવાસી પ્રજાતિની પ્રીઝર્વ્ડ જમીન છે. અહીં આવેલ મુનલોમ નેચર રિસોર્ટ એ સમુદ્ર સપાટીથી ૫૨૦૦ ફૂટની ઉંચાઈએ આવેલ લાકડાના કોટેજ ધરાવતો સુંદર રિસોર્ટ છે. અમે અહીંની મુલાકાત ચોમાસા પછી તરત જ લીધી હોવાથી હરિયાળી જ હરિયાળી જોવા મળી હતી.
3 કલાકના ડ્રાઈવિંગ પછી અમે અહીંયા પહોંચ્યા.
અહીંયા ૩ વૂડન રૂમ અને 1 લકઝરીઅસ ટેન્ટ છે જેમાં સફેદ સાફ બેડ અને સાફ બાથરૂમની સુવિધા ઉપલબ્ધ છે. રૂમની બાળકની/વરંડા માંથી સુંદર હરિયાળું જંગલ જોઈ શકાય છે.
અમારા યજમાન, મિસ્ટર કિમે અમને આવકાર્ય અને ઝોંગુ વિષે અમને વધુ માહિતી પુરી પાડી. હરિયાળા જંગલ સિવાય અહીંયા લેપ્ચા જાતિ દ્વારા બનાવવામાં આવેલી મોનેસ્ટ્રી પણ નજીકમાં છે. ત્યારબાદ અમને સિક્કિમનું પ્રખ્યાત ભાત અને કરીનું ભોજન પૂરું પાડીને તેઓએ અમને આ મોનેસ્ટ્રીની મુલાકાત લેવા માટે આગ્રહ કર્યો. ઓર્ગેનિક ફાર્મ્સ અને ખેતરોની વચ્ચે થઈને નાનકડો ટ્રેક પસાર કરીને અમે મોનેસ્ટ્રી પહોંચ્યા. રસ્તામાં અમને ઘણા સ્થાનિકોની મુલાકાત પણ થઇ. અહીંયા એક નવી અને એક જૂની એમ બે મોનેસ્ટ્રી આવેલી છે અને એટલી ઉંચાઈએ છે કે પુરા ઝોંગુને અહીંથી જોઈ શકાય છે. પાછા ફરતા સમયે વરસાદને કારણે અમે ખુબ જ પલળી ગયા હતા પરંતુ રિસોર્ટના સ્ટાફે અમને મોમોસ, ચા અને સૂપ ઉપલબ્ધ કરાવ્યા. પછી થોડો સમય અમે આરામમાં વિતાવ્યો.
બીજા દિવસે સવારે દૂર સુધી દેખાતા પર્વતોને નિહાળતા નિહાળતા અમે અહીંનું ટ્રેડિશનલ ભોજન "ખુરી" લીધું. અને ગરમ પાણીના ઝરા જોવા માટે નીકળ્યા જે રેસોર્ટથી એક કલાકના અંતરે આવેલા છે. અહીં જતા પહેલા સાથે નાશ્તો અથવા ચા રાખવી હિતાવહ છે.
ત્યારબાદ અમે એક નદીએ પહોંચ્યા જ્યાં અમને મુનલોન દ્વારા રિવર સાઈડ ફ્રેશ લંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. ત્યાંથી પાછા ફરીને અમને એક નાનકડા વુડન કપમાં આપવામાં આવતું મિલેટ બિઅર - ચી સર્વ લાર્વામાં આવ્યું.
પર્વતોની વચ્ચે આવેલા આ રિમોટ લોકેશનમાં જીવન અને સુખની વાતો કરતા કરતા અમે મોનેસ્ટ્રીમાં વાગી રહેલા વાજિંત્રોનો અધભૂત અવાજ સાંભળ્યો. રાબડોંગ અને ગયલિંગ નામના આ વાજિંત્રોનો અવાજ આખી પર્વતમાળામાં ગુંજી રહ્યો હતો. પંગ લબસો નામના તહેવારની શરૂઆત થાય એ પહેલા અહીંના સાધુઓ કાંચનજંઘા પર્વતને પૂજી રહ્યા હતા.
તમે મુનલોમ જરૂરથી જાઓ, પર્વતોની વચ્ચે રહો અને ખુલ્લા આકાશ તળે બ્રેકફાસ્ટ, લંચ, ડિનરની મજા લો. કિમ સાથે સમય પસાર કરીને અહીંની સ્થાનિક આદિવાસી પ્રજાતિ વિષે જાણો. અને નજીકની મોનેસ્ટ્રી તથા નદીની મુલાકાત જરૂરથી લો.
ખર્ચ - 2 એડલ્ટ માટે પ્રતિ નાઈટ - 3800 થી 4500 રૂપિયા
.