કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ

Tripoto
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 1/17 by Paurav Joshi

હું હંમેશા એવુ માનુંછું કે તમે જેટલું વધારે જોખમ ઉઠાવશો તેના બદલામાં મજા પણ એટલી જ આવશે. અને આવી જોખમી મજા લેવી હોય તો પહોંચી જાવ કલાવંતી કિલ્લામાં. મહારાષ્ટ્રની રાજધાની મુંબઇથી નજીક પનવેલમાં 2300 ફૂટની ઉંચાઇ પર આ કિલ્લો આવેલો છે. આ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો છે. જો તમને મારી વાત પર વિશ્વાસ ન આવે તો જાતે ગૂગલ પર World's Most Dangerous Fort સર્ચ કરીને જોઇ શકો છો. આ કિલ્લો એટલો ખતરનાક છે કે આની પર ચઢાણ કરવાના ચક્કરમાં ઘણાંએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમછતાં ટ્રેકિંગના શોખીનો પોતાનો જીવ દાવ પર લગાવીને કલાવંતી કિલ્લાને જીતવા નીકળી પડે છે.

Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 2/17 by Paurav Joshi
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 3/17 by Paurav Joshi

હવે જો તમને ડર નથી લાગતો અને તમારુ ગળુ નથી સુકાતુ તો તમે પણ World's Most Dangerous Fort કલાવંતી કિલ્લાના શિખરને સહીસલામત ફતેહ કરવાના કારનામા કરી શકો છો. તો આવો જોઇએ કલાવંતી કિલ્લા પર કેવીરીતે જવાય? આ કિલ્લાનો ઇતિહાસ કેવો છે? અને છેવટે કલાવંતી World's Most Dangerous Fort કેમ છે?

Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 4/17 by Paurav Joshi
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 5/17 by Paurav Joshi

તો ચાલો જાણીએ કે કલાવંતી કિલ્લા સુધી પહોંચાય કેવી રીતે

આ કિલ્લા સુધી પહોંચવા માટે તમારે સૌપ્રથમ મુંબઇ પહોંચવું પડશે. ત્યાંથી પનવેલ ટ્રેન કે બસમાં પહોંચી શકો છો. પનવેલ પહોંચ્યા બાદ તમે ઓટો કે ટેક્સી દ્ધારા કાલવંતી કિલ્લાના બેઝ વિલેજ ઠાકુરવાડી પહોંચી જશો. અહીંથી જ કલાવંતી કિલ્લાની સફર શરુ થાય છે. ઠાકુરવાડી ગામમાં 50 રુપિયાની એન્ટ્રી ફીસ ભરીને તમે ગાઢ જંગલના રસ્તે અંદાજે 2 કલાકના ટ્રેક બાદ પ્રબલમાચી પહોંચી શકો છો.

Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 6/17 by Paurav Joshi
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 7/17 by Paurav Joshi

પ્રબલમાચી ગામમાં ખાવા-પીવાની સાથે-સાથે રહેવા માટે હોટલ અને ટેન્ટની સુવિધા પણ છે. ગામમાં વીજળી આવ્યા પછી પ્રબલમાચી ગામમાં ઝગમગતા તારાભરેલા ખુલ્લા આકાશ નીચે ચાંદની રાતનો આનંદ માણી સવારે કલાવંતી કિલ્લાનું ચઢાણ કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે.

Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 8/17 by Paurav Joshi
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 9/17 by Paurav Joshi

કલાવંતી કિલ્લાની મુલાકાત કઇ સીઝનમાં લેવી જોઇએ?

તમે વરસાદમાં આવી શકો છો અને ઠંડીમાં પણ. વરસાદની ઋતુમાં આવવાનો ફાયદો એ છે કે ઠાકુરવાડીથી જ તમને બન્ને તરફ દૂર-દૂર સુધી ફેલાયેલી હરીયાળી અને આકાશને આંબતા પહાડોના સુંદર દ્રશ્યો જોવા મળે છે. ખડકો કાપીને બનાવેલા સીધા પગથિયા પર પ્રસરેલા પાણી પર લપસવાનો ખતરો વધી જાય છે.

Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 10/17 by Paurav Joshi
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 11/17 by Paurav Joshi

જો તમારે આવુ જોખમ નથી ખેડવું તો પછી ઠંડીની ઋતુમાં આવવું પડશે. જો કે, વળાંકવાળી સીધી સીડીઓ પર બન્ને બાજુ જોવા મળતી ખીણ જોઇને જો તમે ડરી ગયા તો ચક્કર ખાઇને નીચે જ પડી જશો. કુલ મળીને ઠંડીની મોસમમાં પણ કલાવંતી કિલ્લો તમારો કાળ બની શકે છે. અને આટલો બધો ખતરનાક હોવાના કારણે જ મારા જેવા નબળા હ્રદયવાળા લોકો આ કિલ્લાને દૂરથી જ સલામ કરીને નીકળી જાય છે.

Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 12/17 by Paurav Joshi
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 13/17 by Paurav Joshi

અરે! જ્યારે જીવનો આટલો જ ખતરો છે તો પછી શું કામ જવું?

કલાવંતી કિલ્લો World's Most Dangerous Fort તો છે જ, પરંતુ એવું પણ નથી કે જીવ ગુમાવવાના ડરથી લોકોએ અહીં આવવાનું બંધ કરી દીધું છે. સપ્તાહના સાતેય દિવસ આ કિલ્લાને સર કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે અને વીકેન્ડ પર તો કલાવંતી કિલ્લા પર તમને સેંકડો લોકો જોવા મળશે. તેમાં કોઇ બે મત નથી કે કિલ્લા પર ચડવાનું દરેકનું ગજુ નથી. પરંતુ જો તમે થોડીક હિંમત રાખો તો સુરક્ષા નિયમોનું પાલન કરીને સુરક્ષિત રીતે કિલ્લા પર ચડી શકો છો.

Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 14/17 by Paurav Joshi
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 15/17 by Paurav Joshi

ઉપર લગભગ ટોપ પર પહોંચ્યા પછી થોડીક ઉંચાઇ તમારે દોરડાના સહારે ચડવાની હોય છે. એકવાર તમે જ્યારે કલાવંતી કિલ્લાના શિખરે પહોંચી જાઓ છો તો તમને અહીંથી પ્રબલગઢ, ચંદેરી, કરનાલ, ઇર્શલ, પેબ, મલંગગઢ અને માથેરાન જેવા કિલ્લાના મનમોહક અને અવિસ્મરણીય નજારા જોવા મળે છે.

Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 16/17 by Paurav Joshi
Photo of કલાવંતી કિલ્લોઃ દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, એટલો ભયાનક કે ચડવામાં અત્યાર સુધી અનેકના ગયા જીવ 17/17 by Paurav Joshi

કલાવંતી કિલ્લાનો ઇતિહાસ કેવો છે?

જતાં જતાં આ કિલ્લાના ઇતિહાસ પર નજર કરીએ તો તેની ઓફિસિયલ વેબસાઇટ અનુસાર કલાવંતી કિલ્લાનું અસ્તિત્વ બુદ્ધના સમયથી છે. કાળક્રમે ઇસ.1458માં અહમદનગર સલ્તનતના પ્રધાનમંત્રી માલિક અહમદે કોંકણ પર જીતની સાથે આ કિલ્લા પર પણ કબજો જમાવી દીધો હતો. ત્યારબાદ ઇસ.1657માં છત્રપતિ શિવાજી મહારાજે મુગલોને પરાસ્ત કરીને આ કિલ્લાને પોતાના તાબામાં લીધો. છત્રપતિ શિવાજી મહારાજે જ પહેલા મુરંજન નામથી ઓળખાતા આ કિલ્લાનું નામ બદલીને સ્થાનિક રાણી કલાવંતીના નામ પર રાખી લીધું હતું.

- રોશન સાસ્તિક

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો