શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો?

Tripoto
Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

મુંબઈ જેને સમગ્ર ભારત માયા નગરી તરીકે ઓળખે છે. મુંબઈની સુંદરતા એટલી હદે પ્રચલિત છે કે વિદેશી પર્યટકો પણ અહીં મજા માણવા આવે છે. મુંબઈની નાઈટલાઈફ આખી દુનિયામાં ફેમસ છે. જેમ મુંબઈની નાઈટલાઈફ ફેમસ છે તેમ મરીન ડ્રાઈવ પણ ફેમસ છે. મરીન ડ્રાઈવ મુંબઈની એક એવી જગ્યા છે જ્યાં કાયમ હજારો પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. ખાસ કરીને સાંજે વધુ ભીડ જોવા મળે છે.

મુંબઈનું એક સ્થળ જે આ શહેરનું બીજું મરીન ડ્રાઈવ તરીકે ઓળખાય છે. આજના લેખમાં, અમે તમને મુંબઈની બીજા મરીન ડ્રાઈવની વિશેષતાઓ અને નજીકમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મુંબઈના બીજા મરીન ડ્રાઈવનું નામ શું છે?

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

કદાચ તમને ખબર હશે, જો નથી તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે મુંબઈ 7 નાના ટાપુઓથી બનેલું એક સુંદર શહેર છે. આ 7 આઇલેન્ડ પૈકાના એકનું નામ મડ આઇલેન્ડ છે. મડ આઇલેન્ડને મુંબઇનું બીજું મરીન ડ્રાઇવ પણ કહેવામાં આવે છે.

ક્યાં છે મડ આઇલેન્ડ?

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

આ સ્થળ બોરીવલીમાં સ્થિત નેશનલ પાર્કથી એક કલાકના અંતરે છે. અહીં પહોંચવા માટે તમારે લિંક રોડ પર જવું પડશે અને મલાડ માલવણી નજીક જવું પડશે. ધ્યાન રાખો કે અહીં પોતાની કારમાં જવું વધારે અનુકૂળ અને સારું રહેશે કારણ કે અહીં જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ મળવાનું ઘણું મુશ્કેલ છે. અહીંનો નજારો જોઈને તમને તમારી ગોવાની રજાઓ ચોક્કસ યાદ આવી જશે.

મોડી સાંજે બહાર ન નીકળો

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

અહીં જતી વખતે, તમને રસ્તામાં ટ્રાફિકનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી, મોડી સાંજે મડ આઇલેન્ડ તરફ ન જશો. અહીં જવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે જેથી તમે સૂર્યોદય સમયે ત્યાં પહોંચી શકો અને વર્સોવા બીચ પાછળ સૂર્યોદયનો સુંદર નજારો જોઈ શકો. તમે ઓક્ટોબરથી જૂન વચ્ચે અહીં મુલાકાત લઈ શકો છો.

આ બાબત તમને પરેશાન કરી શકે છે

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

મડ આઇલેન્ડ માછીમારોનું ઘર પણ છે. જો તમને સૂકી માછલીની ગંધથી નફરત છે, તો પછી તમારા નાકને ઢાંકવાનું ભૂલશો નહીં. અહીં આવ્યા પછી તમને આ વસ્તુની ખબર તો પડી જ જશે કે મુંબઈમાં ખાણીપીણીના શોખીનોમાં સૂકી માછલીની કેટલી માંગ છે. જો કે અહીં તમે અમુક અંતરે આવેલા પથ્થરો પર પણ બેસી શકો છો. ત્યાંથી તમને મુંબઈ શહેરનો સુંદર નજારો પણ જોવા મળશે.

જો કે, સમુદ્રના મનોહર દૃશ્યો દરરોજ સાંજે અહીંથી જોવા મળે છે. આ સ્થાન પર એક શિવ મંદિર પણ છે, જે ખૂબ ઊંચાઈ પર બનેલું છે. અહીંથી આખા શહેરનો ખૂબ જ સુંદર નજારો જોઈ શકાય છે.

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

મડ આઇલેન્ડની ખાસિયત શું છે?

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

મડ આઇલેન્ડ જેને ઘણા લોકો મધ આઇલેન્ડ તરીકે પણ ઓળખે છે. આ સુંદર આઇલેન્ડ અરબી સમુદ્ર અને મલાડની ખાડી સાથે જોડાયેલો છે. અહીંથી અરબી સમુદ્રનો સુંદર નજારો જોવાનો એક અલગ જ આનંદ છે.

જો કોઈને મુંબઈની ધમાલથી દૂર આરામની પળો પસાર કરવી હોય તો તેઓ મડ આઈલેન્ડના કિનારે જાય છે. ત્યાંનું શાંતિપૂર્ણ વાતાવરણ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. સપ્તાહના અંતે હજારો લોકો અહીં પિકનિક કરવા આવે છે. મડ આઇલેન્ડને રોમેન્ટિક પ્લેસ પણ માનવામાં આવે છે.

મડ બીચ છે ખૂબ જ ખાસ

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

મડ આઇલેન્ડનો મડ બીચ તેની સુંદરતા માટે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. અન્ય દિવસોની સરખામણીએ વીકેન્ડ્સમાં અહીં વધુ પ્રવાસીઓ આવે છે. મડ બીચના કિનારેથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો અદ્ભુત નજારો જોવાનો એક અલગ જ આનંદ છે.

અરબી સમુદ્રના સુંદર દરિયાઈ મોજા અને સફેદ રેતી મડ બીચની સુંદરતામાં વધારો કરે છે. આ બીચ વોટર સ્પોર્ટ્સ માટે પણ જાણીતો છે. આ સિવાય મડ આઈલેન્ડને માછીમારોનું ઘર પણ માનવામાં આવે છે.

મડ આઇલેન્ડની આસપાસ ફરવા લાયક જગ્યાઓ

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

મડ આઇલેન્ડની આજુબાજુ ઘણા સુંદર સ્થળો છે જેને તમે એક્સપ્લોર કરી શકો છો. તમે ફેમિલી, ફ્રેન્ડ્સ અને પાર્ટનર સાથે ફરવા માટે આ સ્થળોએ પહોંચી શકો છો.

મડ ફોર્ટ

મડ ફોર્ટ જેને ઘણા લોકો મધ ફોર્ટ તરીકે ઓળખે છે, તે 17મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ ભવ્ય કિલ્લો પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવ્યો હતો. જોકે, આજે કિલ્લાનો કેટલોક ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો છે.

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

મડ ચર્ચ

મડ આઇલેન્ડમાં મડ ચર્ચ એક પ્રાચીન અને પ્રખ્યાત ચર્ચ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ચર્ચનો ઈતિહાસ લગભગ 500 વર્ષ જૂનો છે. ખાસ પ્રસંગોએ આ ચર્ચને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે.

ઇરંગલ ગામ

મડ આઇલેન્ડ પાસે આવેલું ઇરંગલ ગામ એક સુંદર અને ખૂબ જ શાંતિપૂર્ણ ગામ માનવામાં આવે છે. બીચ પર સ્થિત હોવાથી પ્રવાસીઓ પણ અહીં ફરવા આવે છે. આ ગામના નામથી પ્રખ્યાત ઈરંગલ બીચ પર્યટકોને સૌથી વધુ આકર્ષે છે.

મરીન ડ્રાઇવ

કહેવાય છે કે માયાનગરી મુંબઇ ક્યારેય સૂતી નથી. અને મરીન ડ્રાઇવ તો આ મહાનગરનો જીવ છે. સવારથી લઇને મોડી સાંજ સુધી મુંબઇના મરીન ડ્રાઇવ પર લોકો ચાલવા, બેસવા, એકલા સમય પસાર કરવા, પાર્ટનર સાથે કેટલો ક્વોલિટી સમય પસાર કરવા માટે હજારોની ભીડમાં પોતાની એકલતાને દૂર કરવા માટે પહોંચે છે.

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

આ સ્થળ દરિયાના ઊંચા મોજા અને તેના કિનારે ચાટ-પકોડી અને વિવિધ પ્રકારના સ્ટ્રીટ ફૂડ વેચતા સ્ટોલથી હંમેશા ગૂંજતું રહે છે. પરંતુ શું તમે જાણો છો કે રવિવારે સવારે મરીન ડ્રાઈવ પરનો નજારો અલગ જ હોય ​​છે. ખાસ કરીને યુવાનોએ રવિવારે મરીન ડ્રાઈવ પર ચોક્કસ આવવું જોઈએ કારણ કે અહીં તેમને કંઈક એવું જોવા મળશે જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

રવિવારે સવારે મરીન ડ્રાઈવનો મિજાજ અલગ જ હોય ​​છે. અહીં, કાર્નિવલની જેમ, લોકો વિવિધ અને મોટા જૂથોમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. રવિવારની સવારની પ્રવૃત્તિઓ મુંબઈમાં મરીન ડ્રાઈવ પર થાય છે. જે લોકો હંમેશા આનંદ અને હાસ્ય સાથે જીવવાનું પસંદ કરે છે, મરીન ડ્રાઇવ રવિવારે તેમનું ખુલ્લા દિલથી સ્વાગત કરે છે. જો તમે અંતર્મુખી હોવ તો પણ ગભરાવાની જરૂર નથી. અહીં તમે હજારોની ભીડમાં પણ એકલા પોતાના અંદાજમાં એન્જોય કરી શકો છો.

Photo of શું તમે પણ મુંબઇના બીજા મરીન ડ્રાઇવમાં ફરવાનું પસંદ કરશો? by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads