કેરળ તેની પ્રખ્યાત સંસ્કૃતિ, મંદિરો, દરિયાકિનારા અને ધોધ માટે જાણીતું છે. આ ઉપરાંત કેરળ રાજ્ય સુંદર તળાવોનું ઘર છે. કેરળમાં કેટલાક એવા તળાવો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. કેરળના ઘણા સ્થળોએ તમને પ્રાકૃતિક સૌંદર્ય વધુ અને લોકો ઓછા જોવા મળશે. કેરળના આ સુંદર ધોધ, સરોવરો અને ખીણોને શાંતિ અને હળવાશથી જોવાનો એક અલગ જ આનંદ છે. કેરળમાં મુન્નારની ભવ્ય ખીણો, જેને દક્ષિણનું કાશ્મીર કહેવામાં આવે છે, મુન્નારને ભગવાનનું ધામ પણ કહેવામાં આવે છે. અહીં તમને એક અલગ જ આનંદની પ્રાપ્તિ મળશે.
કેરળ રાજ્યના મુન્નાર શહેરની કેટલીક મહત્વપૂર્ણ જગ્યાઓ
ટી મ્યુઝિયમ (ચા મ્યુઝિયમ)
ચાના બગીચાઓની શરૂઆત અને વિકાસની વાત આવે ત્યારે મુન્નારનો પોતાનો વારસો છે. આ વારસા વિશે જાણવા અને કેરળના ઉચ્ચ પ્રદેશોમાં ચાના બગીચીઓની શરૂઆત અને વિકાસના રસપ્રદ પાસાઓ વિશે જાણવા માટે, ટાટા ટી દ્વારા થોડા વર્ષો પહેલા મુન્નારમાં એક ચા મ્યુઝિયમ ખોલવામાં આવ્યું હતું. ચાના આ મ્યુઝિયમમાં કલાકૃતિઓ, ફોટોગ્રાફ્સ અને મશીનરી રાખવામાં આવી છે અને મુન્નારમાં ચાના બગીચાના વિકાસ વિશે અહીં રાખવામાં આવેલી દરેક ચીજ કંઈકને કંઇક કહે છે. આ મ્યુઝિયમ મુન્નારમાં ટાટા ટીની નલ્લાથન્ની એસેટમાં આવેલું છે અને તેને જોવાની પોતાની અક અલગ મજા છે.
અનામુડી પીક*
આ શિખર ઇરવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલું છે. તે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે જે 2700 મીટર ઊંચું છે. ઈરાવિકુલમમાં વન અને વન્યજીવ અધિકારીઓની પરવાનગીથી આ શિખર પર ટ્રેકિંગ કરી શકાય છે.
ઇરવિકુલમ નેશનલ પાર્ક
મુન્નાર નજીકના મુખ્ય આકર્ષણોમાંનું એક ઇરવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ પાર્ક લુપ્તપ્રાય પ્રાણી નીલગીરી થાર માટે પ્રખ્યાત છે. 97 ચો.કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં દુર્લભ પતંગિયા, પ્રાણીઓ અને પક્ષીઓની અનેક પ્રજાતિઓનું ઘર છે. ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ સ્થળ એવા આ પાર્કમાં ઝાકળની ચાદરથી ઢંકાયેલા ચાના બગીચા જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. જ્યારે નીલાકુરિંજીના મોરથી પહાડી ઢોળાવ વાદળી થઈ જાય છે ત્યારે આ ઉદ્યાન ગરમ સ્થળ બની જાય છે. પશ્ચિમ ઘાટના આ આ વિસ્તારમાં આ છોડમાં બાર વર્ષમાં એકવાર ફૂલ આવે છે.
*મટ્ટુપેટી*
આ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે જે મુન્નાર શહેરથી લગભગ 13 કિમી દૂર આવેલું છે. સમુદ્રની સપાટીથી 1700 મીટરની ઉંચાઈ પર આવેલું, મટ્ટુપેટ્ટી તેના સ્ટોરેજ મેસનરી ડેમ અને એક સુંદર તળાવ માટે જાણીતું છે જ્યાં તમે બોટિંગનો આનંદ લઈ શકો છો અને આસપાસની ટેકરીઓ અને ભૂપ્રદેશના દૃશ્યોનો આનંદ માણી શકો છો. મટ્ટુપેટ્ટી ઈન્ડો-સ્વિસ લાઈવસ્ટોક પ્રોજેક્ટ દ્વારા ચલાવવામાં આવતી ડેરી માટે પણ પ્રખ્યાત છે જ્યાં તમે ઉચ્ચમાત્રામાં દૂધ આપતી ગાયોની વિવિધ જાતોને જોઈ શકો છો.
ટોપ સ્ટેશન*
ટોપ સ્ટેશન જે મુન્નારથી લગભગ 32 કિમી દૂર છે. તે સમુદ્ર સપાટીથી 1700 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ જગ્યા મુન્નાર-કોડાઈકેનાલ રોડ પરનો સૌથી ઊંચો પોઇન્ટ છે. મુન્નારની મુલાકાત લેતા પ્રવાસીઓએ ટોપ સ્ટેશનની મુલાકાત જરુર લેવી જોઈએ કારણ કે અહીંથી પડોશી રાજ્ય તમિલનાડુનું સુંદર દૃશ્ય જોઇ શકાય છે. તે મુન્નારના મુખ્ય જોવાલાયક સ્થળોમાંનું એક છે જ્યાં તમે મોટા વિસ્તારમાં નીલાકુરિંજીના ફૂલોને ખીલેલા જોઈ શકો છો.
પલ્લિવાસલ*
પલ્લિવાસલ જે મુન્નારમાં ચિથિરાપુરમથી લગભગ 3 કિમી દૂર છે. ત્યાં કેરળનો પ્રથમ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. તે ખૂબ જ સુંદર જગ્યા છે અને લોકો અવારનવાર અહીં પિકનિક માટે આવે છે.
ચિન્નક્કનાલ અને આનયિરંગલ*
મુન્નાર નગરની નજીક ચિન્નક્કનાલ અને તેના ધોધ છે, જેને પાવર હાઉસ વોટરફોલ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેનું પાણી દરિયાની સપાટીથી 2000 મીટરની ઊંચાઈએ ખડકો પર પડે છે. અહીંથી પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓનો સુંદર નજારો જોઈ શકાય છે. ચિન્નક્કનાલથી લગભગ સાત કિલોમીટરની મુસાફરી કર્યા પછી, તમે આનયિરંગલ પહોંચશો. આનયિરંગલ જે મુન્નારથી 22 કિમી દૂર છે. જ્યાં તમે ચાના બગીચાની લીલીછમ જાજમને જોઈ શકો છો. અહીં ક્યારેય ન ભૂલી શકાય તેવા તળાવની મુલાકાત જરુર લો. આનયિરંગલ ડેમ ચાના બગીચા અને મેન્ગ્રોવના જંગલોથી ઘેરાયેલો છે.
મુન્નાર હિલ સ્ટેશનની ખાણી-પીણી
મુન્નાર હિલ સ્ટેશન સ્વાદિષ્ટ અને શાનદાર ખોરાક સાથે પ્રવાસીઓનું સ્વાગત કરે છે. અહીંના સ્થાનિક ભોજનમાં ઈડલી, મેંદુ વડા, ઢોસા, સંભાર અને બનાના ચિપ્સ સૌથી પ્રખ્યાત છે. નારિયેળની સફેદ ચટણી ખાધા પછી તો તમે તમારી આંગળીઓને ચાટતા જ રહી જશો. આ સાથે તમે પરંપરાગત કેરાલી વાનગી, પંજાબી વાનગી અને તમામ પ્રકારના ફાસ્ટ ફૂડનો સ્વાદ માણી શકો છો. અને અહીં પોતાના ઘરના આંગણામાં કે ખેતરમાં બનતી ઇલા ચા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મિત્રો, તમને જણાવી દઇએ કે અહીં વિવિધ પ્રકારના તેજાના એટલે કે મરી, લવિંગ, તજ, ઈલાઈચી વગેરેની ખેતી થાય છે.
મુન્નારમાં ક્યાં રહેવું
પ્રવાસીઓ અહીં આવીને પોતાની સુવિધા અનુસાર રહેવા માટે હોટલ, રિસોર્ટ, ઘર અને રેસ્ટા હાઉસ પસંદ કરી શકે છે. મુન્નાર હિલ સ્ટેશન પર તમને હાઈ-બજેટથી લઈને લો-બજેટ સુધીની હોટેલ્સ, રિસોર્ટ્સ મળશે. આ સિવાય રૂમ, પ્રાઈવેટ સ્ટુડિયો અને પેઈંગ ગેસ્ટ સ્ટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેને તમે તમારી અનુકૂળતા મુજબ પસંદ કરી શકો છો. તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ સ્ટે પસંદ કરી શકો છો..... ક્લબ મહિન્દ્રા, ધ લેકવ્યુ મુન્નાર, મેરી ગોલ્ડ ફાર્મ સ્ટે, ગ્રાન્ડ પ્લાઝા, ધ સિલ્વર ટિપ્સ, ફોર્ટ મુન્નાર, ટી કન્ટ્રી મુન્નાર, પ્રાકટ નેચર રિસોર્ટ અને રેઈનબો ઇન વિગેરે.
કેવી રીતે પહોંચવું*
સૌથી નજીકનું *રેલ્વે સ્ટેશન* - *અલુવા* જે લગભગ *108 કિમી* છે અને *અંગમાલી* જે *109 કિમી* દૂર છે. નજીકનું એરપોર્ટ - *કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ,* અલુવા-મુન્નાર રોડથી આશરે *108 કિમી* દૂર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો