નાગાલેન્ડ તેની પ્રાચીન પરંપરાઓ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ફરનારા માટે નાગાલેન્ડ એક મોટી ભેટ સમાન છે. નાગાલેન્ડમાં દર વર્ષે વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે જેને હોર્નબિલ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલતા આ ઉત્સવના દરેક દિવસે અલગ-અલગ ઉત્સવો અને કાર્યક્રમો થાય છે. આ તહેવારને જોવા માટે લોકો દુનિયાભરમાંથી આવે છે. આજે અમે તમને આ હોર્નબિલ ફેસ્ટિવલ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.
ઇતિહાસ
નાગાલેન્ડ રાજ્યની સ્થાપના 1 ડિસેમ્બર 1963ના રોજ કરવામાં આવી હતી. 1 ડિસેમ્બર 2000ના રોજ સરકાર દ્વારા પ્રથમ વખત હોર્નબિલ ફેસ્ટિવલની પણ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 1 ડિસેમ્બરથી હોર્નબિલ ફેસ્ટિવલ યોજાય છે. આ તહેવારનો હેતુ નાગા આદિવાસીઓને એકબીજા સાથે પરિચય કરાવવાનો અને દેશ અને દુનિયાને નાગા સમાજની સંસ્કૃતિથી વાકેફ કરવાનો છે.
ક્યારે અને ક્યાં?
નાગાલેન્ડના હોર્નબિલ ફેસ્ટિવલને ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર નાગાલેન્ડના કિસામા ગામમાં ઉજવવામાં આવે છે જે કોહિમાથી લગભગ 12 કિમી દૂર છે. દર વર્ષે 1 ડિસેમ્બરથી આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. તમને જણાવી દઈએ કે હોર્નબિલ ફેસ્ટિવલનું નામ હોર્નિબલ પક્ષીના નામ પરથી રાખવામાં આવ્યું છે. નાગા જનજાતિમાં આ પક્ષીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને નાગાઓની પૌરાણિક કથાઓમાં પણ તેનો ઉલ્લેખ છે. આ પક્ષીનું પીંછુ નાગા સમુદાયના લોકો દ્વારા પહેરાતી ટોપીમાં લાગેલું હોય છે.
આદિવાસી ભોજનનો સ્વાદ
જ્યારે તમે કોઈ નવી જગ્યાએ જાઓ તો તમારે તે જગ્યાના ભોજનનો સ્વાદ લેવો જ જોઈએ. નાગાલેન્ડના હોર્નબિલ ફેસ્ટિવલમાં તમે આદિવાસી ખોરાકનો આનંદ માણી શકો છો. આ તહેવારમાં તમે અખુની, સૂકા વાંસની ડાળીઓ, ડુક્કરનું માંસ, વાંસની બાફેલી માછલી અને અકીબે વગેરેનો સ્વાદ લઈ શકો છો. તમને આદિવાસી ભોજનનો સ્વાદ માણવો ગમશે. તમે તેમના વિશે પણ સારી રીતે જાણી પણ શકશો. આ સિવાય તમે અહીં ચોખામાંથી બનેલી બીયર પણ લઈ શકો છો.
પરમિટ
દરેક ભારતીય વ્યક્તિએ નાગાલેન્ડ જવા માટે ઇનર લાઇન પરમિટ લેવી પડે છે. તમે આ પરમિટ નાગાલેન્ડ સરકારની વેબસાઈટ પરથી ઓનલાઈન લઈ શકો છો. આ સિવાય તમે ગુવાહાટી, દીમાપુર, કોલકાતા અને નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાંથી આ પરમિટ લઈ શકો છો. આ પરમિટ માટે તમારે કેટલીક ફી અને આઈડી કાર્ડ આપવું પડે છે. નાગાલેન્ડમાં આ પરમિટ અને ઓળખ કાર્ડ હંમેશા તમારી સાથે રાખો.
એકતા નૃત્ય
હોર્નબિલ ફેસ્ટિવલને તહેવારોનો તહેવાર કહેવામાં આવે છે. જ્યારે તમે આ ઉત્સવમાં હાજરી આપશો, ત્યારે તમને આ વાત યોગ્ય પણ લાગશે. તમને દરરોજ ઉત્સવ જ ઉત્સવ જોવા મળશે. આમાં એકતા નૃત્ય પણ ભજવવામાં આવે છે. જેમાં ગામના લોકો અને અન્ય સ્પર્ધક આગની ચારેબાજુ પરંપરાગત નૃત્ય કરે છે. તમને આ નૃત્ય જોઇને મજા પણ આવશે.
તહેવારમાં તહેવાર
હોર્નબિલ ફેસ્ટિવલમાં ઘણા તહેવારો છે. તમને અહીં મ્યુઝિક ફેસ્ટિવલ, નાગાલેન્ડ લિટરેચર ફેસ્ટિવલ અને નાગાલેન્ડ ફિલ્મ ફેસ્ટિવલ પણ જોવા મળશે. આ ઉપરાંત નાગા જાતિની અનેક પરંપરાગત રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ભાગ લેવાથી, તમે આ બધી વસ્તુઓને તો જોશો જ સાથે સાથે નાગા સંસ્કૃતિ વિશે પણ સારી રીતે જાણી શકશો.
કેવી રીતે પહોંચવું
ફ્લાઇટ: જો તમે હોર્નબિલ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે હવાઈ માર્ગે જવા માંગતા હો, તો નજીકનું એરપોર્ટ દીમાપુર છે. દીમાપુર થી કોહિમા 70 કિ.મી. ના અંતરે છે. તમે રોડ મારફતે કોહિમા પહોંચો અને ત્યાંથી 12 કિ.મી. દૂર કિસામા ગામ આવેલું છે.
ટ્રેનઃ જો તમે રેલ્વે દ્વારા આવવાનું વિચારી રહ્યા હોવ તો નજીકનું રેલ્વે સ્ટેશન દીમાપુર છે. ત્યાંથી કોહિમા અને પછી કિસામા ગામ પહોંચી શકાય છે.
વાયા રોડ: નાગાલેન્ડમાં સારું રોડ નેટવર્ક છે. તમે જાહેર પરિવહન અથવા તમારા પોતાના વાહન દ્વારા દીમાપુર અને કોહિમા થઈને કિસામા ગામ પહોંચી શકો છો. અહીં તમે 10 દિવસ સુધી હોર્નબિલ ફેસ્ટિવલની મજા માણી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો