કચ્છ રણોત્સવ બહુ ગયા, આ ફેબ્રુઆરીમાં મુલાકાત લો જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ 2023ની!

Tripoto

2023ની શરૂઆત ભારત અને સમગ્ર વિશ્વમાં અનેક મ્યુઝિક ફેસ્ટિવલ્સ, સામાજિક મેળાવડાઓ અને કાર્યક્રમો સાથે થઈ હતી. અને તે જ રીતે ફેબ્રુઆરી પણ જેસલમેર, રાજસ્થાનમાં એક વ્યસ્ત મહિનો હશે. 'મરુ મહોત્સવ' તરીકે ઓળખાતા જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ માટે ભારત અને વિશ્વના પ્રવાસીઓના સ્વાગત માટે રાજસ્થાનનું રણ સજ્જ છે.

સેમ સેન્ડ ડ્યુન્સની આસપાસના થારના રણની ચળકતી રેતી પર ઉજવાતો જેસલમેર વિન્ટર ફેસ્ટિવલ ત્રણ દિવસનો શાનદાર ઉત્સવ છે. જેસલમેર શહેરથી માત્ર 42 કિ.મી. દૂર આ ફેસ્ટિવલનું આયોજન થશે. તમે પણ યોજના બનાવી શકો છો અને રાજસ્થાનના સાંસ્કૃતિક પ્રદર્શનની ઉજવણીમાં ભાગ લઈ શકો છો!

Photo of કચ્છ રણોત્સવ બહુ ગયા, આ ફેબ્રુઆરીમાં મુલાકાત લો જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ 2023ની! by Jhelum Kaushal

શું છે જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ?

આ ડેઝર્ટ ફેસ્ટિવલ ઐતિહાસિક, આધુનિક અને કાલ્પનિક વિષયો પર આધારિત છે, અને તે વાર્ષિક આયોજન છે જે જેસલમેરમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાય છે.

આ વર્ષે આ ફેસ્ટિવલની ઔપચારિક શરૂઆત 3 ફેબ્રુઆરીએ પોખરણથી થશે, જ્યારે સત્તાવાર ઉદ્ઘાટન 4 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરમાં થશે. રાજસ્થાન પ્રવાસન વિભાગ દ્વારા જેસલમેર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી થઈ રહેલા આ ઉત્સવ અંગે જેસલમેર જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી ટીના ડાબીએ જણાવ્યું હતું કે, દેશી-વિદેશી પ્રવાસીઓના લાભાર્થે આ મહોત્સવના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે.

જેને મરુ મહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે એવા આ ફેસ્ટિવલમાં કઠપૂતળીઓ, સર્પાકાર, એક્રોબેટ્સ, અને લોકનૃત્ય અને સંગીતના કલાકારો સ્ટેજ પર લઈ જવા માટે સૌ મેળામાં ઉમટી પડે છે. શોભાયાત્રા, પરેડ, ઊંટ દોડ અને ઊંટ પોલોની મેચોમાં સુશોભિત ઊંટ સાથે ઉત્સવ દરમિયાન સમગ્ર સ્થળ જીવંત બને છે.

મહોત્સવની મુખ્ય બાબતો:

આ ફેસ્ટિવલમાં સેલેબ્રિટી નાઇટ્સ મુખ્ય આકર્ષણ રહેશે. ઇન્ડિયન આઇડલ ફેમ સંગીતકાર જોડી સલીમ-સુલેમાન, રઘુ દીક્ષિત, અતરંગી, અંકિત તિવારી, શનમુખા, પ્રિયા અને સલમાન જેવા કલાકારો લાઇવ કોન્સર્ટમાં હાજરી આપશે.

ડેઝર્ટ ફેસ્ટિવલ 2023ની અન્ય વિશેષતાઓમાં સમાવેશ થાય છે: પાઘડી બાંધવાની સ્પર્ધા, ઘૂમર ડાન્સ પર્ફોમન્સ, સંગીત સ્પર્ધા, મિસ્ટર એન્ડ મિસ ડેઝર્ટ સ્પર્ધા, પનિહારી મટકા રેસ, ઊંટ સજાવટ, શાન-એ-મરૂધરા, ઊંટ ટેટૂ શો અને ઊંટ પોલો મેચ યોજાશે. ફેસ્ટિવલ દરમિયાન થાર રણમાં ઊંટ અને જીપ પર ડેઝર્ટ સફારીનું પણ આયોજન કરવામાં આવશે.

રસપ્રદ વાત: રાજસ્થાનમાં મૂછને ઉપરની તરફ વાળવાથી વિજયનો સંકેત મળે છે, અને તેને નીચેની તરફ ઉતારવાથી શરણાગતિનો સંકેત મળે છે. આ બે ઇવેન્ટ્સ, લોક નૃત્ય પ્રદર્શન સાથે, જેમ કે ગેયર, અને આગ નૃત્ય, સૌથી વધુ પ્રેક્ષકોની ઉપસ્થિતિ ધરાવે છે.

તહેવાર કાર્યક્રમ અહીં તપાસો

Photo of કચ્છ રણોત્સવ બહુ ગયા, આ ફેબ્રુઆરીમાં મુલાકાત લો જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ 2023ની! by Jhelum Kaushal
Photo of કચ્છ રણોત્સવ બહુ ગયા, આ ફેબ્રુઆરીમાં મુલાકાત લો જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ 2023ની! by Jhelum Kaushal

મરૂ મહોત્સવ જેસલમેર 2023ની તારીખો: 3થી 5 ફેબ્રુઆરી 2023

ઉત્સવ માટે જેસલમેરમાં ક્યાં રોકાવું?

જેસલમેરમાં રહેવાના ઘણા વિકલ્પો છે, જેમાં હોટેલ્સ, રિસોર્ટ્સ અને હોમસ્ટેનો સમાવેશ થાય છે. કેટલાક લોકપ્રિય વિકલ્પોમાં ફોર્ટ રજવાડા, ગોરબંધ પેલેસ, અને હોટેલ સૂર્યગઢનો સમાવેશ થાય છે.

શું હું મુલાકાતી તરીકે કોઈપણ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકું?

હા! તમે પાઘડી બાંધવાની સ્પર્ધામાં ભાગ લઈ શકો છો, ઊંટની સવારી કરી શકો છો, અથવા પરંપરાગત રાજસ્થાની સંગીત અને નૃત્યમાં તમારો હાથ અજમાવી શકો છો.

શું મરૂ ફેસ્ટીવલ જેસલમેર 2023 માં હાજરી આપવા માટે કોઈ ફી છે?

આ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ચોક્કસ ખાસ એક્ટિવિટી સિવાય કોઈ ફી લેવામાં આવતી નથી.

Photo of કચ્છ રણોત્સવ બહુ ગયા, આ ફેબ્રુઆરીમાં મુલાકાત લો જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ 2023ની! by Jhelum Kaushal

કેવી રીતે જવું?

હવાઈ માર્ગે: જેસલમેરનું સૌથી નજીકનું એરપોર્ટ જોધપુર એરપોર્ટ છે, જે લગભગ 300 કિમી દૂર છે.

રેલમાર્ગે: જેસલમેરનું પોતાનું રેલવે સ્ટેશન છે, અને તે ભારતના મુખ્ય શહેરો જેમ કે દિલ્હી, અમદાવાદ, મુંબઈ વગેરે સાથે સારી રીતે જોડાયેલું છે.

વાહન માર્ગે: રાજસ્થાન રોડવેઝ અને ખાનગી બસો, ટેક્સીઓ અને રેન્ટ-એ-કાર સેવાઓ, જેસલમેરથી જોધપુર, જયપુર, અજમેર, બિકાનેર, ઉદયપુર, માઉન્ટ આબુ, બાડમેર, અમદાવાદ અને નવી દિલ્હી માટે નિયમિત રીતે ચાલે છે.

વધુ માહિતી માટે, ઓફિશિયલ વેબસાઇટ તપાસો.

ઇ-મેઇલ: info@jaisalmertour.com

તો શું તમે પહેલેથી જ જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ માટે તમારી બેગ પેકિંગ કરી રહ્યા છો? તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે મજાનો સમય પસાર કરવા માટે શ્રેષ્ઠ સ્થળ મરૂ મેળામાં થાર રણના શ્રેષ્ઠ સમય પસાર કરવા તૈયાર રહો!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ