એડવેંચરનુ નામ સામ્ભળતા જ તમારા કાન ચમકી ઊઠે છે? શું તમે આખો દિવસ જોશીલા કારનામા કરવાના સપના જુઓ છો? શું તમે હંમેશાં તમારી આગલી ટ્રીપની તૈયારીમાં વ્યસ્ત હો છો?
જો તમે આમાંના કોઈપણ પ્રશ્નોનો હા માં જવાબ આપ્યો હોય તો તમે રોમાંચના દિવાના છો! સાહસપ્રેમીઓની જેમ તમે પણ વિશ્વના જુદા જુદા સ્થળોએ થતી એડવેંચર પ્રવૃતિઓનુ લિસ્ટ બનાવી રાખ્યુ હશે, જેમ કે ન્યુઝીલેન્ડમાં સ્કાયડાઇવિંગ, આંદામાનમાં સ્કૂબા ડાઇવિંગ, નેપાળમાં ટ્રેકિંગ અથવા બીજુ કંઈપણ.
પરંતુ જો હું તમને એમ કહું કે તમે આ દરેક વસ્તુઓ કેટલાય દેશોમાં પ્રવાસ કર્યા વિના એક જ જગ્યાએ કરી શકો છો, તો તમને કેવું લાગશે?
પોર્ટુગલ
દક્ષિણ યુરોપમાં સ્થિત પોર્ટુગલ, તેની અનન્ય સંસ્કૃતિ, અદ્ભુત વાતાવરણ, ઝળહળતા દરિયાકિનારા અને રંગબેરંગી શહેરો માટે જાણીતું છે. ખડકાળ પહાડોથી લઈને સાફ-સુથરા બીચ સુધી પોર્ટુગલમાં જમીનના એટલા સ્વરૂપો છે કે એડવેંચર પ્રેમીઓ માટે અહિ ઘણી પ્રવૃત્તિઓ મળી રહેશે. અહીં કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓ છે જેનો તમે પોર્ટુગલમાં અનુભવ કરી શકો છો અને તમારી અધુરી ઇચ્છાઓના લિસ્ટને પૂરુ કરી શકો છો.
1. સર્ફિંગ
પોર્ટુગલનું હવામાન અને દરિયાકિનારો એટલો સુંદર અને અનુકુળ છે કે અહિ આખા વર્ષ દરમિયાન સર્ફિંગ અને સર્ફિંગ પર આધારિત પ્રવૃતિઓ જેવી કે બૉડીબોર્ડિંગ, વિન્ડસર્ફિંગ, કિટસર્ફિંગ અને પેડલ-બોર્ડિંગ વગેરે માણી શકાય છે. હવે તે કોઈ નવો નિશાળીયો હોય કે પાકેલો ખેલાડી, પોર્ટુગલમા દરિયાનો શાંત સપાટી વિસ્તાર અને તરંગોનુ ભયંકર યુદ્ધ બન્ને છે.
ક્યાં: અલ્ગરવે અને મદીરા
2. કૈન્યનિંગ
કૈન્યનિંગ એક ખૂબ જ આકર્ષક રમત છે જેમાં ટ્રેકિંગ, રોક-ક્લાઇમ્બીંગ, ક્લિફ જમ્પિંગ, એબ્સીલિંગ, સ્વિમિંગ અને અન્ય સાહસિક તકનીકોનો ઉપયોગ કરી સાંકડી ખીણોમાંથી પસાર થવા માટે કરવામાં આવે છે.
ક્યાં: પનેડા-ગેરેસ રાષ્ટ્રીય ઉદ્યાન અને એઝોરેસ દ્વીપસમૂહ
3. માઉન્ટેન બાઇકિંગ
હવે જ્યારે પોર્ટુગલમાં વિવિધ પ્રકારની જમીન છે, તો તમે બીચ પર થતા પહાડો ઉપર સાયકલ ચલાવી શકો છો, પછી શહેરની ભીડભાડ વાળી શેરીઓમા થઈને ગામડાંની શાંત શેરીઓમા પણ ચક્કર લગાવી શકો છો. પોર્ટુગલમાં ઘણાં સાઇકલિંગ રૂટ્સ છે જે આકર્ષક તો છે જ સાથે સાથે સુંદર પણ છે.
ક્યાં: મેડિરા, લિસ્બોઆ પ્રદેશ અને પોર્ટુગલનું કેન્દ્ર
4. સ્કુબા ડાઇવિંગ
ઉપરથી જોતા તો પોર્ટુગલનો દરિયાકિનારો ખૂબ સુંદર લાગે જ છે, પરંતુ સમુદ્રની સપાટીની અંદર છુપાયેલી દુનિયા થોડી વધુ વિશિષ્ટ છે. જો તમે દરિયાના તળમા ઉતરીને અનોખી પ્રાણીસૃષ્ટિ જોવા માંગતા હો, તો પોર્ટુગલના એટલાન્ટિક મહાસાગર કરતાં વધારે અદ્ભુત ભાગ્યે જ કઈક મળી શકે. સમુદ્ર જીવોની વિવિધ જાતિઓ તેમજ જૂના ડૂબી ગયેલા વહાણના ટુકડા; પોર્ટુગલના સમુદ્રમાં કોણ જાણે શું જોવા મળી જાય!
ક્યાં: એઝોરેસ અને મેદીરા
5. પેરાગ્લાઇડિંગ
પેરાગ્લાઇડિંગ એ આકાશમાંથી આસપાસના વિસ્તારનો નજારો જોવા માટેની એક લોકપ્રિય, મનોરંજક અને સલામત રીત છે. પોર્ટુગલનું શ્રેષ્ઠ હવામાન અને અદભૂત દૃશ્યો તેને પેરાગ્લાઇડિંગ માટે વિશ્વના શ્રેષ્ઠ સ્થાનોમાંનું એક બનાવે છે.
ક્યાં: એઝોરેસ, અલ્ગારવે અને પોર્ટો સૈંટો (મેદીરા)
6. કેનોઈંગ
કેનોઇંગ એ એક આકર્ષક રમત છે જેમાં તળાવો, નદીઓ અને શાંત સપાટીના પાણી પર એક નાની બોટને બ્લેડ વાળા ચપ્પુથી ચલાવવામાં આવે છે. પોર્ટુગલમાં ઘણી નદીઓ અને તળાવો હોવા છતાં આ દેશ તેની દરિયાઇ કેનોઇંગ માટે જાણીતો છે. તેનો આનંદ માણવા માટે વિશ્વભરના સાહસિક પ્રેમીઓ અહીં પહોંચે છે.
ક્યાં: અલ્ગારવે અને મેદીરા
7. ટ્રેકીંગ
જો કોઈ દેશની આબોહવા સારી રીતે જીવવી હોય, તો પછી પગપાળા ચાલવા સિવાય બીજો કોઈ સારો રસ્તો નથી. પોર્ટુગલ આ સંદર્ભમાં અલગ નથી. ચાહો તો પહાડો પર ચડી જાઓ, મેદાનો પાર કરો કે પછી બીચ પર ટહેલો; પોર્ટુગલમાં ચાલવા માટે સારા રસ્તાઓની બિલકુલ કમી નથી.
ક્યાં: એઝોરેસ, મેદીરા, એલેન્ટેજો કોસ્ટ, પેંડના-ગેરૈસ નેશનલ પાર્ક અને અલ્ગરવે
8. રાફ્ટિંગ
પવનથી ભરેલી બોટ પર સવાર થવું અને ધસમસતા પ્રવાહને ટક્કર મારવી એ સાહસ પ્રેમીઓ માટે એક ખૂબ જ આકર્ષક પ્રવૃત્તિ છે. પહાડોના સુંદર દૃશ્યો અને તેમાથી વહેતી નદીના પ્રવાહોને કારણે, પોર્ટુગલ રાફ્ટિંગ કરવા માટેનું એક સરસ સ્થળ છે.
ક્યાં: પોર્ટો અને ઉત્તરી પોર્ટુગલ
9. સ્કીઇંગ
એમ તો પોર્ટુગલનું હવામાન ગરમ છે, પરંતુ શિયાળામાં પોર્ટુગલની સૌથી ઊંચી પર્વતમાળા સેરા દા એસ્ટ્રેલા બરફથી ઢંકાયેલી હોય છે. તેથી શિયાળાની ઋતુ દરમિયાન સાહસપ્રેમીઓ ફક્ત સ્કી જ નહીં પણ સ્લેજ, સ્નોબોર્ડ અથવા સ્નોમોબિલ પર સવારી પણ કરી શકે છે!
ક્યાં: સેરા દા એસ્ટ્રેલા (પોર્ટુગલનું કેન્દ્ર)