રોમાંસનો પણ પોતાનો રોમાંચ હોય છે, જેને દરેક દંપતી પોતપોતાની રીતે જીવવા માંગે છે. ભીડથી દૂર કોઈ નવી જગ્યાએ જવું, જ્યાં હૃદયની કેટલીક વાતો કહી શકાય, પ્રેમની થોડી ક્ષણો મૌનથી જીવી શકાય. એમા પણ લોકેશન વિદેશમાં હોય તો તો કહેવુ જ શું.
ટ્રિપોટો હિન્દી સાથે ચાલો તમારા હનીમૂન પ્રવાસ પર. આ સુંદર મુસાફરી માટે તમારે વધારે ખિસ્સા ખાલી પણ નહી કરવા પડે.
1. જાપાન
જાપાનની છબી વિશ્વભરમાં એક તકનીકી દેશ તરીકેની રહી છે, પરંતુ જાપાનની સુંદરતા પણ ઓછી નથી. ત્યાં દરિયાકિનારા છે, પર્વતો છે, સુંદર ખીણો છે, તમે તમારા સાથી સાથે લોંગ ડ્રાઈવ પર જઇ શકો છો. અહીં એ બધુ જ છે જે તમે એક સારા હનીમૂન ટ્રીપમાં ઇચ્છો છો.
જાપાન પ્રવાસ માહિતી માટે અહીં ક્લિક કરો.
જાપાનમાં શું શું જોવું
તમારા હનીમૂન પર માઉન્ટ ફીજીની લવ બોટની મજા માણવાનું ચૂકશો નહીં. ટોક્યોની હેલિકોપ્ટરની સવારી નો પ્લાન તો અત્યારથી જ નોટ કરી લો. ઓકિનાવાના બીચની દિલકશ સાંજ તો વળી કેમ ભૂલી શકાય? માશુ તળાવની મુલાકાત જરુર લો અને ક્યોટોના પ્રખ્યાત પ્રેમ શ્રાઈનના પણ દર્શન કરો. આ પછી જ્યારે તમે થાકી જાશો ત્યારે જાપાનીઝ ઈન એટલે કે રયોકો તમારી રાહ જોતા હશે.
અંદાજિત ખર્ચ
અકોમોડેશનથી લઈ આખા દિવસનો ખર્ચ ₹ 9500 હશે. હનીમૂન કપલ્સ માટે આટલો ખર્ચો તો કરવો પડશે, નહીં?
ટ્રિપોટો ટીપ: સૌથી સસ્તી ફ્લાઇટ્સ
ચેન્નાઇથી ટોક્યો: ₹12,500
વિશાખાપટ્ટનમથી ઓસાકા: ₹14,000
અમૃતસરથી સપોરો: ₹15,000
2. ઓસ્ટ્રેલિયા
તમે હિન્દુસ્તાની છો. ક્રિકેટ તમારો ધર્મ છે. જો તમે ક્રિકેટ જાણો છો તો ઓસ્ટ્રેલિયા તો નિશ્ચિતરૂપે યાદ હશે. આપણો દુશ્મન. તમે તમારા હનીમૂન પર માત્ર એક વાર ઓસ્ટ્રેલિયાની મુલાકાત લો, પછી આ અદ્ભુત સ્થાન સાથે તમારી પાક્કી મિત્રતા થઈ જશે.
ઉત્સુકતાથી ભરપુર, સુંદર, મોહક અને રોમાંચક, આ સ્થળ તમારા હનીમૂન માટે યોગ્ય છે.
ઓસ્ટ્રેલિયામાં શું શું જોવું?
ઓસ્ટ્રેલિયા સમુદ્રની વચ્ચે આવેલું છે. તમે સમુદ્રમાં ચહેકતા પેંગ્વિંસ સાથે સમય ગાળી શકો છો. ઠંડી હવાઓમા ઘોળાતી સાંજને વાઇન સાથે યુવાન બનાવો અથવા ગરમ હવાના ફુગ્ગાઓમાં રોમાંસ ફરમાવો.
જો તમને બીચ ગમે છે, તો બોંડી બીચની મુલાકાત લો. સાથે એક સુંદર સાંજ ગાળવા માટે તમે ડાર્લિંગ હાર્બર પર જઈ શકો છો અથવા કોઈપણ રેસ્ટોરન્ટમાં સારા ડિનરની મજા લઇ શકો છો.
અંદાજિત ખર્ચ
અકોમોડેશન સાથે પ્રતિ દિવસ ₹10,000 સુધી ખર્ચ થશે.
ટ્રીપોટો ટીપ - સૌથી સસ્તી ફ્લાઇટ્સ
હૈદરાબાદથી પર્થ: ₹10,500
બેંગ્લોરથી સિડની: ₹11,000
કોચિનથી મેલબોર્ન: ₹11,000
3. સિંગાપોર
શોપિંગ કરવા માટે સૌથી ફેમસ અને પ્રેમ કરવા વાળા માટે તો સ્વર્ગ છે, સિંગાપોરનો મિજાજ જ કઈક એવો છે. સિંગાપોરમાં દરરોજ સેંકડો વસ્તુઓ ચાલી રહી હોય છે. અને બધી એક થી એક ચડિયાતી. તમારા હનીમૂન પર સિંગાપોરમાં રહેવું એ યાદગાર ક્ષણથી ઓછું નથી.
સિંગાપોરમાં શું શું જોવું
ગાર્ડન બાય ધ વે મા પ્રેમના પુષ્પો ખિલવો. મેડમ સાથે સિંગાપોર ક્રુઝ પર જાઓ અને ઠંડા પવનમાં પ્રેમની બે ઘડી પસાર કરો. અથવા કેનિંગ હિલ પર રોમેન્ટિક વોક પર જાઓ. સ્કાય હાઇ પર શ્રેષ્ઠ ડિનરની તક બિલકુલ ગુમાવશો નહીં.
જો તમે જંગલોના શોખીન છો, તો પછી સિંગાપોર ઝૂ ખાતે ઊરાંગ ઊટાંગ મિત્રો સાથે ફોટા લેવાનું ભૂલશો નહીં.
અંદાજિત ખર્ચ
અકોમોડેશન સાથે પ્રતિ દિવસ ₹ 8,000 ખર્ચ થશે.
ટ્રીપોટો ટીપ - સૌથી સસ્તી ફ્લાઇટ્સ
વિશાખાપટ્ટનમથી સિંગાપોર: ₹4,700
ચેન્નાઇથી સિંગાપોર: ₹5,200
કોઈમ્બતુરથી સિન: ₹5,200
બેંગ્લોરથી સિંગાપોર: ₹5,500
ત્રિવેન્દ્રમથી સિંગાપોર: ₹5,800
4. ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયાનો ઉલ્લેખ હંમેશા બાલી સુધી મર્યાદિત રહ્યો છે. પરંતુ બાલી સિવાય, ઇન્ડોનેશિયામાં ઘણું જોવાનું છે.
તમે તમારા જીવનસાથી સાથે ઇન્ડોનેશિયાની માત્ર ટ્રીપ નહીં, પરંતુ આખુ ચેપ્ટર પુરુ કરી શકો છે. સૌથી પહેલી વાત તો તમને સારી ફ્લાઇટ્સ મળી જશે તેથી આવવા જવાનુ કોઈ ટેંશન નહીં. ઉપરથી રોમેન્ટિક લોકેશન મળશે તે અલગ.
ઇન્ડોનેશિયા ટૂર બુક કરવા માટે અહીં ક્લિક કરો.
ઇન્ડોનેશિયામાં શું શું જોવું
ઉલુવાટુમાં દરિયાકિનારે કેંડલ લાઇટ ડિનર કરતાં વધુ રોમેન્ટિક શું હોઈ શકે. ઉબુદ વેલીના રોમાંચમા રોમાંસ શોધવાની સારી તક છે હો. બીચની બોટ પર પિકનિક કરો અથવા હેલિકોપ્ટર ટૂર પર જાઓ, બંને મસ્ત છે.
સાંજના સમયે બીચ પર બોનફાયર કરતાં વધુ દિલકશ શું હોઈ શકે. નુસા દુઆના પ્રાઈવેટ બીચ પર ગુફા ડિનરની મજા જરુર લો.
અંદાજિત ખર્ચ
અકોમોડેશન સાથે પ્રતિ દિવસ ₹10,000 ખર્ચ થશે.
ટ્રીપોટો ટીપ - સૌથી સસ્તી ફ્લાઇટ્સ
ચેન્નાઇથી જકાર્તા: ₹5,800
કોઈમ્બતુરથી પાકેનબરૂ: ₹7,000
અમૃતસરથી પાલેમબૈંગ: ₹7,200
5. ચાંગી
ચાંગી એરપોર્ટને તમારા રોમેન્ટિક હનીમૂનમાં જરુર શામેલ કરો. હનીમૂનનો સ્વાદ અદભૂત થઈ જશે. આ યાત્રા પછી, તમારા માટે એરપોર્ટ, સ્ટોપઓવર, મંઝિલ અને સફરનો અર્થ જ બદલાઈ જશે. લખી રાખો.
ચાંગી એરપોર્ટ પર શું જોવું
ટર્મિનલ T3 પર તમે બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લેવા જાઓ. ટર્મિનલ T2 ના કોઈ તળાવની મુલાકાત લેતા લેતા ઓર્કિડ ગાર્ડનમા ટહેલવા જઇ શકો છો. અથવા ત્રણેય ટર્મિનલ T1, T2 અને T3 પર મસાજ તો મફતમાં ઉપલબ્ધ છે જ.
તમે રોમેન્ટિક મૂવી (T2, T3) પણ જોઈ શકો છો અથવા સ્વિમિંગ પૂલમા (T1) આરામ કરી શકો છો. તેવી જ રીતે, કોઈપણ ટર્મિનલ પર ખરીદી તો કરવી જ પડે ને. પતિના દિલનો રસ્તો જો પેટમાંથી પસાર થાય છે, તો પત્નીનો શોપિંગમાથી.
તો તમે તમારા હનીમૂન ટ્રિપ માટે કયા સ્થાનને પસંદ કર્યું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.
નોંધ લો કે ફ્લાઇટના ભાવ બદલાતા રહેતા હોય છે, તેથી બુકિંગ કરતી વખતે આ ધ્યાનમાં રાખવાનું ભૂલશો નહીં. અહીં ઉલ્લેખિત અંદાજિત ભાવો 4-5 મહિનાની એડવાન્સ બુકિંગ પર આધારિત છે.