પંચ કેદાર જેવી જ છે ઉત્તરાખંડની પંચ બદ્રી સર્કિટ, જ્યાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુ

Tripoto
Photo of પંચ કેદાર જેવી જ છે ઉત્તરાખંડની પંચ બદ્રી સર્કિટ, જ્યાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુ by Paurav Joshi

ઉત્તરાખંડ રાજ્ય દેવભૂમિના નામથી વિશ્વ પ્રસિદ્ધ છે.તેનું કારણ અહીં વિવિધ સ્થળોએ દેવી-દેવતાઓની હાજરી છે. તેમાંનું એક છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત હિમાલયની ગોદમાં વસેલું નર તથા નારાયણ પર્વતોના મધ્ય ભૂ-વૈકુંઠ ધામ બદ્રીનાથ, પંચ બદ્રીમાં મુખ્ય, પુરાણોમાં સર્વશ્રેષ્ઠ તેમજ ચારધામોમાંથી એક પ્રસિદ્ધ અને પૌરાણિક ધામ છે.

પંચ બદ્રી એ ભગવાન વિષ્ણુના મંદિરોનું સંયોજન છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ ક્ષેત્રમાં બદ્રીનાથથી લગભગ 24 કિમી દૂર સતોપંથથી શરૂ કરીને દક્ષિણમાં નંદપ્રયાગ સુધી ફેલાયેલું છે. આ બધામાં ભગવાનના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. આમાંના કેટલાક મંદિરો આખા વર્ષ દરમિયાન ખુલ્લા રહે છે. તો ચાલો જાણીએ આ પંચ બદ્રી વિશે.

Photo of પંચ કેદાર જેવી જ છે ઉત્તરાખંડની પંચ બદ્રી સર્કિટ, જ્યાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુ by Paurav Joshi

પંચ બદ્રી શું છે?

પંચ બદ્રી એ ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરો અને ધાર્મિક કાર્યોનું સંયોજન છે. જ્યાં ભગવાન બદ્રીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તે બદ્રી વિસ્તારથી લઇને નંદપ્રયાગની વચ્ચે સ્થિત છે. પંચ બદ્રીમાં બદ્રીનાથ, યોગધ્યાન બદ્રી, ભવિષ્ય બદ્રી, વૃદ્ધ બદ્રી અને આદિ બદ્રીનો સમાવેશ થાય છે. જેને આપણે પંચ બદ્રી તરીકે ઓળખીએ છીએ. બદ્રીનાથ ધામની જેમ, પંચ બદ્રી એ હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.

1. બદ્રીનાથ

બદ્રીનાથને ચાર ધામોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરો દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે, આમ સમગ્ર ઉત્તર ભારતમાં ધાર્મિક યાત્રાધામનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર બની જાય છે. બદ્રીનાથ લગભગ 3,100 મીટરની ઉંચાઈ પર આવેલું છે. અલકનંદા નદીના કિનારે ગઢવાલ હિમાલયમાં આવેલું આ પવિત્ર શહેર નર અને નારાયણ પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. આ મંદિરની સ્થાપના 8મી સદીમાં ઋષિ આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ નર અને નારાયણ અવતારના રૂપમાં આ સ્થાન પર તપસ્યા કરી હતી.

2. શ્રી યોગધ્યાન બદ્રી

આ મંદિર ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે ગોવિંદ ઘાટ પાસે આવેલું છે.તેની ઊંચાઈ દરિયાની સપાટીથી 1920 મીટર છે.એવું માનવામાં આવે છે કે આ જગ્યાએ પાંડવોનો જન્મ થયો હતો અને અહીં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેને પાંડવોના પિતાએ સ્થાપિત કરી હતી. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં સ્થાપિત ભગવાન વિષ્ણુની મૂર્તિમાં તેઓ ધ્યાનની મુદ્રામાં દેખાય છે, તેથી આ મંદિરને યોગ ધ્યાન બદ્રી તરીકે ઓળખવામાં આવે છે.આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, મહાભારતના કાળના અંતમાં, કૌરવો પર વિજય મેળવ્યા બાદ અને કળિયુગની અસરોથી બચવા માટે પાંડવો હિમાલયમાં આવ્યા અને સ્વર્ગમાં જતા પહેલા અહીં કઠોર તપસ્યા કરી. એવું પણ કહેવાય છે કે પાંડવોના પિતા રાજા પાંડુએ પોતાના અંતિમ દિવસો અહીં તપસ્યા કરીને પસાર કર્યા હતા. અને તેથી આ ગામનું નામ યોગધ્યાન બદ્રી પડ્યું. અહીં મંદિરમાં પ્રાચીન કત્યૂરી રાજાઓના ઈતિહાસની અમૂલ્ય માહિતી આપતા જૂના શિલાલેખ સાથેની તાંબાની પ્લેટો મળી આવી છે.

Photo of પંચ કેદાર જેવી જ છે ઉત્તરાખંડની પંચ બદ્રી સર્કિટ, જ્યાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુ by Paurav Joshi

3. ભવિષ્ય બદ્રી

શ્રી ભવિષ્ય બદ્રી (જોશીમઠ પાસે) જોશીમઠથી પૂર્વમાં 17 કિ.મી. દૂર અને તપોવલના સુબૈનની પાસે આ મંદિર આવેલું છે. આ મંદિર 2744 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આદિ ગ્રંથો અનુસાર આ એ જ જગ્યા છે જ્યાં બદ્રીનાથ માર્ગ બંધ થઇ જવાના કારણે ધર્માવલમ્બી અહીં પૂજા-અર્ચના માટે આવે છે. આ મંદિર ગાઢ જંગલોમાં આવેલું છે, અહીં ભગવાન નરસિંહના વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર સુધી પહોંચવા માટે જોશીમઠથી સલધર નામના સ્થળે જવું પડે છે, જોશીમઠથી સલધરનું અંતર 11 કિલોમીટર છે, આ અંતર બસ અથવા વાહનો દ્વારા કાપવામાં આવે છે, અહીંથી ફરીથી 6 કિલોમીટરના અંતરે આવેલા આ મંદિર સુધી પહોંચવા માટે મુસાફરોએ પગપાળા પર્વતો પર સીધા ચઢવું પડે છે.

Photo of પંચ કેદાર જેવી જ છે ઉત્તરાખંડની પંચ બદ્રી સર્કિટ, જ્યાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુ by Paurav Joshi

4. વૃદ્ધ્ બદ્રી

વૃદ્ધ્ બદ્રી મંદિર જોશીમઠથી 7 કિમીના અંતરે અનિમથ ગામમાં આવેલું છે. અહી ભગવાન વિષ્ણુની પૂજા એક વૃદ્ધના રૂપમાં કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના સમૃદ્ધ સ્વરૂપની એક દંતકથા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર નારદ મુનિએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ એક વૃદ્ધના રૂપમાં પ્રગટ થયા હતા. અને નારદને દર્શન આપ્યા હતા. આ મંદિર આખું વર્ષ ખુલ્લું રહે છે.

5. આદિબદ્રી

આ મંદિર પંડાલ અને અલકનંદા નદીના સંગમ પર આવેલું છે, તે ચમોલી જિલ્લામાં કર્ણપ્રયાગથી 17 કિમીના અંતરે આવેલું છે. દંતકથા છે કે પાંડવો જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે આ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. પહેલા અહીં 16 મંદિરો હતા, જેમાંથી 2 મંદિરો હવે નાશ પામ્યા છે અને 14 મંદિરો બાકી છે, જેમાંથી મુખ્ય મંદિર ભગવાન વિષ્ણુનું છે, આ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત છે, જે કાળા પથ્થરથી બનેલી છે, અહીં સ્થાપિત મંદિરોની શૈલી કાત્યુરી શૈલી છે જેનું નિર્માણ બાદમાં કરવામાં આવ્યું હતું.

Photo of પંચ કેદાર જેવી જ છે ઉત્તરાખંડની પંચ બદ્રી સર્કિટ, જ્યાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુ by Paurav Joshi
Photo of પંચ કેદાર જેવી જ છે ઉત્તરાખંડની પંચ બદ્રી સર્કિટ, જ્યાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુ by Paurav Joshi

પૌરાણિક માન્યતાઓ

શાસ્ત્રોમાં પંચ બદ્રીની પવિત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બદ્રીનાથને પૃથ્વી પર ભગવાન વિષ્ણુનું ઘર માનવામાં આવે છે અને આ પવિત્ર સ્થળનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે જ્યારે માતા ગંગા માનવજાતના દુઃખ દૂર કરવા પૃથ્વી પર અવતર્યા ત્યારે પૃથ્વી તેની પ્રચંડ વિકરાળતા સહન કરી શકી નહીં. ગંગાનો પ્રવાહ બાર જળ માર્ગોમાં વહેંચાયેલો હતો. તેમાંથી એક અલકનંદાનું મૂળ છે. આ સ્થાન ભગવાન વિષ્ણુના નિવાસસ્થાનના નામથી બદ્રીનાથ તરીકે જાણીતું બન્યું.એક દંતકથા અનુસાર, પાંડવો સ્વર્ગ તરફ જતા આ સ્થળેથી ગયા હતા અને છેલ્લા ગામ માના પાસેથી પસાર થયા હતા. એવું પણ માનવામાં આવે છે કે માનામાં આવેલી એક ગુફામાં વ્યાસે મહાભારત લખી હતી, જે બદ્રી ક્ષેત્રમાં સ્થિત છે.

કેવી રીતે પહોંચવું

હવાઈ માર્ગેઃ જો તમે હવાઈ માર્ગે બદ્રીનાથ ધામ પહોંચવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ જોલીગ્રાન્ટ દેહરાદૂન છે. જોલીગ્રાન્ટ એરપોર્ટથી તમે બસ દ્વારા ઋષિકેશ પહોંચી શકો છો જ્યાંથી તમને બદ્રીનારાયણ પહોંચવા માટે સીધી બસ અને ટેક્સીની સુવિધા મળશે. બદ્રીનાથ ધામ ઋષિકેશથી 292 કિલોમીટર દૂર છે.

ટ્રેન દ્વારા: બદ્રીનાથનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ઋષિકેશ છે, જે અહીંથી માત્ર 297 કિમી દૂર છે. ઋષિકેશ ભારતના મુખ્ય શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી અને લખનૌ વગેરે સાથે રેલવે દ્વારા સીધું જોડાયેલું છે. દિલ્હીથી ટ્રેન દ્વારા બદ્રીનાથ પહોંચવા માટે પ્રવાસીઓ દ્વારા બે રૂટનો ઉપયોગ કરી શકાય છે. દિલ્હીથી ઋષિકેશ - 287 કિમી., દિલ્હીથી કોટદ્વાર - 300 કિમી.

રોડ દ્વારા: ઉત્તરાંચલ રાજ્ય પરિવહન નિગમ દિલ્હી અને ઋષિકેશ વચ્ચે નિયમિત બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત ખાનગી પરિવહન બદ્રીનાથ અને અન્ય નજીકના હિલ સ્ટેશનો માટે બસ સેવા પણ પ્રદાન કરે છે. ખાનગી ટેક્સીઓ અને અન્ય માધ્યમો ભાડે કરીને ઋષિકેશથી બદ્રીનાથ સરળતાથી પહોંચી શકાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads