Day 1
ઘણા લોકો ગોવા જવાનો પ્લાન બનાવે છે, પરંતુ ઘણી વખત આ ટ્રીપ એક યા બીજા કારણોસર કેન્સલ થઈ જાય છે. જો ગોવા જવાના પ્લાનિંગમાં તમારું બજેટ આડે આવે છે, તો વિશ્વાસ કરો, 3 હજાર રૂપિયામાં ગોવાની ટ્રિપ પ્લાન કરી શકાય છે. આ સફર યાદગાર રહેશે અને સાથે જ આ માટે તમારે કોઈ ટ્રાવેલ એજન્ટની મુલાકાત લેવાની જરૂર નથી. ગોવા ટ્રિપની સૌથી ખાસ વાત એ છે કે ત્યાં જઈને તમે શાંતિનો અનુભવ કરી શકો છો. હા, ગોવામાં વધુ ભીડવાળા પ્રવાસન સ્થળો સિવાય પણ ઘણું બધું છે.
1. રેલ ટિકિટ બુક કરો
ગોવા જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરવી શ્રેષ્ઠ વિચાર છે. તમે મુંબઈથી જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. દાદરથી જન શતાબ્દી એક્સપ્રેસનો ઉપડવાનો સમય સવારે 5.25 છે અને તે તે જ દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં મડગાંવ પહોંચે છે. આ ટ્રેનની સ્લીપર સીટનું ભાડું માત્ર 260 રૂપિયા છે.
2. સીઝનની પસંદગી કરો
જો તમે ઓછા બજેટમાં ગોવાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો નવા વર્ષે તમારી ટ્રિપનું બિલકુલ પ્લાનિંગ ન કરો. આ સમય દરમિયાન, માત્ર હોટલ અને અન્ય વસ્તુઓની કિંમતો ખૂબ જ ઊંચી હોય છે. વળી, જો તમારે ગોવા જઈને આનંદની સાથે-સાથે આરામ પણ કરવો હોય તો આ દિવસોમાં તમને તે બિલકુલ નહીં મળે. જો તમે ઑફ સીઝનમાં તમારા પ્રવાસનું આયોજન કરો તો સારું રહેશે. આ સમય દરમિયાન તમને સારી અને સસ્તી હોટલ સરળતાથી મળી જશે. ગોવામાં ઘણી જગ્યાએ સુરક્ષિત હોસ્ટેલ જોવા મળે છે. તે રોજના 350 રૂપિયા લે છે. જો તમે ગ્રુપમાં જઈ રહ્યા છો, તો આ વિકલ્પ ખૂબ સારો હોઈ શકે છે.
3. ફરવા માટે સ્કૂટી બુક કરો અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ લો
ગોવામાં ફરવાનો શ્રેષ્ઠ રસ્તો સ્કૂટી ભાડે લેવાનો છે. ગોવાની વાત કંઈક અલગ છે. અહીં જો તમે સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન જઈ રહ્યા છો તો હવામાન ઘણું સારું રહેશે. આહલાદક હવામાનમાં સ્કૂટીની સવારી લો. ગોવામાં પેટ્રોલ ઘણું સસ્તું છે તેથી તે તમારા બજેટમાં હશે. સ્કૂટી અહીં રોજના રૂ. 300 થી રૂ. 500ની રેન્જમાં ભાડે લઇ શકાય છે. ગોવાની ટ્રીપ પર જતા પહેલા, ક્યાં જવું છે તેની યાદી બનાવો. બસ સ્કૂટી ઉપાડો અને નીકળી પડો. પરંતુ જો તમે ઓછા પૈસામાં વધુ ફરવાના કરવાના વિચાર સાથે ઘરની બહાર નીકળ્યા છો, તો તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરી કરવી જોઈએ, જેથી તમારા ખિસ્સા પર થતો ખર્ચ ઘણો ઓછો થશે.
5. સ્ટ્રીટ ફૂડ
ગોવાનું સ્ટ્રીટ ફૂડ સસ્તું અને ટેસ્ટી છે એટલે મોટી હોટલોમાં જવાને બદલે સ્ટ્રીટ ફૂડનો આનંદ લો. તમને ગોવામાં તમામ પ્રકારના નાસ્તા ખૂબ જ ઓછા ભાવે મળશે. ગોવામાં તમને કોઈપણ રેસ્ટોરન્ટમાં થાળી મળી જશે અને શાકાહારી થાળીનો દર 100 થી 150 રૂપિયા હોઈ શકે છે અને નોન વેજ થાળી માટે તમારે 250 થી 300 રૂપિયા ખર્ચવા પડી શકે છે.
6. સ્ટ્રીટ શોપિંગ કરો
ઉત્તર ગોવામાં એક બજાર છે જે કલંગુટ બીચ પાસે છે. આ સ્થળને પ્રવાસીઓનો સૌથી મોટો અડ્ડો માનવામાં આવે છે. તમને આ માર્કેટમાં ખૂબ જ સસ્તા ભાવે ટી-શર્ટ મળશે. આ સાથે, તમને આ માર્કેટમાં ઘણી એન્ટિક વસ્તુઓ ખૂબ જ સરળતાથી ખરીદવા મળશે. પહેલા તો તમને કહેવામાં આવશે કે અહીં દરેક વસ્તુની કિંમત વધારે છે, પરંતુ જો તમે થોડી સોદાબાજી કરો છો, તો તમે આ બધી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદી શકો છો. તમે સ્થાનિક છો તેવું વર્તન કરો, જેથી કોઈ દુકાનદાર તમને પ્રવાસી માનીને તમારો ફાયદો ઉઠાવી ન શકે.
આવો તમને જણાવીએ કે ગોવામાં તમે 3 દિવસમાં શું-શું કરી શકો છો?
પહેલો દિવસ
તમે પહેલા દિવસે ગોવાના પ્રખ્યાત કેન્ડોલિમ બીચ, અંજુના બીચ પર તમારા મિત્રો સાથે પાર્ટી કરી શકો છો. તમે તમારો બધો સમય કલંગુટ અને બાગા બીચ પર પણ વિતાવી શકો છો કારણ કે કલંગુટ અને બાગા બીચ પર તમને ડાન્સ કરવા માટે મફત ડાન્સ ફ્લોર મળશે. અહીંના બીચ એટલા સુંદર છે કે તમે આખો દિવસ આરામથી વિતાવી શકો છો.
બીજો દિવસ
બીજા દિવસે, તમે આ ગોવામાં સ્થિત મંદિર અથવા ચર્ચની મુલાકાત પણ લઈ શકો છો. તમે અગુડા ફોર્ટ, મંગેશી મંદિર, અવર લેડી ઓફ ઈમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ વગેરે જેવા સ્થળોને એક્સપ્લોર કરી શકો છો. આ સિવાય તમે ગોવામાં સ્ટ્રીટ ફૂડ પણ માણી શકો છો અથવા ગોવામાં શોપિંગની મજા પણ માણી શકો છો.
અવર લેડી ઓફ ઈમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ પ્રવેશ ફી - રૂ. 10/વ્યક્તિ
ત્રીજો દિવસ
ત્રીજા દિવસે તમે પ્રખ્યાત મહાદેઇ વન્યજીવ અભયારણ્ય, ભગવાન મહાવીર અભયારણ્ય અને મોલમ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લો. જ્યાં બહુ ઓછા ખર્ચમાં ઘણું બધું જોઈ અને ફરી શકાય છે.
મહાદેઇ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી એન્ટ્રી ફી - ફ્રી
ભગવાન મહાવીર સેન્ચ્યુરી એન્ટ્રી ફી - રૂ. 20/વ્યક્તિ
મોલામ નેશનલ પાર્ક એન્ટ્રી ફી - રૂ. 20/વ્યક્તિ
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો