લાંબા સમય પછી ફરી લકઝરી ક્રુઝ દ્વારા મુંબઈથી ગોવાનું રોમાંચક સફર કરો

Tripoto
Photo of લાંબા સમય પછી ફરી લકઝરી ક્રુઝ દ્વારા મુંબઈથી ગોવાનું રોમાંચક સફર કરો by Jhelum Kaushal

દિવસ ૧

છેલ્લા ૩ વર્ષથી મુંબઈ-ગોવાની વચ્ચે ક્રુઝ સેવા શરુ કરવાનો વિચાર ચાલી રહ્યો હતો. પરંતુ કોઈ ને કોઈ કારણથી આ સેવાને મંજૂરી નહોતી મળતી. પરંતુ હવે આ સેવા માટે નિર્ણય લેવાઈ ગયો છે અને આ સુવિધા જલ્દી શરુ થવાની છે.

Photo of લાંબા સમય પછી ફરી લકઝરી ક્રુઝ દ્વારા મુંબઈથી ગોવાનું રોમાંચક સફર કરો by Jhelum Kaushal

જેની રાહ બધાને હતી તે દિવસ આવી ગયો છે. ૧૧ ઓક્ટોબરથી મુંબઈથી ગોવા માટે પહેલી ક્રુઝ રવાના થશે. આ સફરનો આનંદ લેવા માટે તમારે ૭૦૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવા પડશે.

મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજીવ ભાટિયાને અનુસાર જયારે વાતાવરણ સાફ હશે ત્યારે જ આ ક્રુઝ ચલાવવામાં આવશે. તમે આ ક્રુઝનો આનંદ દરેક ત્રીજા દિવસે મુંબઈથી સાંજે ૫ વાગ્યે લઇ શકો છો અને બીજા દિવસે સવારે ૮:૩૦ વાગ્યે આ ક્રુઝ તમને ગોવા પહોંચાડશે.

Photo of લાંબા સમય પછી ફરી લકઝરી ક્રુઝ દ્વારા મુંબઈથી ગોવાનું રોમાંચક સફર કરો by Jhelum Kaushal
Photo of લાંબા સમય પછી ફરી લકઝરી ક્રુઝ દ્વારા મુંબઈથી ગોવાનું રોમાંચક સફર કરો by Jhelum Kaushal

આ ક્રુઝમાં સફર કરવા માટે ટિકિટની ૬ શ્રેણી છે. જેમાં તમને ભોજન, રિફ્રેશમેન્ટ અને બ્રેકફાસ્ટની સુવિધા આપવામાં આવશે. આ ક્રુઝમાં એક વખતમાં લગભગ ૫૦૦ યાત્રીઓ સફર કરી શકશે. આ સફર દરમિયાન ક્રુઝ માત્ર રત્નાગીરી, માલવણ, વિજયદુર્ગ અને રાયગઢમાં ઉભી રહેશે.

ક્રુઝમાં યાત્રીઓના પસંદગીના વ્યંજનો પણ મળશે. આ ક્રુઝમાં ૮ રેસ્ટોરન્ટ અને બારની સાથે એક સ્વિમિંગ પુલ, આધુનિક લોન્જ અને મનોરંજન માટે હોલ પણ જોવા મળશે.

Photo of લાંબા સમય પછી ફરી લકઝરી ક્રુઝ દ્વારા મુંબઈથી ગોવાનું રોમાંચક સફર કરો by Jhelum Kaushal
Photo of લાંબા સમય પછી ફરી લકઝરી ક્રુઝ દ્વારા મુંબઈથી ગોવાનું રોમાંચક સફર કરો by Jhelum Kaushal

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે મુંબઈ-ગોવા ક્રુઝ સર્વિસ ભારતની એકમાત્ર પહેલી ક્રુઝ સર્વિસ છે. જેનો આનંદ તમે માત્ર અમુક ભાડું ચૂકવીને લઇ શકો છો. અમુક વિદેશી કંપની મુંબઈ અને ગોવાની સિવાય કોચીનથી ક્રુઝ સર્વિસ ઉપલબ્ધ કરે છે. જેની ટિકિટ તમે ઓનલાઇન બુક કરી શકો છો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ