
દેવોના દેવ મહાદેવના જેટલા મંદિર છે તેટલા જ એના રુપ પણ છે. રાજ્સ્થાનના કોટામા શિવનુ એક એવુ ધામ છે જ્યા એક જ શિવલિંગમા કેટલાય શિવલિંગ સમાયેલા છે. 14 ટન વજન ધરાવતા અને 11 ફુટ ઊંચા આ શિવલિંગમા સહસ્ત્ર શિવલિંગના દર્શન કરી શ્રદ્ધાળુઓ શિવમય થઈ જાય છે.


આ છે કોટાનુ શિવપુરી ધામ, કે જેને સહસ્ત્ર શિવલિંગ ધામ પણ કહેવામા આવે છે. અહિનુ ભવ્ય શિવલિંગ 11 ફુટ ઊંચુ અને 14 ટન જેટલુ વજન ધરાવે છે. જે તેને જોવે છે બસ જોતુ જ રહી જાય છે.
તેમા ભગવાન શિવના 1008 નામના નાના નાના શિવલિંગ સ્થાપિત છે.
તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ પુરી રીતે શિવમય થઈ જાય છે.

શિવપુરી ધામમા આ શિવલિંગોની સ્થાપનાની એક કથા પણ છે. કહેવાય છે કે અહિ એક નાગા સાધુ રામપુરી જી હતા. તેઓ એકવાર નેપાળ ગયા ત્યારે તેમણે ત્યા પશુપતિ નાથ મંદિરમા આવા શિવલિંગ જોયા. પછી તો એમણે પ્રણ લીધુ કે તેઓ શિવપુરીમા આવા જ સહસ્ત્ર શિવલિંગની સ્થાપના કરશે.
આ સ્થળ વિશે બીજી પણ એક લોકવાયકા પ્રચલિત છે કે અહિ જ મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનો અહંકાર તોડ્યો હતો. આ શિવલિંગ તે ઘટનાની યાદ અપાવે છે. કહેવાય છે કે જે કોઈ પણ મહાદેવના આ ભવ્ય રુપની પૂજા કરે છે તેને સહસ્ત્ર શિવલિંગની પૂજાનુ ફળ મળે છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.