ગોવાના 6 સુંદર ધોધ, જે શિયાળામાં પણ રહે છે પાણીથી તરબતર

Tripoto

ગોવા તેના અદભૂત બીચ અને નાઇટલાઇફ માટે જાણીતું છે. આ સિવાય ગોવામાં ઘણા વોટરફોલ છે, જેને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. ગોવાના મોટાભાગના ધોધ ચોમાસામાં પાણીથી ભરેલા હોય છે અને શિયાળામાં તેમાં બહુ ઓછું પાણી બચે છે. આવી સ્થિતિમાં, શિયાળામાં ગોવાની મુલાકાત લેનારાઓને આ ધોધ જોવાની મજા નહીં આવે. પરંતુ ગોવામાં કેટલાક ધોધ એવા છે જે શિયાળામાં એકદમ સક્રિય હોય છે અને પાણીથી તરબતર હોય છે. આમાંથી કેટલાક ધોધ એવા છે કે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ગોવાના આ 6 ધોધ વિશે જાણો અને ગોવાની તમારી સફરને વધુ યાદગાર બનાવો.

Photo of ગોવાના 6 સુંદર ધોધ, જે શિયાળામાં પણ રહે છે પાણીથી તરબતર by Jhelum Kaushal

શિયાળામાં ગોવાના સક્રિય ધોધ:

1- સુરલા ધોધ

ગોવામાં ગામડાઓથી લઈને દરિયાકિનારા સુધી કુદરતી સૌંદર્યની કોઈ કમી નથી. સુરલા વોટરફોલ એ ગોવામાં એક એવો જ સુંદર વોટરફોલ છે. ઉત્તર ગોવામાં સ્થિત સુર્લા વોટરફોલ એ ઉત્તર ગોવાના સૌથી મોટા ધોધમાંનો એક છે. આ ધોધને તબંદી સુર્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાઢ જંગલોથી ઘેરાયેલો આ ધોધ ખૂબ જ સુંદર છે. તમે ભગવાન મહાવરી વન્યજીવ અભયારણ્યમાંથી ચાલીને આ અદભૂત ધોધ પર પહોંચશો. તમે કલાકો સુધી આ ધોધની મજા માણી શકો છો. તમને અહીં સમય પસાર કરવાની ખૂબ મજા આવશે.

2- દૂધસાગર ધોધ

જો તમે દૂધસાગર ધોધની મુલાકાત ન લો તો ગોવાની મુલાકાત અધૂરી માનવામાં આવે છે. દૂધસાગર વોટરફોલ ગોવાના સૌથી મોટા ધોધ પૈકી એક છે. આ ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દૂધસાગર ધોધ આખું વર્ષ પાણીથી ભરેલો રહે છે. ગોવા-કર્ણાટક સરહદ પર સ્થિત દૂધસાગર ધોધ 130 મીટરની ઉંચાઈથી પડે છે અને સુંદર નજારો આપે છે. માંડવી નદીમાંથી બનેલા દૂધસાગર ધોધનું પાણી દૂધ જેવું સફેદ દેખાય છે. પહાડો અને હરિયાળીથી ઘેરાયેલો આ ધોધ ખરેખર સુંદરતાનું અદભૂત ઉદાહરણ છે.

3- અરવલમ ધોધ

અરવલમ ધોધ ગોવાના એવા જૂજ ધોધમાંનો એક છે જે શિયાળામાં પણ પાણીથી ભરેલો હોય છે. અરવલમ ધોધ, જેને હરવલમ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સેન્ચેનલિમ ગામની નજીક સ્થિત છે. 50 મીટરની ઊંચાઈથી પડતો આ ધોધ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તમે અહીં આ ભવ્ય ધોધની સુંદરતાની પ્રશંસા કરી શકો છો. આ સિવાય તમે અહીં અરવલમ રોક કટ ગુફાઓ અને રુદ્રેશ્વર મંદિર જોઈ શકો છો.

4- સનવોર્ડેમ વોટરફોલ

ગોવામાં કેટલાક એવા ધોધ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગોવાનો આવો જ એક છુપાયેલ ધોધ છે સનવોર્ડેમ વોટરફોલ. દક્ષિણ ગોવાના સનવોર્ડેમ શહેરમાં આવેલો આ ધોધ ખરેખર સુંદર છે. જંગલ અને હરિયાળીથી ઘેરાયેલો આ ધોધ સુંદરતાની બાબતમાં કોઈથી ઓછો નથી. આ ધોધ સુધી પહોંચવા માટે તમારે કઠિન ટ્રેકિંગ કરવું પડશે. આ ટ્રેક પછી તમે જે નજારો જોશો તે ક્યારેય ભૂલી શકાશે નહીં. આ ધોધ શિયાળામાં પણ ખૂબ જ સક્રિય રહે છે, તેથી શિયાળામાં પણ આ ધોધને જોઈ શકાય છે.

5- નેત્રાવલી ધોધ

ગોવામાં નેત્રાવલી વોટરફોલ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગથી ઓછો નથી. 211 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલા નેત્રાવલી ધોધને જોવાનો એક અલગ જ આનંદ છે. પશ્ચિમ ઘાટ શ્રેણીના વન્યજીવન અભયારણ્યમાં સ્થિત નેત્રાવલી ધોધ ઉત્તર ગોવાના સૌથી સુંદર ધોધમાંનો એક છે. શિયાળામાં ફરવા માટે ગોવામાં આ એક ઉત્તમ સ્થળ છે. અહીં તમે માત્ર વોટરફોલ જ નહીં જોઈ શકો, બર્ડ વોચિંગ પણ કરી શકો છો.

6- બામનુડો ધોધ

બામનુડો ધોધ ગોવાના સૌથી અદભૂત ધોધમાંનો એક છે. બામનુડો શિયાળામાં ગોવામાં ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે. આ સિવાય સારી વાત એ છે કે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ ટ્રેકની જરૂર નથી. બામનુડો વોટરફોલ ગોવાના ભટકલ ફોરેસ્ટ ગેટ પાસે રોડ કિનારે આવેલ છે, જેથી તમે આ ધોધ સુધી સરળતાથી પહોંચી શકો છો. આ ધોધની નજીક ગાર્ડોનગ્રામ ગામ છે જે તમે જોઈ શકો છો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads