કહેવાય છે કે ભ્રમણથી જ ભ્રમ દૂર થાય છે. ફરવાથી કરવાથી તમારા મનને શાંતિ તો મળે જ છે, પરંતુ નવા અનુભવોનો પણ પરિચય થાય છે. પરંતુ કેટલીકવાર કોઈ ભૂલને કારણે આપણી સફર અંગ્રેજીની suffer બની જાય છે. કેટલીકવાર તમે તમારી કેટલીક બેદરકારીને કારણે મુસાફરી દરમિયાન ઘણા પૈસા ખર્ચ કરો છો. એ સાચું છે કે એકલા કે પરિવાર સાથે મુસાફરી કરતી વખતે પૈસા વિશે વિચારવું ન જોઈએ. પરંતુ સ્માર્ટ પ્રવાસી તેને જ કહેવાય છે જે મર્યાદિત બજેટમાં પણ વધુ સારી રીતે નવા સ્થળોની મુસાફરી કરી શકે અને નવી વસ્તુઓનો અનુભવ કરી શકે. તમે પણ એક સ્માર્ટ પ્રવાસી બની શકો છો. તમારે ફક્ત કેટલાક નાના નાના હેક્સની મદદની જરૂર છે. આ હેક્સ મુસાફરી કરતી વખતે તમારી બધી જરૂરિયાતો તો પૂરી કરશે જ, પરંતુ તમારી મુસાફરીને વધુ આરામદાયક અને રોમાંચક પણ બનાવશે. તો આજે અમે તમને ટ્રાવેલિંગ સાથે જોડાયેલા કેટલાક બેસ્ટ હેક્સ વિશે જણાવી રહ્યા છીએ, જે તમને ચોક્કસ ગમશે-
ટૂંકી મુસાફરી માટે પેકિંગ
2 દિવસ, 3 દિવસ કે 5 દિવસની યાત્રા પ્રમાણે તમારે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ સાથે લેવી જ જોઈએ. જેમ કે
2 થી 3 જોડી કપડાં. જેમાં શર્ટ, ટી-શર્ટ, પેન્ટ વગેરે હોઈ શકે છે.
ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ વગેરેની કીટ.
આવશ્યક વસ્તુઓમાં પાતળો ટુવાલ, એક નાનો નેપકિન અથવા રૂમાલનો સમાવેશ થાય છે.
કાંસકો અને મોઈશ્ચરાઈઝર જેવી વસ્તુઓ હોવી જોઈએ.
મુસાફરી માટે પાણીની બોટલ અને થોડો નાસ્તો સાથે રાખો.
સેલ ફોન ચાર્જર અને પાવર બેંક જેવી વસ્તુઓ સાથે રાખવાનું ભૂલશો નહીં.
આ સિવાય તમે પાતળી ચાદર પણ રાખી શકો છો, જે તમને હોટલ કે લોજમાં કામમાં આવશે જો કે આ વૈકલ્પિક છે.
આ બધી સામગ્રી તમારી એક બેગમાં અથવા મોટી બેગ અને નાની હેન્ડબેગમાં સરળતાથી આવી શકે છે.
લાંબા પ્રવાસ માટે પેકિંગ
જો ટ્રાવેલિંગ 7 દિવસ, 15 દિવસ અથવા 1 મહિનાનું હોય, તો તમારે તમારી સાથે થોડો વધુ સામાન લઈ જવો પડશે, જેમાં કેરી ઓન બેગ અને કીટ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
ઠંડી જગ્યાએ જવા માટે બેથી ત્રણ ફુલ સ્લીવ શર્ટ, એક કે બે હાફ સ્લીવ શર્ટ, એક કે બે પેન્ટ, બે કે ત્રણ કેઝ્યુઅલ વેર, બે કે ત્રણ ડ્રેસ ઉપરાંત જેકેટ, બ્લેઝર અને સ્વેટર.
એક પાતળી ચાદર અને ધાબળો, ઓશીકું, ટુવાલ અને નેપકિન.
નાસ્તો અને સૂકા ફળો, પાણીની બોટલ.
સેલ ફોન ચાર્જર, પાવર બેંક, હેડફોન.
ચંપલ, પગરખાં, ફ્લિપ ફ્લોપ્સ
મેગેઝિન અને કોમિક પુસ્તકો
આવશ્યક દસ્તાવેજો, ટિકિટ, પાસપોર્ટ, વિઝા વગેરે.
રોલ કપડાં
જો તમે ટ્રાવેલિંગ માટે પેકિંગ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તમને જરૂરી બધી વસ્તુઓ તમારી બેગમાં સરળતાથી રાખી શકો, તો કપડાંને રોલ કરીને રાખો. આનાથી બેગમાં ઘણી જગ્યા બચે છે અને તમે તમારો સામાન ખૂબ જ સરળતાથી પેક કરી શકો છો.
નહીં પડે મુશ્કેલી
આપણા બધાની ત્વચાને વિવિધ પ્રકારની સ્કીન કેર પ્રોડક્ટ્સની જરૂર હોય છે. પરંતુ એવું જરૂરી નથી કે તમે જ્યાં જાવ ત્યાં તમને તમારી પસંદની બ્રાન્ડ અને પ્રોડક્ટ મળી જશે. આવી સ્થિતિમાં તમારે આ હેકનો આશરો લેવો જોઈએ. આ માટે, તમે પહેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર જાઓ અને તમને જોઈતી તમામ પ્રોડક્ટ્સમાંથી સેમ્પલ પીસ અથવા સૌથી નાની સાઈઝની ખરીદી કરો. તેને મુસાફરી માટે પેક કરો. આમ કરવાથી તમારે સ્કીન કેર પ્રોડક્ટને નવી જગ્યાએ શોધવામાં સમય બગાડવો પડશે નહીં. તો સ્મોલ સાઇઝના કારણે તમને બેગ પેક કરવામાં કોઈ સમસ્યા પણ નહીં થાય.
ઈ-મેલ જરૂર કરો
આ એક એવો હેક છે જેને તમારે જરૂર અપનાવવો જ જોઇએ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી હેક છે, ખાસ કરીને જો તમે દેશની બહાર મુસાફરી કરી રહ્યા હોવ. આ માટે, તમારો પાસપોર્ટ, ઓળખ કાર્ડ, મેડિકલ રિપોર્ટ, ટિકિટ અને અન્ય તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સ્કેન કરો અને તમારી સોફ્ટ કોપીને ઈ-મેલ કરો. આના કારણે, જો તમારી બેગ અન્ય દેશમાં ખોવાઈ જાય અથવા કંઈક અજુગતુ બને, તો તમે તમારા ઈ-મેલ દ્વારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સરળતાથી પુનઃપ્રાપ્ત કરી શકશો.
ડેસ્ટિનેશનનો ગૂગલ મેપ ડાઉનલોડ કરો
ભલે તમે ગમે તે ફોનનો ઉપયોગ કરો પણ તમારા ફોનમાં ગૂગલ મેપ તો હશે. તમે જ્યાં પણ જવા માગો છો ત્યાં ગૂગલ મેપ તમને રસ્તો બતાવવામાં મદદ કરે છે. જ્યારે તમે વેકેશન પર જઈ રહ્યા હોવ ત્યારે આનાથી વધુ હેલ્પફૂલ બીજું કંઈ ન હોઈ શકે. પરંતુ જ્યારે તમે કોઈ નવી જગ્યાએ જાઓ છો ત્યારે ફોનનું નેટવર્ક ન મળવાની સમસ્યા થઈ શકે છે, તેથી આ સ્થિતિમાં તમે ગૂગલ મેપનો ઉપયોગ કરી શકશો નહીં. એટલા માટે વધુ સારું એ છે કે તમે તમારા ટ્રાવેલ ડેસ્ટિનેશનનો ગૂગલ મેપ તમારા ફોન પર અગાઉથી ડાઉનલોડ કરી લો. આ તમને ઘણી મદદ કરશે અને આસપાસ ફરવા માટે ખૂબ જ સરળતા રહેશે.
પૈસાની કરો બચત
એવી ઘણી ટ્રાવેલ હેક્સ છે જે મુસાફરી કરતી વખતે તમારા પૈસા બચાવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો તમને પાણીની બોટલ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સુરક્ષાને કારણે, પ્રવાહી વગેરે લઈ જવાની મનાઈ છે અને એરપોર્ટ પર પાણી ખૂબ મોંઘું હોય છે, જેના કારણે તમે ઘણા પૈસા ખર્ચ કરો છો. આવી સ્થિતિમાં, તમારી સાથે ખાલી બોટલ લો અને પ્રથમ સિક્યોરિટી પાસ કરો, ત્યારબાદ ખાલી બોટલને ફિલ કરાવી લો. જે તમારા પૈસા બચાવશે. આજ રીતે તમે સ્માર્ટનેસ બતાવીને તમારા પૈસાને બચાવો.
ટ્રાવેલ પેકિંગ લિસ્ટના ફાયદા
ટ્રાવેલ પેકિંગ લિસ્ટ તમારી મુસાફરીને સુખદ અને આરામદાયક બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે, તેના ઘણા ફાયદા છે. જેમ કે
તમે મુસાફરીમાં તમારી સાથે જે વસ્તુઓ લેવા માંગો છો તેનો રેકોર્ડ રાખવા માટે આ યાદી ઉપયોગી થાય છે.
આ લિસ્ટ એ સુનિશ્ચિત કરે છે કે તમે કોઇ વસ્તુ ભૂલી તો નથી ગયા ને.
આ લિસ્ટ દ્વારા વસ્તુઓને વ્યવસ્થિત રાખવામાં મદદ મળે છે.
એકસ્ટ્રા સામાન ન હોવાથી એરપોર્ટ પર એકસ્ટ્રા ચાર્જ નથી આપવો પડતો.
જરૂરિયાતનો સામાન ભૂલવાનું ટેન્શન નથી રહેતું.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો