ટ્રાવેલ મેગેઝીન કૉન્ડ નાસ્ટે વર્ષ 2021 માટે રીડર્સ ચોઇસ એવોર્ડનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં એશિયા અને ભારત સહિત ઘણાં દેશોની બેસ્ટ હોટલ અને રિસોર્ટના નામ જાહેર કર્યા છે. આ રેંકિંગ આલીશાન હોટેલ્સની સુવિધાઓ અને કસ્ટમર સર્વિસ પર આધારિત છે. આવો જાણીએ ભારતની બેસ્ટ હોટલ્સની યાદીમાં કઇ હોટલ્સનું નામ સામેલ છે અને તેની ખાસિયત શું છે.
રામબાગ પેલેસ, જયપુર
આ લિસ્ટમાં જયપુરનો રામબાગ પેલેસ 93.46 સ્કોરની સાથે દસમાં નંબરે છે. આ હોટલ જોવામાં બિલકુલ રાજા-મહારાજાની કોઇ હવેલી જેવી જ દેખાય છે. તેમાં લકઝરી રુમ્સ સિવાય રૉયલ ગેસ્ટ હાઉસ અને સુંદર લોજ પણ છે. વેડિંગ ડેસ્ટિનેશન અને બિઝનેસ ઇંવેન્ટ માટે આ જયપુરની સૌથી રૉયલ ક્લાસ જગ્યા છે. તેમાં ગાર્ડન વ્યૂ રુમમાં એક રાત રહેવાનું ભાડું અંદાજે 31,000 રુપિયાથી શરુ થાય છે.
ધ ઓબેરૉય ઉદયવિલાસ, ઉદેપુર
લિસ્ટમાં નવમું સ્થાન ઉદેપુરની ધ ઓબેરૉય ઉદયવિલાસને મળ્યું છે. આ રૉયલ ક્લાસ હોટલનો સ્કોર 95.07 છે. આ હોટલ પિચોલા લેકના કિનારે બનેલી છે. તેનું 30 એકરમાં ફેલાયેલું લીલુછમ પરિસર, લકઝરી સ્વિમિંગ પૂલ, સ્પા અને સુંદર સરોવરનો નજારો હોટલની સુંદરતાને પ્રદર્શિત કરે છે. આ હોટલના પ્રીમિયમ રુમમાં એક રાત રહેવાનું ભાડું અંદાજે 33,000 રુપિયા છે.
ધ તાજ પેલેસ, મુંબઇ
આઠમા નંબર પર મુંબઇની ધ તાજ પેલેસનું નામ છે, જેનો સ્કોર 96.68 છે. હોટલમાં 9 આઇકોનિક રેસ્ટોરન્ટ અને બાર છે. તેના લકઝરી રુમમાંથી સમુદ્રનો અદ્ભુત નજારો જોવા મળે છે. તેના રુમમાં રોકાયા બાદ તમને તેની લકઝરી ક્લાસનો અંદાજો આવી જશે. હોટલમાં એક રાત રહેવા માટે તમારે ઓછામાં ઓછા 16,000 રુપિયા આપવા પડશે.
તાજ પેલેસ, દિલ્હી
જાણીતી હોટલ્સના આ લિસ્ટમાં દિલ્હીની તાજ પેલેસનું પણ નામ છે. તાજ પેલેસનો સ્કોર 98.06 છે. સુપર લકઝરી ડાઇનિંગ ઉપરાંત અહીં રોકાવા માટે તમારે તમામ સુવિધાઓથી સજ્જ ઓછા સુપીરિયર, ડીલક્સ અને લકઝી રુમ મળશે. આ હોટલમાં એક રાત વિતાવવાનું લઘુત્તમ ભાડું અંદાજે 6,000 રુપિયા છે.
સૂર્યગઢ, જેસલમેર
છઠ્ઠા સ્થાન પર જેસલમેરની સૂર્યગઢ હોટલ છે, જેને લિસ્ટમાં 98.29 સ્કોર મળ્યો છે. પોતાની બેમિસાલ ઇમારતના કારણે સૂર્યગઢ હોટલ ઘણી જ ફેમસ છે. ડેસ્ટિનેશન વેડિંગના હિસાબે પણ આ હોટલ દેશ-દુનિયામાં જાણીતી છે. કોઇ કિલ્લાની જેમ બનેલી સૂર્યગઢ ઘણી જાણીતી હસ્તિઓનું સ્વાગત કરી ચુકી છે. હોટલમાં એક રાત રહેવાનું ભાડું 12,500 રુપિયા છે.
રાજમહેલ પેલેસ, જયપુર
જયપુરના રાજમહેલ પેલેસને પાંચમું સ્થાન મળ્યું છે. આ હોટલનો સ્કોર 98.29 છે. પોતાના લાજવાબ રુમ્સ, સુંદર ગાર્ડન અને શાહી અંદાજમાં બનેલા સ્વિમિંગ પુલ માટે આ હોટલ ફેમસ છે. આ રૉયલ ક્લાસ હોટલમાં એક દિવસ રોકાવાનું ભાડું અંદાજે 45,000 રુપિયા છે.
ધ લોધી હોટલ, દિલ્હી
ચોથા નંબરે દિલ્હીની ધ લોધી હોટલ છે. એક પૉશ લોકેશન પર સ્થિત આ હોટલનો સ્કોર 98.32 છે. લોધી ગાર્ડન નજીક બનેલી આ હોટલ પોતાની લકઝરી પ્રોપર્ટી માટે જાણીતી છે. અહીં તમને શહેરનો સૌથી ઉમદા ડાઇનિંગ હોટલ જોવા મળશે. આ હોટલમાં રોકાવાનું ભાડું અંદાજે 15,000 રુપિયાથી શરુ થાય છે.
ઑબેરૉય હોટલ, દિલ્હી
દિલ્હીની ઑબેરૉય હોટલને લિસ્ટમાં ત્રીજું સ્થાન મળ્યું છે. તેનો સ્કોર 98.41 છે. આ પ્રખ્યાત હોટલમાં લકઝરી રુમ, સુંદર ગાર્ડન સહિત અનેક ખાસ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેના પ્રીમિયમ રુમમાં એક દિવસ રોકાવાનો ખર્ચ અંદાજે 21,000 રુપિયા છે.
ધ તાજ લેક પેલેસ, ઉદેપુર
બીજી નંબરે ઉદેપુરની ધ તાજ લેક પેલેસ હોટલ છે. આ હોટલ 98.41 સ્કોરની સાથે બીજા નંબરે છે. ઉદેપુરની આ શાહી હોટલ એક સરોવરની બિલકુલ વચ્ચે આવેલી છે. આ પેલેસ, લકઝરી અને રૉયલ બેડરુમથી સરોવરનો અદ્ભુત નજારો જોઇ શકાય છે. આ હોટલમાં એક દિવસ રોકાવા માટે તમારે અંદાજે 40,000 રુપિયા ચુકવવા પડશે.
ધ લીલા પેલેસ, નવી દિલ્હી
નવી દિલ્હી સ્થિત ધ લીલા પેલેસ લિસ્ટમાં અવ્વલ છે. ધ લીલા પેલેસને 98.41 સ્કોર મળ્યો છે. ધ લીલા પોતાના ગ્રાન્ડ ડીલક્સ અને પ્રીમિયર રુમ માટે જાણીતી છે. તેના ગ્રાન્ડ ડિલક્સ રુમમાં રોકાવાનું એક રાતનું ભાડું અંદાજે 11,000 રુપિયા છે.
ભારતની બેસ્ટ હોટલ્સની આ યાદીમાં તાજ ફતેહ પ્રકાશ પેલેસ (ઉદેપુર)ને 11મું, રાસ જોધપુરને 12મું, ઉમેદ ભવન પેલેસ (જોધપુર)ને 13મું, ધ ઓબેરોય અમરવિલાસ (આગ્રા)ને 14મું અને જેડબલ્યૂ મેરિએટ (મુંબઇ)ને 15મું સ્થાન મળ્યું છે.