ધારી લો કે રાજસ્થાનના કોઇ રજવાડાના શાહી ખાનદાનના તમે ચિરાગ છો. સવારે ઉઠ્યા અને વૉશરુમ જવા માટે તમે આગળ વધ્યા તો પગ સીધો મખમલી ગાલીચા પર પડ્યો. વૉશરુમમાં શાહી ફુવારો અને વિદેશી સુગંધિત સાબુ તમારી સેવામા હાજર હતા. નાસ્તામાં કિંમતી ફળોથી તમારુ સ્વાગત કરવામાં આવ્યું. શું દિવસ આનાથી વધારે શાનદાર હોઇ શકે?
બસ બસ સપનુ પુરુ થઇ ગયું. હવે ઘરે આવી જાઓ. ભાભીએ કોળાનું શાક બનાવ્યું છે સાથે છે ટિન્ડા. આવા જ સપનાને પૂરા કરવા માટે તો આપણે મહેનત કરીએ છીએ. ભારતની સૌથી શાહી હોટલોની મહેમાનગતિ તમારે પણ માણવી હશે.
5 સૌથી શાનદાર શાહી હોટલ
જેમની પાસે પૈસા છે, તેમનું ઘર છે આ હોટલ. અહીંના શાહી રંગનો આનંદ ઉઠાવવા માટે એકવાર જરુર જાઓ.
1. તાજ લેક પેલેસ, ઉદેપુર
ચારેબાજુ સરોવરની વચ્ચે આવેલી ઉદેપુરની તાજ લેક પેલેસ ઘણી જ ખાસ છે. ઘણા લોકો ઉદેપુરમાં જ આ શાહી હોટલમાં એક સાંજ પસાર કરવા આવે છે.
રાજસ્થાનની સૌથી સુંદર જગ્યાઓમાંની એક ઉદેપુરની શાન તાજ પેલેસ તમારુ પણ ઘર હોવું જોઇએ.
ભાડુંઃ આની કિંમત ₹18,000થી શરુ કરીને ₹3,90,000 સુધી જાય છે.
2. રામબાગ પેલેસ, જયપુર
ભારતના સૌથી શાહી રાજઘરાનામાંનો એક જયપુરનો રામબાગ પેલેસ આવે છે. રાજા સવાઇ માનસિંહજી પોતાની ધર્મપત્ની ગાયત્રી દેવીની સાથે અહીં રહેતા હતા. 48 એકરમાં ફેલાયેલો પેલેસ રાજસ્થાનની રાજાશાહી કલાનું અદ્ભુત ઉદાહરણ છે. આ આલીશાન રૂમોનો પોતાનો અલગ જ અનુભવ છે. ક્યારેક આ સ્થળ રાજસ્થાનના રાજાઓનો મહેલ હતો.
આ આલીશાન રૂમનો પોતાનો જ એક સુખદ અનુભવ છે. એક સમયે આ રાજસ્થાનના રાજાઓનો મહેલ હતો.
પોતાના પરિવારની સાથે અહીં એક સાંજ પસાર કરવા માટે પણ તમારે જીવનમાં એક વાર જરુર આવવું જોઇએ.
ભાડુંઃ 24,000 રુપિયાથી રુમની શરુઆત થાય છે અને ₹4,00,000 સુધી જાય છે.
3. તાજ ફલકનુમા પેલેસ, હૈદરાબાદ
તાજ ફલકનુમા પેલેસ 2010માં ફાઇવ સ્ટાર કેટેગરીમાં આવ્યો હતો. કોઇ જમાનામાં તે પૈગાહ ખાનદાનનું ખાનગી ઘર ગણાતું હતું.
બહારથી આ પેલેસ ગોવાના ચર્ચની યાદ અપાવે છે પરંતુ અંદરની ભવ્યતા એક પળમાં તમને આકર્ષિત કરે છે.
ભાડુંઃ આ હોટલનું ભાડું ₹24,000થી શરુ થઇને 4 લાખ રૂપિયા સુધીનું છે.
4. ધ લીલા પેલેસ, ઉદેપુર
ધ લીલા પેલેસ દરેક સાંજે દુલ્હનની જેમ સજાવાય છે. શાહી રાજા રજવાડાના ઘરાનાની ખાસિયત એ છે કે તેમાં સંસ્કૃતિની એક મહેક દેખાય છે, જે આ હોટલથી નીકળતી વખતે પણ જાણે કે તમારી સાથે ચાલે છે.
સાંજની હવાઓ પિચોલા લેકની ઠંડકને સમેટતી ચાલે છે. એટલા માટે આ પેલેસનો અંદાજ અન્ય હોટલોની તુલનામાં થોડોક અલગ દેખાય છે.
ભાડુંઃ આ શાહી હોટલના રુમની કિંમત ₹17,000થી લઇને ₹1,00,000 સુધી જાય છે.
5. ધ તાજ મહેલ પેલેસ એન્ડ ટૉવર, મુંબઇ
આમ તો મુંબઇ જ પોતે આલીશાન છે પરંતુ તાજ મહેલ પેલેસની ચમક મુંબઇને મુંબઇ બનાવે છે. સેંકડો વિદેશી પ્રવાસીઓ ભારતને મુંબઇ અને મુંબઇને તાજ પેલેસથી ઓળખે છે.
અરબ સાગરની નજીક આ હોટલ 1902માં બની હતી. શાહી સ્ટાઇલ અને મુંબઇમાં હોવાના કારણે વિદેશોમાં પણ તેનું નામ છે.
ભાડુંઃ તેનું એક રાતનું ભાડું ₹10,000થી લઇને ₹1,00,000 સુધીનું છે.
રહેવાની જગ્યા જોઇ લીધી, હવે જુઓ ભારતના 5 સૌથી મોંઘા સ્વાદિષ્ટ પકવાન
ભારતના 5 સૌથી મોંઘા પકવાન
1. સોનાનો ઢોસો (ડોસો), રાજભોગ, બેંગ્લોર
બેંગ્લોરના લોકો પાસે પૈસા તો ઘણાં છે અને ભારતમાં ખાવાપીવાના શોખીન લોકોની કમી પણ નથી. તો રજૂ કરીએ છીએ બેંગ્લોરના રાજભોગનો સ્વાદિષ્ટ સોનાનો ઢોસો. આનો તમારી ઊંઘ સાથે કોઇ સંબંધ નથી. સોનાનો અર્થ ગોલ્ડ. 24 કેરેટ સોનાના પ્લેટિંગમાં વીંટળાયેલા ઢોસાની કિંમત માત્ર 1100 રુપિયા અને આ ઢોસાના ખરીદાર પણ ઘણાં છે.
2. અનારકલીનું બટર ચિકન, હૈદરાબાદ
બોરોસિલના વાસણમાં બનેલું અનારકલીનું બટર ચિકન આખા હૈદરાબાદમાં પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આ ચિકનને તેના આ સ્વરુપ સુધી પહોંચવામાં 8 વર્ષ લાગ્યા હતા.
બટર ચિકનની કિંમત ₹6000 સુધી છે.
3. તાજ મહેલ હોટલની સૂશી, મુંબઇ
જાપાનના જે પકવાને સૌથી વધુ જગ્યા ભારતના જે રેસ્ટરોન્ટમાં બનાવી તેમાં સૂશી એક છે.
મુંબઇની તાજ મહેલ હોટલમાં સ્વાદિષ્ટ સૂશીની એક પ્લેટની કિંમત ₹9000 સુધી છે.
4. ઓબેરૉય લેંબ, મુંબઇ
લેંબને ગુજરાતમાં ઘેટું કહેવાય છે. જેનું માંસ ઘણું જ સ્વાદિષ્ટ હોય છે.
ઓબેરૉય હોટલમાં લેમ્બની એક પ્લેટની કિંમત ₹4000 સુધી ચુકવવી પડી શકે છે. સાથે જ તમને ઓબેરૉય હોટલના સ્વાદની ખબર પડે છે. તેના શાહી અંદાજથી રુબરુ થઇ શકો છો.
5. લીલા હોટલના પિત્ઝા, દિલ્હી
ઝીંગા માછલીના ટૉપિંગથી ભરેલા આ સ્વાદિષ્ટ પિત્ઝા ગ્રે ગુજના વોડકાની સાથે પીરસવામાં આવે છે. જેટલું સાંભળીને શાહી હોવાનો સ્વાદ આવી રહ્યો છે, કિમત પણ એટલી જ શાહી છે.
જી હાં, આ પિત્ઝાને ખરીદવા માટે ખિસ્સામાંથી ₹10,000 સુધી કાઢવા પડી શકે છે.
તમારી પાસે આવી જ કોઇ લક્ઝરીથી ભરેલુ પકવાન કે પેલેસનું સરનામુ છે તો તમે અમારી સાથે કોમેન્ટ બોક્સમાં શેર કરો.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને ભાડામાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.