ઊંચી મૂર્તિઓની વાત નીકળે એટલે નજર સામે સ્ટેચ્યુ ઓફ યૂનિટી જ આવી જાય. પણ શું તમને ખબર છે ભારતની 10 સૌથી ઊંચી મૂર્તિઓ કઇ અને ક્યાં છે. આપને જણાવી દઇએ કે ભારત એક ધર્મ પ્રધાન દેશ છે. ત્યારે ભારતમાં ઘણી જગ્યાએ પોતાના ધર્મ સંબંધિત ઘણી મૂર્તિઓ જોવા મળે છે. ભારતના દરેક ક્ષેત્રમાં ધર્મનું પોતાનું મહત્વ છે. ભારતમાં સૌથી વધુ મંદિરો છે. જેનું મુખ્ય કારણ કે ભારતમાં મોટાભાગના હિંદુ ધર્મના અનુયાયી છે. પ્રાચીન કાળમાં બનેલી કેટલી એવી મૂર્તિઓ છે જે આજસુધી સુરક્ષિત છે. તેમાં લોકોની ભક્તિ અને શ્રદ્ધા સમાયેલી છે.
ભારતના દરેક રાજ્યમાં ભગવાન, મહાન ક્રાંતિકારી કે કોઇ અદ્ભૂત વ્યક્તિની મૂર્તિ જરૂર જોવા મળે છે. જે દરેક પ્રકારની હોય છે. કેટલીક મોટી અને કેટલીક એટલી નાની કે લોકો શુભ વસ્તુ માનીને ખિસ્સામાં પણ રાખી લે છે. આવી કેટલીક મૂર્તિઓ જેને માઇલો દૂરથી પણ જોઇ શકાય છે. તો ચાલો તમને બતાવીએ ભારતની 10 સૌથી ઊંચી મૂર્તિઓ વિશે.
(1) સ્ટેચ્યુ ઑફ યૂનિટી, ગુજરાત (Statue of Unity)
સ્ટેચ્યુ ઑફ યૂનિટી દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે. આ મૂર્તિ સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં બનાવાઇ છે. આ નર્મદા નદી પર કેવડિયાથી ડેમથી 3.5 કિલોમીટર દૂર સાધુ બેટ પર છે. આ વિશાળ મૂર્તિની ઊંચાઇ 182 મીટર છે. આ મૂર્તિને 7 કિલોમીટરના અંતરેથી પણ જોઇ શકાય છે. આને બનાવવામાં ભારતીય કર્મચારીઓની સાથે ચીનના 200 કર્મચારીઓએ પણ મદદ કરી છે. મૂર્તિના નિર્માણમાં લગભગ 3000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.
(2) ધ બુદ્ધ પાર્ક (તથાગત તસલ) સિક્કિમ
આ જે પાર્ક છે જેનું કુલ ક્ષેત્રફળ 23 એકર છે અને બુદ્ધની મૂર્તિ 137.2 ફૂટ છે. ભગવાન બુદ્ધની પ્રતિમાના ચહેરો 3.5 કિલો શુદ્ધ સોનેથી મઢેલી છે. આ પાર્કની કુલ કિંમત 39.20 કરોડ રૂપિયા આવી છે જેને આસિયાન દેશોની મદદથી પૂર્ણ કરવામાં આવી છે. આ પાર્કનું કામ 2006માં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ભારતમાં જોવા મળતી મોટી બુદ્ધની મૂર્તિઓમાંની એક છે.
(3) વીર અભય અંજનેયા હનુમાન સ્વામી, આંધ્ર પ્રદેશ (Veera Abhaya Anjaneya Hanuman Swami)
આ મૂર્તિ દુનિયાની સૌથી મોટી હનુમાનજીની પ્રતિમા છે. રામભક્ત હનુમાનજીની આ પ્રતિમા આંધ્ર પ્રદેશના વિજયવાડામાં સ્થિત છે. આ સ્થાપના 22 જૂન 2003માં થઇ હતી. આ મૂર્તિની ઊંચાઇ 135 ફૂટ(42 મીટર) છે. આંધ્ર પ્રદેશમાં સ્થિત આ હનુમાનજીની પ્રતિમા રિયો ડી જાનેરોમાં ક્રાઇસ્ટ ધ રિડીમરની પ્રતિમાથી પણ ઊંચી છે.
4) પદ્મસંભવની પ્રતિમા, હિમાચલ પ્રદેશ (Statue of Guru Padmashambh)
ગુરુ પદ્મસંભવ ભારતના એક સંત સાધુ પુરૂષ હતા. આ બુદ્ધ ધર્મના અનુયાયી હતા. પદ્મસંભવનો અર્થ કમળથી પેદા થયું છે. તેઓ ઓરિસ્સાના રહેવાસી હતા. તેમને બીજા બુદ્ધ પણ કહેવામાં આવે છે. આ મૂર્તિ હિમાચલ પ્રદેશની મંડિમાં આવેલી છે. આ મૂર્તિ પૂર્વોત્તર ભારતનો સૌથી મોટો મઠ છે. પદ્મસંભવની મૂર્તિની ઊંચાઇ 123 ફૂટ છે.
5) મુરુડેશ્વર મંદિર, કર્ણાટક (Murudeshwar Temple)
મુરુડેશ્વર મંદિર ભગવાન શિવની વિશાળ પ્રતિમા છે. આ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં મુરુડેશ્વર શહેરમાં સ્થિત છે. આ મૂર્તિ દુનિયાની બીજી સૌથી મોટી ભગવાન શિવની મૂર્તિ છે. મુરુડેશ્વર કિનારો કર્ણાટક રાજ્યનો સૌથી સુંદર કિનારો છે. આ મંદિર ઘણું જ પ્રસિદ્ધ છે. લાખો લોકો અહીં ભગવાન શિવના દર્શન કરવા આવે છે. આ મૂર્તિની ઊંચાઇ 123 ફૂટ (37.4 મીટર) છે. તેના નિર્માણમાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો. આ ભગવાન શિવની મૂર્તિ ઘણી સુંદર અને આકર્ષક છે.
6) હનુમાન મૂર્તિ, હિમાચલ પ્રદેશ (Statue of Hanuman)
હિમાચલ પ્રદેશના શિમલામાં સ્થિત જાખૂ પહાડીમાં હનુમાનજીની આ વિશાળ મૂર્તિ આખા વિશ્વમાં પ્રચલિત છે. મંદિરના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. અહીં ભગવાન હનુમાનજીની મૂર્તિની ઊંચાઇ લગભગ 108 ફૂટ (32.9 મીટર)ની છે. આ મૂર્તિની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. કહેવાય છે કે જ્યારે હનુમાનજી સંજીવની બુટી લેવા ગયા હતા ત્યારે આ જગ્યાએ રોકાયા હતા.
7) મિંડ્રોલિંગ મઠ બુદ્ધ પ્રતિમા, દેહરાદૂન (Mindrolling Monastery Buddha Statue)
આપણા દેશમાં લગભગ 25થી વધુ મઠ છે. જેમાં સૌથી સુંદર મઠોમાંથી એક મિડ્રોલિંગ મઠ છે. આ મઠ ઉત્તરાખંડના દેહરાદૂનમાં સ્થિત છે. મંદિરમાં 107 ફૂટ ઊંચી બુદ્ધ પ્રતિમા છે. અહીં પર્યટકોની આવાજાહી થતી રહે છે. આ મંદિરમાં ચોથા માથે મહાત્મા બુદ્ધના 1 હજાર ચિત્ર છે. આ મંદિર ઘણું વિશાળ, સુંદર અને આકર્ષક છે.
8) સંત તિરુવલ્લુરની મૂર્તિ, કન્યાકુમારી (Saint Thiruvalluvar Statue)
આ પથ્થરની બનેલી એક વિશાળ પ્રતિમા છે. જે પ્રસિદ્ધ તમિલ કવિ તિરુવલ્લુરને સમર્પિત છે. તેમને દક્ષિણ ભારતના સંત કબીર પણ કહેવામાં આવે છે. આ મૂર્તિની ઊંચાઇ લગભગ 133 ફૂટ છે. તેની સ્થાપના 1 જાન્યુઆરી 2000ના રોજ થઇ હતી. આ તિરુવલ્લુર દ્વારા રચિત તિરુકુલાલ પુસ્તકના 38 અધ્યાય દર્શાવાયો છે.
9) ચિન્મય ગણાધિશ, મહારાષ્ટ્ર (Chinmaya Ganadhish)
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભગવાન ગણેશજીની સૌથી મોટી મૂર્તિ સ્થાપિત છે. આ મૂર્તિની સુંદરતા અને વિશાળતા ઘણી જ આકર્ષક છે. આ મૂર્તિની ઊંચાઇ 85 ફૂટ છે. ગણેશજીની આ પ્રતિમાની સ્થાપના 19, નવેમ્બર 2001માં થઇ હતી.
10) નાંદુરા મારુતિ મૂર્તિ, મહારાષ્ટ્ર (Nandura Maruti)
નાંદુરા મારુતિ ભગવાન હનુમાનજીની પ્રતિમા છે. હનુમાનજી બધાના ફેવરિટ છે. આ મૂર્તિ મહારાષ્ટ્રના નાંદુરા શહેરમાં સ્થિત છે. આ મૂર્તિની લંબાઇ 105 ફૂટ છે. મૂર્તિમાં હનુમાનજીની ગદા 30 ફૂટ લાંબી છે.