2023 નજીકમાં છે અને નિશ્ચિતપણે પ્રવાસીઓ વિશ્વભરના નવા સ્થળોની મુલાકાત લેવા માટે તેમની મુસાફરીની બકેટ લિસ્ટ બનાવી રહ્યા છે. પરંતુ જો તમે ભારતમાં કેટલાક નવા આકર્ષણોની મુલાકાત લેવા માંગતા હોવ તો રામ મંદિરથી નવા પંબન પુલ સુધી ટૂંક સમયમાં 2023ના અંત સુધીમાં પ્રવાસીઓ માટે ખુલશે. આ સ્થળો જોઈને તમારું મન મોહી જશે.
ઘણા પ્રવાસ પ્રેમીઓ તેના ખુલવાની રાહ જોઈ રહ્યા છે. ચાલો, તે સ્થાનો પર એક નજર કરીએ જ્યાં તમે 2023માં જશો ત્યારે તે ચોક્કસ તમારું સ્વાગત કરવા તૈયાર હશે.
નવા પ્રવાસી આકર્ષણો:
રામ મંદિર, અયોધ્યા
રામ મંદિર હાલમાં નિર્માણાધીન છે અને જો તમે અયોધ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય પછી થોડા મહિના રાહ જુઓ. અયોધ્યા શ્રી રામનું જન્મસ્થળ છે અને રામાયણ અનુસાર, શહેર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી રહ્યું છે જે ચોક્કસપણે મુલાકાતીઓને વાહ કરશે. મંદિર નિર્માણની દેખરેખ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કરવામાં આવી રહી છે. 5 ઓગસ્ટ 2020 ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિ પૂજન સમારોહ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં દેવતાઓ સૂર્ય, ગણેશ, શિવ, દુર્ગા, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત મંદિરોનો સમાવેશ થશે. આ મંદિર 235 ફૂટ પહોળું, 360 ફૂટ લાંબુ અને 161 ફૂટ ઊંચું હશે. એકવાર પૂર્ણ થયા પછી, મંદિર સંકુલ વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર બનશે.
કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગે: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ એ અયોધ્યાનું સૌથી નજીકનું એરપોર્ટ છે જે 160 કિમી દૂર આવેલું છે.
રેલ્વે માર્ગે: દેશના મોટા ભાગના શહેરો રેલ્વે માર્ગે અયોધ્યા સાથે જોડાયેલા છે.
સડક માર્ગે: ઉત્તર પ્રદેશના તમામ મુખ્ય શહેરો તેમજ ભોપાલ અને દિલ્હીથી સડક માર્ગે જોડાયેલું છે.
Edit: લેટેસ્ટ માહિતી મુજબ રામ મંદિરનું 1 જાન્યુઆરી 2024 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે.
નવો પમ્બન બ્રિજ, રામેશ્વરમ
ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ 84% પૂર્ણ થઈ ગયો છે. તે વર્ષ 2023માં સંપૂર્ણ તૈયાર થઈ જશે અને લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.
નવા પમ્બન બ્રિજ વિશે કેટલીક રસપ્રદ વાતો:
1. આ પુલ આઇકોનિક પમ્બન બ્રિજને બદલવા માટે તૈયાર છે - પમ્બન બ્રિજ ભારતનો પ્રથમ દરિયાઇ પુલ હતો જે 1914માં ખુલ્યો હતો.
2. પુલની કુલ લંબાઈ 2.078 કિમી છે અને પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹279.63 કરોડ છે.
3. રેલ વિકાસ નિગમ લિમિટેડ અનુસાર, બ્રિજ પર કામ ફેબ્રુઆરી 2020 માં શરૂ થયું હતું અને ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ હતો. નવા બ્રિજની ખાસિયત તેનો 72-મીટર-લંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જેને 17 મીટર સુધી ઊંચકીને વહાણો તેની નીચેથી પસાર થઈ શકે છે.
4. જ્યારે વર્તમાન બ્રિજમાં 'Scherzer' રોલિંગ લિફ્ટ ટેક્નોલોજી છે જેમાં બ્રિજ આડી રીતે ખુલે છે, જહાજોને ત્યાંથી પસાર થવા દેવા માટે, નવો બ્રિજ ડેકની સમાંતર રહીને ઊભી રીતે ઉપરની તરફ ઉપાડશે. તે દરેક છેડે સેન્સરનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
5. નવો પુલ ટ્રેનોને વધુ ઝડપે ચલાવવામાં, વધુ વજન વહન કરવામાં અને રામેશ્વરમ અને ધનુષકોડી મંદિરો સુધી ટ્રાફિકની માત્રામાં વધારો કરવામાં મદદ કરશે.
કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગે: મદુરાઇ એ અયોધ્યાનું સૌથી નજીકનું એરપોર્ટ છે જે 150 કિમી દૂર આવેલું છે.
રેલ્વે માર્ગે: દેશના મોટા ભાગના શહેરો રેલ્વે માર્ગે રામેશ્વરમ સાથે જોડાયેલા છે.
સડક માર્ગે: તમિલનાડુના તમામ મુખ્ય શહેરો સાથે રામેશ્વરમ સડક માર્ગે જોડાયેલું છે.
બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ, રાઉરકેલા
શું તમે રમત-ગમત પ્રેમી છો? જો હા, તો 2023માં ઓડિશા રાજ્યમાં આવેલા રાઉરકેલાની મુલાકાત લેવી જોઈએ. બિરસા મુંડા ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમનું બાંધકામ આ વર્ષે પૂર્ણ થશે. અને તે દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ બનશે. ઉપરાંત, આ સ્ટેડિયમમાં આ વર્ષે પુરુષોનો FIH હોકી વર્લ્ડ કપ યોજવાનું આયોજન છે. આ સ્ટેડિયમનું નામ આદિવાસી નેતા બિરસા મુંડાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા. સ્ટેડિયમની કુલ ક્ષમતા 21,000 છે અને તે ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ છે.
કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગે: ઝારખંડ રાજ્યની રાજધાની રાંચીએ રાઉરકેલાનું સૌથી નજીકનું એરપોર્ટ છે જે 250 કિમી દૂર આવેલું છે.
રેલ્વે માર્ગે: દેશના મોટા ભાગના શહેરો રેલ્વે માર્ગે રાઉરકેલા સાથે જોડાયેલા છે.
સડક માર્ગે: રાઉરકેલા ભુવનેશ્વર અને રાંચીથી સડક માર્ગે જોડાયેલું છે.
ચોથો રનવે, IGI એરપોર્ટ, નવી દિલ્હી
ચોથો રનવે હાલમાં નિર્માણ હેઠળ છે અને 2023માં તૈયાર થઈ જશે. દિલ્હી એરપોર્ટ દેશનું પહેલું એરપોર્ટ બનશે જ્યાં ચાર રનવે હશે. આ અંગે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે ચોથા રનવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, ત્યારે જરૂરી સાધનસામગ્રી સ્થાપિત કરવામાં હજુ કેટલાક મહિનાઓ લાગશે.
થોડી રાહ જુઓ, આ સ્થાનો ખાતે અત્યારે તો બાંધકામ પ્રક્રિયા શરૂ છે. તે તૈયાર થઈ ગયા પછી, તમે ચોક્કસ જશો અને આ સ્થળોને જોવા અને ફરવાનો આનંદ માણશો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ