ગુજરાતમાં અહીં બનશે સનાતન ધર્મનું મંદિર, 84 પવિત્ર સ્થળની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળના થશે દર્શન

Tripoto

ગુજરાતની ભૂમિ પર અનેક આકર્ષક પ્રાચીન તેમજ આધુનિક મંદિરો બનાવવામાં આવ્યા છે. આદ્યાત્મ અને આધુનિકતાનો સંગમ સમાન અત્યંત અદ્ભુત મંદિરો બનવાનો સિલસિલો હજુ પણ અવિરત ચાલુ છે. અમદાવાદ નજીક આવેલા ધોળકામાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સનાતન ધર્મ ટેમ્પલ તીર્થ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે તાજેતરમાં આ સનાતન ધર્મ મંદિરમાં શિવશક્તિ અને વૈષ્ણવ દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.

Photo of ગુજરાતમાં અહીં બનશે સનાતન ધર્મનું મંદિર, 84 પવિત્ર સ્થળની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળના થશે દર્શન by Jhelum Kaushal

શીલાબેન મોદીના સ્મૃતિરૂપે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા આ સનાતન ધર્મ ટેમ્પલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સાથે તેમના પતિ અને કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ઈન્દ્રવદન મોદી પણ તેમના જીવનમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવતા રહ્યા છે. જ્યારે શીલાબેનની વાત કરીએ તો તે કંપનીના પ્રથમ કર્મચારી હતા અને તેઓ ત્યાં પ્રોડક્ટ્સ ધોવાનું તથા ટેબલ પર પ્રોડક્ટ્સ ગોઠવવાનું કામ કરતા હતા.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી જણાવે છે કે શીલાબેન મોદી ખૂબ જ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતા. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે પોતાના રોગોના કારણે ઘણી વખત પ્રવૃત્તિઓ મર્યાદિત કરી હતી. પરંતુ તે પ્રાર્થના કરતા હતા અને મંદિરની શક્ય તેટલી મુલાકાત લેતા હતા. આ ટેમ્પલ તીર્થ તેમને સાચી અંજલિ આપવા માટે તૈયાર કરાયું છે.

એક શ્રેષ્ઠ શ્રદ્ધાંજલી તરીકે નિર્માણ પામેલું આ ભવ્ય મંદિર 15 હેક્ટર જેટલી વિશાળ જગ્યા પર બનાવવામાં આવ્યું છે અને અહીં મંદિરની સાથોસાથ ઇન્દ્રશીલ શાંતિવન, મ્યુઝિયમ, નાનકડું જંગલ અને ગેસ્ટહાઉસ પણ બનાવવામાં આવ્યા છે.

84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળ સાથે પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવ્યું.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરંપરાગત રીતે મંત્ર અને શ્લોકોના ગાન વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે મૂર્તિઓની પ્રતિષ્ઠા અને સ્નાન વિધી પણ યોજાઈ. તેમજ આ સ્થળે 84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ સાથે 8 દિશામાં 8 દિગ્પાળનો જીવંત અનુભવ પૂરો પાડીને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવેલ છે.આ મંદિર શાંતિવનનો એક આંતરિક ભાગ છે અને શ્રીમતી શિલાબેન મોદીના 87 વર્ષના ગૌરવશાળી જીવનની ઝાંખી દર્શાવે છે. બહાર સુંદર બાગ બગીચામાં આયુર્વેદ માટે મહત્વના એવા 87 અલગ અલગ મહત્વના છોડ કે રોપા વાવવામાં આવ્યા છે. વળી, આ ઉપરાંત શ્રી ઇન્દ્રવદન મોદીએ પોતાના જીવનમાં અમલમાં મૂકેલા શ્રીમદ ભગવદ ગીતાના વિવિધ 87 શ્લોકોને અહીં કુલ 87 સ્તંભ પર આકર્ષક રીતે અંકિત કરવામાં આવ્યા છે.

Photo of ગુજરાતમાં અહીં બનશે સનાતન ધર્મનું મંદિર, 84 પવિત્ર સ્થળની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળના થશે દર્શન by Jhelum Kaushal

હસ્તકલાથી નિર્માણ પામેલું અને હાથ ઘડતરથી તૈયાર કરાયેલી મૂર્તિઓ, શાંતિવન અને જુદા જુદા ધર્મોના શ્લોકો, ઉપદેશો તથા મંત્રો ધરાવતું આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ પરંપરાગત નાગરા શૈલી તથા સનાતન ધર્મ મુજબ કરાયું છે. આ મંદિર શિવ, શક્તિ અને વૈષ્ણવ દેવી-દેવતાઓની આ ભૂમિનું પવિત્ર સ્થાન તરીકે નિર્માણ કરાયું છે.

અહીંયા ભારતની પવિત્ર 7 નદીના પવિત્ર જલકુંડનું નિર્માણ કરાયું છે. આ સ્થળનો પ્રદક્ષિણા પથ એક જ સ્થળે સમગ્ર દેશનાં પવિત્ર મંદિરો, નદીઓ અને દેવી-દેવતાઓની પ્રદક્ષિણાની યાદ અપાવે તે રીતે તૈયાર કરાયો છે. આમ આ સ્થળ શરીર, મન અને આત્માને શાંતિ આપતા સ્થળ તરીકે વિકસાવાયું છે.

Photo of ગુજરાતમાં અહીં બનશે સનાતન ધર્મનું મંદિર, 84 પવિત્ર સ્થળની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળના થશે દર્શન by Jhelum Kaushal

સનાતન ધર્મ મંદિરના નિર્માણ માટે ધોળકા એ શ્રેષ્ઠ પસંદગી છે તેમ કહી શકાય કેમકે આ એક ઐતિહાસિક નગર છે.

ધોળકા નગર વિષે:

ધોળકા એ વિરાટપુર અથવા મત્સ્યનગરની ભૂમિ પર નિર્માણ પામ્યું હોવાનું કહેવાય છે. લોકવાયકા અનુસાર એવું માનવામાં આવે છે કે આ ભૂમિ પર પાંડવોએ વિહાર કર્યો હતો અને તે અહીંના કૈયો અથવા ભીલ જાતિની રાણી સુદિશ્વ સાથે સંબંધિત હતા. તેના ભાઈ, કિચક કૈયો, એક મહાન શક્તિનો રાજકુમાર, વાર્તા અનુસાર, દ્રૌપદીની પવિત્રતા પરના પ્રયાસ માટે માર્યો ગયો. અલબત્ત, આ વાતનો કોઈ સચોટ આધાર જોવા મળ્યો નથી.

અહીં ઇ.સ. 144માં કનકસેન, સૂર્યવંશના રાજકુમાર, સૂર્યવંશ, સ્થાયી થયા હોવાનું કહેવાય છે. અગિયારમી સદીના અંતમાં, ચૌલુક્ય વંશના જયસિંહ સિદ્ધરાજની માતા મીનાલદેવી દ્વારા આ નગરને તળાવથી શણગારવામાં આવ્યું હતું - જે હજુ પણ તે નગનું મુખ્ય આભૂષણ છે.

વળી, ધોળકાની વધુ એક આગવી વિશેષતા એ પણ કહી શકાય કે તે ગુજરાત રાજ્યમાં સૌથી જૂની મ્યુનિસિપાલિટી ધરાવતા નગરો પૈકી એક નગર હતું.

ધોળકામાં અન્ય જોવાલાયક સ્થળો:

જો તમે અમદાવાદથી તદ્દન નજીક આવેલા ધોળકા ખાતે આ સનાતન ધર્મ મંદિરની મુલાકાત લઈ રહ્યા છો તો આ નાનકડા નગરમાં આવેલી અન્ય જોવાલાયક જગ્યાઓની મુલાકાત લેવાનું પણ ચૂકશો નહિ.

Photo of ગુજરાતમાં અહીં બનશે સનાતન ધર્મનું મંદિર, 84 પવિત્ર સ્થળની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળના થશે દર્શન by Jhelum Kaushal

માલવ સરોવર:

ધોળકા નજીકનું મુખ્ય આકર્ષણનું સ્થળ માલવ તળાવ છે, જે અગિયારમી સદીના અંતમાં કર્ણની વિધવા અને જયસિંહ સિદ્ધરાજાની માતા મીનાલદેવી દ્વારા બાંધવામાં આવ્યું હતું. દિવાલ અને પથ્થરનાં પગથિયાંનું સુંદર બાંધકામ. તળાવની મધ્યમાં એક ઇમારતના અવશેષો છે, જે કિનારા સાથે હળવા અને આકર્ષક લાકડાના પુલ દ્વારા જોડાયેલા છે. આ પુલ પથ્થરના થાંભલાઓ પર આધારીત છે. પ્લૅટફૉર્મ અને રોડ-વે મોટાભાગે જતો રહ્યો છે, પરંતુ 1857 સુધીમાં થાંભલા પૂરા જ રહે છે.

મહાદેવ મંદિર:

અહીં હિંદુ મંદિરોમાં મુખ્ય નાગેશ્વર અથવા ચંદ્રેશ્વર મહાદેવ છે, જે ગાયકવાડના અધિકારી અંતાજી રાવ દ્વારા 1751 (1807 S.) માં બંધાયેલું છે. રાજપુર ગામની આવક, ગાયકવાડ દ્વારા 1758 (1814 S.) માં સોંપવામાં આવી હતી, ભૂતકાળમાં તેના સમર્થન માટે અલગ રાખવામાં આવી હતી.

(જૂનું) સ્વામિનારાયણ મંદિર:

ધોળકા એ વિશ્વના સૌથી જૂના સ્વામિનારાયણ મંદિરો પૈકી એક છે, જેની સ્થાપના 1883માં હિંદુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવતમાં વૈશાખ સુદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.

BAPS સ્વામિનારાયણ મંદિર:

સદીઓ જૂના સ્વામિનારાયણ મંદિર ઉપરાંત ધોળકામાં BAPS દ્વારા બનાવવામાં આવેલું અન્ય એક આકર્ષક સ્વામિનારાયણ મંદિર જ છે. આ મંદિર એટલું સુંદર અને ભવ્ય છે કે સનાતન ધર્મ મંદિરનું નિર્માણ થયા પહેલા જાણે એ જ ધોળકા શહેરની ઓળખ સમાન લાગે છે.

Photo of ગુજરાતમાં અહીં બનશે સનાતન ધર્મનું મંદિર, 84 પવિત્ર સ્થળની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળના થશે દર્શન by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું?

હવાઈ માર્ગે – ધોળકાથી સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ 49 કિમી દૂર આવેલું છે.

રેલ્વે માર્ગે – સૌથી નજીકનું ધોળકા રેલ્વે સ્ટેશન સનાતન મંદિરથી 9 કિમી દૂર આવેલું છે.

વાહન માર્ગે – ગુજરાતના તમામ મુખ્ય શહેરો સ્ટેટ ટ્રાન્સપોર્ટની સુંદર કનેક્ટિવિટી છે.

બસ ત્યારે, તમારા આગામી પ્રવાસમાં આ મંદિરની મુલાકાત લેવાનું ન ચૂકશો!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ