ડ્રાઇવિંગ કરવામાં આપણે બધાને મજા જ આવે છે. પણ જો એવી જગ્યાએ ડ્રાઈવ કરવાનું હોય જ્યાં ગાડીમાં બેસેલા બધા જ લોકો હનુમાન ચાલીસા બોલી રહ્યા હોય તો મજા નહીં પણ પસીનો આવે છે. રસ્તાના ઢોળાવો એવા કે બ્રેક છૂટી નથી કે ગયા કામથી. જ્યારે રોમાંચમાં જોખમ નો તડકો કંઈક વધુ પડતો જ લાગી જાય ત્યારે ડ્રાઇવિંગ કરવું મજા નહીં પરંતુ સજા બની જાય છે. આપણે એવા જ કોઈ રસ્તાઓની વાત કરી રહ્યા છીએ જ્યાં ડ્રાઈવ કરતા સમયે ભગવાનને યાદ કરશો.
હા તો તમે તમારા ડ્રાઇવિંગ હુન્નરના વખાણ કરવા લાગો એ પહેલા ભારતની આ ખતરનાક સડકો વિશે જાણી લો, જ્યાં ડ્રાઈવ કરવા માટે હુન્નર કરતા વધુ હિંમતની જરૂર પડે છે. અને એમાં પણ જો તમે કશો જુગાડ લગાવીને લાઈસન્સ બનાવ્યું હોય તો આવા રસ્તાઓથી તો દુર જ રહેજો. જ્યાં સારા સારા લોકોના પસીના છૂટી જતા હોય છે.
1. કિલર કિશ્તવાડ રોડ
એક મિનિટ, આ સડક નું નામ જ કિલર છે? વિડીયો જોઈને તમને અંદાજો તો આવી જ ગયો હશે. જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ થી હિમાચલ પ્રદેશના કિલર ને જોડતી આ સીંગલ લેન સડક પર કાકરા, ભૂસ્ખલન કરતી પહાડીઓ, ઝરણા, જાન લેવા વાળાકો, અને નીચે હજારો ફૂટ ઊંડી ખીણ છે. આને તો માત્ર ભારતની જ નહિ પરંતુ દુનિયાની સૌથી ખતરનાક સડક કહેવામાં આવે છે.
અંદાજિત લંબાઈ: ૧૨૦ કિ.મી
રોડ પર લાગતો સમય: લગભગ 8-10 કલાક
ક્યારે જવું?: મે-જૂન, સપ્ટેમ્બર-ઓક્ટોબર
માર્ગ: કિલર-ગુલાબગઢ-કિશ્તવાડ
2. જોજી લા (લેહ થી શ્રીનગર)
દરિયાની સપાટીથી 11,575 ફૂટની ઊંચાઈ પર આવેલ જોજી લા ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 1 ના લેહ-શ્રીનગર સેકશન પર એક હિલ પાસ છે. જોજી લા ની આજુબાજુનો નજારો કાતિલ તો છે જ, સાથે સાકડી સડક, પોલા ખડકો, ખરાબ મોસમ, અને ધારદાર વળાંકો ને કારણે રસ્તો પણ કાતીલ બની શકે છે.
અરે એટલું જ નહીં, ઘણીવાર તો સામેથી આવતા વાહનોને રસ્તો આપવા માટે કેટલાય મીટર ગાડી રિવર્સમાં પણ લેવી પડે છે. આ હિલ પર તમારી ડ્રાઇવિંગ કળાની અસલ પરીક્ષા થાય છે. માત્ર એક ભૂલ અને તમે ખાબક્યા હજારો ફૂટ ઉંડી ખીણમાં.
અંદાજિત લંબાઈ: 10 કિમી
રસ્તા પર લાગતો સમય: લગભગ બે કલાક
ક્યારે જવું?: મેં-સપ્ટેમ્બર
માર્ગ: સોનમર્ગ-જોજી લા-દ્રાસ-કારગીલ-લદ્દાખ
3. ઉમલિંગ લા, લદ્દાખ
19 323 ફૂટની ઊંચાઈ પર આવેલ ઉંમલિંગ લા દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ પાસ તો છે જ. સાથે સાથે દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ મા નો પણ એક છે. લદાખમાં આવેલા ચિસુમલે અને ડેમચોક ગામડાઓને જોડતા આ રસ્તાના નજારાઓ બેહદ ખૂબસૂરત તો છે જ. પરંતુ અહીં ઓક્સિજનનું સ્તર નીચુ હોવાથી તમારી સાથે તમારા વાહનની પણ પરીક્ષા લેવાતી હોય છે. ઉમલિંગ લા સુધી પહોંચવા માટે તમારે ઘુટણ સુધી ઊંડા પાણીના વહેણ માં થી પસાર થતા ઢોળાવો પર લપસણા કાદવ થી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. એમા પણ જો તમારી ગાડી ખરાબ થઈ ગઈ તો તો ભગવાન જ માલિક. કેમ કે, અહીં દૂર દૂર સુધી કોઈ મિકેનિક નથી એટલે તમે તમારા બધા સામાન સાથે મજબૂત 4*4 વાહન લઇને નીકળો એ જ સારું રહેશે.
અંદાજિત લંબાઈ: 105 કિ.મી
રસ્તા પર લાગતો સમય: લગભગ ૧.૫ કલાક
ક્યારે જવું?: સપ્ટેમ્બર-ઓક્ટોબર
માર્ગ: હૈલે-ઉકડેલ-ઉમલિંગ લા-ડેમચોક
4. મનાલી-લેહ રાજમાર્ગ
તમે જાણો છો એ રીતે મનાલી-લેહ હાઈવે પર ભારતના સૌથી સુંદર નજારાઓ જોવા મળે છે. પરંતુ આ સુંદરતાના ભ્રમ મા ન રહેવું હો. આ રસ્તા પર તમને વહેતા નાળા, રેલિંગ વગરના વળાંકો, તૂટતા પથ્થરો, અને ટ્રાફિક થી ઝઝૂમવું પડશે.
આ રસ્તા પર રોહતાંગ પાસ તો આવે જ છે સાથે 365 કી.મી સુધી કોઈ પેટ્રોલ પંપ પણ નથી. અહીં ગાટા લૂપના ધારદાર 21 વળાકો આવે છે. તો તમારું કાળજુ કઠણ કરીને આ સફર પૂરી કરવાના ઇરાદાથી જ રસ્તા પર ઉત્તરજો.
અંદાજિત લંબાઈ: 475 કી.મી
રસ્તા પર લાગતો સમય: લગભગ એક દિવસ
ક્યારે જવું?: જૂન-સપ્ટેમ્બર
માર્ગ: મનાલી-રોહતાંગ લા-ગાટા છોર-તંગલંગ લા-લેહ
5. કિન્નૌર રોડ
NH 5 પર સ્થિત હિમાચલના કિન્નોર તરફ જતો આ રસ્તો ખડકોને કાપીને બનાવવામાં આવ્યો છે. ખીણમાં ડોક્યા મારતા ધારદાર વળાકો, તૂટેલા રસ્તાઓ, અને ટ્રાફિક ના ભાર નીચે દબાયેલો આ રસ્તો ભારતના સૌથી ખતરનાક રસ્તાઓ માનો એક છે. કિન્નૌર રોડ પર એક નાનકડો વિસ્તાર તરંડા ધનક આ રસ્તા પરનો સૌથી ખતરનાક હિસ્સો છે. જેણે કેટલાયના જીવ લીધા છે.
અંદાજિત લંબાઈ: 130 કિમી
રસ્તા પર લાગતો સમય: લગભગ ૧૨ કલાક
ક્યારે જવું?: મે થી મધ્ય જુલાઈ, અને સપ્ટેમ્બર થી ઓક્ટોબર
માર્ગ: રામપુર-સાંગલા-કલ્પા-કિન્નૌર
6. થ્રી લેવલ જિગ-જેગ રોડ
ખતરનાક રસ્તાઓ ની વાત કરતા હોઈએ ત્યારે સિક્કિમના જુલુક ગામડા પાસે આવેલા આ થ્રી લેવલ રસ્તાની ગણતરી ન કરીએ એવું બને જ નહીં. આ રસ્તા પર 30 km મા 100 થી વધારે વળાંકો છે. કદાચ એટલે જ તે દુનિયાના સૌથી વધુ તીવ્ર વળાંકોવાળા રસ્તાઓ મા નો એક છે.
એમ તો આ રસ્તા પર બેહદ સુંદર નજારાઓ જોવા મળે છે. પરંતુ ચઢાણ ઉતાર અને ધારદાર વળાંકો ના લીધે સારા સારા ડ્રાઇવરોને ચક્કર આવી જાય છે.
અંદાજિત લંબાઈ: 31 કી.મી
રસ્તા પર લાગતો સમય: લગભગ 1.5 કલાક
ક્યારે જવું?: માર્ચ-જૂન, સપ્ટેમ્બર-ઓક્ટોબર
માર્ગ: થમ્બી વ્યૂહ પોઇન્ટ-ગએક વ્યૂહ પોઇન્ટ-જુલુક-નીમાચેન
7. ચાંગ લા પાસ
17,500 ફૂટ થી વધારે ઊંચાઈ પર સ્થિત ચાંગ લા 160 કિ.મી લાંબો મોટરેબલ પાસ છે. જે લેહ અને પેન્ગોન્ગ લેક ને જોડે છે. બારેમાસ બરફ વર્ષા અને ખરાબ મોસમ ના કારણે તૈયારી વગર જવાથી સાધારણ ડ્રાઇવરની વધારે ઊંચાઈ ના કારણે તબિયત ખરાબ થઈ શકે છે અને ઊલટી થઈ શકે છે. લેહ થી ચાંગ લા તરફ જતા છેલ્લુ ચઢાણ એકદમ સીધું છે. જ્યા ડ્રાઈવ કરવા માટે કુશળતાની જરૂર પડે જ પડે.
જો જીવવા માંગતા હો તો એકલા અને દવા, ભોજન, અને પેટ્રોલ વગર આ રસ્તા પર નીકળવું નહીં.
અંદાજિત લંબાઈ: 15 કિ.મી
રસ્તા પર લાગતો સમય: એક કલાક
ક્યારે જવું?: મે-જૂન
માર્ગ: લેહ-કારુ-શક્તિ-ચાંગ લા-પેંગોંગ ત્સો
8. નેરલ - માથેરાન રોડ
આ પાકો રોડ જોવામા તો સરળ લાગે છે પરંતુ ઘણા ડ્રાઈવરને એ ખબર જ નથી કે માત્ર 8 - 9 કિ.મી માં જ આ રસ્તો 750 મીટર થી પણ વધારે ચઢાણ કરી લે છે.
ધુમ્મસમાં આટલા સીધા ચઢાણ પર રેલિંગ વગરના ધારદાર વળાંકોમાં ડ્રાઈવ કરવું કોઈ રમત વાત નથી. આ રોડ પર ડ્રાઈવ કરતા સમય સાવચેતી રાખવી જ પડે.
અંદાજિત લંબાઈ: 9 કી.મી
રસ્તા પર લાગતો સમય: લગભગ 1 કલાક
ક્યારે જવું?: એપ્રિલ-જૂન, સપ્ટેમ્બર-ઓક્ટોબર
માર્ગ: નેરલ - માથેરાન
9. મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે, મહારાષ્ટ્ર
6 લેન વાળા આ રાષ્ટ્રીય માર્ગ ને સૌથી ખતરનાક રસ્તાઓ ની યાદીમાં જોઈને ચકીત ન થવું. આ રાજમાર્ગ નો ઇતિહાસ જોશો ને ત્યારે ખબર પડશે કે દેશમાં સૌથી વધારે દુર્ઘટના સંભવિત રસ્તાઓ માનો એક છે. લાપરવાહ ડ્રાઇવરો, મૂળ ટ્રાફિક નિયમોની આવગણના, અને વધતા જતા ટ્રાફિકના કારણે આ રસ્તા પર ડ્રાઈવ કરવું એ પહાડી રસ્તા ઉપર ડ્રાઈવ કરવા કરતા પણ વધુ ખતરનાક છે.
અંદાજિત લંબાઈ: 94 કિ.મી
રસ્તા પર લાગતો સમય: લગભગ 2 કલાક
ક્યારે જવું?: ચોમાસા સિવાય ક્યારે પણ
માર્ગ: મુંબઈ-લોનાવાલા-પુણે
10. બેસન્ટ એવન્યુ રોડ, ચેન્નઈ
સીધા ચઢાણ,ધારદાર વળાંકો, અને લાપરવાહ ડ્રાઇવિંગ થી તમને ખતરો છે? ના. અમુક ખતરાઓ આપણી સમજથી બહારના હોય છે. હવે જો વાત ભૂતિયા રસ્તા ની વાત કરીએ તો ડર તો લાગે જ ને. તમને જો રાત્રે ભૂતિયા રસ્તા પર ડર લાગતો હોય ને તો ચેન્નઈ ના આ અંધારિયા અને સુમસામ બેસન્ટ એવેન્યુ રોડ પર બિલકુલ ન જશો.
એવું કહેવામાં આવે છે કે ભારતના સૌથી ભૂતિયા રસ્તાઓમાં એક બેસેન્ટ એવન્યુ રોડ પર ભૂત તમારા પર હુમલો કરી શકે છે. કેટલાય લોકોએ અનુભવ્યું છે કે સૂરજ આથમ્યા પછી અહીં ડ્રાઈવ કરવાથી તેમના ગાલ પર જોરથી લાફો પડ્યો અથવા તો કોઈએ ધક્કો માર્યો.
અંદાજિત લંબાઈ: 1.5 km
રસ્તા પર લાગતો સમય: 5-10 મિનિટ
ક્યારે જવું?: સાંજે (જો તમે જવા તૈયાર હો તો)
માર્ગ: બેસન્ટ એવેન્યુ રોડ
તો શું તમને પણ તમારા ડ્રાઇવિંગ હુન્નર પર ગર્વ છે? જો હા, તો તો ખુબ સરસ. અને જો ના, તો કમેન્ટમાં કોઈ ને ટેગ કરીને તમે આ ખતરનાક રસ્તાઓ વિશે તેમને જાણ કરી શકો છો.