જે લોકોને કઈક હટકે મુસાફરી કરવી હોય તેમના માટે અમુક યુનિક રોડટ્રીપ શ્રેષ્ઠ સાબિત થાય છે. લેહ-લદ્દાખ હોય કે રાજસ્થાનનું રણ, ભારતમાં શાનદાર ઓફબીટ રસ્તાઓની કોઈ જ કમી નથી.
જો તમને પણ રોડટ્રીપ પસંદ હોય તો ચાલો અમુક એવી રોડટ્રીપ વિષે જાણીએ જે રસ્તાઓનાં તમે પ્રેમમાં પડી જશો.
૧. મનાલીથી લેહ
શાનદાર નજારો, ઐતિહાસિક રસ્તાઓ અને નયનરમ્ય દ્રશ્યો એ આ રોડટ્રીપનો બેસ્ટ ભાગ છે. મરોડદાર રસ્તાઓની આસપાસની સુંદરતા તમને અચંબામાં મૂકી દેશે.
મનાલીથી લેહનો રસ્તો
મનાલી-રોહતાંગ પાસ-ગ્રાંફૂ-કોકસર-ટાંડી-કેલોન્ગ-જિસપા-દારચા-જિંગજિંગબાર-બારલચા લા-ભરતપુર-સરચું-ગટા લૂપ્સ-નાકી લા-પાંગ-મોરે મૈદાન-તાંગલાંગ લા-ઉપશી-કારૂ-લેહ
શ્રેષ્ઠ સમય: જૂનથી સપ્ટેમ્બર
રોડટ્રીપ દરમિયાન ફરવાના સ્થળો:
મનાલી, રોહતાંગ પાસ, કેલોન્ગ, જિંગજિંગબાર, લેહ
૨. બેંગલોરથી મુન્નાર
આ રસ્તે આવતા ચાનાં બગીચાઓ તમને મંત્રમુગ્ધ કરી મૂકશે. અહીં અમુક ખૂબ જ સુંદર ફૂડ પોઇન્ટ્સ છે જ્યાં તમે સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો માણી શકો છો.
બેંગલોરથી મુન્નારનો રસ્તો:
બેંગલોર-મૈસુર-બાંદીપુર-મસીનાગુડી-ઉટી-કુન્નુર-કોઇમ્બતુર-પોલલાચી-ઉડુમાલપેટ-અમરાવતીનગર-મુન્નાર
શ્રેષ્ઠ સમય: ઓક્ટોબરથી માર્ચ
રોડટ્રીપ દરમિયાન ફરવાના સ્થળો:
મૈસુર, બાંદીપુર, મસીનાગુડી, કુન્નુર, કોઇમ્બતુર
૩. ગુવાહાટીથી તવંગ- હિંદુ સંસ્કૃતિથી બૌધ્ધ સંસ્કૃતિની સફર
બૌધ્ધ સંસ્કૃતિ, બર્ફીલા પહાડો તેમજ ભારતીય સેનાનાં કેમ્પ એ આ રોડ પર જોવા મળતો શ્રેષ્ઠ નજારો છે.
ગુવાહાટીથી તવંગનો રસ્તો:
ગુવાહાટી-બોમડીલા-તવંગ
શ્રેષ્ઠ સમય: માર્ચથો ઓકટોબર
રોડટ્રીપ દરમિયાન ફરવાના સ્થળો:
કાઝીરંગા, તેજપુર, સેલા દર્રા
૪. મુંબઈથી ગોવા- સપનાના શહેરથી ભારતના પાર્ટી કેપિટલ સુધી
જો તમને ડ્રાઇવિંગનો શોખ હોય તો ભારતના પશ્ચિમ છેડે મુંબઈથી ગોવા સુધીનો અદભૂત રોડ તમારા માટે શ્રેષ્ઠ છે. ગગનચુંબી ઇમારતો વચ્ચે શરૂ થતો આ રસ્તો દરિયા સુધી પહોંચે તે દરમિયાન ખૂબ રમણીય નજારાઓ જોવા મળે છે.
મુંબઈથી ગોવાનો રસ્તો:
મુંબઈ-પૂણે-સતારા-કોલ્હાપુર-સંકેશ્વર-સાવંતવાડી-ગોવા
શ્રેષ્ઠ સમય: ઓકટોબર આખરથી એપ્રિલની શરૂઆત સુધી.
નોંધ: ક્રિસમસની ભીડથી બચવા ૧૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરીમાં રોડટ્રીપ ન કરવી.
રોડટ્રીપ દરમિયાન ફરવાના સ્થળો:
પૂણે, લોનાવાલા, કોલ્હાપુર
૫. નવી દિલ્હીથી કચ્છનું રણ- રાષ્ટ્રીય રાજધાનીથી રાષ્ટ્રનાં પશ્ચિમ છેડા સુધી
એક એવો રસ્તો જે પૂરો થતો દેખાતો જ નથી. આ મુસાફરી કરવા દિલ્હી, રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણ રાજયોમાંથી પસાર થવું પડે છે પણ આ રસ્તો, અલબત્ત, ખૂબ જ શાનદાર અને અવર્ણનીય છે. રસ્તામાં તમને બંજર જમીન, પહાડ, રણ, શુષ્ક હવા, રંગબેરંગી કપડાં અને પાઘડી પહેરેલા લોકોનો સથવારો મળશે.
નવી દિલ્હીથી કચ્છનો રસ્તો:
નવી દિલ્હી-નિમરાણા-અજમેર-પાલી-માઉન્ટ આબુ-ભુજ-કચ્છનું રણ
શ્રેષ્ઠ સમય: ઓકટોબરથી માર્ચ
રોડટ્રીપ દરમિયાન ફરવાના સ્થળો:
અજમેર શરીફ, માઉન્ટ આબુ, ધ્રાંગધ્રા અભયારણ્ય, ભુજ- પ્રાગ મહેલ, આઈના મહેલ, માંડવી પેલેસ બીચ
તો ચાલો, કોવિડ-૧૯નો ઈલાજ આવ્યા બાદ ક્યાં ક્યાં ફરવું તેનું આયોજન કરવા તૈયાર થઈ જાઓ.
કમેન્ટ્સમાં તમારા રોડટ્રીપનાં અનુભવો ચોક્કસ શેર કરો.