ઉત્તરપ્રદેશના રમણીય ધોધ જાણે ભારતમાં નાયગ્રા

Tripoto
Photo of ઉત્તરપ્રદેશના રમણીય ધોધ જાણે ભારતમાં નાયગ્રા 1/1 by Jhelum Kaushal
ક્રેડિટ્સ: વિકિમીડિયા

ઉત્તરપ્રદેશને પ્રવાસનની બાબતમાં ક્યારેય નામના નથી મળી. એ માટે હંમેશા કાશ્મીર, ઉત્તર પૂર્વ અને કેરલને જ સ્થાન મળ્યું છે. પરંતુ ઉત્તરપ્રદેશના જ હોવા છતાં જો તમને ત્યાંના આ રમણીય ધોધ વિષે માહિતી નથી તો તો નક્કી તમારો ઈલાજ કરવો જ રહ્યો! અમે વાત કરી રહ્યા છીએ ભોળાનાથની કાશી નાગરીથી ૬૦ કિમિ દૂર આવેલ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીની.

શું ખાસ છે આ સેન્ચ્યુરીમાં?

ચંદ્રપ્રભા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી

ઝરણાઓથી ભરપૂર આ સેન્ચ્યુરી બનારસથી ૬૦ કિમિ દૂર આવેલી છે. ૭૮ વર્ગ કીમીમાં ફેલાયેલી આ સેન્ચ્યુરીમાં ૨ મુખ્ય ધોધ છે - રાજદરી અને દેવદરી .

ચોમાસામાં પુરી સેન્ચ્યુરી જ જાણે ધોધ બની જાય છે. કારદહ કુંડ, ચંદ્રપ્રભા ડેમ, કર્મનાશા નદી, મુજફરપુર બિર, મુસખડ ડેમ, નોબેલ ડેમ, હનુમાન મંદિર અને ફોરવાતાંડ ધોધ એ ચોમાસામાં જોવા લાયક સ્થળો છે.

રાજદરી ધોધ

૬૫ ફૂટ ઉંચો આ ધોધ સૌથી પ્રસિદ્ધ છે અને અહીંયા સેંકડો લોકો પિકનિક માટે આવે છે. ચોમાસાની ઋતુમાં રાજદરીમાથી જાણે પગથિયાં ઉતરીને આવતું હોય એવું પાણી જોવાનો લ્હાવો લેવા જેવો છે.

ક્રેડિટ્સ: અતુલ કનોજીયા

Photo of Rajdari Waterfall, Uttar Pradesh by Jhelum Kaushal

જોકે હવે અહીંયા પહેલાના વર્ષો કરતા પાણીની માત્ર ઓછી થયેલી જોવા મળે છે.

દેવદરી ધોધ

ક્રેડિટ્સ: અતુલ કનોજીયા

Photo of ઉત્તરપ્રદેશના રમણીય ધોધ જાણે ભારતમાં નાયગ્રા by Jhelum Kaushal

રાજદરીથી લગભગ ૩ કિમિ દૂર જ આ દેવદરી ધોધ આવેલો છે જે રાજદરીથી બિલકુલ અલગ છે. પગથિયાની જેમ પાણી પડવાની બદલે અહીંયા એક સાથે કોઈ વિદેશી ધોધની જેમ જ પાણી એકદમ નીચે તરફ પડે છે. બિલકુલ એવું જ લાગે કે જાણે UPનો નાયગ્રા ફોલ.

કજરદહ કુંડ

કજરદહ કુંડનું નામ તમે કદાચ ઓછું સાંભળ્યું હશે કેમકે અહીંયા પહોંચવું થોડું મુશ્કેલ હોવાથી લોકો માત્ર રાજદરી અને દેવદરી જ જાય છે.

નૌગઢ બંધથી ૪ કિમિ આગળ નીકળતા અને થોડી કાંટાળી ઝાડીઓને પર કરતા રાજદરી અને દેવદરીથી બિલકુલ ઓછા ન આંકી શકાય તેવા આ ધોધના દર્શન થાય છે.

લોકોના માટે મુજબ ચોમાસામાં ગુરવટ અથવા તો ગુર્વતા નદીનું પાણી અહીંયા ૪૫ ફૂટ ઉચથી પડે છે અને આગળ કર્મનાશા નદી સાથે મળી જાય છે.

કર્મનાશા નદીની વિચિત્ર વાર્તા: કર્મનાશા મતલબ કર્મોનો નાશ કરવા વાળી. આ નદીને માટે ખુબ જ ખરાબ વાતો કહેવામા આવી છે. બિહારમાંથી નીકળતી આ નદી માટે કહેવાય છે કે આ નદીના કિનારે રહેતા લોકો તેના પાણીનો ઉપયોગ ખાવામાં ન કરતા અને માત્ર ફાળો ઉપર જીવન નિર્વાહ કરતા. જોકે આગળ ચંડોલીથી પસાર થઈને આ નદી પવિત્ર ગંગા સાથે જ મળી જાય છે.

રાજદરી અને દેવદરી જેટલા જ સરળ છે એટલો જ કઠિન માર્ગ છે કજરદહ કુંડ નો. એવું કહેવાય છે કે અહીંયા પહેલા મગર પણ હતા એટલે જ જો પાણી ઓછું પણ હોય અને મગર ન પણ દેખાતા હોય તેમ છતાં નીચે ઉતરવું જોખમી છે.

ચંદ્રપ્રભાની અન્ય વિશેષતાઓ

ચંદ્રપ્રભા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં કાળીયાર, ચિતલ, સાંભર, નીલગાય, જંગલી સુવર, સાહી અને સલમાન ભાઈનું ફેવરિટ ચિંકારા પણ જોવા મળે છે. સસ્તન પ્રાણીઓમાં ઘડિયાળ અને પાયથન પણ જોવા મળે છે. પક્ષીઓની બાબતમાં પણ આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી ઉત્તમ છે, અહીંયા લગભગ ૧૫૦ થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. ઉપરાંત અનેક પ્રકારના વૃક્ષો પણ અહીંની વિશેષતા છે.

ક્રેડિટ્સ: ઇશવાની હંસ

Photo of ઉત્તરપ્રદેશના રમણીય ધોધ જાણે ભારતમાં નાયગ્રા by Jhelum Kaushal

મેં હંમેશા ઉત્તરપ્રદેશને એક ગરીબ રાજ્ય તરીકે અને જેની પાસે પોતાનું કશું જ નથી એવા રાજ્ય તરીકે જ જોયું છે. પરંતુ ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે કે વિવિધતાની બાબતમાં ઉત્તરપ્રદેશ પણ બીજા રાજ્યોથી ઓછું નથી. ખાણીપીણી, સંસ્કૃતિ, લોકકલા, સાહિત્ય એવું કશું જ નથી જે અમારી પાસે ન હોય. જરૂર માત્ર છે રસ દેખાડનારની.

ચંડોલીમાં જોવા માટે બીજી ઘણી જગ્યા છે. લતિફશાહ ડેમ, મુજફરપુર બિર, ચંદ્રપ્રભા ડેમ, ચંદ્રપ્રભા નદી, કર્મનાશા નદી, મુસખડ ડેમ, નોબેલ ડેમ, હનુમાન મંદિર, ફોરવતા ધોધ વગેરે વગેરે.

ફરવા માટેનો સૌથી સારો સમય

ચોમાસા જેવો શ્રેષ્ઠ કોઈ જ સમય નથી. બીજી ઋતુઓમાં તમને એટલી મજા નહીં આવે જેટલી તમે આશા રાખીને આવ્યા હશો.

રોકાવા માટે

રાજદરી અને દેવદરીને કારણે ચંદ્રપ્રભા ઘણું જ પ્રચલિત થઇ શક્યું હોત પરંતુ ધ્યાન ન અપાવાને કારણે એટલું પ્રચલિત ન થઇ શક્યું. આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં રહેવાની વ્યવસ્થા નથી. એટલે જો તમે પ્લાન બનાવો તો એક દીવાથી વધારેનો નહી બનાવતા. એક દિવસમાં બધું જ ફરી પણ શકશો અને પાછા ઘરે પણ જઈ શકશો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.