ઉદેપુરના આ રુફટૉપ રેસ્ટોરન્ટમાં રૉયલ્સ જેવો રોમાન્સ માણો

Tripoto

ઉદેપુર ભારતના સૌથી રોમાન્ટિક શહેરોમાંનું એક છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. રાજસ્થાનના અન્ય શહેરોની જેમ ઉદેપુરનો પણ એક પ્રાચીન વારસો છે જે આ શહેરે જાળવી રાખ્યો છે. તમે સમયને ધીમો કરવા માંગો છો તો આ એક આદર્શ યાત્રા છે. સદીઓ જુના મહેલો, પ્રાચીન સરોવરો અને ભવ્ય કિલ્લાથી ઘેરાયેલુ ઉદેપુર એક રોમાન્ટિક શહેર છે. એટલા માટે જો તમે તમારા પ્રિયજનની સાથે શહેર ફરવા માંગો છો તો અહીં આપને ફરવા માટે સૌથી સારી ટેરેસ રોસ્ટોરન્ટ છે.

જગત નિવાસ પેલેસ હોટલ

પિચોલા લેક (તળાવ)ના કિનારે સ્થિત, એક મહેલની અંદર આવેલી આ રેસ્ટોરન્ટ રોયલ્ટી અને રોમાન્સનું યોગ્ય મિશ્રણ છે. સરોવર અને ક્ષિતિજને પેલેપાર ચાંદની રાતમાં ભોજન એક શાનદાર અનુભવ પ્રદાન કરે છે. આકાશમાં ચમકતા તારાઓ નીચે ડીનર કરો અને શાહી વાતાવરણનો આનંદ ઉઠાવો. પેલેસમાં અન્ય એક ઝડોકા રેસ્ટોરન્ટ છે જેમાં રોમાન્સનો પડઘો પડે છે. પ્રાચીન બ્લૂ (વાદળી) સરોવર રેસ્ટોરન્ટના જીવંત સજાવટની વિરુદ્ધનો ઉઠાવ આપે છે. આ શાહી જગ્યાએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લો અને તમારા દિવસમાં રોમાન્સ ભરી દો.

ભોજન (cuisine): પાન એશિયન, કોન્ટિનેન્ટલ, ઇન્ડિયન, મુગલાઇ

બે વ્યક્તિનો ખર્ચ: રુ. 3200

યુપરે (Upre)

ઇસ.1559માં બનેલું Upre પિચોલા લેક સ્થિત એક ભવ્ય રેસ્ટોરન્ટ છે. શહેરના કોલાહલથી દૂર આ રેસ્ટોરન્ટ તમને તમારા પાર્ટનર સાથે શાંત અને રિલેક્સ થવા માટે એક નાનકડા સ્વર્ગની ખોટ પુરે છે. અહીં પ્રાચીન અને ખંતપૂર્વક બનાવેલું ઝુમર, ફુવારા અને બેસવા માટે બેડ-સીટિંગની વ્યવસ્થા છે. આ રેસ્ટોરન્ટની વધુ એક ખાસિયત એ છે કે અહીં સ્વિમિંગ પુલ છે જ્યાં તમે પુલમાં ડુબકી લગાવવાની સાથે સાથે સ્વાદિષ્ટ કૉકટેલની ચૂસકી લગાવી શકો છો. ઉપ્રે (Upre)માં, તમે જાણે કે પોતાના મહેલમાં એક રાજા અને રાણીની જેમ શાનદાર ભોજનનો આનંદ માણી રહ્યા હોય તેવી લાગણી અનુભવશો.

ભોજન (Cuisine): રાજસ્થાની, નોર્થ ઇન્ડિયા, કોન્ટિનેન્ટલ

બે વ્યક્તિનો ખર્ચ: રુ. 1900

રેડિશન બ્લૂ હોટલ

એક બાજુ પરાક્રમી અરવલ્લી પર્વતોનો શ્વાસ થંભાવી અવતાર અને બીજી બાજુ ફતેહ સાગર તળાવનો ઝગમગાટ જોવો હોય તો રેડિશન બ્લૂના અરવલ્લી લેકવ્યૂમાં અવશ્ય જવું જોઇએ. રેસ્ટોરન્ટની રચનામાં તમને આધુનિક અને પરંપરાગત સંરચનાનું મિશ્રણ જોવા મળે છે. ચેકર-એડ માળ અને ગુંબજ આકારની અનેક છત્રીઓ તમને બન્ને દુનિયાનો સૌથી સારો પરિચય કરાવે છે. હોટલની છત પર એક આંગન બાર છે જ્યાં તમે રાતના સમયે ડિનર કરતાં પહેલા ડ્રિંક્સની મોજ માણી શકો છો.

ભોજન (Cuisine): ઇટાલિયન, એશિયન, શાકાહારી વિકલ્પ સાથે ભારતીય ભોજન

બે વ્યક્તિનો ખર્ચ: રુ. 4000

ધ લીલા પેલેસ, ઉદેપુર

જો તમે તમારા પ્રિયજન સાથે કેટલીક ખાસ પળો સેલિબ્રેટ કરવા માંગો છો તો તમારે લીલા પેલેસની અત્યંત મનોહર શીશ મહેલ રેસ્ટોરન્ટમાં જવું જોઇએ. સરોવરોના શહેરની ભવ્યતાનો અનુભવ કરવા માટે શીશ મહેલથી સારી બીજી કોઇ જગ્યા નથી. આ રેસ્ટોરન્ટના દરેક ખુણામાં ભવ્યતા છલકાય છે જે તમને નિશ્ચિત રીતે ઉદેપુરના રાજાશાહી ભુતકાળમાં ડુબકી લગાવવા માટે મજબૂર કરે છે. તમે ચા પીવા આવો અને એક જાદુઇ સૂર્યાસ્તના સાક્ષી બનો કે પછી રાતે આવીને જુના સિટી પેલેસ પરથી ચાંદનીનું સૌંદર્ય માણો, આ જગ્યા એક અસાધારણ સમય પસાર કરવાની ખાતરી આપે છે.

ભોજન (Cuisine): રાજસ્થાની, ઉત્તર ભારતીય

બે વ્યક્તિનો ખર્ચ: રુ. 7500

અમેટ હવેલી ઉદેપુર

પિચોલા લેકના કિનારે આવેલી અબ્રાઇ રેસ્ટોરન્ટ લેક વ્યૂની સાથે સાથે ઐતિહાસિક જગ મંદિર, સજ્જનગઢ ફોર્ટ અને ગંગોર ઘાટનો અદ્ભુત વ્યૂ આપે છે. રેસ્ટોરન્ટ મહેમાનોને ઉદેપુરના પરંપરાગત લુકની સાથે કંઇક વધુ પ્રદાન કરે છે, કારણ કે તે હવા, પાણી, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વો ધ્યાન કેન્દ્રીત કરે છે. પોતાના ભોજન અને વાતાવરણ દ્ધારા આ રેસ્ટોરન્ટ તમને પૌષ્ટિકભોજન ઉપરાંત કંઇક વધુ અનુભવ કરાવે છે.

ભોજન: નોર્થ ઇન્ડિયન, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ

બે વ્યક્તિનો ખર્ચ: રુ. 1700

શામિયાણા રુફ ટોપ રેસ્ટોરન્ટ

જો તમે બજેટમાં (ઓછા ખર્ચે) એક રોમાન્ટિક જગ્યા શોધી રહ્યા છો તો ઉદેપુરની શામિયાણા તમારા માટે યોગ્ય જગ્યા છે. છત પર રોશનીની સાથે આ તળાવ કિનારાના રેસ્ટોરન્ટમાં આખી રાત રોમાન્ટિક ગીતોનો આનંદ માણી શકાય છે. તો તમારા પાર્ટનરની સાથે સ્વાદિષ્ટ ભોજનની સાથે મધુર સંગીતનો પણ આનંદ માણો. બધા ઇન્સ્ટાગ્રામ બંધાણીઓ માટે શામિયાણામાં ફોટોગ્રાફ ખેંચવા માટે ઘણુંબધુ છે.

ભોજન: રાજસ્થાની, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ

બે વ્યક્તિનો ખર્ચ: રુ. 800

ટ્રીબો ટ્રેન્ડ ઉદય નિવાસ લેક પિચોલા

છઠ્ઠા માળે આવેલી ટેરેસ રેસ્ટોરન્ટ હોટલ ઉદય નિવાસ એક અલગ જ પ્રકારનું દ્રશ્ય રજૂ કરે છે. આટલી ઉંચાઇએથી ઉદેપુર શહેરનો મનમોહક નજારો માણવો હોય તો સાંજના સમયે જ્યારે સૂરજ આખા આકાશમાં પોતાના રંગ ફેલાવવા માટે તૈયાર હોય ત્યારે આ જગ્યાએ જરુર જવું જોઇએ. આ રેસ્ટોરન્ટમાં એક આળસુની જેમ આરામથી અને હળવાશથી બેસીને એન્જોય કરો.

ભોજન: કોન્ટિનેન્ટલ, નોર્થ ઇન્ડિયન, રાજસ્થાની

બે વ્યક્તિનો ખર્ચ: રુ.1000

ઉદય કોઠી

ઉદય કોઠીમાં એક વાસ્તવિક હવેલીની છત પર બેસીને રાજાની જેમ ભોજન કરવાનો અનુભવ કરો. સાંજના સમયે રેસ્ટોરન્ટ લોકનૃત્ય અને સંગીત સંધ્યાનું આયોજન કરે છે જે તમારા બેકગ્રાઉન્ડ મ્યુઝિક સ્કોરમાં ચોક્કસ વધારો કરશે. હોટલમાં બોટ (નાવ) પર ભોજનનો વિકલ્પ પણ છે, એટલે તમે સરોવરની વચ્ચે ભોજનનો આનંદ લઇ શકો છો, તારા અને ચાંદની રાતમાં સ્નાન કરી શકો છો. અને એટલું તો નિશ્ચિત છે કે આનાથી વધુ રોમાન્ટિક બીજુ કંઇ નથી. આ એક યુનિક ડાઇનિંગ એક્સપિરિયન્સ એટલે કે જમવાના અનોખા અનુભવ માટે યોગ્ય વિકલ્પ છે જેને તમે ક્યારેય નહીં ભુલી શકો.

ભોજન: મલ્ટી-ક્વિઝાઇન

બે વ્યક્તિનો ખર્ચ: રુ. 3000

તો ઉદેપુર જવા નીકળી પડો અને આ રુફટોપ હોટલ્સમાં પોતાના સાથી સાથે જવા માટે એક સુંદર તારીખ નક્કી કરો. આ રેસ્ટોરન્ટ્સમાં જવાનો એક અનુભવ તમારી રજાઓને વધુ રોમાન્ટિક બનાવી દેશે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ