યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ

Tripoto

ઋષિકેશમાં કરવા લાયક પ્રવૃત્તિઓ માટે ધ્યાનથી વાંચો :

ઋષિકેશ ને દુનિયા ની યોગ રાજધાની પણ કહેવામા આવે છે. આ શહેર મા આધ્યાત્મ પ્રેમી અને રોમાંચ ના શોખિન, એમ બન્ને પ્રકાર ના લોકો આવે છે. અહિ તમને કેટલાય આશ્રમો, યોગ કેન્દ્ર અને કક્ષાઓ તો મળશે જ સાથે સાથે રોમાંચ ના દિવાનાઓ માટે કેટલાય વોટર-સ્પોર્ટ્સ પણ મળશે. એટલે જ તો દર વર્ષે અહીં હજારો લોકો આવે છે.

હિંદુઓ માટે ઋષિકેશ ઘણું મહત્વ રાખે છે. ત્રણ તરફથી પૌડી ગઢવાલ, તેહરી ગઢવાલ અને હરિદ્વાર થી ઘેરાયેલી આ એ જ જગ્યા છે જ્યાં રાવણ નો વધ કર્યા બાદ શ્રીરામ પ્રાયશ્ચિત કરવા આવ્યા હતા.

ઋષિકેશમાં ધ્યાનયોગ સિવાય રિવર રાફ્ટિંગ અને બંજી જમ્પિંગ પણ કરી શકાય છે. પરંતુ આપણે અહીં કરવા લાયક પ્રવૃત્તિઓની ચર્ચા કરીએ એ પહેલા હું જાણ કરી આપુ કે ઋષિકેશ કાયદાકીય રીતે માંસાહાર અને મધ્યપાન મુક્ત શહેર છે.

ઋષિકેશમાં કરવા લાયક પ્રવૃત્તિઓ :

1. ઋષિકેશમાં યોગ દ્વારા તમારા મન મસ્તિષ્ક ને શાંત કરો

Photo of Rishikesh, Uttarakhand, India by Vadher Dhara

ઋષિકેશ દુનિયાની યોગ રાજધાની ના રૂપમાં સને 1960 થી ઓળખાવા લાગ્યું, જ્યારે લોકપ્રિય સંગીતકાર બિટલ્સ નુ ગ્રુપ અહીં મહર્ષિ મહેશ યોગી ના આશ્રમમાં આવેલુ.

ત્યાર પછી તો જાણે ગંગાકિનારે કેટલાય આશ્રમ ખુલ્યા, જ્યાં અષ્ટાંગ યોગ થી માંડીને હાસ્ય યોગ, ધ્યાન, ક્રિસ્ટલ હીલિંગ બધું જ શીખવવામા આવે છે.

તમે ઈચ્છો તો આ આશ્રમમાં થોડા સમય માટે અભ્યાસ માટે જઈ શકો છો અથવા તો સર્ટિફાઇડ યોગગુરૂ બનવાનો કોર્સ પણ કરી શકો છો. જો તમે યોગગુરૂ બનવા ઇચ્છતા હોવ તો મોટાભાગે અહીં આશ્રમમાં કલાકના હિસાબથી અભ્યાસ કરાવવામાં આવે છે (ઓછામાં ઓછા 200 કલાક જરૂરી છે). અને જો માત્ર અભ્યાસ કરવા માંગો છો તો અઠવાડિયા કે મહિનાના હિસાબથી શીખી શકો છો. ખર્ચના અંદાજ માટે તમારે અહીં આશ્રમમાં જઈને પૂછવું પડે કારણકે અહીં દરેક આશ્રમનો અલગ હિસાબ છે.

ઋષિકેશમાં સૌથી જાણીતા આશ્રમો

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

ઋષિકેશમાં રોકાવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યાઓ

લક્ઝરી : નીમરાના'સ ગ્લાસ હાઉસ ઓન દ ગંજેસ, ગંગા બિચ રિસોર્ટ, વેદા5 આયુર્વવેદા અને યોગા રિટ્રીટ

મિડ-રેંજ : કેમ્પ આસ્પન એડવેન્ચર, કેમ્પ એક્વા ફોરેસ્ટ, અતુલ્ય નક્ષત્ર રિસોર્ટ

બજેટ : વેદાસ તપોવન, હોટલ વ્યાસ અને નિર્વાણ યોગા, ગ્રીનલેન્ડ સ્વિસ કોટેજ

હોસ્ટેલ : જોસ્ટેલ ઋષિકેશ, બોનફાયર હોસ્ટેલ, મુસ્ટેચ ઋષિકેશ

હોમસ્ટે : ઈક્સેરા વિલા સ્ટુડિયો, ગંગા વાટિકા બુુુટિક હોલ, ઇકો યોગા હેબિટેટ

પરમાર્થ નિકેતન આશ્રમ

1000 ઓરડા થી સમૃદ્ધ આ આશ્રમ ઘણો જાણીતો છે. અહીં ના પેકેજ મા 15 દિવસનું રોકાણ, એક દિવસમાં બે યોગા કક્ષાઓ, અને ત્રણ વખતનુ ભોજન શામેલ છે. વધુ જાણકારી માટે વાંચો.

ઓંકારાનંદ પતંજલિ યોગ કેંદ્ર

ઓકરાનંદ ગંગા સદનની દેન છે - પતંજલિ યોગા કેન્દ્ર યોગ સેન્ટર. ઐયંગર કક્ષાઓ અહીંની ખાસિયત છે. આશ્રમનો પોતાનો જ એક ઘાટ છે જ્યા રોજ સાંજે આરતી થાય છે. અહીં પોતાની જગ્યા આરક્ષિત કરાવીને કોઈપણ અભ્યાસ કરી શકે છે. વ્યાજબી ભાવ પર રહેવાની સાફ સુથરી જગ્યા મળી જશે. વધુ જાણકારી અહીંથી લો.

સ્વામી દયાનંદ આશ્રમ

1960 ના દશક મા સ્વામી દયાનંદ સરસ્વતી એ આ આશ્રમ ની સ્થાપના કરી હતી.અહીં રહીને તમે ભાગવત ગીતા અને ઉપનિષદો ની જાણકારી મેળવી શકો છો. અહીં વેદિક મંત્રોચ્ચાર શીખવવામાં આવે છે અને 150 ઓરડા વાળા આ આશ્રમમાં યોગગુરૂ ઐયંંગર અને હઠયોગ શીખવવામાં આવે છે.

શ્રી મહેશ હેરિટેજ

જો તમે યોગ કરતા વધારે ધ્યાન માં રુચિ રાખો છો તો અહીં જરૂરથી આવજો. અહીં 300 કલાક નો ધ્યાન ગુરુ બનાવવાનો કોર્સ ચાલે છે. રિટ્રીટ અને શરુઆતી સ્તર ના કોર્સ પણ ચાલે છે. યોગ, આયુર્વેદ, જીવ ઉપચાર, અને આધ્યાત્મિક વિકાસ સંબંધિત જાણકારી વેદો અનુસાર આપવામાં આવે છે.

2. ગાઢ જંગલોથી ટ્રેકીંગ કરીને સુંદર ઝરણા સુધી પહોંચો

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

જે લોકોને રોમાંચ પસંદ છે તેઓ ઋષિકેશમાં ટ્રેકિંગ કરી શકે છે. એમ પણ કેટલા કિલોમીટર પગપાળા ચાલ્યા પછી પાણી ના દર્શન કરવા કોને ના ગમે?

ઋષિકેશમાં ઝરણા વાળા ટ્રેક :

નીરગઢ વોટરફોલ

નીરગઢ વોટરફોલ લક્ષ્મણજુલા થી 4 કિ.મી અને ઋષિકેશ મુખ્ય બજાર થી 6 કિમી દૂર છે. ઋષિકેશ બદ્રીનાથ રાજમાર્ગ થી એક નાનો પહાડી રસ્તો આ વોટરફોલ સુધી જાય છે.

પ્રવેશ ભાવ: વ્યક્તિ દીઠ ૩૦ રૂ (બાર વર્ષથી ઓછા ઉંમર વાળા ની 20 રૂપિયા)

ટ્રેક કરવાનો યોગ્ય સમય: સવારે જલદી નીકળી જાવ તો બપોરનો તડકો ખાવો ના પડે.

ગરુડ ચટ્ટી ઝરણું

ઋષિકેશ રેલ્વે સ્ટેશન થી 9 કિ.મી. અને લક્ષ્મણજુલા થી 4 કિમી દુર ગરુડ ચટ્ટી ઝરણાંનો ટ્રેક ઋષિકેશ પાસે નીલકંઠ સડકથી શરૂ થાય છે. ગરુડ ને સમર્પિત મંદિરથી આ ઝરણા નો ટ્રેક શરૂ થાય છે. અહીં પહોંચવા માટે 1.5 કિમી નો ટ્રેક ચડવો પડે છે.

પ્રવેશ નિશુલ્ક

ફૂલ ચટ્ટી વોટરફોલ

નીલકંઠ સડક પર જ ગરુડ ચટ્ટી ઝરણાં ઉપરાંત ફૂલ ચટ્ટી પણ આવેલું છે. ગરુડ ચટ્ટી 3 કિ.મી.દૂર આવેલું આ ઝરણું ભાડાની જીપ લઈને નીલકંઠ મહાદેવ જતા સમય જોઈ શકાય છે. સાથે સાથે પટના ઝરણું પણ જોઈ શકો છો.

પ્રવેશ નિશુલ્ક

3. ઋષિકેશમાં રાફ્ટિંગ

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

રાફ્ટિંગ ની બાબતમાં ઋષિકેશ ઉત્તર ભારતનું સૌથી જાણીતું સ્થળ છે. ઋષિકેશ આવીને રાફ્ટિંગ નથી કરી તો પછી ઘરે જઈને દોસ્તોને શું કહેશો?

દર વર્ષે સપ્ટેમ્બરથી એપ્રિલ મહિના ના સમયગાળામાં હજારો લોકો વાઈટ વૉટર રાફ્ટિંગ ની મજા માણવા આવે છે. ભારતની આ એકમાત્ર જગ્યા છે જ્યાં તમને ચોથા અને પાંચમા સ્તરના રેપિડ મળશે. તો રોમાંચના શોખીન લોકો લાઈફજેકેટ અને હેલ્મેટ લગાવી લે અને મોજાઓ થી ટકરાવવા માટે તૈયાર થઈ જાય, કેમ કે અહીં નહીં કરો તો ક્યાં કરશો?

ભાવ: એમ તો ઘણા કેમ્પ પોતાના પેકેજમાં જ રાફ્ટિંગ ની સુવિધા પણ આપે છે. પરંતુ જો તમે અલગથી રાફ્ટિંગ કરવા માંગો છો તો રૂટ પ્રમાણે 500 થી લઇને 1500 રૂપિયા થઈ શકે છે. જેટલો લાંબો રૂટ તેટલા વધારે ભાવ.

સમય: મોટાભાગના કેમ્પોમાં જો બોટ ઉપલબ્ધ હોય તો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી રાફ્ટિંગ કરાવવામાં આવે છે.

4. નદી કિનારે તારાઓ ની નીચે કેમ્પિંગ નું સુખ

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

ખુલ્લી જગ્યામાં આગ પેટાવીને જમવાનું બનાવવાનું અને પેટ ભરીને ભોજન કરવાનું અને વાતો કરતા કરતા તારાઓ ની નીચે સુવા નો અનુભવ કેટલા ઓછા લોકો કરી શકતા હશે, નહિ..!? ઋષિકેશમાં આ સુખ મળી શકે છે. દિવસમાં રાફ્ટિંગ અને કાઈકિંગ કરીને થાકી પાકી ને ભોજન કરીને જ્યારે રાત્રે તારાઓથી ભરેલા આકાશ નીચે સૂવાનું આવે તો મજા જ પડી જાય. અને એમાં પણ જો કિસ્મતે સાથ આપ્યો તૂટતા તારા પણ જોઈ શકાય. અને જો એ ન મળ્યું તોપણ ઓરિયન, ઉરસા માઇનર, ઉરસા મેજર અને અન્ય સામાન્ય નક્ષત્રોના નજારાઓ તો જોવા મળી જ શકે છે.

ભાવ: સામાન્ય સ્તરના કેમ્પમાં એક રાત્રી ના વ્યક્તિ દીઠ 2000 રૂપિયા જેવું થાય છે. અને લગ્જાઈ કેમ્પો ના આ જ ભાવ 10,000 સુધી પણ પહોંચી શકે છે.

ટીપ: પીક સિઝનમાં કેમ્પ પહેલા જ બુક કરાવી લેવા કેમકે અહીં ભીડ ખૂબ હોય છે.

કયો કેમ પસંદ કરવો: દરેક પ્રકારના યાત્રીઓ માટે ઋષિકેશમાં કેમ્પ ની જાણકારી અહીં જોઈ શકો છો.

5. સવારનો સૂર્યોદય જોવા માટે કુંજપુરી મંદિરની તરફ ટ્રેક કરો

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

શિવની પત્ની સતિ ને સમર્પિત આ મંદિર ઉત્તરાખંડ રાજ્યના ટીહરી વિસ્તારમાં ઋષિકેશ થી 27 કિ.મી દુર છે. અહીંથી સૂર્યોદયનો ખુબ સુંદર નજારો જોવા મળે છે. સવારે ટ્રેકીંગ કરીને આ મંદિર સુધી પહોંચવાનુ, સૂર્યોદયનો આનંદ લેવાનો અને પછી સવાર ની આરતી અને દર્શન કરીને પાછા વળી જવાનુ.

કેવી રીતે પહોંચવું: તમે ઋષિકેશ ના યાત્રા બસ સ્ટેન્ડ થી હિંડોળા ખાલ ગામડાં તરફ જાતી બસ અથવા શેર જીપ પકડી શકો છો. ગામડે પહોંચી ને તમે કુંજપુરી મંદિર પાર્કિંગ સુધીની શેર જીપ મા બેસી જાવ અથવા તો પછી મંદિર સુધી ટ્રેક કરી લો.

ખર્ચ: મંદિરમાં જવાનો કોઈ ખર્ચ નથી. માત્ર આવવા-જવામાં તમારા 100-150 રૂપિયા જેવું ખર્ચ થઇ શકે છે.

6. આખી દુનિયા માથી આવેલા લોકો સાથે વાતચીત કરવાનો મોકો

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

જ્યાર થી બિટલ્સ અહીં આવ્યા છે ત્યારથી ઋષિકેશ ને પુરી દુનિયાભરમાં લોકો જાણવા લાગ્યા છે. દુનિયાભરથી લોકો ઋષિકેશમાં મનની શાંતિ અને જીવન નો અર્થ શોધવા આવે છે. એટલા જ માટે જો અલગ અલગ સભ્યતાના લોકો સાથે વાતો કરવી હોય તો ઋષિકેશ થી શ્રેષ્ઠ જગ્યા કદાચ જ ક્યાંક હોઈ શકે. કૅફે કે પછી આશ્રમમાં બેઠા લોકો સાથે હાઈ હેલ્લો કરશો તો થઈ શકે છે તે ઋષિકેશમાં કોઈને ન જાણવા છતાં ખૂબ બધા મિત્રો બની જાય.

7. સંધ્યા આરતી ના સમયે લક્ષ્મણજુલા થી સુર્યાસ્તન નો નજારો

લક્ષ્મણ ઝુલા

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

ઋષિકેશ ની કેટલી અજાયબીઓ માની એક છે લક્ષ્મણ ઝુલા થી સુર્યાસ્ત ના સમયે આકાશ માં ફેલાયેલા રંગોના નજારાઓ જોવા.

કહેવાય છે કે શ્રી રામના ભાઈ લક્ષ્મણ એ ગંગા પાર કરવા માટે જુટ થી પુલ બનાવ્યો હતો જે જગ્યા એ આજે લક્ષ્મણજુલા બન્યું છે. લક્ષ્મણ ઝુલા ની આજુબાજુ ઘણા બધા મંદિરો છે જેમાં નીલકંઠ અને ત્રીમ્બાકેશ્વર નુ મંદિર મુખ્ય છે.

8.ઋષિકેશના દસિયો કેફેમાં હરરોજ એક અલગ સ્વાદની મજા માણો

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

ઋષિકેશમાં ધ્યાન અને યોગ સિવાય ડઝનો કેફે છે જ્યાં ખાવાપીવાના શોખીન લોકો મોજ કરી શકે છે. આ કેફેની ખાસ વાત એ છે કે તેઓ ગંગા કિનારે બનેલા છે. તો સ્વાદની સાથે-સાથે સુંદર નજારાઓ નો પણ આનંદ મળી જાય છે.

કેટલાક મજેદાર કેફે, જ્યા તમે જઈ શકો છો :

જર્મન બેકરી

બે વ્યક્તિ નો ખર્ચ: 200 રૂપિયા

રમના'સ ઓર્ગેનિક કૅફે

બે વ્યક્તિ નો ખર્ચ: 700 રૂપિયા

પ્યોર સોલ કૅફે એન્ડ ઓર્ગેનિક કિચન

બે વ્યક્તિ નો ખર્ચ: 800 રૂપિયા

ઈરા'સ કિચન એન્ડ ટી રૂમ

બે વ્યક્તિ નો ખર્ચ: 200 રૂપિયા

દ સિટીંગ એલિફન્ટ: ગંગાકિનારે બનેલું રુફટોપ રેસ્ટોરન્ટ

બે વ્યક્તિ નો ખર્ચ: 700 રુપિયા

લીટલ બુદ્ધા કૅફે:

બે વ્યક્તિ નો ખર્ચ: 800 રૂપિયા

નોંધ: ઋષિકેશમાં માંસાહાર અને મધ્યપાન પ્રતિબંધિત છે.

ત્રિવેણી ઘાટ

9. ત્રિવેણી ઘાટ પર મહાઆરતીના દર્શન

ત્રિવેણી ઘાટ ગંગા, યમુના, અને સરસ્વતીના સંગમ સ્થળ ઉપર બનેલો છે. અહીં સદીઓથી ગંગા આરતી થતી આવી છે જે ઘણી પ્રખ્યાત પણ છે. આરતીના દર્શન જરૂર કરજો, મનમાં શાંતિ અને સદભાવ સાથે ઋષિકેશ થી પાછા આવશો.

Photo of યોગ ની રાજધાની કહેવાતા ઋષિકેશમાં જાણો શું છે ખાસ by Vadher Dhara

શહેરની ભાગદોડ અને ભીડભાડવાળા જીવન થી તદ્દન વિપરીત ઋષિકેશ ની શાંત જીવન શૈલી અને સુકુન મહેસૂસ કરી શકાય છે.

ઋષિકેશમાં રોકાણ માટેની શ્રેષ્ઠ જગ્યાઓ

લક્ઝરી : નીમરાના'સ ગ્લાસ હાઉસ ઓન દ ગંજેસ, ગંગા બિચ રિસોર્ટ, વેદા5 આયુર્વવેદા અને યોગા રિટ્રીટ

મિડ-રેંજ : કેમ્પ આસ્પન એડવેન્ચર, કેમ્પ એક્વા ફોરેસ્ટ, અતુલ્ય નક્ષત્ર રિસોર્ટ

બજેટ : વેદાસ તપોવન, હોટલ વ્યાસ અને નિર્વાણ યોગા, ગ્રીનલેન્ડ સ્વિસ કોટેજ

હોસ્ટેલ : જોસ્ટેલ ઋષિકેશ, બોનફાયર હોસ્ટેલ, મુસ્ટેચ ઋષિકેશ

હોમસ્ટે : ઈક્સેરા વિલા સ્ટુડિયો, ગંગા વાટિકા બુુુટિક હોલ, ઇકો યોગા હેબિટેટ

ઋષિકેશ ના મજેદાર પેકેજો

તમે ઋષિકેશમાં વેકેશન ગાળવાનું વિચારી રહ્યા છો તો પછી કેમ ને ત્રણ દિવસ માટે ગંગાકિનારે કેમ્પમાં રહિયે કે પછી રાફ્ટિંગ કરીયે..? અધિક જાણકારી મેળવો.

જો તમે મિત્રો સાથે દિલ્હી થી ઋષિકેશ બાજુ રજા માણવા આવી રહ્યા છો તો આ શાનદાર પેકેજ જરૂર જુઓ.

ઋષિકેશ જવાનું મન છે..? ફેસબૂક અને વોટસપ પર આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો અને જુઓ કે તમારી સાથે આવવા કોણ તૈયાર છે.?

શું તમે ઋષિકેશ ફરી ચુક્યા છો.? તમારા અનુભવો અહીં શેર કરો અને દુનિયાને બતાવો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.