બાસ્ગોઃ લદ્દાખની આ સુંદર જગ્યા હજુ પણ લોકો માટે છે ગુમનામ

Tripoto
Photo of બાસ્ગોઃ લદ્દાખની આ સુંદર જગ્યા હજુ પણ લોકો માટે છે ગુમનામ 1/2 by Paurav Joshi

દરેક રખડનારાની ઇચ્છા હોય છે કે તે ભારતના સૌથી સુંદર પ્રદેશોમાંના એક લદ્દાખનો પ્રવાસ જરુર કરે. લદ્દાખમાં એક એવી જ જગ્યા છે જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે. બાસ્ગો લદ્દાખની એ જગ્યા છે જે લોકો માટે હજુ પણ ગુમનામ છે.

Photo of બાસ્ગોઃ લદ્દાખની આ સુંદર જગ્યા હજુ પણ લોકો માટે છે ગુમનામ 2/2 by Paurav Joshi

લદ્દાખના બાસ્ગોમાં કુલ 150 ઘર છે. સમુદ્રની સપાટીએથી 10,801 ફૂટની ઉંચાઇ પર સ્થિત આ નગર ફંડ્સ નદીના કિનારે સ્થિત છે. લદ્દાખના લેહ જિલ્લામાં સ્થિત આ નગર લદ્દાખની સંસ્કૃતિ માટે ખાસ્સુ મહત્વ રાખે છે. અહીંની સ્થાનિક ભાષા લદ્દાખી અને ઉર્દૂ છે. અહીં 11 થી 13મી શતાબ્દીના ઘણાં મંદિર છે જેને યૂનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે.

ઇતિહાસ

મુગલોના આવતા પહેલા 1680 સુધી જામયાંગ નામગ્યાલ લદ્દાખના રાજા હતા. તેમના સમયમાં લાસ્ગો લદ્દાખની રાજધાની હતી. પછીથી મુગલોએ આક્રમણ કરીને નામગ્યાલને ગાદી પરથી હટાવી દીધા. તેમણે લદ્દાખને બે ભાગમાં વહેંચી દીધુ, લોઅર અને અપર લદ્દાખ. લદ્દાખમાં બાસ્ગો અને તેમિસ્ગમ વિસ્તાર પર તકપાબુમનું શાસન હતું. તો અપર લદ્દાખમાં શેયથી લેહનો વિસ્તાર આવતો હતો જેની પર તકબુમડેનું રાજ હતું.

ત્યાર બાદ બાસ્ગોના અસલી રાજા ભગને લડાઇ કરીને લદ્દાખના રાજા બની ગયા. લદ્દાખને ફરીથી એક કરી દીધા. તેણે પોતાને નામગ્યાલ નામ આપી દીધું.

1- બાસ્ગો મોનેસ્ટ્રી

બાસ્ગો મોનેસ્ટ્રીમાં ખંડેર બની ચુકેલો મહેલ અને મોનેસ્ટ્રી બન્ને આવે છે. આ મોનેસ્ટ્રીમાં બુદ્ધનું ઘણું જ સુંદર સ્ટેચ્યુ છે. અહીંના મહેલને 1680માં પહાડના ઉંચા શિખરે બનાવાયુ હતુ. તમે આજે પણ આ ખંડેર થઇ ગયેલા મહેલને જોઇ શકો છો.

2- ચંબા મૈત્રેય

બાસ્ગોમાં બુદ્ધના કેટલાક જાણીતા મંદિર પણ છે. જેને તમારે જરુર જોવા જોઇએ. તેમાંથી એક છે, ચંબા મૈત્રેય. આ મંદિર પહાડના એક શિખર પર સ્થિત છે. અહીં સુધી પહોંચવા માટે ઘણી સીડીઓ ચઢવાની હોય છે જે તમને ખરેખર થકવી દેશે. મંદિરની અંદર 14 મીટર ઉંચી મૂર્તિ છે જે સોનાની બનેલી છે. કહેવાય છે કે મંદિરને 1490માં દરાકસ્પા બુમલ્ડેએ બનાવ્યું હતું.

3- સેરજિંગ મંદિર

ચંબા મૈત્રેયને જોયા બાદ તમે સેરજિંગ મંદિરને પણ જોઇ શકો છો. કહેવાય છે કે આ મંદિર ચંબા મૈત્રેયથી પણ જુનુ છે. સેરજિંગ મંદિરના પર્વત પર નીચેની તરફ સ્થિત છે. આ મંદિરમાં પણ એક મોટી મૂર્તિ છે. આ મૂર્તિ તાંબાની બનેલી છે. કહેવાય છે કે આ મંદિરને જામયાંગ નામગ્યાલે બનાવવાનું શરુ કર્યું હતુ. પરંતુ આને તેમના પુત્રએ પુર્ણ કર્યું હતું. મંદિરની અંદર તો બધુ સારુ જ છે. આ ઉપરાંત, બહારથી બાસ્ગોનો સુંદર વ્યૂ જોવા મળે છે.

4- ચમચુંગ મંદિર

હકીકતમાં બાસ્ગોનું આ મંદિર મસ્જિદ છે. આને મુસ્લિમ રાજકુમાર ગ્યાલ ખાતૂને નમાજ અદા કરવા બનાવ્યું હતુ. પછીથી જ્યારે તેણે મુસ્લિમથી બુદ્ધ ધર્મ અપનાવ્યો તો આ મસ્જિદને બુદ્ધનું મંદિર બનાવી દીધુ. ચમચુંગ મંદિરમાં બુદ્ધની એક મૂર્તિ છે જે ઘણી જ સુંદર છે.

5- બાસ્ગોમાં પગપાળા

કહેવાય છે કે કોઇ જગ્યાને પોતાની બનાવવી છે તો તે જગ્યાએ પગપાળા ફરો. મંદિર અને મોનેસ્ટ્રીને જોતા તમે ઘણી હદ સુધી બાસ્ગોને જાણી લેશો. આ ઉપરાંત, તમે બાકી જગ્યાઓ પર પણ પગપાળા જાઓ. લદ્દાખનું નાનકડુ નગર છે જેને તમે થોડાક જ સમયમાં પગપાળા ફરી લેશો.

કેવીરીતે જશો?

બાસ્ગો સુધી તમે વાયા રોડ દ્ધારા જ પહોંચી શકો છો. અહીં સુધી પહોંચવા માટે કોઇ ફ્લાઇટ કે ટ્રેન નથી. લેહથી બાસ્ગો ફક્ત 40 કિ.મી.ના અંતરે છે. બાસ્ગો લામયારુ અને શામ વેલીના રસ્તામાં નિમૂ ગામની નજીકમાં સ્થિત છે. આ ગામથી બાસ્ગોનું અંતર ફક્ત 6 કિ.મી.ના અંતરે છે. તમે અહીં સુધી જાતે ગાડી કે કેબથી જઇ શકો છો. આ ઉપરાંત, અહીં માટે ટેક્સી પણ ચાલે છે. જેનાથી તમે આરામથી અહીં પહોંચી શકો છો.

ક્યારે જશો?

લદ્દાખ ભારતની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે એટલે શિયાળામાં બાસ્ગો જવાની ભૂલ બિલકુલ ન કરતા. તમે અહીં ગરમીઓમાં એપ્રિલથી જૂન વચ્ચે આવી શકો છો. ત્યારે અહીં હવામાન સારુ હોય છે અને ઠંડી પણ તમને નહીં લાગે.

ક્યાં રહેશો?

બાસ્ગોમાં રોકાવાની કોઇ જગ્યા નથી. બાસ્ગો લેહથી 40 કિ.મી.ના અંતરે છે. અહીં બિલકુલ સવાર સવારમાં જાઓ અને બરોબર ફરીને પાછા આવતા રહો.

કેટલાક સૂચનોઃ

1. બાસ્ગોના મંદિરો બધા દિવસે ખુલ્લા રહે છે. મંદિરમાં જવા માટે એન્ટ્રી ટિકિટ પણ છે.

2. બાસ્ગો પહાડોનો વિસ્તાર છે એટલા માટે તમે મજબૂત જુતા પહેરીને અહીં આવો. ફેન્સી જુતા પહેરીને આવશો તો મુશ્કેલી થઇ શકે છે.

3. અહીં એરટેન અને બીએસએનએલનું સુંદર નેટવર્ક છે. તમારી પાસે આ બે સીમ છે તો તમને કોઇની સાથે વાત કરવામાં કોઇ મુશ્કેલી નહીં પડે.

4. અહીં ફોટોગ્રાફી માટે કયાં કોઇ રોકશે નહીં. તમે મંદિરની અંદર પણ ફોટો લઇ શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads