વેજીટેરિયનથી વધુ આધુનિક વિચાર છે વેગન, અમદાવાદમાં આ રેસ્ટોરન્ટ્સમાં મળશે માત્ર વેગન ફૂડ, એકવાર અજમાવ

Tripoto
Photo of વેજીટેરિયનથી વધુ આધુનિક વિચાર છે વેગન, અમદાવાદમાં આ રેસ્ટોરન્ટ્સમાં મળશે માત્ર વેગન ફૂડ, એકવાર અજમાવ 1/5 by Paurav Joshi

વેગન એટલે કે શાકાહારી બનવું અથવા વેગનીઝમને ફોલો કરવું હમણાં હમણાં ઘણું લોકપ્રિય બની રહ્યું છે. આજકાલ વેગન ડાયટનો વાયરો વાઈ રહ્યો છે. જેઓ વેગનીઝમ ફોલો કરવાનું નક્કી કરે છે એ ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા કે એનિમલ ઓરિજનની બીજી કોઈ પણ ચીજો વાપરતા નથી. આ ડાયટમાં પશુઓને મારીને બનાવવામાં આવેલી કોઈ પણ ચીજ પછી તે કાપડ, ફૂડ કે બીજી કોઈ ચીજ હોય તેનો ઉપયોગ કરાતો નથી. વેગન ડાયટમાં ફક્ત છોડ આધારિત ભોજનને સામેલ કરાય છે તે ઘણા પ્રકારના ચેપથી બચાવે છે અને વજન ઓછું કરવામાં મદદરૂપ છે. બ્રિટનમાં પશુ પેદાશ માટે છોડ આધારિત પૂરક આહારના વેચાણનું ગત ૨ વર્ષમાં ૩૧ ટકા વધ્યું છે. વેગન ડાયટનો સૌથી મોટો ફાયદો એ હોય છે તેમાં ફાયબર વધારે માત્રામાં હોવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને ખાધેલું સરળતાથી પચી જાય છે. તો આટલુ વાંચ્યા પછી જો તમને વેગન ફૂડ ખાવાની ઇચ્છા થઇ હોય તો અમદાવાદની કેટલીક બેસ્ટ વેગન રેસ્ટોરન્ટ વિશે અમે તમને જણાવીશું. તો તૈયાર થઇ જાઓ વેગન ડાયટ વિશે જાણવા...

અમદાવાદમાં વેગન રેસ્ટોરન્ટ્સ

The Vegan Kitchen

Photo of વેજીટેરિયનથી વધુ આધુનિક વિચાર છે વેગન, અમદાવાદમાં આ રેસ્ટોરન્ટ્સમાં મળશે માત્ર વેગન ફૂડ, એકવાર અજમાવ 2/5 by Paurav Joshi

ક્યાં છે

યોગી કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ડ્રાઇવ-ઇન-રોડ, રિલાયન્સ સ્માર્ટ નજીક, ગુરુકુળ

શું મળશે

અહીં બધી ડિશ 100 ટકા વેગન છે. અમદાવાદમાં વેગન ફૂડને સંપૂર્ણ પણે સમર્પિત રેસ્ટોરન્ટ્સમાંની એક છે. અહીં એપેટાઇઝર થી સલાડ, રેપથી લઇને બાઉલ સુધી બધુ જ વેગન છે. અહીં દેશી અને વર્લ્ડ વેગન ખાવાની ઇચ્છા રાખનારાઓ માટે અલગથી મેનુ પણ છે. અહીંના મેનુમાં તોફુ બટર મસાલા, સોયા ભુરજી રેપ, ક્વિનોઆ ટેબ્બોલેહ (Quinoa Tabbouleh) અને બીજી અનેક વેગન આઇટમ્સ છે. આ રેસ્ટોરન્ટ તેના એક્સટેન્સિવ મેનુ, એલોબરેટ મેનુ, કસ્ટમાઇઝ્ડ ફૂડ, ફ્રેશ ફૂડ અને સારી ક્વોલિટી માટે જાણીતી છે.

કેટલો ખર્ચ થાય

અહીં ડિશની શરૂઆત 200 રુપિયાથી થાય છે અને 320 રુપિયા સુધી મહત્તમ ભાવ છે. એટલે કે બે વ્યક્તિનો અંદાજીત ખર્ચ 500-600 રુપિયા થાય છે.

Sante Spa Cuisine

Photo of વેજીટેરિયનથી વધુ આધુનિક વિચાર છે વેગન, અમદાવાદમાં આ રેસ્ટોરન્ટ્સમાં મળશે માત્ર વેગન ફૂડ, એકવાર અજમાવ 3/5 by Paurav Joshi

ક્યાં છે

બીજો માળ, વ્હાઇટ ક્રો, બ્લોક બી, નવરત્ન બિઝનેસ પાર્ક નજીક, સિંધુભવન રોડ, બોડક દેવ

શું મળશે

આ રેસ્ટોરન્ટ અમદાવાદ સહિત જુદા જુદા છ શહેરોમાં આવેલી છે. સાન્તે સ્પા ક્વિઝાઇનમાં વેગન વાનગીઓની વિવિધતા, સારી ક્વોલિટી તમને નિરાશ નહીં કરે. તમારે અહીંના વેગન રો બુદ્ધા બાઉલ, વેગન ચિલ્ડ એવાકાડો સૂપ, વેગન ફાર્મ ફ્રેશ પિઝા અને વેગન ઉપમા, બ્રોકોલીનો ટેસ્ટ કરવો જોઇએ. વેગન ડેઝર્ટમાં વેગન વાલરોહા ચોકલેટ પાઇનો સ્વાદ ચાખવો જોઇએ. તો રસ્ટિક બેક્સ એન્ડ ગ્રીલ્સ, હેન્ડક્રાફ્ટેડ બ્રેડ્સ, હોલસમ સ્મૂધ બાઉલ્સ, એપેટાઇઝિંગ મોર્સેલ્સ, સબ્સ્ટેન્શિયલ નૂરિશમેન્ટ્સ, હાર્ટી બ્રેકફાસ્ટ, હોમમેડ સૂપ્સ, ડેઝર્ટમાં વોટરમેલન ગ્રેનિટા, રેડ સોર્બેટ, રસમલાઇ વોટરમેલન સેન્ડવિચ, સિઝનલ બેક્ડ યોગાર્ટ, જામુન ચીઝકેક, ચોકલેટ પાઇ, વર્ઝિન, કોકોનટ ઓઇલ ટોફીસ, કોકોનટ અને પામ જોગરી આઇસ્ક્રીમ વગેરેનો ટેસ્ટ કરી શકાય. બેવરેજીસમાં પણ ડાર્ક ચોકલેટ મિલ્કશેક, થીક મેંગો મિલ્કશેક, મોરીંગા પ્રોટેન આલ્મંડ શેક, પાઇનેપલ સોયા શેક સહિત અનેક વેરાયટીઝ અહીં ઉપલબ્ધ છે.

કેટલો ખર્ચ થાય

અહીંના મેનુમાં 250 રુપિયાથી લઇને 800 રુપિયા સુધીની આઇટમ્સ છે. બે વ્યક્તિનો અંદાજીત ખર્ચ 800 રુપિયાની આસપાસ થાય છે.

Terra

Photo of વેજીટેરિયનથી વધુ આધુનિક વિચાર છે વેગન, અમદાવાદમાં આ રેસ્ટોરન્ટ્સમાં મળશે માત્ર વેગન ફૂડ, એકવાર અજમાવ 4/5 by Paurav Joshi

15, ગ્રાઉન્ડ ફ્લોર, શિવાલિક શિલ્પ, ઇસ્કોન ક્રોસ રોડ, એસ.જી. હાઇવે, બોડક દેવ

શું મળશે

અહીં વેગન ડિશીઝમાં સૂપ, સલાડ, નાની અને મોટી પ્લેટ્સ, પાસ્તા અને બર્ગર છે. આ અમદાવાદમાં પરંપરાગત વેગન વાનગીઓ પિરસતી એક રેસ્ટોરન્ટ છે. બ્રેક ફાસ્ટમાં તમને અહીં રેગ્યુલર ક્રોસિઅન્ટ, વેજ બ્રેકફાસ્ટ પ્લેટ, બ્રેકફાસ્ટ બુરીટો, એવોકાડો ટોસ્ટ, ક્લાસિક પનીર ભુરજી, સ્મુધી બાઉલ, ટ્રોપિકલ સ્મૂધી, સૂપમાં રોસ્ટેડ ગાર્લિક સૂપ, ટોમેટો સૂપ, સલાડમાં સુપરફૂડ સલાડ, મેક્સિકન સલાડ, મિસો સૂપ, ફ્રાઇસમાં રેગ્યુલર, પેરી પેરી, ચીઝી, ટ્રફલ તો બેવરેજીસમાં આઇસ્ડ ટી ગ્લાસ, બોટમલેસ, સ્મૂધીમાં ગ્રુવી પર્પલ, અલોહા પિંક, શનસાઇન યેલો, ઇમ્યુનિટી બ્લૂ, ઝીરો કેલરી મોજીટો વગેરે.

કેટલો ખર્ચ થાય

બે વ્યક્તિનો ખર્ચ અંદાજે 1000 રુપિયા થાય છે.

Lollo Rosso

Photo of વેજીટેરિયનથી વધુ આધુનિક વિચાર છે વેગન, અમદાવાદમાં આ રેસ્ટોરન્ટ્સમાં મળશે માત્ર વેગન ફૂડ, એકવાર અજમાવ 5/5 by Paurav Joshi

દુકાન નંબર 2, ગ્રાઉન્ડ ફ્લોર, એઇઓન કોમ્પ્લેક્સ, નવકાર ઇન્સ્ટીટ્યુટની સામે, નવરંગપુરા

શું મળશે

બાઉલ મિલ માટે જાણીતી આ રેસ્ટોરન્ટ્સ કેટલાક વેગન બાઉલ ઓફર કરે છે. અહીં કોરિયન બીલીમબેપ બાઉલમાં મિક્સડ મશરુમ, થાઇ બાઉલમાં બ્રોકોલી, ઝુશીની, પમ્કિન, મશરુમ, ગલંગલ, રેડ થાઇ, કરી, ક્રશ્ડ પિન્ટ્સ, ગાયરો બાઉલમાં બલ્સામિક ઓનિઅન, દિલ ઝટર લેબનેહ, તાહિની કકુમ્બર, ઓઇવ્ઝ, લેટ્યુસ સલાડ, રિસ્ટો બાઉલમાં ટ્રફલ ઓઇલ ગ્રીલ્ડ, ક્રિમી ચેદ્દાર અર્બોરીઓ, ગ્રિલ્ડ શેવ્ડ કેરટ્સ આ ઉપરાંત મિસો રેમન બાઉલ, જાપાનીઝ ડોનબુરી, ઇન્ડોનેશિયન રેન્ડેન્ગ બાઉલ, મશરુમ બોર્ડેઇઝ બાઉલ, સાન્તા ફે બાઉલ, બર્મિઝ બાઉલ, કુંગ પાઓ બાઉલ વગેરે મળે છે. સલાડ બાઉલમાં કેસર, બીટરૂટ એન્ડ ફેટા ચીઝ, પેસ્ટો ક્વિનોઆ જેવા સલાડ મળે છે. તો ડેઝર્ટમાં ક્લાસિક તીરામીસુ, ચોકલેટ મોસુ કેક, ગોટ ચીઝ કોલીસ, કેરેમલ ક્રીમ એન્ડ ફ્રેશ બેરી પ્યુર, સ્ટીકી રાઇસ, કોકોનટ મિલ્ક વગેરે ઉપલબ્ધ છે.

કેટલો ખર્ચ થાય

બે વ્યક્તિનો અંદાજીત ખર્ચ 1000 રુપિયા જેટલો થાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads