ફક્ત ₹25000માં કરો 4 દેશોની વિદેશ યાત્રા, અહીં મળશે ટ્રિપની બધી જાણકારી!

Tripoto

વિદેશ જવાની ઇચ્છા છે, પરંતુ ખિસ્સામાં હાથ નાંખતા જ મૂડ ખરાબ થઇ જાય છે? તો ચાલો હવે તમારે વધારે ટેંશન લેવાની જરુર નથી. તમારા માટે 10 દિવસનો એવો પ્લાન લઇને આવ્યો છું જેમાં તમે બે લોકો ફક્ત ₹25,000માં દક્ષિણ-પૂર્વ એશિયાના ચાર જબરજસ્ત શહેરોની મુસાફરી કરી લેશો.

તમે ભારતના કોઇપણ હિસ્સામાં રહેતા હોવ, તમે પહેલા સપ્તાહના ગુરુવારની રાતે ફ્લાઇટ લઇને હો ચી મિંહ એટલે કે સાઇગૉન શહેરમાં જશો.

ધ્યાનમાં રહે કે ₹25,000ના આ ટૂર પેકેજમાં આવવા-જવાની ફ્લાઇટનો ખર્ચ સામેલ નથી.

પ્રથમ સપ્તાહ (શુક્રવારથી રવિવાર)

હો ચી મિન્હમાં 2 દિવસ

હો ચી મિન્હ શહેર

બેન તાન માર્કેટ, ક્રેડિટઃ પ્રિંસ રૉય

Photo of Ho Chi Minh, Ho Chi Minh City, Vietnam by Paurav Joshi

વિયેત નામને ભણેલા લોકો ગંદો અને પછાત દેશ ગણાવે છે. પરંતુ હું એવું નથી માનતો. હું આ દેશમાં ઉપર-નીચે આગળ-પાછળ ફર્યો છું, અને મને તો અહીંની ઇકોનોમી ખુબ પ્રગતિ કરતી દેખાઇ છે.

અહીં પૈસા બચાવવાની રીતો : વિયેતનામમાં આમ-તેમ ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લો, કારણ કે તમારા આવનારા ડેસ્ટિનેશન વિયેતનામમાં તમને આ સસ્તી સુવિધા નહીં મળે. ગિફ્ટ ખરીદી માટે બિન્હ બજાર જાઓ. મરિયમ્મન હિંદુ મંદિરમાં પ્રાર્થના કરો. પબ સ્ટ્રીટ પર ચિક્કાર પીઓ.

ક્યાં ખાશો : જો તમે શાકાહારી છો તો હો ચી મિન્હમાં આપને પોતાના હિસાબે ખાવાનું શોધવાનું એટલું જ સરળ રહેશે. પરંતુ હું આપને ત્રણ સસ્તા રેસ્ટોરંટના નામ ગણાવી રહી છું, જેમાંથી પહેલા બે શાકાહારી ખાવાનું પિરસે છે.

1. સાઇગૉન ઇંડિયન રેસ્ટોરન્ટ, 73 મૅકથી બુઓઇ, બેન ન્હે

2. હમ વેજિરેટિયન રેસ્ટોરન્ટ એન્ડ કેફે, 32 દુરોંગ, વાન ટેન

3. લા વિલા ફ્રેંચ રેસ્ટોરન્ટ, 14 નાગા ક્વાંગ હુઇ

ક્યાં રોકાશો : આ શાનદાર એર બીએનબી હો ચી મિન્હ શહેરમાં જ છે. જો અહીં રહો છો તો શહેરમાં ફરવામાં આવવા જવાનો ખર્ચ ઘણો બચી જશો.

ક્રેડિટઃ એર બીએનબી

Photo of ફક્ત ₹25000માં કરો 4 દેશોની વિદેશ યાત્રા, અહીં મળશે ટ્રિપની બધી જાણકારી! by Paurav Joshi

બે લોકો માટે કિંમત : ₹770

અત્યારે બુક કરવા અહીં ક્લિક કરો

બે લોકોનો અંદાજીત ખર્ચ : ₹7,540 (રહેવાના ₹1,540 + ખાવાપીવાના ₹2,500 + હરવા-ફરવા અને અન્ય ખર્ચ મળીને ₹3,500 )

હોચી મિન્હ વિશે વધુ વાંચો

રવિવાર રાતે એસી બસથી સવારે 9 વાગે કંબોડિયાના નોમ પેન્ચ પહોંચો. ₹1000માં બસની ટિકિટ મળી જશે અને 35 ડોલરમાં કમ્બોડિયાના વીઝા મળી જશે.

બીજુ સપ્તાહ (સોમવાર-મંગળવાર)

નોમ પેન્હમાં એક દિવસ

નોમ પેન્હ

ઓલ્ડ ટાઉન, ક્રેડિટઃ મારિયજ ક્લુઝનિક

Photo of ફક્ત ₹25000માં કરો 4 દેશોની વિદેશ યાત્રા, અહીં મળશે ટ્રિપની બધી જાણકારી! by Paurav Joshi

આમ તો પેન્હ કમ્બોડિયાની રાજધાની છે, જે ચમકતી હોવી જોઇએ, પરંતુ આવુ નથી. આ શહેર આજે પણ 40 વર્ષ પહેલા થયેલા નરસંહારમાંથી બહાર આવવાની કોશિશ કરવામાં લાગ્યું છે.

અહીં પૈસા બચાવવાની રીતો: દેશના ઇતિહાસને ઊંડાણથી સમજવા માટે જિનોસાઇડ મ્યૂઝિયમ જરુર જાઓ, જ્યાં 5 ડોલરમાં એન્ટ્રી મળી જશે અને 8 ડોલરમાં એન્ટ્રીની સાથે ઑડિયો ગાઇડ પણ મળી જશે.

ક્યાં ખાશો: ખાણી-પીણી માટે નોમ પેન્હના ત્રણ જાણીતા રેસ્ટોરન્ટ બતાવી રહ્યો છું, જ્યાં શાકાહારી ખાવાનું પણ મળી જાય છે.

1. ફ્રેન્ડ્સ કાફે, 15 સ્ટ્રીટ

2. બ્લેક બમ્બૂ, 228 સંદેચ મોંગકોલ ઇએમ સ્ટ્રીટ

3. નોમ પેન્હ ઇન્ડિયા રેસ્ટોરન્ટ, 335 પ્રાહ સિસોવત

ક્યાં રોકાશો: બે લોકો માટે રહેવાની સારી જગ્યા છે અને જીનોસાઇડ મ્યૂઝિયમની પાસે પણ છે. આવવા-જવાનો સમય અને ખર્ચ બન્ને બચી જશે.

ક્રેડિટઃ એર બીએનબી

Photo of ફક્ત ₹25000માં કરો 4 દેશોની વિદેશ યાત્રા, અહીં મળશે ટ્રિપની બધી જાણકારી! by Paurav Joshi

બે લોકો માટે કિંમત: ₹770

બે લોકોનો અંદાજીત ખર્ચ: ₹3,770 (રહેવાના ₹770 + ખાવાપીવાના ₹1,000 + હરવા-ફરવા અને અન્ય ખર્ચ મળીને ₹2,000 )

નોમ પેન્હ વિશે વધુ વાંચો

મંગળવાર રાતે સીમ રીપ જતી બસમાં બેસી જાઓ, જો સવારે જલદી તમને સીમ રીપ પહોંચાડી દેશે. અહીં રોકાવા માટે એર બીએનબી બુક કરી લો અને અર્લી ચેક્ડઇન અંગે વાત કરી લો. બસ ટિકિટ ₹1000માં મળી જશે.

બીજું સપ્તાહ (બુધવારથી શુક્રવાર)

સીમ રીપમાં બે દિવસ

સીમ રીપ પ્રોવિંસ

અંગકોર વાટ, ક્રેડિટઃ એરિયલ સ્કાય

Photo of ફક્ત ₹25000માં કરો 4 દેશોની વિદેશ યાત્રા, અહીં મળશે ટ્રિપની બધી જાણકારી! by Paurav Joshi

કંબોડિયાના આ શહેરમાં અનેક પ્રકારના અજુબા જોવા મળી જશે, પરંતુ એક અજાયબી એવી પણ છે જેને દુનિયાની અજાયબીમાં સામેલ કરવી જોઇએ. હું અહીંના સૌથી મોટા હિંદુ મંદિર અંગકોર વાટની વાત કરી રહ્યો છું. આ મંદિર પરિસર દુનિયાનું સૌથી મોટું ધાર્મિક પરિસર છે.

અહીં પૈસા બચાવવાની રીતો: સીમ રીપ આવો અને અંગકોર વાટ ન જુઓ તેવું તો ન જ બને. આ મંદિરની એન્ટ્રી ટિકિટ સસ્તી નથી, 37 ડોલરની છે. પરંતુ તમને ખુબ મજા આવશે. સાંજે પબ સ્ટ્રીટ પર જાઓ, સસ્તી શરાબ અને સ્ટ્રીટ ફૂડ તમારી રાહ જોઇ રહ્યા હશે.

ક્યાં ખાશો: સીમ રીપમાં ખાવા માટે 3 સસ્તા રેસ્ટોરન્ટના નામ જણાવી રહી છું, જેમાં છેલ્લા બેમાં શાકાહારી ખાવાનું મળશે.

1. બગ્સ કેફે, 351 થમે વિલેજમાં તમે કિડા-મકોડા ખાવાનો અનુભવ લઇ શકો છો.

2. મરુમ રેસ્ટોરન્ટ, 8 એબી ફ્લૂમ સ્લોકરમ

3. ખમેર ગ્રિલ રેસ્ટોરન્ટ, કરેંગ

ક્યાં રોકાશો: સિટી સેન્ટરની પાસે વુડન હાઉસ છે, જ્યાં તમે સાંજે એક કપ કોફીની સાથે સુસ્તા શકો છો.

ક્રેડિટઃ એર બીએનબી

Photo of ફક્ત ₹25000માં કરો 4 દેશોની વિદેશ યાત્રા, અહીં મળશે ટ્રિપની બધી જાણકારી! by Paurav Joshi

બે લોકો માટે કિંમત: ₹640

અત્યારે બુક કરો

બે લોકોનો અંદાજીત ખર્ચ: ₹7,280 (રહેવાના ₹1,280 + ખાવાપીવાના ₹2,500 + હરવા-ફરવા અને અન્ય ખર્ચ મળીને ₹3,500 )

સિમ રિપ અંગે વધુ વાંચો

શુક્રવાર સવારે મિની બસ બેંગકોક માટે રવાના થશે. ₹1,200ની બસ ટિકિટ હશે. ત્રણ કલાક પછી થાઇલેન્ડ બોર્ડર પર પહોંચી જશો જ્યાં બેંગકોક માટે 35 ડોલરનો વીઝા લેવો પડશે.

બીજુ સપ્તાહ (શુક્રવાર- રવિવાર)

બેંગકોકમાં બે દિવસ

બેંગકોક થાઇલેન્ડ

મિન સ્ટ્રીટ, ક્રેડિટઃ સેબેર્ટો ટ્રામ્બેટા

Photo of ફક્ત ₹25000માં કરો 4 દેશોની વિદેશ યાત્રા, અહીં મળશે ટ્રિપની બધી જાણકારી! by Paurav Joshi

બેંગકૉક અંગે તો તમે સાંભળ્યું જ હશે. અહીંની રંગીન રાતો, ચોખ્ખા સમુદ્ર કિનારા અને મોટા મોટા હિંદુ મંદિરો તમારુ દિલ ચોરી લેશે. સ્ટ્રીટ ફૂડ અને નાઇટલાઇફની તો શું વાત કરવી!

અહીં પૈસા બચાવવાની રીતો: આમ તો અહીંની રાતો જાણીતી છે. પરંતુ તમે અહીંના હિન્દુ મંદિરો પર પણ ધ્યાન આપજો. એરાવન શ્રાઇન જરુર ફરજો. જો થાઇલેન્ડનો બરોબર અનુભવ કરવો હોય તો ખાઓ સન રોડ પણ ફરજો.

ક્યાં ખાશો: અહીં ખાણી-પીણી માટે સુંદર રેસ્ટોરન્ટ ઘણી છે.

1. સુપ્પનિંગ ઇટિંગ રુમ, 160/11 સોઇ 55 થાંગ્લોર, સુખુમવિત રોડ

2. જૂમા રેસ્ટોરન્ટ, 159 રાજા ડામરી રોડ

3. ગગ્ગન, 38/1 સોઇ લંગસુઅન

ક્યાં રોકાશો: બેંગકોક એટલું સસ્તુ નથી જેટલું પાછલા ત્રણ શહેર હતા. એટલા માટે આ સુંદર રુમને પસંદ કરો, જ્યાં જરુરીયાતની બધી ચીજો હાજર છે.

ક્રેડિટઃ એર બીએનબી

Photo of ફક્ત ₹25000માં કરો 4 દેશોની વિદેશ યાત્રા, અહીં મળશે ટ્રિપની બધી જાણકારી! by Paurav Joshi

બે લોકો માટે કિંમત: ₹770

અત્યારે બુક કરો

બે લોકોનો અંદાજીત ખર્ચ: ₹3,870 (રહેવાના ₹770 + ખાવાપીવાના ₹1,500 + હરવા-ફરવા અને અન્ય ખર્ચ મળીને ₹1,500 )

બેંગકોક વિશે વધુ વાંચો

2 લોકો માટે આખી ટ્રિપનો ખર્ચઃ ₹22,360 (₹7,540 હો ચી મિન્હના + ₹3,770 નોમ પેન્હના +₹ 7,280 સીમ રીપના + ₹3,870 બેંગકોકના)

હજુ પણ તમારી પાસે ₹2,640 બચ્યા છે, જેનાથી તમે સગા-સંબંધીઓ અને પરિવાર માટે ગિફ્ટ ખરીદી શકો છો.

તો હવે પોતાના દોસ્તની વાત કરો અને ફ્લાઇટ બુક કરાવી લો અને કરો વિયેતનામ, કમ્બોડિયા અને થાઇલેન્ડની સફર.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો