ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ

Tripoto
Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 1/11 by Paurav Joshi

કહેવાય છે કે તમે જ્યારે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળો છો ત્યારે જ કંઇક જાદુઇ શરુ થાય છે. તો આ વાતને અજમાવવાનો સમય કાઢો અને આ વિચિત્ર રેસ્ટોરન્ટમાં ખાવાનો પ્લાન બનાવો. ક્યાંક ટોયલેટ પર બેસીને ભોજન પીરસવામાં આવે છે તો ક્યાંક કબ્રસ્તાનમાં પ્રેતોની સાથે ભોજન કરવા મળે છે. આ ચોંકાવનારી વાત છે પરંતુ ખરેખર એવા રેસ્ટોરન્ટ છે જે તમારા ખાવાના અનુભવને બદલી નાંખે છે. દેશભરમાં કેટલીક આવી જ અનોખી રેસ્ટોરન્ટ વિશે આજે અમે આપને જણાવીશું.

1. સિલ્વર મેટ્રો

મેટ્રોની સવારી ક્યારેય આવી મજેદાર નહોતી

હૈદરાબાદ

Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 2/11 by Paurav Joshi
Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 3/11 by Paurav Joshi

મેટ્રો પર નજીકની ખાલી સીટ પર જેમ-તેમ જગ્યા મળ્યા બાદ શું તમે ફટ દઇને બેગથી ચિપ્સનું પેકેટ કાઢીને ખાવા લાગો છો? શું ટ્રેનમાં ખાવાનું આપને સારુ લાગે છે? જો હાં, તો તમારે આ રેસ્ટોરન્ટમાં જરુર જવું જોઇએ જે તમને ઘણો જ ખાસ અનુભવ આપે છે. આની બનાવટ સંપૂર્ણ રીતે મેટ્રોના ડબ્બા જેવી છે!

ખર્ચ: ₹700 બે વ્યક્તિ માટે

ભોજન: નૉર્થ ઇન્ડિયન, મુગલઇ

સ્પેશ્યલ: ડિસસમ્સ, મટન બિરયાની, ફિશ ફ્રાઇ અને ચિકન સૂપ

સરનામું: તીસરી મંઝિલ, ટોટલ મૉલ, મડીવાલા, કોરમંગલા, બેંગલોર, ઓહરીઝ ક્વિઝિન કોર્ટ, બશીરબાગ, હૈદરાબાદ

સંપર્ક: 080 40003333, 91 9731558300 (બેંગલોર), 040 2329 8822 (હૈદરાબાદ)

કોલકાતા

2. કેદી કિચન

પોતાની ધરપકડ થવા દો અને લોકઅપમાં ખાવાનું ખાઓ

Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 4/11 by Paurav Joshi
Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 5/11 by Paurav Joshi

જે લોકો કેદીઓને નજીકથી જોવાની ઇચ્છા રાખે છે, કેદી કિચન તેમના માટે સારો ઓપ્શન હોઇ શકે છે. ઘણો જ રસપ્રદ હોય છે જ્યારે તમે જેલની કોટડીમાં બંધ હોય છે અને ખાવાનો ઓર્ડર લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર માર્ચ કરતા દેખાય છે આ વિચિત્ર જેલ થીમ વાળુ રેસ્ટોરન્ટ ઘણી જ સટીક રીતે પોલીસ સ્ટેશનની નકલ કરે છે અને તેમાં આંઠ સેલ બનાવાયા છે જેમાં ગ્રાહક આવીને બેસે છે અને ખાવાનો આનંદ ઉઠાવે છે.

ખર્ચ: ₹800 બે લોકો માટે

ભોજન: કોન્ટિનેટલ, ચાઇનીઝ, ઇટાલિયન, નોર્થ ઇન્ડિયન (કેવળ શાકાહારી ભોજન)

સ્પેશ્યલ: ક્રિસ્પી બેબી કૉર્ન, પનીર રોગનજોશ, આલુ ટિક્કા, મટર પનીર

સરનામું: 286 / એ, રોડ 12, બંજારા હિલ્સ, હૈદરાબાદ અને 12 એ, ઉષા કિરણ બિલ્ડિંગ, કેમક સ્ટ્રીટ, કોલકાતા

સંપર્ક: 040 30676332 (હૈદરાબાદ), 090622 16001 (કોલકાતા)

બેંગ્લોર

3. ધ બ્લેક પર્લ

સમુદ્રી ડાકુ પિરસે છે ખાવાનું!

Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 6/11 by Paurav Joshi

એક સમુદ્રી ડાકુ માટે શું રમ, શું મેકરોની અને શું ચીઝ. સમુદ્રી ડાકૂ એટલે કે પાઇરેટ થીમ પર આધારિત આ રેસ્ટોરન્ટ રમ વાળી ઘણી અનોખી ડિસિઝ પરોસે છે જેમ કે પાઇરેટ ટી અને કેરેબિયન સ્મગલર. તો શું તમે તૈયાર છો, આંખ પર પટ્ટી બાંધેલ બાર્બિક્યૂ મીટની મજા લેવા માટે શું તમે સમુદ્રી ડાકુ બનીને ખુબ રમ પીવા માટે તૈયાર છો? તો આ જગ્યા તમારુ નવુ હેંગઆઉટ હોવું જોઇએ.

ખર્ચ: ₹1,400 બે લોકો માટે

ભોજન: નોર્થ ઇન્ડિયન, યૂરોપિયન, મેડેટિરેનિયન, બાર્બિક્યૂ

સ્પેશ્યલ: બાર્બિક્યૂ, સી ફૂડ, ખસ્તા કિચન અને પાન આઇસ્ક્રીમ

સરનામું: 1 એ ક્રૉસ રોડ, જ્યોતિ નિવાસ કૉલેજ રોડ, કોરમંગલા બ્લોક 5, બેંગલોર

સંપર્ક: 080 3045 6333

અમદાવાદ

4. નેચર કૉલ ટૉયલેટ કેફે, અમદાવાદ

ટૉયલેટ પર બેસીને મળશે ખાવાનું

Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 7/11 by Paurav Joshi

પેટ થાય પસ્ત, તો ટૉયલેટ સીટ પર પોતાને ટકાઓ અને ખાવાનો ઓર્ડર કરો. જી હાં, તમે બિલકુલ યોગ્ય વાંચ્યુ. હાં, આ ટોયલેટ થીમવાળુ રેસ્ટોરન્ટનો આઇડિયા જ કદાચ ઘણાં લોકોની ભૂખ ભગાવી દે, પરંતુ તેમ છતાં ધ નેચર કૉલ ટૉયલેટ કેફે જબરજસ્ત બિઝનેસ કરે છે અને સ્થાનિક લોકો આના નિયમિત ગ્રાહક છે. આ કેફે ટૉયલેટ ગાર્ડનની બરોબર વચ્ચે આવેલો છે, જેમાં લગભગ 21 પ્રકારના શૌચાલય અને મૂત્રાલય છે. એક રીતે જોવા જઇએ તો શોચાલય માટે શ્રદ્ધા વ્યક્ત કરવાની આ એક ખાસ રીત છે.

સરનામું: સફાઇ વિદ્યાલય, આશ્રમ રોડ, હ્રદય કુંજ, જુના વાડજ, અમદાવાદ

5. ન્યૂ લકી રેસ્ટોરન્ટ

કબ્રસ્તાનમાં મળશે સ્વાદિષ્ટ ભોજન

Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 8/11 by Paurav Joshi

એક રિયલ કબ્રસ્તાન પર બનેલું ન્યૂ લકી રેસ્ટોરન્ટમાં પ્રેતોની સાથે ભોજન કરો. લોખંડની ગ્રિલમાં બંધ અનેક કબરોની ચારે બાજુ ટેબલને ઘણી જ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. આ કેફે યુવાઓમાં ઘણો લોકપ્રિય થઇ ચૂક્યો છે. આ રેસ્ટોરન્ટના માલિકનું માનવું છે કે કબરો તેમના માટે ભાગ્યશાળી છે અને તેમનો સ્ટાફ આની સારી રીતે સંભાળ રાખે છે.

ખર્ચ: ₹300 બે લોકો માટે

ભોજન: સાઉથ ઇન્ડિયન, નૉર્થ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ

સ્પેશ્યલ: મસ્કા બન, બટર રોલ, કૉફી અને મસાલા ચા

સરનામું: સિટી કૉલેજની સામે, લાલ દરવાજા, અમદાવાદ

સંપર્ક: 079 25505033

બેંગલોર

6. ગુફા રેસ્ટોરન્ટ

બંધ ગુફાઓમાં ચાખો સ્વાદનો જાદૂ

Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 9/11 by Paurav Joshi

જેવુ કે નામથી જાહેર થાય છે, ગુફાની એક અનોખી થીમ વાળુ રેસ્ટોરન્ટ છે. અંદરના ભાગની બનાવટ એવી છે જેમાં નીચી છત, ગુફાની જેમ ચટ્ટાની દિવાલો અને અંધેરી સેટિંગ છે, જે એક અસલી ગુફાની ફીલ આપે છે. દિવાલોથી લટકેલી નકલી મશાલો અને ડરામણા જાળા પર નજર રાખો.

ખર્ચ:₹1,200 બે લોકો માટે

ભોજન: નોર્થ ઇન્ડિયન, પાકિસ્તાની, અફગાની

સ્પેશ્યલ: સી ફૂડ થાલી, ચિકન કરી, પનીર ટિક્કા અને રબડી

સરનામું: 79/8, ડાયગોનલ રોડ, ત્રીજો બ્લૉક, જયનગર, બેંગલોર

સંપર્ક: 080 49652973

મુંબઇ

7. ભાઇજાન

સલમાનના ફેન છો તો અહીં આવાનું તો બને છે!

Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 10/11 by Paurav Joshi

ભાઇજાન કેફે ખાસ તેમના માટે છે જે સલમાન ખાનના જબરજસ્ત ફેન છે. અહીં ડિશિઝના નામે પણ સલમાનની ફિલ્મો અને ગીતો પર આધારિત છે, જેમ કે અંદાજ અપના અપના, એક ગરમ ચાયની પ્યાલી હો અને સલામે-એ-સેન્ડવિચ. ટેલીવિઝન સ્ક્રીન પર સલમાન ખાનના ગીતો ચાલતા રહે છે, તો તમારા આ રેસ્ટોરન્ટમાં દબંગ સ્ટારની કમી બિલકુલ નહીં પડે.

ખર્ચ: ₹900 બે લોકો માટે

ભોજન: મુગલઇ, નૉર્થ ઇન્ડિયન, ચાઇનીઝ

સ્પેશ્યલ: હલીમ, બટર, ચિકન, મુર્ગ મખની, ચિકન દમ બિરયાની, બેરી પુલાઓ, લેમ્બ ચૉપ, ફિરની

સરનામું: જી 2, વ્હાઇટ રોજ બિલ્ડિંગ, રિઝવી કોમ્પ્લેક્સ, શર્લી રાજન રોડ, કાર્ટર રોડ, બાંદ્રા પશ્ચિમ, મુંબઇ

સંપર્ક: 022 30151093

બેંગ્લોર

8. નાસા, બેંગ્લોર

Photo of ટૉયલેટ, ટ્રેન, કબ્રસ્તાનઃ આ છે ભારતના અજીબોગરીબ રેસ્ટોરન્ટ 11/11 by Paurav Joshi

સ્પેશ્યલ દરવાજા અને નીયોન વાદળી પ્રકાશવાળુ આ રેસ્ટોરન્ટ હૉલીવુડ સ્પેસ અભિયાનના જેવું છે. અંદરનો દરવાજો અંતરિક્ષ યાનની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં કામ કરનારા લોકો અંતરિક્ષ યાત્રીઓના ગેટઅપમાં રહે છે. આ રેસ્ટ્રો પબ બેંગ્લોરની લોકપ્રિય ચર્ચ સ્ટ્રીટમાં છે. પોતાના જોરદાર રૉક સંગીત અને ડ્રાફ્ટ બિયર માટે જાણીતું છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો