સ્પીતી વેલીની અજાણી જગ્યાઓ, જલ્દીથી બનાવો આ જગ્યાઓને એકસ્પલોર કરવાનો પ્લાન

Tripoto
Photo of સ્પીતી વેલીની અજાણી જગ્યાઓ, જલ્દીથી બનાવો આ જગ્યાઓને એકસ્પલોર કરવાનો પ્લાન 1/3 by Paurav Joshi

હિમાચલ પ્રદેશ ખુબજ સુંદર છે માટે જ બધાલોકો હિમાચલ જવાનું ઈચ્છે છે પરંતુ લોકો મોટેભાગે શિમલા-મનાલી માં રહે છે. એમને થાય છે કે આખું હિમાચલ આવું જ હશે. અને તમે પણ જો એવું જ વિચારતા હોવ તો તમારે હિમાચલ જોવાની જરૂર છે. હિમાચલની અસલી સુંદરતા શિમલા-મનાલી થી દુર અજાણી જગ્યાઓને જોવાથી મળશે . એવી જ સુંદર જગ્યા છે સ્પીતી વેલી. સ્પીતી ખીણ હિમાચલની સુંદર જગ્યાઓ માંથી એક છે. હવે આ ખીણ ને ખરી રીતે અસામાન્ય ના કહી શકાય . માટે અમે તમને સ્પીતીની એવી જગ્યાઓ વિશે બતાવવા જઈ રહ્યા છે કે જેના વિશે ઓછા લોકોને ખબર છે . હિમાચલની સફરમાં તમે આ બધી જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો.

૧. માના

૨. સપોના તળાવ

Photo of સ્પીતી વેલીની અજાણી જગ્યાઓ, જલ્દીથી બનાવો આ જગ્યાઓને એકસ્પલોર કરવાનો પ્લાન 2/3 by Paurav Joshi

માના ગોગ્મા ગામથી થોડીક જ દુર આ સુંદર સરોવર છે, સપોના તળાવ . માના ગામથી લગભગ ૫ કિલોમીટરથી દુર છે આ સરોવર . તમે ટ્રેકિંગ કરીને પણ આ સરોવર સુધી પહોચી શકો છો .મનીરંગ પાસથી પણ તમે તળાવ સુધી જઈ શકો છો. આ એક ગલેશિયર તળાવ છે જે બરફ પીગળવાથી બને છે. ઠંડીની ઋતુમાં તમને અહી કોઈ તળાવ જોવા નહિ મળે. માના ગામની જેમ જ સપોના તળાવ પણ સ્પીતીની અજાણી જગ્યાઓમાંથી એક છે. જો તમને નવી જગ્યાઓ જોવાનું પસંદ હોય તો સપોના તળાવ ને તમારી ફરવાની યાદીમાં જરૂરથી સામેલ કરો.

૩. કાક્તી ગામ

Photo of સ્પીતી વેલીની અજાણી જગ્યાઓ, જલ્દીથી બનાવો આ જગ્યાઓને એકસ્પલોર કરવાનો પ્લાન 3/3 by Paurav Joshi

કાક્તી ગામ પણ માના ગામ ની જેમ સ્પીતીનું એક નાનું ગામ છે પરંતુ સુંદરતામાં સૌથી આગળ છે. નવાઈ પામવા જેવી વાત એ છે કે, આ ગામમાં એક જ ઘર છે જેમાં ૫ જ લોકો રહે છે. જો તમે આ ગામને એક્સપ્લોર કરવાની યોજના બનાવી રહ્યા હોય તો તમારી સાથે જરૂરિયાતનો સામાન અવશ્ય રાખો. કાક્તી ગામથી કાઝાનું અંતર ૧૦ કિલોમીટર છે. અહી પહોચવું અઘરું નથી પરંતુ અહી રહેવું થોડું અઘરું છે. પહાડી વિસ્તારમાં જીવન કેટલું મુશ્કેલ હોય છે ? તે તમને અહી આવીને જ ખબર પડશે.

૪. ધનકર તળાવ

૫. કનામો પીક

હિમાચલ પ્રદેશમાં કેટલીક પીક એવી છે કે જેને આજ સુધી એક્સપ્લોર નથી કરી. એમાથી એક છે , કનામો પીક. સમુદ્રની તળેટી થી ૫,૬૯૫ મીટર ની ઉંચાઈ પર આવેલી કનામો પીક થી સ્પીતીની સુંદરતા નિહાળી શકાય છે. જો તમને એડવેન્ચર ગમતું હોય તો તમારે સ્પીતી ની કનામો પીક ને તમારી ફરવાની જગ્યામાં સામેલ કરવું જોઈએ.

૬. પાન્ગ્મો

પાન્ગ્મો સ્પીતીની સાથે સાથે હિમાચલ પ્રદેશની સુંદર જગ્યાઓમાંથી એક છે. પાન્ગ્મો સ્પીતીનું એક નાનું ગામ છે,જે કાઝાથી નજીક આવેલું છે. અહી બધી સગવડ નથી પરંતુ અહીના લોકો પ્રેમાળ છે. તમને કોઈ વસ્તુ માટે તકલીફ નહિ પડવા દે. અહી આવેલા કોઈ પણ ઘરની બારીમાંથી પહાડ જોયા પછી આ તમારી પસંદગીની જગ્યા બની જશે. જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જવાની યોજના બનાવી રહ્યા હોવ તો પાન્ગ્મો જવાનું ના ભૂલતા.

૭. લહાલુંગ

સ્પીતી વેલીમાં આવેલા ગોમ્પાના સૌથી જુના ઘરમાંથી એક એટલે લહાલુંગ. લહાલુંગ શહેર તંગમાર પહાડની તળેટીમાં આવેલી ખુબ સુંદર જગ્યા છે. લહાલુંગ નો અર્થ છે, દેવતાઓની ભૂમિ. એવી માન્યતા છે કે બધા દેવતા લહાલુંગમાં રહે છે. અહીના પર્વત દરેક ઋતુમાં પોતાનો રંગ બદલે છે. સ્પીતી ખીણમાં આવેલી આ જગ્યા ઓછા લોકોને ખબર છે. તમારે પણ એક વખત અહી જરૂરથી આવું જ જોઈએ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો