ટ્રાવેલિંગ એ મારા માટે કોઈ નવી વાત નથી. વર્ષો પહેલા જ્યારે હું મારા પ્રથમ પ્રવાસના અનુભવે જ હું સમજી ગયો હતો કે આ જ મારું પેશન છે. ટ્રાવેલિંગથી હું સમજ્યો કે આ દુનિયા જોવાથી મને ગજબનો રોમાંચ મળે છે. હું આ વિશ્વની સુંદરતા જોવા, નિતનવા અનુભવો મેળવવા અને નવા નવા લોકોને મળવા ઈચ્છું છું. પણ મારી આ સફરમાં હું એકલો નથી. મોટા ભાગે મારી ગર્લફ્રેન્ડ/ ફિયાન્સી પણ મારી સાથે જ હોય છે.
મારા મત પ્રમાણે ગર્લફ્રેન્ડ સાથે ટ્રાવેલિંગ કરવાના આ ફાયદાઓ છે:
1. એકબીજાને ઓળખવા માટે અને પાર્ટનરને એક અલગ જ સ્વરૂપમાં જોવાની આ શ્રેષ્ઠ રીત છે. જો તમે તમારા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ રૂટિનથી કંટાળી ગયા હોવ, તો ટ્રાવેલ કરો!
2. હું એટલી અદભૂત યાદગીરી બનાવવા માંગુ છું કે ભવિષ્યમાં અમારા બાળકોને અમે પુષ્કળ કિસ્સાઓ સંભળાવી શકીએ. કદાચ ટ્રાવેલિંગની ટિપ્સ પણ આપી શકીએ.
3. હું એકાંતપ્રિય વ્યક્તિ નથી. હું કલાકો સુધી એકલો નથી ફરી શકતો; એટલે જ હું હંમેશા મારી ગર્લફ્રેન્ડ સાથે જ ફરું છું જેથી તેની સાથે વાતો કરી શકું અને તેના પર ડીપેન્ડ રહી શકું, હા ડીપેન્ડ!
4. બધી વસ્તુઓ વ્યવસ્થિત રાખવામાં છોકરીઓને કોઈ ન પહોંચે. તમારી ગર્લફ્રેન્ડ તમને આખી ટ્રીપ દરમિયાન સુઘડ રહેવામાં મદદ કરશે. તમારા પાસપોર્ટ, ટિકિટ, ટૂથબ્રશથી માંડીને એ તમને તમારા અન્ડીઝ પણ યાદ કરાવશે!
5. ભાવતાલ કરાવવામાં છોકરીઓ બેસ્ટ હોય છે. કોઈ વાર મારે કશુંક ખરીદવું હોય અને મને ખબર હોય કે આનો ભાવ ઓછો થઈ શકે એમ છે તો હું એ કામ મારી ગર્લફ્રેન્ડને સોંપું છું અને એ જાદુઇ કિંમતે એ વસ્તુ પ્રાપ્ય કરી આપે છે.
6. ઠંડી જગ્યાએ ચાદરમાં હૂંફ અને આહલાદક બીચ પર વોકિંગ પાર્ટનર. આવો સાથ કોને ન ગમે? એમાંય ગરમાગરમ ચા કે મેગી હોય તો તો વાત જ શું પૂછવી!
7. કોઈ નવી એડવેન્ચરસ જગ્યાએ ખોવાઈ જવું એ આવા કેસમાં સિક્યોર હોવાની અનુભૂતિ કરાવે છે, નહિ કે એકલા પડી ગયાની. એક કરતાં બે ભલા, અને એકબીજાની મદદથી ઘણાં પ્રશ્નો ઉકેલાઈ શકે છે.
8. તમારા ફોટોઝ પાડવા કોઈ સતત હાજર છે! અલબત્ત, હું સ્વીકારું છું કે એના કરતાં હું ઘણો સારો ફોટોગ્રાફર છું, પણ સોલો ફોટોઝ ક્લિક કરવા મારે બીજા કોઈને નથી કહેવું પડતું.
9. ટ્રાવેલિંગ કરતી વખતે હિસાબ રાખવામાં હું ઘણો જ કાચો છું. એટલે એ બધું જ હું મારી ગર્લફ્રેન્ડ પર છોડી દઉં છું. કડકાઇ હોય ત્યારે તો ખાસ! એ બજેટ બહુ વ્યવસ્થિત સંભાળી શકે છે.
10. મારા માટે તો જગ્યા ગમે એટલી સુંદર હોય, મારી ગર્લફ્રેન્ડ વગર તો એ સુંદરતા અધૂરી જ છે. જો એ ન હોય તો મને એવું થાય કે આ જગ્યાએ એ હોત તો વધારે સારું હતું.
તમારું શું કહેવું છે?
.