લગભગ સાત મહિના થવા આવશે આ સફર ને. સોલો બાઇકિંગનો શોખ હતો, આજે પણ છે. તેમાં તમે જે અનુભવો છો, તે બીજે ક્યાંય નથી લાગતું. આ સમય દરમિયાન, સમગ્ર ભારતમાં સોલો બાઇકિંગ કરતી વખતે, મારા જીવનમાં જે ફેરફાર આવ્યા છે, તેમા દરેક વખતે હું કંઇક નવું શીખ્યો છું.
હું આજે આ 15 અનુભવો તમારી સાથે શેર કરી રહ્યો છું. માનો, 11 થી 15 પોઇન્ટ્સ મારા જીવનનો સૌથી યાદગાર અનુભવો છે.
1. સફર કેટલા પણ માઈલ લાંબો હોય, શરૂ તો એ પહેલા પગલા થી જ થાય છે.
મારી પ્રિય બાઇક, સાત મહિના અને 30,000 કિ.મી. ની અનંત યાત્રા. પરંતુ શરૂઆત સૌથી મુશ્કેલ હતી. એકવાર તમે પ્રારંભ કરો, પછી વસ્તુઓ આપમેળે ખોલવાનું શરૂ થાય છે. પ્રથમ નજરમાં તે જેવું દેખાય છે તેવું નથી.
જો કે, લોકો એવું જ વિચારતા હોય તો પણ મને કોઈ સમસ્યા નથી.
2. મદદ માંગવામાં વળી શરમાવવા નું કેવું.! બધા કામ એકલા હાથે નથી થતા.
જ્યારે હું મારી બાઇક પર પહેલી વાર પર્વતમાર્ગ પસાર કરી રહ્યો હતો ત્યારે, અચાનક આવેલો વરસાદ અને લાંબો ટ્રાફીક જાણે મને આવકારવા બેઠો હતો . આ ક્ષણમાં જે ભય હોય છે તે ધ્રુજાવી નાખે છે. પરંતુ પછીની ક્ષણ જ્યારે તમે કોઈ હીરોની જેમ નીકળી જાઓ છો, તે પણ આશ્ચર્યજનક છે. મેં મારી બાઇક શરૂ કરી અને મારી જાતને કહ્યું, "જે થાય તે, પરંતુ આજે હું તેને પૂર્ણ કરીને જ રહીશ." પરંતુ ત્યારે જ, આ બંને સાથીઓ (તેજસ્વ અને પંકજ) એકસાથે મુસાફરીમાં જોડાયા, જેની સાથે મેં આખો ઝોજિલા પાસ પાર કર્યો. પહેલી વાર આ પર્વતો પ્રત્યેનો મારો ભય દૂર થયો.
હું એમ વિચારીને એકલા નીકળી ગયો હતો કે આ સફર મને મુક્ત અને જવાબદાર બનાવશે, પરંતુ હવે લાગે છે કે થોડી મદદ માંગવામાં કોઈ સમસ્યા નથી.
3. તમે એકલા ક્યારેય નથી, કોઈ નુ કોઈ હંમેશા તમારી માટે તમારી આસ-પાસ છે.
સૂરજ, અર્જુન, નિશાંત અને જસ્ટિન (ડાબેથી જમણે), આ ચારેય સાથીઓ અલ્હાબાદથી લેહ તરફ જઇ રહ્યા હતા અને તેમણે મને લદ્દાખના સરચુ જતા માર્ગમાં અકસ્માતમાં જોયો. તેમણે મને ખૂબ મદદ કરી, શું કહેવું. પહેલા તેઓએ મારા માટે એક ટ્રક રોકી, જે મનાલી જઇ રહી હતી. પૈસા માટે તેઓએ ટ્રક સાથે વાતચીત કરી, મારો બાઇક અને સામાનને ઉપર ચડાવી દીધો.
આ અકસ્માત પછી, મારું મન પણ એકલા સફર કરવાની ના પાડી રહ્યું હતું. પરંતુ તેની મદદને કારણે, હું ફરીથી હિંમત વધારવામાં સમર્થ થયો, કે કોઈ તો એવી વ્યક્તિ હશે જે હવે પછી મને મદદ કરશે.
4. લોકો પર વિશ્વાસ કરો, દરેક લોકો તમને દગો નથી કરી રહ્યા હોતા.
રાજુ, એક ટ્રક ડ્રાઈવર. સરચુથી મનાલી જવા 2000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. રસ્તામાં તેમણે મને મંડીમાં ચાલવાની સલાહ આપી, જે 100 કિ.મી. આગળ હતી. તો પણ તે એટલી જ કિંમતમાં સંમત થઈ ગયો. તેમણે અમારા રાત્રિભોજન માટે પણ ચૂકવણી કરી. અમે રાત્રે ટ્રકમાં સૂઈ ગયા. બીજે દિવસે સવારે તેણે મારા નાસ્તા ના પૈસા પણ આપ્યા અને મારી બધી વસ્તુ મંડીમાં ઉતરાવી દીધી.
આ ઉપરાંત, તેમણે મને 400 રુપિયા પાછા આપ્યા જેથી હુ મારી બાઈક સરખી કરાવી શકુ.
5. કોઈની મદદ કરવી ખૂબ મોટી વાત છે.! તેની માટે બસ મનની ખુશી કાફી છે.
આ આસામથી ભુતાન માર્ગ પરની સમ્પ્રુદ જોનકાર સરહદની વાત છે. આ સમયે મારી પાસે 7000 ભૂટાનની ચલણ હતી જે મારે ભારતીય ચલણમાં બદલવી પડી હતી. ત્યાં 4 ભૂટાન પોલીસ કર્મચારીઓ દરેક ભારતીય કારને રોકી રહ્યા હતા અને તેમને ભુતાનમાં પેટ્રોલ ભરવાનું કહેતા હતા (ભૂટાનમાં પેટ્રોલ સસ્તુ છે). અહીં હું થોડા સમય માટે રહ્યો. પછીના 2 કલાકમાં, તેણે આખરે 7000 ભૂટાનની ચલણ બદલીને ભારતીય રૂપિયા આપ્યા. તેઓએ આ માટે ચા પાણી કે કમિશનની માંગ કરી ન હતી.
તેઓએ મને બસ અમસ્તા જ સહાય કરી. જો મેં સરહદ પર આવું કર્યું હોત, તો મારે 10% કમિશન ચૂકવવું પડશે. આ નાનકડી વાતો અને તેના વર્તનથી આ ક્ષણ યાદગાર બની ગઈ.
6. લોકોની ભલાઈ પર વિશ્વાસ કરો. શુ ખબર તમારા નસીબમાં કયો ખજાનો લખ્યો હોય...!
જ્યારે હું મણિપુર-બર્મા બોર્ડર પર મોરેહ પહોંચ્યો ત્યારે મારા ખિસ્સામાં ફક્ત 120 રૂપિયા હતા. અહીં નજીકમાં કોઈ એટીએમ પણ નહોતું. સાંજ થવાની હતી. હવે રોજ રોજ તો આવું થતું ન હોય, તેથી મને પણ થોડો ખચકાટ થતો હતો. પરંતુ મન બાંધી ને હું તમિલ સંગમ પહોંચ્યો અને રાત્રે મને ફ્રી મા રહેવા દેવાની વિનંતી કરી. તમિલ સંગમના લોકોએ મને રાત્રે સૂવાની જગ્યા આપી અને મને જમવાનું પણ આપ્યું. બીજે દિવસે સવારે તેઓએ મને નાસ્તો પણ આપ્યો.
વળી, એક જગ્યાએ એક અજાણ્યા મિત્રએ મને 1000 રૂપિયા કટોકટી તરીકે પણ આપ્યા.
7. લોકોને મદદ કરો. કેટલીકવાર પૈસા આપવા સારુ લાગતુ હોય છે.
હું મણિપુરના એક નાનકડા ગામમાં અટવાયો હતો જ્યાં સુરક્ષા જવાનોએ રાત્રે સરહદ પાર કરવાની ના પાડી હતી. મેં ફોટામાં દેખાતી કાકી વેરોનિકાને, મને તેમની દુકાનમાં સૂવા દેવા વિનંતી કરી. અને તેણે સંમત થવામાં કોઈ સમય ન લીધો. તે મારા માટે ગોદડી અને ઓશીકું લાઈ આવ્યા. બીજે દિવસે સવારે મેં તેમને પૈસા આપવા કહ્યું, તો તેણે ના પાડી દીધી.
તેમની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. અને તે દેખાઈ પણ રહ્યુ હતુ. મને લાગ્યું કે હું પૈસા આપીને તેમની મદદ કરી રહ્યો છું. પરંતુ તેણે પૈસા લેવાની ના પાડી. હું આજે પણ તેમની ભલમનસાઈનો આભારી છું.
8. લોકોનું સન્માન કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમની સાથે સમય પસાર કરવો. અને જો એમા પણ થોડો આલ્કોહોલ હોય તો શું કહેવું…!
મારી બાઇક રસ્તા મા ખરાબ થઈ ગઈ હતી અને હું રસ્તા પર ટ્રકની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે એક ટ્રક ચાલકે ટ્રક અટકાવી. મેં તેની સાથે જે સમય પસાર કર્યો તે ખૂબ જ યાદગાર હતો. ધોધ નીચે સ્નાન કર્યુ અને પછી સાથે બપોરનું ભોજન. મારી બાઇક સરખી ન થાય ત્યાં સુધી, ત્રણ લોકો મારી રાહ જોતા હતા. તેઓએ મારી પાસે કોઈ પૈસા માંગ્યા નહોતા.
9. હંમેશા સાવચેત ન રહો, ક્યારેક.. ગો વિથ ધ ફ્લો
રસ્તો ખૂબ જ ખરાબ હતો, રાત્રિનો સમય હતો અને હાઈવે મળવાની સંભાવના બહુ દેખાતી ન હતી. તે સમયે મેં બાઇક પર બે લોકો (કમોન અને રીલા) આવતા જોયાં - મેં તેમને હાઇવેનો રસ્તો પૂછ્યો. લગભગ 10-15 કિ.મી. અથવા તેનાથી પણ આગળ હું તેમને અનુસર્યો. આ પછી તેણે મને પાનીસાગરમાં મારા રોકાણ માટે એક લોજ અપાવ્યો. અમે સાથે રાત્રિભોજન પણ કર્યું. હવે ભોજન સાથે વિસ્કી અને બીયર હોય તો તો બીજુ શુ જોઇયે.?
અને હા, બધા જ પૈસા તેણે ચૂકવ્યા. આ તો તમે વિચારવાનું શરૂ ન કરી દો, એટલે મેં તમને કહ્યું.
10. આશામાં વિશ્વાસ કરો ... વિશ્વ તેના પર જ કાયમ છે..!
એક લાંબો રસ્તો અને બંને બાજુએ એકદમ રણ વિસ્તાર. હું ક્યાં હતો તે ખબર નથી ... હું મારા કાનમાં આઇપોડ લઇને મારી ધુન મા બાઇક ચલાવતો હતો, ત્યારે કોઈ એસ.યુ.વી. ઝડપથી આગળ નીકળી અને મને રોકાવાનો ઈશારો કર્યો. હવે આ સમયે તમારા મનમાં ઘણું બધું ચાલી રહ્યું છે. શું પાછળ કંઈક રહી ગયુ છે… અથવા કંઈક બીજુ? પરંતુ એવું કંઈ નહોતુ. જેણે મારી બાઇક રોકી, તે મારો જુનો મિત્ર હતો. આવું ફક્ત ફિલ્મોમાં થાય છે.
ઇનાકા ચિશી - મારો એક ખાસ મિત્ર હતો, જેને હું 1.5 વર્ષથી મળ્યો ન હતો. અને હું તેને આ રીતે મળ્યો.
11. પુરુષ ને આવતી ખંજવાળ એ તેમની સૌથી શરમજનક સમસ્યા છે.
ભારત એક ગરમ દેશ છે. ગરમી અને તેમા થતી ખંજવાળ. પરસેવા થે ભીના થથા હોઈએ ત્યારે ખંજવાળ ક્યાં થાય અને કોણ તેને રોકી શકે છે. તેથી હંમેશાં તમારી દવા તમારી સાથે રાખો, તે અપમાન થી બચાવી લે છે.
12. મૃત્યુ અને પોટ્ટી ... ગમે ત્યારે આવી શકે છે.
બાઇકિંગ ટ્રીપમાં કેટલીક વસ્તુઓ ખૂબ જ યાદગાર હોય છે પરંતુ બધું જ નહીં. આ એક સમસ્યા છે જેના માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. મેં આ કામ રસ્તાની બાજુમાં કર્યું છે… ક્યા કર્યુ એ નામ તો હું ક્યારેય નહીં કહુ.
13. અને પોટી વારે વારે આવી શકે છે
હમ્મમ ... અગાઉ કહ્યું તેમ. બાઇક ટ્રીપમાં દરેક વસ્તુ રોમેન્ટિક હોતી નથી. જો તમે આવી સમસ્યામાં ફસાઈ જાઓ, તો હંમેશા તમારી સાથે ટિશ્યુ અને પાણીની બોટલ સાથે રાખો. આભાર પછી કહેજો..
14. બાઇક ચલાવવાનો અર્થ એ બિલકુલ નથી કે છોકરીઓ તમારી પાછળ પાગલ થઈ જશે..!
હા, જો તમે ટોમ ક્રુઝ જેવા દેખાતા હો તો કદાચ... નહીં તો ના.
15. પરંતુ ... બાળકો તમને ખૂબ પસંદ કરે છે
બાળકો હાથ મિલાવી રહ્યા હોય છે અને દૂરથી હસી રહ્યા હોય છે. તેઓ તમારી દરેક સમસ્યાને ભૂલાવી દે છે, પછી ભલે તમે ગમે તે દેશમાં હોવ.
તેમની સાથે ફોટો લો… પ્રેમ બતાવવાનો આ એક સારો માર્ગ છે.
મારા વિશે-
છેલ્લા સાત મહિનાથી, મેં ભારત, નેપાળ અને ભૂટાનના બધા રાજ્યોની કેટલીક જગ્યાએ અને બર્મામાં પ્રવાસ કર્યો છે. મારી પાસે તેની ઘણી વાતો છે, જ્યાં હું લોકોને મળ્યો અને વિશ્વને જોવાનો મારો મત. કેટલીક વસ્તુઓ જેણે મને પાગલ કરી દીધી હતી અને કેટલીક જેણે તણાવ આપ્યો હતો. હું આશા રાખું છું કે તમને મારી વાર્તાઓ ગમશે. તમે વધુ વાર્તાઓ માટે મારી પ્રોફાઇલની મુલાકાત લઈ શકો છો.
તમને આ સફર નો કેવો લાગ્યો.? મને કમેન્ટ મા કહો.
વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI મોકલો અથવા અહીં ક્લિક કરો.