ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ!

Tripoto
Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 1/11 by Jhelum Kaushal

એક બાજુ પેંડેમીક ચાલી રહ્યો છે જયારે બીજી બાજુ ક્લાઈમેટ ચેન્જની આફત તો ઉભી જ છે! જર્મની અને કેનેડાનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયશ પર પહોંચવા લાગ્યું છે! આ પરિસ્થિતિમાં તમે COALITION FOR RAINFOREST NATIONS અથવા CLEAN AIR TASK FORCE જેવી સંસ્થાઓ દ્વારા ઘરબેઠા પણ મદદ કરી શકો છો.

મુંબઈ

મુંબઈ એ એવું શહેર છે જ્યાં લગભગ 2 કરોડ લોકો રહે છે! ચોમાસામાં અહીંયા જે પાણીનો ભરાવો થાય છે એ અને સમુદ્ર સપાટીનું જળસ્તર વધવાના કારણે એવું માનવામાં આવે છે કે 2050 સુધીમાં મુંબઈના ઘણા વિસ્તારો સમુદ્રમાં ગરકાવ થઇ જશે!

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 2/11 by Jhelum Kaushal

ગ્લેસિયર નેશનલ પાર્ક

આઈસ એજન સમયે અહીંયા 150 ગ્લેસિયર હતા જે આજે ઘટીને 25 બચ્યા છે! એવું માનવામાં આવે છે કે 2030 સુધીમાં અહીંયા કોઈ જ ગ્લેસિયર નહીં બચે!

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 3/11 by Jhelum Kaushal

અલાસ્કા

જંગલ અને પ્રકૃતિપ્રેમીઓએ જીવનમાં એક વખત તો અલાસ્કા જવું જ જોઈએ. છેલ્લા 5 દશકામાં અલાસ્કામાં તાપમાનમાં લગભગ 2 . 5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. અલાસ્કાનું વન્ય જીવન અને પ્રાણી જીવન ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યું છે. અમેરિકાના અન્ય 49 રાજ્યોની સરખામણીએ અલાસ્કા વધુ ઝડપથી ગરમ થઇ રહ્યું છે.

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 4/11 by Jhelum Kaushal

વેનિસ

પોતાના કેનાલ રસ્તાઓ માટે જાણીતું વેનિસ છેલ્લા 53 વર્ષનું સૌથી ભયન્કર પૂર જોઈ ચૂક્યું છે. લોકોના મતે સીટી ઓફ વૉટર આવનારા સમયમાં સીટી ઓફ અંડરવોટર બની જશે!

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 5/11 by Jhelum Kaushal

એમેઝોન રેઇનફોરેસ્ટ

390 બિલિયન વૃક્ષો અને 30 કરોડ લોકોનું ઘર એવું એમેઝોન છેલ્લા ઘણા સમયથી જંગલી આગનો ભોગ બનતું આવ્યું છે. 2019 માં બ્રાઝીલમાં 80000 બનાવો આગ લાગવાના બન્યા હતા!

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 6/11 by Jhelum Kaushal

રિયો દે જાનેરો

સાઉથ અમેરિકામાં ક્લાઈમેટ ચેન્જની સૌથી ખરાબ અસર રિયો ઉપર થઇ છે. 2011 માં રીઓમાં બ્રાઝીલની સૌથી ખરાબ કુદરતી આપત્તિ આવી ચુકી છે!

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 7/11 by Jhelum Kaushal

કી વેસ્ટ

ફ્લોરીડાનું કી વેસ્ટ 2045 સુધીમાં 15 ઇંચથી વધુના જળસ્તર પર આવી જશે એવું માનવામાં આવે છે. વેકેશન્સ માટે માનીતું એવું કી વેસ્ટ આ કુદરતી આપત્તિ સામે કઈ રીતે લડશે એ કોઈ જ નથી જાણતું.

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 8/11 by Jhelum Kaushal

ઈસ્ટર આઇલેન્ડ

ચિલીનો આ આઇલેન્ડ મોટા ભાગે મોંએ સ્ટેચ્યુ માટે જાણીતો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે અહીંયા દુષ્કાળ પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. દુષ્કાળ અને જળસ્તરમાં વધારાને કારણે અહીંયાના લોકલ લોકો માટે પ્રશ્નો વધી રહ્યા છે.

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 9/11 by Jhelum Kaushal

બેલીઝ બેરીયર રીફ

ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આપત્તિઓ અને હરિકેનસના કારણે આ રિફને ઘણું જ નુકશાન પહોંચ્યું છે. 1985 થી 2014 માં અહીંયાનો બ્લિચિંગ સ્ટ્રેસ સ્કોર 1 . 7 હતો જે વધીને 2014 થી 2017 માં 3 સુધી પહોંચી ગયો છે. જેના કારણે આ રીફ અત્યારે મરણપથારીએ જ છે!

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 10/11 by Jhelum Kaushal

ગ્રેટ બેરીયર રીફ

ગ્રેટ બેરીયર રીફ એ વિશ્વનું શ્રેષ્ઠ સ્કૂબા ડાઇવિંગ ડેસ્ટિનેશન છે પરંતુ ક્યાં સુધી! છેલ્લા બે દશકામાં રીફ 50 % તો નાશ પામી છે! વિશ્વની સૌથી મોટી કોરલ રીફ સિસ્ટમ અને કારણે ખતરામાં છે.

Photo of ક્લાઈમેટ ચેન્જના કારણે આપણે ગુમાવી રહ્યા છીએ આ 10 આઇકોનિક ડેસ્ટિનેશન્સ! 11/11 by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ