આપણા દેશની બેસ્ટ ફિમેલ બાઈકર્સ - બદલી રહી છે ફિમેલ ટ્રાવેલર્સની યાત્રા કરવાની પદ્ધતિઓ

Tripoto

સ્ત્રીઓ હંમેશા બીજી સ્ત્રીઓને ફરવા માટે પ્રોત્સાહન આપતી હોય છે અને એમાં પણ જો એવું કરે જેમાં પુરૂષોનું વર્ચસ્વ હોય તો એ વાત જ નિરાળી છે.

અમે તમારી સમક્ષ રજુ કરીએ છીએ ભારતની 4 બેસ્ટ ફિમેલ બાઈકર્સ જેમણે સાબિત કર્યું છે કે માણસનું જેન્ડર એ કોઈ પણ સપના સામે બધા ઉભું ન જ કરી શકે. આ સ્ત્રીઓ આપણી હીરોઝ છે!

Photo of આપણા દેશની બેસ્ટ ફિમેલ બાઈકર્સ - બદલી રહી છે ફિમેલ ટ્રાવેલર્સની યાત્રા કરવાની પદ્ધતિઓ 1/7 by Jhelum Kaushal
Credits: Wikipedia commons

દીપા મલિક

લોકો એમ માનતા હોય છે કે વિકલાંગતા માણસને રોકે છે પરંતુ દીપા મલિક એ પેરાલિમ્પિયન છે જેણે દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

દીપા મલિક એ વિશ્વની સૌથી ઉંચાઈએ થતી મોટર સ્પોર્ટ્સ રેલી "રોડ દ હિમાલયન" નો ભાગ છે! તેમણે હિમાલયની આ ટફ જગ્યાઓ પર બાઈકિંગ કરેલું છે. આપણે એમના અનુભવ અંગે માત્ર ધારણાઓ જ કરી શકીએ. એઓ હિમાલયન મોટરસ્પોર્ટ્સ એસોસિએશનનો પણ હિસ્સો છે. તેણી યમુના નદી પર કરી ચુક્યા છે, લેહ લદ્દાખમાં 3000 કિમી એક સ્પેશ્યલ બાઈક પણ ચલાવી ચુક્યા છે, અને 2016 ના રિયો ઓલમ્પિકમાં ભારત તરફથી પ્રથમ મહિલા તરીકે મેડલ પણ જીતી ચુક્યા છે. તેણી દિલ્લીમાં રહે છે અને આવનારી સ્પર્ધાઓ માટે તૈયારી કરે છે.

Photo of આપણા દેશની બેસ્ટ ફિમેલ બાઈકર્સ - બદલી રહી છે ફિમેલ ટ્રાવેલર્સની યાત્રા કરવાની પદ્ધતિઓ 2/7 by Jhelum Kaushal
Credits: Deepa Malik

એ કહે છે કે એમને જયારે પણ ઈચ્છા થાય ત્યારે લોન્ગ ડ્રાઈવ અને મુસાફરી પસંદ છે. પોતે ભલે અપંગ છે પરંતુ એમણે એને પોતાની નબળાઈ નથી બનવા દીધું.

ઉર્વશી પાટોળે

ઉર્વશી પાટોળે 28 વર્ષની ઉંમરે હિમાલયન ઓડિસીના 20 મહિલાઓના ગ્રુપને લીડ કરી ચુક્યા છે. એ એક જોરદાર બાઇકર છે જે ટ્રેનિંગ આપે છે અને ટ્રાવેલ કરે છે. એમણે એક યુનિક ફિમેલ બાઇકર ગ્રુપ પણ બનાવ્યું છે જેનું નામ છે બાઇકરણી અને આખા ભારતમાં ફરે છે.

Photo of આપણા દેશની બેસ્ટ ફિમેલ બાઈકર્સ - બદલી રહી છે ફિમેલ ટ્રાવેલર્સની યાત્રા કરવાની પદ્ધતિઓ 3/7 by Jhelum Kaushal
Credits: India Times

ભારતીય ઉપરાંત કેનેડા એને નેપાળ જેવા દેશોની મહિલાઓ પણ એમનાથી પ્રભાવિત થઈને એમની સાથે જોડણી છે. એ વધુ મહિલાઓને પોતાના સપનાઓ માટે પ્રેરિત કરવા માંગે છે. એમની ટ્રીપ ઘણી વાર ભયજનક હોય છે પરંતુ એ ક્યારેય પણ બાઈકિંગ બંધ નહિ કરે.

ચિત્ર પ્રિયા

ચિત્ર પ્રિયા એમની કન્યાકુમારીથી લેહની 158 કલાકમાં ટ્રીપ માટે ફેમસ છે. આ રાઈડ વિષે એવું માનવામાં આવે છે કે કોઈ દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધીની આ ફાસ્ટેસ્ટ રાઈડ છે. 

Photo of આપણા દેશની બેસ્ટ ફિમેલ બાઈકર્સ - બદલી રહી છે ફિમેલ ટ્રાવેલર્સની યાત્રા કરવાની પદ્ધતિઓ 4/7 by Jhelum Kaushal
Credits: Chithra Priya

પરંતુ આ એમની એક માત્ર ઉપલબ્ધી નથી. બાઇકરણી ગ્રુપ સાથે એમણે મહારાષ્ટ્ર અને ગુજરાત માં 10 દિવસની ટુર આયોજિત કરેલી! 24 કલાકમાં 1600 કિમી પુરી કરવાની સેંડલ સોર રેસ પુરી કરવાવાળી એ એક માત્ર એશિયન મહિલા છે! તેણી લીમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં 3 રેકોર્ડ ધરાવે છે! તે ચેન્નાઈમાં રહે છે અને તમિલનાડુમાં અવારનવાર ટ્રેનિંગ કરાવે છે.

Photo of આપણા દેશની બેસ્ટ ફિમેલ બાઈકર્સ - બદલી રહી છે ફિમેલ ટ્રાવેલર્સની યાત્રા કરવાની પદ્ધતિઓ 5/7 by Jhelum Kaushal
Credits: Chithra Priya

એ સારા વાતાવરણ માટે ગ્રીનપીસમાં સ્વયંસેવક તરીકે કામ પણ કરે છે. ભારતમાં એકલા બાઈકિંગ કરવા અંગે તે કહે છે, "ભારત એ સૌથી સુરક્ષિત દેશ છે. મને અહીંયા ક્યારેય પણ ડર નથી લાગ્યો, અને આ બીજી દરેક મહિલા જે ભારતમાં ફરવા માંગે છે એમના માટે ઉદાહરણ છે."

શ્રેયા સુંદર ઐયર

એમને પૂછવામાં આવ્યું કે એમને બાઈકિંગ ક્યારે શરુ કર્યું હતું તો એમણે કહ્યું કે જયારે એમની એક મિત્ર એ બાઈક લીધું ત્યારે એમણે શરુ કર્યું હતું. પછીથી એમણે લોન્ગ ડ્રાઈવ શરુ કરી અને એમાં એમને પોતાના સપનાઓ દેખાયા. એમને ખ્યાલ આવ્યો કે એમને બાઇકર બનવું છે.

24 વર્ષ ની ઉંમરે શ્રેયા ટી વી એસ અને નેશનલ રેલિંગનો ચહેરો બનીને ઉભરી. એમને ઓછા ખેડાયેલા રસ્તાઓ લીધા અને પછી પુરુષો દ્વારા ડોમિનેટેડ આ સ્પોર્ટ્સ માં પોતાનું નામ આગળ કર્યું. તેણી નેશનલ રેલિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારી સૌથી નાની વયની વ્યક્તિ છે. એમને ખુબ જ ટ્રેનિંગ કરીને આ મુકામ મેળવ્યું છે. તમને બેંગ્લોરના રસ્તાઓ પર બાઈક ચાલવતા ક્યારેક જોવા પણ મળી જશે.

આ યુવાન સ્ત્રી ખુબ જ સ્ટ્રોંગ છે અને બીજી મહિલાઓને પણ સ્ટ્રોંગ મેસેજ આપી જાય છે. એમનો મોટ્ટો છે : ગો હાર્ડ એન્ડ ગો હોમ!

આ દરેક મહિલાઓએ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું નામ કર્યું છે. અઢળક મુશ્કેલીઓ પાડવા છતાં પાછા વળીને ન જોવાના કારણે તેઓ સફળ થયા છે. એમની સફર અને બાઇકીંગમાં ઘણી જ શીખવા જેવી સંકજવા જેવી વાતો છે જે અન્ય સ્ત્રીઓને પણ પ્રોત્સાહિત કરી શકે છે. ભારતમાં આવી અન્ય સ્ત્રીઓ પણ બહાર આવે એવી જ આશા !

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ