તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ

Tripoto
Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

સુર્યોદયની સાથે જ જાણે કે મુંબઇ દોડવા લાગે છે. ભરચક ટ્રેનોમાં દરરોજ સવારે કામ પર જવાનો પ્રયાસ કરતા લોકોની ધમાલથી માંડીને સસ્તું છતાં સ્વાદિષ્ટ ભોજન વેચવા માટે લાઇનમાં ઉભા રહેતા અસંખ્ય શેરી વિક્રેતાઓના સુગંધિત વડાપાવનો ઝડપી નાસ્તો પકડવા સુધી - દરેકને એવું માનવા લાગે છે કે મુંબઈનું જીવન સંપૂર્ણપણે અલગ છે. અતિ વૈભવી વિસ્તારો અથવા ઉપનગરોમાં સાદું જીવન લોકો. 'મુંબઈકર' તેમની પાસે જે છે તેનાથી કંઈક અંશે ખુશ થાય છે. અને આ બધા સાથે જો તમે મુંબઈની મુસાફરી કરી રહ્યા હોવ, તો તમારી પાસે હોટેલોની કમી ક્યારેય નહીં થાય, પછી ભલે તે ફેન્સી હોય કે બજેટ હોટલ હોય. બજેટને અનુરૂપ અહીં બધુ મળી જશે.

ઘણાં લોકો હજુ મુંબઇને બોમ્બે તરીકે જ બોલાવે છે તો ચાલો અમે તમને મુંબઈની કેટલીક શ્રેષ્ઠ હોટલો શોધવામાં મદદ કરીએ.

તમારી આગામી રજા માટે મુંબઈની શ્રેષ્ઠ હોટેલ્સ

1. એડોબ બોમ્બે

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

Adobe Bombay એ આધુનિક વૈશ્વિક એક્સપ્લોરર માટે સમકાલીન મુંબઈની પ્રથમ બુટિક હોટેલ છે. જૂના બોમ્બે, કોલાબાના મધ્યમાં સ્થિત, Adobe એક વસાહતી ઈમારતમાં છે

કિંમત: INR 7,450

સરનામું: પ્રથમ માળ, લેન્સડાઉન હાઉસ, M.B. માર્ગ (રીગલ સિનેમા પાસે), એપોલો બંદર, કોલાબા, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત, 400001

અહીં બુક કરો

2. સોહો હાઉસ મુંબઈ

જુહુ સ્થિત સોહો હાઉસમાં રહો. તમે રૂફટોપ બારની મુલાકાત લો અને પૂલમાં ડૂબકી લગાવો. તમારા કોકટેલની ચૂસકી લેતી વખતે કદાચ તમને બોલિવૂડના કોઇ અભિનેતા અથવા મોડેલ સાથે ટક્કર થઇ શકે છે

કિંમત: સભ્યો માટે INR 7,945, બિન-સભ્યો માટે INR 10,590

સરનામું: 16 જુહુ તારા રોડ, સાંતાક્રુઝ વેસ્ટ, મુંબઈ 400049, ભારત

અહીં બુક કરો

3. JW મેરિયોટ મુંબઈ જુહુ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

મુંબઈમાં જુહુ બીચ પર સ્થિત, JW મેરિયોટમાં 3 આઉટડોર પૂલ, પુરસ્કાર વિજેતા ક્વાન સ્પા અને બેકરી સહિત જમવાના 6 વિકલ્પો છે. સમુદ્રનું દ્રશ્ય જોતા જોતાં વિવિધ પ્રકારની ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓની સાથે એક શાનદાર બુફે સ્પ્રેડ ઓફર કરે છે.

કિંમત: INR 31,624

સરનામું: જુહુ તારા રોડ, જુહુ, 400049 મુંબઈ, ભારત

અહીં બુક કરો

4. સેન્ટ રેજીસ મુંબઈ, લોઅર પરેલ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

શહેરની સૌથી ઊંચી ગગનચુંબી ઈમારતોમાંની એકમાં સ્થિત, સેન્ટ રેગિસમાંથી તમે મુંબઈ રેસકોર્સ અને અરબી સમુદ્રને જોઇ શકો છો. આ લક્ઝરી હોટેલ ખરીદદારોને મુંબઈના શ્રેષ્ઠ મોલમાં સીમલેસ એક્સેસ કરવાની મંજૂરી આપે છે.

કિંમત: INR 30,680

સરનામું: 462, સેનાપતિ બાપટ માર્ગ, વરલી, 400013 મુંબઈ, ભારત

અહીં બુક કરો

5. ધ લીલા, મુંબઈ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

લીલા મુંબઈ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક સ્થિત છે. તમે આ 5-સ્ટાર હોટેલને ફ્લાઈટ્સ વચ્ચે સમય હોય તો થોડાક સમયના સ્ટે માટે પસંદ કરી શકો છો.

કિંમત: INR 27,612

સરનામું: સહર રોડ, 400059 મુંબઈ, ભારત

અહીં બુક કરો

6. તાજ લેન્ડ્સ એન્ડ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

તાજ લેન્ડ્સ એન્ડ, એક 25 માળની સમુદ્રનું દ્રશ્ય રજૂ કરતી હોટેલ છે. મુંબઈના બાંદ્રા વર્લી સી લિંકના અદ્ભુત દૃશ્યો પ્રસ્તુત કરતી આ હોટેલ સદી જૂના માઉન્ટ મેરી ચર્ચથી લગભગ 10-મિનિટના અંતરે છે.

કિંમત: INR 34,220

સરનામું: બેન્ડસ્ટેન્ડ, બાંદ્રા વેસ્ટ, મહારાષ્ટ્ર, બાંદ્રા, 400050 મુંબઈ, ભારત

અહીં બુક કરો

7. ITC ગ્રાન્ડ સેન્ટ્રલ, એક લક્ઝરી કલેક્શન હોટેલ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

આ સેન્ટ્રલ હોટેલ બ્રિટિશ રાજની ભવ્યતા દર્શાવે છે. તે દક્ષિણ મુંબઈના સ્થાપત્યનો નમૂનો છે. બે શાનદાર રેસ્ટોરન્ટ્સ અને એક ઉત્તમ સ્પા સાથે ITC ગ્રાન્ડ સેન્ટ્રલ કોઈપણ પ્રકારની મુસાફરી માટે એક ઉત્તમ વિકલ્પ છે.

કિંમત: INR 26,550

સરનામું: ડૉ બાબાસાહેબ આંબેડકર રોડ, પરેલ, 400012 મુંબઈ, ભારત

અહીં બુક કરો

8. તાજમહેલ પેલેસ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

તાજમહેલ પેલેસ, મુંબઈને કોઈ પરિચયની જરૂર નથી. મુંબઈની આઇકોનિક લક્ઝરી હોટેલ, સેલિબ્રિટીઝ, વિદેશીઓથી લઈને સ્થાનિક લોકો સુધી, ઘણાએ આ હોટલની મુલાકાત લીધી હશે.

કિંમત: INR 41,300

સરનામું: એપોલો બંદર રોડ, કોલાબા, 400001, મુંબઇ

અહીં બુક કરો

9. હોટલ ટ્રાઇડેન્ટ, નરીમાન પોઈન્ટ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

ટ્રાઈડેન્ટ નરીમાન પોઈન્ટ એ મુંબઈમાં આવેલી 5-સ્ટાર હોટેલ છે, અહીંથી મરીન ડ્રાઈવથી અરબી સમુદ્રની સુંદરતાને જોઇ શકાય છે. રોડ પર જ્યારે સાંજની લાઈટો ચમકવા લાગે છે ત્યારે તેને 'ક્વીન્સ નેકલેસ' તરીકે ઓળખવામાં આવે છે.

કિંમત: INR 18,880

સરનામું: નરીમન પોઈન્ટ, 400021 મુંબઈ, ભારત

અહીં બુક કરો

10. તાજમહેલ ટાવર

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

તાજમહેલ પેલેસની બરાબર બાજુમાં, 1970 ના દાયકામાં અમેરિકન આર્કિટેક્ટ મેલ્ટન બેકર દ્વારા ડિઝાઇન કરાયેલ, તાજ મહેલ ટાવર હોટેલ રાજસ્થાની-શૈલીની બાલ્કનીઓ અને દક્ષિણ ભારતીય સ્તંભોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. જો તમે અહીં રોકાઈ જશો તો ગેટવે ઓફ ઈન્ડિયાના નજારા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો.

કિંમત: INR 29,736

સરનામું: એપોલો બંદર, કોલાબા, 400001 મુંબઇ

અહીં બુક કરો

11. નોવોટેલ મુંબઈ જુહુ બીચ હોટેલ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

નોવોટેલ મુંબઈ જુહુ બીચ મુંબઈના પ્રીમિયર બીચ સ્ટ્રીપ, જુહુ બીચ પર સ્થિત છે.

કિંમત: INR 31,270

સરનામું: જુહુ બીચ, મહારાષ્ટ્ર, જુહુ, 400049 મુંબઈ, ભારત

અહીં બુક કરો

12. ફોર સીઝન્સ હોટેલ મુંબઈ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

ફોર સીઝન્સ હોટેલ મુંબઈ એ વરલી અને લોઅર પરેલના બિઝનેસ પ્લેસિસ માટે એક આદર્શ જગ્યા છે. આ હોટલ 33 માળની છે. આ હોટલ તેની સર્વિસ માટે જાણીતી છે.

કિંમત: INR 29,500

સરનામું: 114 ડૉ ઇ મોસેસ રોડ, વર્લી, વર્લી, 400018 મુંબઈ, ભારત

અહીં બુક કરો

13. ધ વેસ્ટિન મુંબઈ ગાર્ડન સિટી

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

વેસ્ટિન મુંબઈ ગાર્ડન સિટી હોટેલ ગોરેગાંવમાં આવેલી છે, જે મુંબઈની સૌથી કિંમતી ગ્રીન સ્પેસની નજીક છે. જો તમે મુંબઈના ઉપનગરોમાં રહેવા માંગતા હો તો આકર્ષક આધુનિક રૂમ, જે ફ્રી સ્ટેન્ડિંગ ટબથી શણગારેલા હાઈ-ગ્લેમ બાથરૂમ અને વિશાળ બારીઓ સાથે સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય લાગે છે.

કિંમત: INR 23,010

સરનામું: ઈન્ટરનેશનલ બિઝનેસ પાર્ક, ઓબેરોય ગાર્ડન સિટી, ગોરેગાંવ ઈસ્ટ, 400063 મુંબઈ, ભારત

અહીં બુક કરો

14. લે સૂત્ર

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

લે સૂત્રા એ ભારતીય કલાકૃતિઓ સાથેના શાંત વિશાળ રૂમો સાથેની નાની બુટીક હોટેલ છે.

કિંમત: INR 24,010

સરનામું: 14 યુનિયન પાર્ક, ખાર (W), 400052 મુંબઈ, ભારત

અહીં બુક કરો

15. સોફિટેલ મુંબઈ BKC

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

Sofitel Mumbai BKC મુંબઈના બિઝનેસ હબમાં આવેલું છે જે બિઝનેસ કે કોઇ કામ અર્થે પ્રવાસ કરતા હોય તેવા લોકો માટે અનુકૂળ છે. સમગ્ર ડિઝાઇનમાં ફ્રેન્ચ અને ભારતીય બનાવટ જોવા મળે છે.

કિંમત: INR 19,057

સરનામું: C-57, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા, 400051 મુંબઈ, ભારત

અહીં બુક કરો

16. ધ ઓબેરોય, મુંબઈ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

ઓબેરોય એ મુંબઈની પ્રતિષ્ઠિત હોટેલ છે જે વિશ્વની શ્રેષ્ઠ હોટલોમાંની એક છે. તેના વિશાળ સુટ્સ મુંબઈની સ્કાયલાઈન અને અરબી સમુદ્રનો ઉત્તમ નજારો આપે છે.

કિંમત: INR 41,595

સરનામું: નરીમાન પોઈન્ટ, 400021 મુંબઈ, ભારત

અહીં બુક કરો

17. હોટેલ હાર્બર વ્યૂ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

ગેટવે ઓફ ઈન્ડિયાથી માત્ર 500 મીટર દૂર, હોટેલ હાર્બર વ્યૂ કેટલાક અદભૂત દૃશ્યો ધરાવે છે. ઉત્તમ દૃશ્યો માટે તેની છતની ટોચની રેસ્ટોરન્ટમાં જમવાનું ચૂકશો નહીં.

કિંમત: INR 14,112

સરનામું: કેરાવલ્લા ચેમ્બર્સ 25 પી. જે. રામચંમદાની માર્ગ, કોલાબા, 400001 મુંબઈ, ભારત

અહીં બુક કરો

18. સન-એન-સેન્ડ મુંબઈ જુહુ બીચ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

સન-એન-સેન્ડ મુંબઈ જુહુ બીચ પર સ્થિત છે, જે આઉટડોર પૂલ સાથે બીચફ્રન્ટ આવાસ ઓફર કરે છે. અરબી સમુદ્રના આહલાદ્ક નજારા સાથે સોહમ સ્પામાં શ્રેષ્ઠ મસાજ ઓફર કરે છે.

કિંમત: INR 22,656

સરનામું: 39 જુહુ બીચ, જુહુ, 400049 મુંબઈ, ભારત

અહીં બુક કરો

19. કોર્ટયાર્ડ બાય મેરિયોટ, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

કોર્ટયાર્ડ મેરિયોટ હોટલ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈના બિઝનેસ હબમાંઆવેલી છે. આઉટડોર પૂલ અને ફિટનેસ સેન્ટર સાથે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક રહેવા માટે અહીં રહો.

કિંમત: INR 28,320

સરનામું: અંધેરી - કુર્લા રોડ, અંધેરી (ઇ), 400059 મુંબઈ, ભારત

અહીં બુક કરો

20. આઇટીસી મરાઠા, એક લક્ઝરી કલેક્શન હોટેલ

(c) Booking.com

Photo of તમારી આગામી રજાઓ માટે પસંદ કરો મુંબઈની 20 શ્રેષ્ઠ હોટેલ્સ by Paurav Joshi

ITC મરાઠા, મુંબઈ મરાઠા રાજવંશ પ્રેરિત સજાવટ સાથે 5-સ્ટાર આવાસ પ્રસ્તુત કરે છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 1.7 કિમી દૂર આવેલી આ હોટલમાં તમે બે ફ્લાઇટ વચ્ચે જો થોડોક સમય હોય તો રહી શકો છો.

કિંમત: INR 28,910

સરનામું: ઈન્ટરનેશનલ એરપોર્ટ (IA) પ્રોજેક્ટ રોડ, સહર, અંધેરી (E), 400099 મુંબઈ, ભારત

અહીં બુક કરો

તો મુંબઈની 20 હોટેલમાંથી કઈ હોટેલ તમારી મનપસંદ છે? શું મુંબઈમાં કોઈ એવી જગ્યા છે જે તમારી મનપસંદ હોય અને કોઈ હોટેલમાં તમે રોકાયા હોય? અમને નીચે કોમેન્ટમાં જણાવો, અમને તમારી પાસેથી સાંભળવું ગમશે!

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads