બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે

Tripoto

(c) Kadambari Bhatte

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

દુનિયાદારીની ચિંતા કર્યા વગર મસ્તીથી ફરનારાઓ માટે બાલી એક યોગ્ય સ્થળ છે. લોકો શું વિચારશે તેની ચિંતા કર્યા વગર નવા મિત્રો બનાવવા માંગતા લોકો બાલીમાં ખોવાઇ જવાનું પસંદ કરશે.

બાલીમાં હોસ્ટેલ અને બી એન્ડ બી પાસેથી શું અપેક્ષા રાખવી?

'ભગવાનની ભૂમિ' તરીકે જાણીતું, બાલી એક સ્વર્ગ છે જે ઓછા બજેટના પ્રવાસીને પણ પોસાય તેવી જગ્યા છે! ઘણી હોસ્ટેલ, હોમસ્ટે અને ગેસ્ટ હાઉસ તમામ પ્રકારના પ્રવાસીઓને વૈભવી, આધુનિક, ઉષ્ણકટિબંધીય અને સલામત સ્થાનો પ્રદાન કરે છે. જો તમે એકલા મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યાં છો અને એકોમોડેશન એટલે કે રહેવા પાછળ વધારે પૈસા ખર્ચવા માંગતા નથી, તો ગભરાશો નહીં!

ભલે તમે હોટલ કે હોમસ્ટેમાં રહેવા અને કામ કરવા માંગતા હો, વિશ્વભરમાંથી નવા મિત્રો બનાવવા માંગતા હો, યોગ શીખવા માંગતા હો અથવા ફક્ત એક્સપ્લોર કરવાની ઇચ્છા હોય- બાલી પાસે તમારા માટે બધું છે! જો તમે સસ્તામાં રહેવાના વિકલ્પો શોધી રહ્યા છો તો તમે યોગ્ય સ્થાને આવી ગયા છે. નીચે દર્શાવેલા છાત્રાલયો અને હોમસ્ટેમાં રહો જે ખરેખર સસ્તા છે, છતાં અકલ્પનીય ભાવ ઓફર કરે છે!

પૂલ, શ્રેષ્ઠ સ્થાનો અને નવા મિત્રો સાથે સસ્તું રોકાણ!

1. Sultans of Swell - મિનિમેલિસ્ટ હોમસ્ટે

(c) Airbnb

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

બુકિટ દ્વીપકલ્પના હૃદયમાં સ્થિત, સુલતાન ઓફ સ્વેલ એ દરિયાકિનારાથી ઘેરાયેલું છે. બીચ ડે માટે બહાર નીકળો, અહીંના મોટા બગીચામાં આરામ કરો, અહીં રહેતા નવા લોકોને મળો અથવા નજીકના દરિયાકિનારાને એક્સપ્લોર કરો.

કિંમત: રુ.696

સ્થાન: કુટા

અહીં બુક કરો

2. વિલા રિક્કા ઇકો લોજ

(c) Booking.com

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

વિલા રિક્કા ઇકો લોજ એ ઉષ્ણકટિબંધીય હરિયાળીથી ઘેરાયેલું શાંત સ્થળ છે. સફેદ રેતીના ડ્રીમલેન્ડ બીચથી માત્ર પાંચ મિનિટની ડ્રાઈવ કરીને કે પાંડવા અને બાલાંગન બીચથી 10 મિનિટના અંતરે આવેલી આ જગ્યાએ તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે જઈ શકો છો. જો તમે વર્કિંગ હોલીડેનું આયોજન કરી રહ્યાં હોવ, તો આ આખી પ્રોપર્ટીમાં ઉપલબ્ધ મફત Wii સાથે તેના ઓન-સાઇટ કાફેનો ઉપયોગ કરો.

કિંમત: રુ.586

સ્થાન: ઉલુવાટુ

અહીં બુક કરો

3. બ્લેક પર્લ હોસ્ટેલ

(c) Booking.com

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

Black Pearl Hostel કેનગ્ગુ માં આવેલી છે. રિવ્યુ અનુસાર આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે પ્રાઇવસી અને પાણીમાં છબછબિયા કરવા માંગતા બાળકો માટે વિશાળ પૂલ પ્રદાન કરે છે. શ્રેષ્ઠ દરિયાકિનારા, સારી સેવા અને કેટલાક નવા મિત્રો બનાવવા માટે અહીં રહો!

કિંમત: રુ.878

સ્થાન: Canggu

અહીં બુક કરો

4. સારી નાડી હોમસ્ટે

(c) Booking.com

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

નુસા પેનિડા બ્લૂ દરિયાકિનારો અને રેતાળ બીચ સાથે તમારો સમય પસાર કરવા માટેનું આ એક બીજું સુંદર સ્થાન છે. પ્રપત બીચની નજીક અને નુસા પેનિડા સારી નાડી હોમસ્ટેના 650 મીટરના અંતરે સ્થિત આવાસમાં બગીચો અને આખા હોમસ્ટે માં મફત વાઇ-ફાઇની સુવિધા છે.

કિંમત: રૂ.737

સ્થાન: નુસા પેનિડા

અહીં બુક કરો

5. માર્ગારીટા સર્ફ હોસ્ટેલ

(c) Booking.com

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

માર્ગારીટા સર્ફ હોસ્ટેલ કાંગુમાં બાલીના સર્ફ કેપિટલમાં સ્થિત છે. બીચની નજીક હોવા છતાં જંગલના દૃશ્યોથી ઘેરાયેલી છે આ જગ્યા. ઉષ્ણકટિબંધના માહોલમાં નવા મિત્રો બનાવો અથવા ઓફિસનું કાર્ય કરો.

કિંમત: 258 રૂપિયા

સ્થાન: Canggu

અહીં બુક કરો

6. કેમ્પોંગ સાયાના વિલામાં ખાનગી રૂમ

(c) Booking.com

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

Kampoeng Saya સેમિન્યાકમાં આવેલું નવું ગેસ્ટહાઉસ છે. તે છ અલગ-અલગ લેઆઉટ અને આધુનિક અને પરંપરાગત આર્કિટેક્ચરના મિશ્રણ સાથે લાકડાના મકાનોનો અનોખો સંગમ દર્શાવે છે.

કિંમત: રુ.965

સ્થાન: સેમિન્યાક

અહીં બુક કરો

7. આર્ય વેલનેસ રીટ્રીટ

(c) Arya Wellness Retreat

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

આર્ય વેલનેસ રીટ્રીટ એ એવા લોકો માટે યોગ્ય સ્થળ છે જે બોહો-ચીક સ્થળની શોધમાં છે. આ જગ્યા હેલ્ધી, ઇકો ફ્રેન્ડલી અને સામાજિક રોકાણ માટે સંતુલન પ્રદાન કરે છે, તે ઉબુડમાં મુખ્ય તમામ આકર્ષણોની નજીક સ્થિત છે.

કિંમત: રુ.500

સ્થાન: Ubud

અહીં બુક કરો

8. આર્ટ કેંગુ હોસ્ટેલ

(c) Booking.com

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

બોહો વાઇબ્સથી ભરપૂર, આર્ટ કેંગુ હોસ્ટેલ બેકપેકર્સ માટે યોગ્ય સ્થળ છે. જો તમે એક ઉદાર વ્યક્તિ છો કે જેને નવા સંબંધો બનાવવાનું પસંદ છે, તો આ સ્થાન તમારા માટે યોગ્ય છે!

કિંમત: રુ.784

સ્થાન: Canggu

અહીં બુક કરો

9. ક્લેન્ડેસ્ટીનો હોસ્ટેલ

(c) Clandestino

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

જો તમે કપલ તરીકે બેકપેક કરી રહ્યાં છો તો તેનો અર્થ એ નથી કે તમને રહેવા માટે કોઇ રોમેન્ટિક હોસ્ટેલ નહીં મળે. ખાનગી અને ડોર્મ બંને રૂમ ઓફર કરતી, ક્લેન્ડેસ્ટીનો હોસ્ટેલ તમારા પ્રવાસી મિત્ર સાથે રહેવા માટે યોગ્ય જગ્યા છે. તમે ડ્રિંક માટે પૂલ બાર સુધી તરી શકો છો અથવા ટીકી બાર પર ફ્લર્ટ કરી શકો છો.

કિંમત: રુ.490

સ્થાન: Canggu

અહીં બુક કરો

10. નારા હોમસ્ટે

(c) Nara Homestay

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

Ubud માં સ્થિત, નારા હોમ સ્ટે એવા લોકો માટે બેસ્ટ છે જેઓ પોતાના ઘરમાં થોડી શાંતિ ઈચ્છે છે. શુ તમે એકલા મુસાફરી કરી રહ્યા છો એટલે હંમેશા હોસ્ટેલમાં ન રોકાવું જોઇએ? આવા હોમ સ્ટે વેલ્યૂ ફોર મની વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે.

કિંમત: રુ.800

સ્થાન: Canggu

અહીં બુક કરો

11. નાના ખેતીવાળા ગામમાં ખાનગી પોંડોક

(c) Airbnb

Photo of બાલીમાં રહેવા માટે ફક્ત 1000 રૂપિયામાં 11 બેસ્ટ હોટલ્સ અને હોમસ્ટે by Paurav Joshi

બાલીમાં એક નાના ગામમાં જ્યાં ખેતી થતી હોય ત્યાં ગ્રામ્ય જીવનને માણવા અને સ્થાનિક લોકોને નજીકથી ઓળખવા માટે રહી શકાય છે.

સ્થાનિક લોકો સાથે નજીક જાઓ અને બાલીમાં એક નાના ખેતીવાડી ગામમાં રહો. પરંપરાગત બાલિનીસ હાઉસમાં ખાનગી રૂમની સુવિધા આપે છે. આ અનુભવ એવા લોકો માટે યોગ્ય છે જેઓ કોમર્શિયલ એરિયામાં માંગતા નથી.

કિંમત: રૂ.862

સ્થાન: Canggu

અહીં બુક કરો

બાલીમાં રહેવા માટે શ્રેષ્ઠ વિસ્તારોમાંથી પસંદ કરો:

1. સેમિનાક - પાર્ટીના શોખીનો માટે

2. કુટા - કપલ્સ અને પરિવારો માટે

3. Canggu - એકલા પ્રવાસીઓ અને અન્ય લોકો માટે પણ

4. ઉડુબ - જેઓ પ્રકૃતિ, જંગલ અને યોગને ચાહે છે તેમના માટે

5. ઉલુવાટુ - સૂર્યાસ્ત અને દરિયાકિનારા માટે

6. નુસા પેનિડા - એક્સપ્લોર કરવા માટેનું બીજું એક સુંદર સ્થળ

બાલી એ સપનાની રજાઓ ગાળવા અને સસ્તી છતાં સારી હોસ્ટેલ અને B&B ના સંપૂર્ણ સમન્વય સાથેનું સ્થળ છે જેની કિંમત પોસાય તેવી છે. તમે એકલા કે હનીમૂન પર જતા એક કપલ અથવા મિત્રોનું જૂથ હોઈ શકો છો જેઓ તેમના જીવનનો સુંદર સમય પસાર કરવા માંગે છે! તો તમે ક્યાં રહેશો? શું તમે 2022માં બાલીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? મને નીચેની કોમેન્ટ્સમાં તમારા વિચારો જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads