મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ

Tripoto

અમે જમશેદપુર રહીએ છીએ. પશ્ચિમ બંગાળ ઉપરાંત દેશના અનેક પૂર્વી રાજ્યોમાં દુર્ગા પૂજા સૌથી મોટો તહેવાર છે. ઓકટોબર 2021માં દુર્ગા પૂજા સમયે રજાઓની ઘણી સારી અનુકૂળતા હતી જેનો લાભ લેવાનું અમે નક્કી કર્યું. ગુજરાતી સાહિત્યએ ગુજરાતની જીવાદોરી નર્મદા વિષે જે અદભૂત છાપ ઊભી કરી છે તેના પરિણામે પ્રવાસના મુખ્ય સ્થળો નક્કી થયા: જબલપુર અને અમરકંટક.

તહેવાર તેમજ રજાઓના દિવસોમાં ટ્રેનમાં સીટ મેળવવી ખૂબ અઘરી બની જાય છે એટલે સપ્ટેમ્બરમાં સૌથી પહેલા ટાટાનગરથી ટ્રેન ટિકીટ્સ બૂક કરી અને પછી ગૂગલ પર સંશોધન કરીને 5 રાત/ 6 દિવસના પ્રવાસનું આયોજન કર્યું.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 1/42 by Jhelum Kaushal

દિવસ 1 10.10.2021

જબલપુર

આગલા દિવસે રાત્રે જબલપુર પહોંચીને LIC ગેસ્ટહાઉસમાં રોકાણ કરીને બીજે દિવસે જબલપુર સાઇટસીઇંગથી પ્રવાસની શરૂઆત કરી. પહેલું સ્થળ- ભેડાઘાટ. આ સુંદર જગ્યાની સાચી સુંદરતા અહીંના નૌકા વિહારમાં છે જે અમે ગયા તે દિવસોમાં હજુ શરુ નહોતું થયું. થોડી વાર તટ પર બેસીને અમે નેક્સ્ટ સ્ટોપ તરફ આગળ વધ્યા- ચોસઠ યોગિણી મંદિર. ભારતની સાંસદ જે ગોળાકાર મંદિરની ડિઝાઇનને આધાર રાખીને બનાવવામાં આવી છે એવા ભારતમાં અનેક ગોળાકાર ચોસઠ યોગિણી મંદિરો આવેલા છે જેમાનું એક ભેડાઘાટ પાસે છે. મુઘલો દ્વારા માતાજીની ખંડિત કરાયેલી મૂર્તિઓ આજે પણ મંદિરમાં જોઈ શકાય છે.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 2/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 3/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 4/42 by Jhelum Kaushal

ત્યાર પછી અમે પહોંચ્યા અત્યંત આકર્ષક ધુંઆધાર વોટરફોલ. આ એક ખૂબ મનોરમ્ય સ્થળ છે જ્યાં રોપવે દ્વારા તેમજ પગપાળા પહોંચી શકાય છે. અહીં કલાકોનો સમય ક્યાં પસાર થઈ જાય તેનું ભાન નથી રહેતું. રોપવે પાસેથી જ કારમાં ઊંચાઈ પરથી માર્બલ રોક્સ અને બંદરકુદની જોવા જવાની સુવિધા છે. આને કારણે અમે નૌકા વિહારમાં જે જગ્યા માણી ન શક્યા તેનો અપ્રતિમ નજારો જોઈ શક્યા!

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 5/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 6/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 7/42 by Jhelum Kaushal

જબલપુર દર્શન આગળ વધારતા અમે બેલેન્સિંગ રૉક અને મદન મહેલની મુલાકાત લીધી. બેલેન્સિંગ રોક એ એક કુદરતી અજાયબી છે જ્યાં એક વિશાળ પથ્થર સાવ નાના આધાર પર ટટ્ટાર ઊભો છે. નજીકમાં 250 કરતાં વધુ પગથિયાની ઊંચાઈ પર આવેલો મદન મહેલ એ રાણી દુર્ગાવતીના સમયનો ‘વૉચટાવર’ છે.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 8/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 9/42 by Jhelum Kaushal

અહીંથી નીકળીને એકાદ કલાક માટે અમે ગેસ્ટહાઉસમાં થોડો વિરામ લઈને જબલપુરથી 20-25 કિમી દૂર નર્મદા નદી પર બાંધવામાં આવેલા બરઘી ડેમની મુલાકાતે ગયા જ્યાં MP ટુરિઝમ દ્વારા આરામદાયક તેમજ આનંદદાયક ક્રૂઝની વ્યવસ્થા છે. નદી વચ્ચે રહીને અમે નયનરમ્ય સૂર્યાસ્તનો નજારો માણ્યો. સાંજે 7 વાગે નર્મદા આરતીનો લાભ લઈને અમારો પ્રથમ દિવસનો પ્રવાસ પૂરો થયો.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 10/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 11/42 by Jhelum Kaushal

દિવસ 2 11.10.2021

જબલપુર- કાન્હા નેશનલ પાર્ક

શહેરના કચનાર સિટી વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલા એક ભવ્ય શિવ મંદિરના દર્શન કરીને, 180 કિમીની યાત્રા બાદ અમે કાન્હા નેશનલ પાર્ક પહોંચ્યા. આજથી અમારો ઉતારો વિવિધ MPT (મધ્ય પ્રદેશ ટુરિઝમ) હોટેલ્સમાં હતો. MPT સફારી લોજ કાન્હામાં અમે જંગલ વચ્ચે છીએ તે રોમાંચ અનુભવી શકાતો હતો.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 12/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 13/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 14/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 15/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 16/42 by Jhelum Kaushal

દિવસ 3 12.10.2021

કાન્હા જંગલ સફારી

સવારે 5.30 વાગે ઓપન જિપ્સીમાં ઘેઘૂર જંગલો વચ્ચે કાન્હા જંગલ સફારીની શરૂઆત થઈ. જિપ્સી લઈને ડ્રાઈવર અમને હોટેલ પરથી જ લઈ ગયા અને મુક્કી ગેટ પર એન્ટ્રી પરમિટ તેમજ ઓળખપત્રો બતાવ્યા બાદ અમને સફારી માટે એક ગાઈડ આપવામાં આવી. અમારા સુખદ આશ્ચર્ય વચ્ચે એ ગાઈડ એ એક 20-21 વર્ષની છોકરી હતી! જંગલ તેમજ વન્ય જીવો વિષે ડ્રાઈવર અને ગાઈડ બંનેનું જ્ઞાન ખૂબ પ્રશંસાપાત્ર હતું. વાઘના પગલાં તેમજ પ્રાણીઓના અવાજ પરથી તેમણે અનુમાન લગાવવા પૂરતો પ્રયત્ન કર્યો કે વાઘ કઈ દિશામાં હોઇ શકે. અમે ઈન્ટરનેટ પર વાંચ્યું હતું કે કાન્હા ભારતનો સૌથી well-managed નેશનલ પાર્ક છે. ત્યાં જઈને અનુભવ પણ કર્યો. વાઘ જોવા ન મળ્યો પણ આ એક અવિસ્મરણીય અનુભવ હતો.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 17/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 18/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 19/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 20/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 21/42 by Jhelum Kaushal

દિવસ 4 13.10.2021

કાન્હા નેશનલ પાર્ક- બાંધવગઢ નેશનલ પાર્ક

આ એક સાત-આઠ કલાકનો પ્રવાસ હતો જે કાન્હા અને બાંધવગઢના જંગલો તેમજ મધ્ય પ્રદેશના નાના-મોટા ગામોમાંથી પસાર થતો હતો. મધ્ય પ્રદેશમાં રસ્તાઓ ખૂબ સારા હોવાથી લાંબા પ્રવાસ પણ ખુશનુમા બની રહે છે. અહીં અમારો ઉતારો MPT વ્હાઇટ ટાઈગર લોજમાં હતો જે એક ખૂબ ભવ્ય રિસોર્ટ હતો.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 22/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 23/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 24/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 25/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 26/42 by Jhelum Kaushal

દિવસ 5 14.10.2021

બાંધવગઢ જંગલ સફારી

બાંધવગઢ કાન્હાની સરખામણીએ નાનું જંગલ છે એટલે વાઘ દેખાવાની સંભાવના અહીં વધી જાય છે. પણ વન્ય જીવોની મરજી વગર તેમના દર્શન શક્ય નથી. અમારા નસીબમાં પણ વાઘ દર્શન તો નહોતા પણ આ વાંકાચૂકા કાચા રસ્તા તેમજ 32 પહાડો વચ્ચે ઘેરાયેલા જંગલમાં ચઢાણ એક ખાસ યાદગીરી બની જશે. આ જંગલમાં આશરે 1100 વર્ષ પહેલા ઊંચાઈ પર પથ્થરમાંથી બનાવવામાં આવેલી ભગવાન વિષ્ણુની પ્રતિમા ખાસ જોવા જેવી છે. અહીંથી જંગલનો અદભૂત નજારો જોવા મળે છે.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 27/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 28/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 29/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 30/42 by Jhelum Kaushal

સફારી પતાવીને રૂમ પર ફ્રેશ થઈ અમે તરત જ અમારા અંતિમ મુકામ અમરકંટક ભણી નીકળી પડ્યા. ઊંચાઈ પર પહાડો વચ્ચે આવેલા અમરકંટકનો રસ્તો બહુ ખુશનુમા છે. આમ તો આ એક ધાર્મિક જગ્યા છે પણ તેની નૈસર્ગિક ખૂબસૂરતી કોઈ હિલ સ્ટેશનથી કમ નથી. સાંજે હોટેલ પર પહોંચ્યાના થોડા જ સમયમાં અમે નર્મદા ઉદગમ સ્થાનની મુલાકાત લીધી અને સાંજની નર્મદા આરતીનો લાભ મેળવ્યો.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 31/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 32/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 33/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 34/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 35/42 by Jhelum Kaushal

દિવસ 6 15.10.2021

અમરકંટક

સામાન્ય રીતે આપણને અમરકંટક એટલે નર્મદા નદીનું ઉદગમ સ્થાન એટલી જ માહિતી હોય. પણ આ નાનકડી પવિત્ર નગરીમાં અઢળક જોવાલાયક સ્થળો આવેલા છે. અમે મુખ્ય જગ્યાઓ પર જ જવાનું નક્કી કર્યું. અહીં અમે ખૂબ જ મનમોહક એવા કપિલ ધારા અને દૂધ ધારા ધોધની મુલાકાત સાથે પ્રવાસની શરૂઆત કરી. ધુંઆધાર કરતાં આ ધોધ નાના છે પણ અહીં પણ સમય ક્યાં પસાર થઈ જાય તેનો ખ્યાલ જ નથી રહેતો. ત્યાર પછી અમે અત્યંત પ્રાચીન મંદિરો તેમજ શ્રી યંત્ર મંદિરની સુંદરતા માણી. ગુજરાતથી 1000 કિમી દૂર ગુજરાતીઓની જીવાદોરીની સુંદરતા જોવા જેવી છે.

Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 36/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 37/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 38/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 39/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 40/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 41/42 by Jhelum Kaushal
Photo of મા રેવાનાં સાનિધ્યમાં અને વાઘની શોધમાં મધ્ય પ્રદેશ પ્રવાસ 42/42 by Jhelum Kaushal

અડધા દિવસમાં અમરકંટકનો પ્રવાસ પતાવીને છત્તીસગઢમાં બસ યાત્રાનો એક સાવ અનોખો અનુભવ કરીને બિલાસપુર ગયા અને ત્યાંથી ટ્રેનમાં ટાટાનગર. અને આ સાથે મધ્ય પ્રદેશના ચુનંદા પર્યટન સ્થળનો અમારો પ્રવાસ પૂરો થયો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ