પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!!

Tripoto

જ્યારે તમને એવું રિઅલાઈઝ થાય કે મારે આખી જિંદગી આ વ્યક્તિ સાથે પસાર કરવી છે, ત્યારે તમને આ આખી જ જિંદગી જલ્દી થી શરૂ થઈ જાય એવી ઇચ્છા હોય. પણ વળી પાછો એવો સવાલ થાય કે કોઈ સાથે માત્ર એક ક્ષણ તો નથી જ હોતી. એવા દિવસો ગયા કે જ્યારે તમે તમારા ઘૂંટણ પર બેસીને તમારા ફેવરિટ રેસ્ટોરન્ટમાં એમને રિંગ આપી હતી. હવે તો જ્યાં ને ત્યાં બાર વધી રહ્યા છે અને હવે ભારત મા રોમેન્ટિક જગ્યા શોધવી ખૂબ અઘરું છે - કે જે રીંગ છે આપવા જેટલું જ મહત્વનું પાસું છે.

અરે અરે..! ધીરજ રાખો ભાઈ... જ્યારે તમે રિંગ શોધી રહ્યા હતા ત્યારે તમને ઘૂંટણ પર બેસાડવા માટે મે આવી જગ્યાઓ શોધી રાખી છે.

1. તમારી આત્માને શાંતિ અને તમારા વિચારોને આરામ આપી હૃદયપૂર્વક આનંદથી તમારા પાર્ટનર સાથે ગણગણાટ કરી શકો તેવી ભારતની સૌથી રોમેન્ટિક જગ્યા, કચ્છ, ગુજરાત.

Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 1/13 by Romance_with_India
credits : Rannutsav \ Kutch

2. શું તમે પણ વિચિત્ર, થોડા વાઇલ્ડ, અને થોડા નેવર માઇલ્ડ પ્રકારના છો.? તો તો પછી ભારતના બીજા રોમેન્ટિક સ્થળોને ઇગ્નોર કરી ચંદ્રતાલ મા પહાડોની ઊંચાઈ પર તમારા પ્રેમને વ્યક્ત કરો.

Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 3/13 by Romance_with_India

3. અરે ભાઈ એવા તો કેટલાય જીવનના રહસ્યો છે જે તમારે બંનેએ શોધી કાઢવાના છે. તમારી આ મુસાફરી ઇન્ડિયાના બેસ્ટ રોમેન્ટિક સ્થળ, ગુલમર્ગ, જમ્મુ અને કાશ્મીર થી શરૂ કરો.

Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 5/13 by Romance_with_India
Credits : Basharat Alam Shah \ Kashmir

4. ભારતના કિલ્લાઓ અને મહેલો મા એવું કંઇક છે જે તેને ખૂબ રોમેન્ટિક બનાવે છે. તો પસંદ કરો આવુ જ કોઈ રોમેન્ટિક સ્થળ, જેમ કે ઓબેરોય ઉદયવિલાસ, ઉદયપુર.

Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 7/13 by Romance_with_India
Credits : Oberoihotels
Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 8/13 by Romance_with_India

5. દિવાલ તોડી નાખો, સાંકળો કાપી નાખો, અને ભારત ના અંડરરેટેડ રોમેન્ટિક સ્થળ, ગોવા માં એકબીજા ના હૃદયમાં પ્રવેશ કરો. 

Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 9/13 by Romance_with_India
Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 10/13 by Romance_with_India
Credits : Roma Ganesh

6. પ્રેમ તો નદી છે, એ તો જાણે ફુવારા જેવો છે. એ તમને ઝંખે છે, અને તમારા માટે જ વહે છે. તો ભારતના રોમેન્ટિક સ્થળ બિનસાર મા પાઈન વૃક્ષો ની નીચે તમારા પ્રેમને આલિંગન આપો.

Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 11/13 by Romance_with_India
Photo of પિક્ચર પરફેક્ટ પ્રપોઝલ એવી ભારતની 7 રોમેન્ટિક જગ્યાઓ...!! 12/13 by Romance_with_India

7. ભારતના રોમાન્ટિક સ્થળ,વારાણસી માં બોટ પર ધુમ્મસ અને ઝાકળ ની વચ્ચે તમારા પ્રેમનો ઈઝહાર કરો, અને કહો 'હા, હુ તને પ્રેમ કરું છું..!'

તો આ વેલેન્ટાઈન ડે પર રોમેન્ટિક સ્થળો પર તમારા પ્રેમને પ્રપોઝ કરો અને આશા રાખો આ મેમરી કાયમ રહેશે. જો તમારા પાસે પણ આવા કોઈ રોમેન્ટિક સ્થળોની કહાનીઓ છે, તો અમારી સાથે શેર કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads