10 કારણો કે શા માટે હું બોયફ્રેન્ડ કરતા વધારે ફરવાનું પસંદ કરું છું

Tripoto
Photo of 10 કારણો કે શા માટે હું બોયફ્રેન્ડ કરતા વધારે ફરવાનું પસંદ કરું છું by UMANG PUROHIT

જ્યારે ટ્રાવેલિંગ તમને આનંદ આપતું હોય તો શા માટે એક બોયફ્રેન્ડ શોધવામાં સમય બગાડો જોઇએ? હા, બોયફ્રેન્ડ હોય એ પણ સારી બાબત છે, પરંતું પ્રમાણિકતાથી જણાવું તો તેના કરતા ફરવું એ સારો નિર્ણય છે.

આ 10 કારણો સાથે તમે પણ કદાચ જોડાઇ શકશો

1. ઘણા બધા વિકલ્પો

તમારા આગામી પડકાર માટે તૈયાર ? ઊંચા પર્વતો, ગાઢ જંગલો, લાંબી નદીઓ, એટલે પસંદગી તમારી છે.

Photo of 10 કારણો કે શા માટે હું બોયફ્રેન્ડ કરતા વધારે ફરવાનું પસંદ કરું છું 1/6 by UMANG PUROHIT

2. તમે તમારી જાતને શોધી શકશો

કોઇ બીજાની શોધ કરવા કરતા, ટ્રાવેલ તમને તમારી જ શોધ કરવામાં મદદ કરશે.

Photo of 10 કારણો કે શા માટે હું બોયફ્રેન્ડ કરતા વધારે ફરવાનું પસંદ કરું છું 2/6 by UMANG PUROHIT

3. ટ્રાવેલ તમને નવી વસ્તુઓ કરવાની પ્રેરણા આપશે

જ્યારે તમે મુસાફરી કરશો, તમને તમારી જાત સાથે સમય પસાર કરવાની તક મળશી અને નવી વસ્તુ જાણવા પણ મળશે. આ સીવાય નવી વસ્તુઓ કરવાની પણ તક મળશે કે જે આપણે સામાન્ય રીતે કરતા નથી.

Photo of 10 કારણો કે શા માટે હું બોયફ્રેન્ડ કરતા વધારે ફરવાનું પસંદ કરું છું 3/6 by UMANG PUROHIT

4. તમને ઘણીવધી જગ્યા પર ફરવું ગમે છે એવું સ્વીકરાશો તો પણ કોઇ તમને જજ કરશે નહીં

ટ્રાવેલ કરતા જ તમારી પાસે ઘણા વિકલ્પો હશે

5. ટ્રાવેલ તમારી સાથે રમત રમતુ નથી

ટ્રાવેલ અને તમારી વચ્ચે એક પ્રકારે પારસ્પરિક સંબંધ ઉભો થાય છે જેમાં તમે એકબીજાને યોગ્યતા આપો છો. જ્યારે રિલેશનશિપમાં તમારો બોયફ્રેન્ડ જાણે ચેસની ગેમ રમતો હોય તેવું લાગશે.

Photo of 10 કારણો કે શા માટે હું બોયફ્રેન્ડ કરતા વધારે ફરવાનું પસંદ કરું છું 4/6 by UMANG PUROHIT

6. તમે કોઇપણ જાતની મૂજવણ વગર તમારા મિત્રો સાથે ટ્રાવેલ પ્લાન શેર કરી શકો છો

શું તમે તમારા બોયફ્રેન્ડને શેર કરી શકો?

7. મુસાફરી કરતી વખતે તમારી કોઇ પ્રતિબદ્ધતાઓ હોતી નથી

તમે તમને ગમતા સ્થળ પર રોકાઇ શકો છો અને જે સ્થળ પસંદ નથી તેને છોડી પણ શકો છો. જ્યારે બોયફ્રેન્ડ પ્રત્યે એક પ્રકારે તમારું દાયિત્વ છે તમે તેને એક દિવસ રાખો ને પછી છોડી દો એવું ન થઇ શકે.

Photo of 10 કારણો કે શા માટે હું બોયફ્રેન્ડ કરતા વધારે ફરવાનું પસંદ કરું છું 5/6 by UMANG PUROHIT

8. ફરવાના સ્થળને લઇને રોદડા રોવાની જરૂર નથી કારણ કે જો એક સ્થળ ન ગમે તો તમારી પાસે બીજા સ્થળ પર જવાનો વિકલ્પ છે જે અને ત્યાં હંમેશા એક નવું સ્થળ હશે જ.

9. તમને ટ્રાવેલિંગ કરતી વખતે જજ કરનારું કોઇ હશે નહીં

તમે ભલે ઘણા દિવસોથી તમારા વાળ ધોયા નથી અને ભલે તમે એકદમ ઘરબાર વગરના લાગતા હોય જ્યારે પણ ફરવા જાઓ છો કોઇપણ તમને જજ કરવા માટે તમારી સાથે હશે નહીં.

Photo of 10 કારણો કે શા માટે હું બોયફ્રેન્ડ કરતા વધારે ફરવાનું પસંદ કરું છું 6/6 by UMANG PUROHIT

10. ઘણા બધા વેકેશન જેવી કોઇ વસ્તુ નથી

એક રીતે જેમ એક કરતા વધારે બોયફ્રેન્ડ રાખવું યોગ્ય નથી, તેમ એક કરતા વધારે વેકેશન લઇ ન શકાય તેવું નથી તમને મનફાવે તેટલા વેકેશન તમે લઇ શકો છો.

તમે પણ આ રીતે તમારા અનુભવ અને તમારી વાતો અમારા આ માધ્યમ પર શેર કરી શકો છો. બસ ખાલી તમારે શરૂઆત કરવાની છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ