ભારતને પ્રવાસીઓ માટેનું સ્વર્ગ માનવામાં આવે છે. ભારતના વિવિધતાવાળી સંસ્કૃતિઓમાં ભોજનની જુદી જુદી ડિશમાંથી પસંદગીના અનેક વિકલ્પો મળે છે. તો ઉપડી જાઓ ભારતના જુદા જુદા ભાગમાં અને માણો વિવિધ ડિશના સ્વાદ.
અહીં પ્રવાસીઓની રુચિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફરવાના એવા સ્થળોની યાદી આપવામાં આવી છે જ્યાં છેલ્લી મિનિટોમાં ટ્રાવેલનો પ્લાન બનાવવામાં આવે છે.
1. નવદંપતિ માટે કાબિની, કર્ણાટકમાં એન્જોય કરવા માટે ઘણું છે
કર્ણાટક રાજ્યમાં મૈસુરથી પશ્ચિમમાં 80 કિમી દૂર આવેલી શાંત કાબિની નદી વિશે ઘણા લોકોને ખબર નથી. બાઇસન કાબિની રિસોર્ટ, એક વૈભવી વન્યજીવન રિસોર્ટ કપલ્સ માટે મુખ્ય આકર્ષણ છે કારણ કે અહીંથી ગાઢ જંગલના દર્શન થાય છે, આ જગ્યા ઘણા જંગલી પ્રાણીઓનું ઘર છે. ઝળહળતા તારાઓની પૃષ્ઠભૂમિ સાથે, 2 ગ્લાસ વાઇન અને રોમેન્ટિક સંગીત સાથે લાકડાની બોટ પર લેકમાં એકલા ફસાયેલા હોવાની કલ્પના કરો! કાબિની તમને જંગલ અને રોમાંસનું સંપૂર્ણ સંતુલન પ્રદાન કરે છે. જો તમે મધ્યરાત્રિએ તમારી બારીની બહાર બે લીલી આંખોને તમારી તરફ તાકતા જુવો તો આશ્ચર્ય પામશો નહીં!
2. થાકેલા કોર્પોરેટ માટે કે જેમણે તેમના ઝોમ્બી જીવનમાંથી ક્યારેક બ્રેક લેવો જોઈએ - સુલા વાઈનયાર્ડ્સ, નાસિક
કોંક્રીટના જંગલોથી દૂર લીલાછમ લેન્ડસ્કેપ્સ સુધીની રોડટ્રીપ કરતાં વધુ સારું શું હોઈ શકે? સુલાફેસ્ટ સામાન્ય રીતે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વધારે ચર્ચાઓ થાય છે. પરંતુ જ્યારે શાંતિ હોય ત્યારે સુલા શ્રેષ્ઠ છે. સપ્તાહના અંતમાં રજા લો અને સુલા વાઇનયાર્ડ્સમાં અસ્ત થતા સૂર્યને તમારી પસંદગીની વાઇન પીતા પીતા નાશિકના ઠંડી પવનનો આનંદ લેતા લેતા માણો. દ્રાક્ષના વાઇનયાર્ડ્સ અને વોટર બોડી ગંગાપુર ડેમને જોતા ડેક સાથેનું એક સંપૂર્ણ વાતાવરણ, જેમાં સાયલન્ટ મ્યુઝિક અને તમારી મનપસંદ રમત વિશાળ સ્ક્રીન પર રજૂ કરવામાં આવે છે. વિજેતા ટીમ માટે ઉત્સાહ, વાઇન માટે ઉત્સાહ, તમારા માટે ચીયર કરો! વાઇન ટેસ્ટિંગ ટૂર પર જવાનું ભૂલશો નહીં અને ગ્રેપ સ્ટૉમ્પિંગમાં તમારું નસીબ અજમાવો.
3. એકલા બેકપેકર માટે કે જે હંમેશા પોતાના સપનાઓ પર સફર કરે છે - સિલ્ક રૂટ, સિક્કિમ
તેના ભૌગોલિક સ્થાનને કારણે પરિવારો, ગ્રુપો અને યુગલો (કપલ્સ) દ્વારા ઉપેક્ષિત સ્થળ, સિક્કિમ એ ભારતના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. હિમાલય પ્રેમી માટે, સિક્કિમ હિમાલય પર્વતમાળામાં સ્થિત છે અને તેમના ઉપચારાત્મક મૂલ્ય માટે જાણીતા ગરમ ઝરણાંઓનું ઘર પણ છે. જો તમે આ સ્થાનના પ્રેમમાં પડો છો, તો તમે ચોક્કસપણે કરશો - તો તમે ગંગટોકથી 61 કિમી દૂર ધમ્મા સિક્કિમ ખાતે જીવનને કાયાકલ્પ કરતા વિપશ્યના કોર્સ માટે તમારી જાતને નોંધણી કરાવી શકો છો. જો તમે તેમાં સફળ થાવ છો, તો તમે સિક્કિમની સરહદે આવેલા 3 દેશોમાં મુસાફરી કરો- પશ્ચિમમાં નેપાળ, ઉત્તરમાં તિબેટ અને પૂર્વમાં ભૂતાન જે માત્ર થોડાક જ કિમી દૂર છે. પણ હાં...તમારી સાથે પાસપોર્ટ જરૂર રાખજો!
4. ઉત્સાહી ટ્રેકર માટે કે જેઓ તેના પહેલાથી જ જીતી લીધેલા શિખરોની યાદીમાં બીજું નામ ઉમેરવાની યોજના ધરાવે છે - ચાદર ફ્રોઝન રિવર ટ્રેક, લદાખ
લદ્દાખમાં 9 દિવસ લાંબો ચાદર ટ્રેક હાર્ડકોર ટ્રેકર્સમાં લોકપ્રિય છે. ઝંસ્કાર ખીણમાંના ગામોને જોડતો આ ટ્રેક, લેહમાં સખત ઠંડી સાથે પર્વતોમાં ઊંડે, થીજી ગયેલી ઝંસ્કાર નદીના કાંઠે પડકારરૂપ અને મુશ્કેલ બંને છે. તાપમાન -30 થી -35 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જાય છે. ટ્રેકર્સ! થીજી ગયેલા બરફના અત્યંત સાંકડા રસ્તાઓ પર ચાલવા અને નદીની બાજુની ગુફાઓમાં રહેવા માટે તૈયાર રહો.
5. કોઇપણ સમય માટે અનુકૂળ VELLAS જેમને પાર્ટી માટે કોઈ કારણની જરૂર નથી
જ્યારે આપણે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ એફોર્ડ કરી શકતા નથી ત્યારે આપણે ‘દિલ ચાહતા હૈ’ કરીએ છીએ અને તેનો આપણને અફસોસ પણ નથી! ગોવા એ પરિવારના સૌથી નાના બાળક જેવું છે જે બધા દ્વારા પ્રેમ મેળવે છે. મિત્રનો જન્મદિવસ હોય, ભાઈનો બેચલોરેટ હોય, બહેનના લગ્ન હોય, તમારું પોતાનું હનીમૂન હોય, પિતરાઈ ભાઈઓ ભેગા થાય, કુટુંબની પિકનિક હોય કે કોઈ કારણ વગરની રજા હોય, ગોવા દરેક વસ્તુ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન જેવું છે! ગોવા અજમાવી જુઓ અને તમે જોશો કે વાસ્તવિક ગોવા શું છે. તો રાહ શેની જુઓ છો?
6. એવા માતાપિતા માટે કે જેમના બાળકો તેમને ક્યારેય એકલા છોડતા નથી *આહ* - એલેપ્પી, કેરળ
તમારા બાળકોને JEE અને CET અને બોર્ડની તૈયારી કરવા માટે છોડી દો. પણ આ બધુ કરીને તમે ક્યાં જશો. તમે ભાગીને એલેપ્પી, કેરળ પહોંચી જાઓ. તમારા માટે ભાગી જવા અને આરામદાયક વેકેશન માણવાનો આ યોગ્ય સમય છે. એલેપ્પી એ ઓલટાઇમ વેધર સ્થળ હોવા છતાં, સરેરાશ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન સાથે અહીંનો શિયાળો શ્રેષ્ઠ હોય છે. એલેપ્પીના બેકવોટર્સને એક્સપ્લોર કરતી વખતે હાઉસબોટ રાઇડ પર તમારા પ્રેમને ફરીથી શોધો. આ સ્થળ એક પરફેક્ટ ‘સેકન્ડ’ હનીમૂન ડેસ્ટિનેશન છે!
7. જિજ્ઞાશુ વ્યક્તિ માટે, જેનો એકમાત્ર હેતુ વિશ્વની સમૃદ્ધ સંસ્કૃતિનો આનંદ માણવાનો છે - જેસલમેર, રાજસ્થાન
જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ વિશે સાંભળ્યું છે? તે 3 દિવસનો ઉત્સવ છે, જે સામાન્ય રીતે ફેબ્રુઆરીના મધ્યમાં યોજાય છે. તમે પ્રાચીન હવેલીઓ, ઐતિહાસિક કિલ્લાઓ, ભવ્ય મહેલો, જૈન મંદિરો અને સ્વદેશી સંસ્કૃતિની વચ્ચે વાઇબ્રન્ટ ઉજવણીમાં ભાગ લઇ શકો છો. પાઘડી બાંધવાની સ્પર્ધામાં તમારા કૌશલ્યોની કસોટી કરો, શ્રેષ્ઠ મૂછોની હરીફાઈને નક્કી કરવામાં મદદ કરો અથવા ડેઝર્ટ સ્પર્ધા માટે ઉત્સાહિત થાઓ. ભોજન, સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત, ઊંટની સવારી, સરઘસ, કેમલ પોલો અને ઊંટ ટગ-ઓફ-વોર પણ છે. ખરેખર આ એક 'રણ' ટ્રીટ છે!
8. બાઈકર માટે કે જેમણે ઑફબીટ માર્ગ અપનાવવો જોઈએ અને હિમાલય સિવાય બીજું કંઈક શોધવું જોઈએ - કચ્છ, ગુજરાત
પહાડોને ભૂલી જાઓ અને કચ્છના સફેદ રણમાં ભટકી જાઓ છુપાયેલો ખજાનો શોધવા. તમે તમારી બાઇકને ટેસ્ટ કરવા માંગો છો, શૂન્યતાની વિશાળ ભૂમિમાં ઝડપ કરો, પાછા આવો અને લાખો તારાઓ અને ભવ્ય ચંદ્રની પૃષ્ઠભૂમિમાં તમારો તંબુ લગાવો. તમે અધિકૃત ગુજરાતી ભોજન, વાસ્તવિક ભારતીય સંસ્કૃતિ, લોકનૃત્ય અને સંગીતના રૂપમાં સમૃદ્ધ વારસો, વિશાળ રેતીના ટેકરાઓ વિશે ચર્ચા કરો છો; લોકપ્રિય રણ ઉત્સવ દરમિયાન તમે આ બધું માણી શકો છો. જ્યારે રણની રેતી પૂર્ણ ચંદ્રની રાત્રે સંપૂર્ણપણે સફેદ થઈ જાય છે ત્યારે તમારે શ્વાસ થંભી જશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો