મારી પાસે એવા જુતાની જોડ હોવી જોઇતી હતી જેનાથી હું વિશાળ સમુદ્રને પાર કરી લેતી.
ચાર મહિના પહેલા મેં ટ્રાવેલ કરવા અને પોતાના ટાઇમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. મારા દોસ્ત મારા આ નિર્ણયથી હેરાન હતા. પરંતુ ચાર મહિના સુધી અલગ-અલગ જગ્યાએ બેકપેક કરીને ફરવાની ઇચ્છા કોઇની નહોતી. જો હું કોઇની સાથે આવવાની રાહ જોતી તો કદાચ આ ઇંતજાર ક્યારેય પુરો જ ન થાત. ત્યારે મે બધી જ અસહજતા છોડીને બેગપેક કરીને નીકળવાનો નિર્ણય કર્યો. હું નીકળ પડી એવા રસ્તા પર જે સાહસિક તો હતો પરંતુ સાથે થોડોક ડર પણ હતો. હું પોતાની આ સફરમાં આગ્રા, જયપુર, પુષ્કર, હિમાચલ, ગોવા, ગોકર્ણ, હમ્પી અને છેલ્લે બે દિવસ માટે ફરી હિમાચલ ગઇ.
એક મહિલા માટે એકલા ટ્રાવેલ કરવાનુ મજેદાર અને કઠિન બન્ને હોય છે. પરંતુ જેવી મુસાફરી પુરી થાય છે મને આઝાદી, આત્મવિશ્વાસ અને ગર્વની અનુભૂતિ થાય છે. થોડી ગભરામણ પણ થાય છે પરંતુ મોટાભાગે સંપૂર્ણ સંતુષ્ટી. આ બધુ તો એ છે જે મેં ચાર મહિનામાં ટ્રાવેલ કરી વખતે અનુભવ્યું.
દિલ અને દિમાગ, બન્ને ખુલ્લા રાખો
રાજસ્થાનની સમૃદ્ધ વિરાસતથી માંડીને ગોવાની રંગીન રાતો સુધી, મને માત્ર એટલુ જ સમજાયુ છે કે અહીં ન તો કંઇ સાચુ છે, ન ખોટું. દુનિયા વિશાળ છે અને અહીં બધા ઝિંદગી પોતાની રીતે જીવે છે. ક્યાંક શરાબ અને સેક્સ અંગે વાત કરવી ખરાબ માનવામાં આવે છે, મેં તો અહીં લોકોને ડ્રગ્સ લેતા પણ જોયા છે. હું બન્ને જગ્યાએથી પોતાના હિસાબના ગુણોને શીખી છું. સોલો ટ્રાવેલ તમને જીવનના બધા ક્ષેત્રોના લોકોનો પરિચય કરાવે છે. આ તમારી બધી મર્યાદાને તોડી નાંખે છે જે તમારા દિલ અને મસ્તિષ્કને ખોલીને રાખી દે છે.
તમને કોઇની જરુરીયાત નથી!
એકવાર જ્યારે તમે એકલા કોઇ નવી જગ્યાએ ટ્રાવેલ કરો છો તો તમે ફક્ત તે જગ્યા પર ટકતા જ નથી પરંતુ એન્જોય કરવાનું પણ શીખો છો. ત્યારે તમને ખબર પડે છે કે તમારે ટ્રાવેલ કરવા, એન્જોય કરવા અને ખુશ રહેવા માટે કોઇ બીજાની જરુર નથી. ત્યાં સુધી કે જ્યારે હું નીચે પડી તો કોઇની મદદ વગર જાતે જ ઉભી થઇ ગઇ. આ સૌથી મહત્વનો પાઠ છે જેને હું ટ્રાવેલ કરતા શીખી.
કારણ વગરનો ડર
હું હમ્પીના જંગલમાં એક કૉટેજમાં રહેતી હતી. એ બતાવવાની જરુર નથી કે જંગલમાં ઘણાં પ્રકારની જીવાત અને ગરોળી પણ હતી જે ક્યારેક ક્યારેક કોટેજમાં આવી જતી હતી અને તેમાંય મને ગરોળીથી ઘણો ડર પણ લાગે છે. ત્યારે મને મારા રુમમાં પણ ડર લાગતો હતો. દુનિયાની સૌથી જુની ચીજોમાંની એક ગરોળી મને દરરોજ રાતે વૉશરુમમાં જોવા મળતી હતી. ત્યારે મને વૉશરુમ જવાનો પણ ડર લાગતો હતો. મેં આની ફરિયાદ પણ કરી અને તેને દૂર કરવા પણ જણાવ્યું. હું રાતે એકલી સુઇ ગઇ. આ બધુ મારી સાથે થઇ રહ્યું હતું અને હું તેનો સામનો કરી રહી હતી. સોલો ટ્રાવેલે મને વધારે મજબૂત બનાવી દીધી હતી.
પહેલેથી વધુ મજબૂત, પહેલેથી વધુ સમજદાર
હમ્પીમાં મને ફરી 7 કિ.મી. ટ્રાવેલ કરવાનું હતું. ત્યાં જવા માટે ટુકટુક ડ્રાઇવર ઉપરાંત બીજુ કોઇ સાધન ઉપલબ્ધ નહોતું. જે મારી દુર્દશાને જોઇને નારાજગી વ્યક્ત કરી રહ્યો હતો. મેં કંઇક એવું કર્યું જે હંમેશાથી કરવા માંગતી હતી, પરંતુ તે કરતાં હંમેશા હું ડરતી હતી. ત્યારે મેં 7 કિ.મી. બાઇક ચલાવી. મેં અગાઉ ક્યારેય આવુ નહોતું કર્યું. જીવન એક વિચિત્ર શિક્ષક છે નહીં! હું એક શાનદાર અને અદ્ભુત જગ્યા પર ગઇ. મારી આંખોમાં ખુશી અને ગર્વના આંસૂ હતા અને મારુ દિલ ટ્રેનની જેમ ઝડપથી ધક-ધક થઇ રહ્યું હતું.
નવી સફર, નવા દોસ્ત
સોલો ટ્રાવેલિંગ તમારી બધી મુશ્કેલીઓને સમાપ્ત કરી દે છે અને આ જ વાત છે જે મને સોલો ટ્રાવેલિંગમાં સૌથી વધુ પસંદ આવે છે. તેમાં તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળી શકો છો. આપણે સ્થાનિક લોકોને મળીએ છીએ અને તેમની સાથે ભળી જઇએ છીએ અને સાથી ટ્રાવેલર્સના વખાણ કરીએ છીએ. એકબીજાના કિસ્સા, કહાનીઓ અને અનુભવ શેર કરીએ છીએ. મને લાગે છે કે હું અમીર બની ગઇ છું કારણ કે બધી ઝિંદગી હવે મારી જ છે અને બધા સારા લોકોએ મને દયા, દોસ્તી, સાથ અને ટ્રાવેલનો પાઠ શિખવાડ્યો છે.
બૉયફ્રેન્ડ મારી બેગ નહીં ઉઠાવે
હું રાજસ્થાનના એક સૂમસામ રસ્તા પર વિચિત્ર સ્થિતિમાં મુકાઇ ગઇ હતી. મને લાગ્યું કે કોઇ મારો પીછો કરી રહ્યું છે. હું દોડવા માંગતી હતી પરંતુ મારી ભારે બેગના કારણે આવુ નહોતી કરી શકતી. ત્યારે મને એ વાતનો અહેસાસ થયો કે ટ્રાવેલ કરતી વખતે બેગમાં વધારે સામાન ન રાખવ જોઇએ. બેગ હલકીફુલ રાખવી જોઇએ. એટલા માટે કેવળ એટલો જ સામાન રાખવો જેટલો તમે પીઠ પર લઇને ચાલી શકો અને જ્યારે જરુર પડે ત્યારે દોડી પણ શકો. આમ તો હું ક્યારેય સૂટકેસ કે ટ્રોલી બેગને સાથે રાખવાના પક્ષમાં નથી રહી પરંતુ મને ખબર પડી કે મેં પોતાની રક્સેક બેગને ખરાબ રીતે પેક કરી લીધી હતી. હવે મેં ટ્રાવેલ કરતી વખતે બેગને હળવી રાખવા માટે કપડા અને સામાનને ખરીદવાનું બંધ કરી દીધું છે.
જવાબદારીનું ભાન
સોલો ટ્રાવેલ કરવાનું તમને તમારા પગ પર ઉભા રહેવાનું શીખવાડી દે છે. સોલો ટ્રાવેલિંગમાં તમે પસંદ અને નાપસંદનો જાતે નિર્ણય લો છો. આ નિર્ણયમાં તમે કોઇ બીજાને દોષ નથી દેતા. સોલો ટ્રાવેલ આપણને અનુશાસન, મગજનો ઉચિત ઉપયોગ, આત્મ નિર્ભરતા, ભરોસો, ભૂલો કરવા અને આગળ વધવામાં ઘણું બધુ શિખવાડે છે. સોલો ટ્રાવેલ કરતા કરતા એક જવાબદારીનું ભાન થવા લાગે છે.
મેં શું ગુમાવ્યું અને શું મેળવ્યું?
મેં મારી પુસ્તકો ગોણન હૉસ્ટેલમા છોડી. મેં મારા સમુદ્ર કિનારાનો ડ્રેસ દોસ્તને આપી દીધો અને જુતા ગોકર્ણમાં એક બાળકને આપી દીધા. હું ઘુંટણના ટેક ચાલીને પાછી ઘરે આવી. યોગની શિક્ષા, મહિલા સિક્યુરિટી પર રિયાલિટી ચેક, જેટલું હું ગણી શકતી હતી તેનાથી અનેક ઘણા વધારે દોસ્ત અને જીવનભરની યાદો લઇને આવી.
તો શું તમે આવુ કરવાની હિંમત કરશો?