આ કહાની મારી નથી પરંતુ આ ટ્રિપના દરેક અનુભવનો મેં અનુભવ કર્યો હતો. કહાની મારા દોસ્ત અકરમ અંસારીની છે જે તે સમયે ઓરિસ્સાના જાજપુર જિલ્લામાં રહેતો હતો અને એ વાતથી દુઃખી હતો કે તેની ગર્લફ્રેન્ડે તેની સાથે દગો કર્યો છે. તમને વાંચવામાં અને મને લખવામાં સરળતા હોય, એટલે હું અકરમના દ્રષ્ટિકોણથી લખી રહી છું.
જ્યારે તમારી જિંદગીમાંથી કોઇ પ્રેમ કરનારુ તમને છોડીને જતું રહે ત્યારે જે દુઃખ થાય તેનું શબ્દોમાં વર્ણન નથી કરી શકાતું. 5 વર્ષ પહેલાં મારી ગર્લફ્રેન્ડ મને છોડીને જતી રહી ત્યારે મારા માટે જીવવાનું કોઇ કારણ જ નહોતું બચ્યું. હું દરરોજ ચુપચાપ ઓફિસે જતો, કોઇની સાથે વાતચીત નહોતો કરતો, મારુ કામ પતાવીને પાછો આવી જતો. સાચું કહું તો કોઇ વાતનું ભાન જ રહેતું નહોતું.
આવું લગભગ એક મહિનો ચાલ્યું. મારા મિત્રો ફોન કરીને મને સમજાવતા પણ મને તો કોઇની વાત સમજાતી જ નહોતી. ના હું કોઇનું સાંભળતો.
એક દિવસ મારા મેનેજરે મને ટોક્યો કે એવું તે શું થયું કે હું કામ નથી કરી શકતો. જ્યારે મેં મારા બ્રેકઅપની વાત તેમને કરી તો તેમણે મને કહ્યું કે ગર્લફ્રેન્ડ બાદ બીજી કઇ સૌથી મોટી ચીજ છે જે હું મારા જીવનમાં ઇચ્છું છું?
તૂટેલા દિલથી વાત નીકળી ખોવાયું ઝનૂન
તે વખતે તો મેં જવાબ ના આપ્ય પરંતુ આખો દિવસ વિચાર્ય પછી મેં નિર્ણય કર્યો કે હું મારા ટ્રેકિંગના ઝનૂનને જીવીશ. હું હંમેશા હિમાલયના શિખર સર કરવા માંગતો હતો અને તે સમય હવે આવી ગયો હતો. હિમાલયમાં ટ્રેકિંગની જાણકારી ભેગી કરી જ રહ્યો હતો કે મારા મેનેજરે મને એક કામસર ફોન કર્યો. ત્યારે મેં તેમને કહ્યું કે હું હિમાલયમાં ટ્રેકિંગ કરવાનું વિચારી રહ્યો છું. મેનેજરે મારી મજાક કરતાં રહ્યું કે પહેલા હું ઓરિસ્સાના સૌથી ઉંચા પર્વત પર ચઢી લઉં પછી હિમાલયનો વિચાર કરું.
પહેલા તો મને આ ખૂંચી પરંતુ પછી તે સાચી લાગી અને મેં ઓરિસ્સાના સૌથી ઉંચા શિખર દેવમાલી પર્વતનું ચઢાણ કરવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે એક બેગ લઇને રાતે લગભગ 12 વાગે ટ્રેનમાં બેઠો અને દોઢ કલાકમાં દમનજોડી સ્ટેશન પહોંચી ગયો. દમનજોડીથી 70 કિ.મી. રસ્તો કાપીને કોરાપુટ ગામ પહોંચવાનું હતું જ્યાંથી દેવમાલા પર્વત શરૂ થાય છે.
મેં સ્ટેશનથી એક બસ પકડી જે કોરાપુટ જઇ રહી હતી. લગભગ 40 કિ.મી.ની બસ યાત્રા અને ત્યારબાદ અડધો કલાક રીક્ષામાં મુસાફરી કરીને હું કોરાટપુર પહોંચ્યો. મેં વિચાર્યું કે એક દિવસમાં 1672 કિ.મી. ઉંચો દેવમાલી પર્વત ચડીશ અને તે જ સાંજે ઘર જવા માટે ટ્રેન પકડીશ.
લગભગ 6 વાગે મેં ચડવાનું શરૂ કર્યું. હજુ તો અડધે પહોંચ્યો ત્યાં તો વરસાદ શરૂ થઇ ગયો. મોસમ એટલું ખરાબ હતું કે કોઇપણ ડરી જાય. પણ મેં નક્કી કરી લીધું હતું કે હું પાછો નહીં હટું. આવા સમયે જરૂર હોય છે બસ થોડીક હિંમતની. જે મારામાં હતી. મેં મારો ફોન બેગમાં રાખ્યો અને આગળ ચડવાનું શરૂ કર્યું. મારી આખી બેગ ભીની થઇ ગઇ હતી પરંતુ મેં હિંમત ન હારી.
રસ્તામાં ઘણીવાર રોકાયો, થાક ખાધો. ભૂખ લાગી તો ઝાડ પરથી કેરી તોડીને ખાધી. આ વિસ્તાર નકસલ વિસ્તાર હતો જેથી વધારે ન રોકાતાં ચડવાનું ચાલુ રાખ્યું. થોડાક સમય સુધી ચઢાણ કર્યા બાદ વરસાદમાં પલળતા, ભૂખ્યા પેટે છેવટે ટોચ પર પહોંચી જ ગયો.
કેટલોક સમય શાંતિથી બેઠા બાદ મારી અંદર જોશ ભરાઇ ચૂક્યું હતું. મેં ચઢાણ પૂર્ણ કરી લીધું. મારી અંદર એક ઉર્જા દોડી રહી હતી જે કહી રહી હતી કે છેવટે મેં કરી બતાવ્યું, પરંતુ મારી સફર હજુ અધુરી હતી. બપોરનો સમય થઇ ચૂક્યો હતો અને 5 વાગે મારે દમનજોડીથી જાજપુર માટે ટ્રેન પકડવાની હતી. મારી પાસે હવે અંદાજે 3-4 કલાકનો સમય હતો. મેં નક્કી કરી લીધું હતું કે દેવમાલીના શિખરેથી દોડીને નીચે ઉતરીશ. વરસાદના કારણે માટી ભીની હતી પરંતુ મેં દોડવાનું શરૂ કર્યું. ઘણીવાર લપસ્યો પણ અટક્યો નહીં. 1 કલાકમાં દેવમાલી પર્વતની નીચે ઉતરી ચૂક્યો હતો. વરસાદ હજુ પણ થઇ રહ્યો હતો અને મને ફરીથી દમનજોડી સ્ટેશન માટે 70 કિ.મી. રસ્તો નક્કી કરવાનો હતો.
ગામવાળાએ મને કહ્યું કે હવે ત્યાંથી ઑટો કે બસ મળવાનું મુશ્કેલ છે પરંતુ મારે ઘરે જવાનું હતું. મેં ત્યાંથી દોડવાનું શરૂ કર્યું અને લગભગ 5 કિ.મી. દોડ્યા બાદ મને એક ટ્રક મળી જેણે મને લિફ્ટ આપી. હવે મને લાગ્યું કે હું સમય પર પહોંચી જઇશ પરંતુ મને શું ખબર હતી કે હજુ વધારે મુશ્કેલીઓથી લડવાનું છે. 10 કિ.મી. બાદ ગાડી પંક્ચર થઇ ચુકી હતી. મારે હજુ પણ રોડ સુધી પહોંચવાનું હતુ જ્યાંથી કોઇ મને સ્ટેશન પહોંચાડી શકે. મેં ફરીથી દોડવાનું શરૂ કર્યું અને આગળ મને એક રીક્ષાવાળો મળ્યો જે મને શૉર્ટકટના રસ્તે સ્ટેશન સુધી લઇ ગયો. હું જેવો ટ્રેનમાં બેઠો ટ્રેને સિગ્નલ આપ્યું અને ઉપડી.
એકલા યાત્રાએ આપી નવી જિંદગી
મારા માટે આ જિંદગીની સૌથી રોમાંચક ક્ષણોમાંની એક હતી, જ્યારે મેં ખુશી, પરેશાની, ડર, ભુખ દરેક પ્રકારની ભાવનાને અનુભવી પરંતુ હાર ના માની. હું પોતાની સાથે એક નવો અકરમ લઇને પાછો ફરી રહ્યો હતો જે બ્રેકઅપ તો શું પોતાના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ સામે લડવા તૈયાર હતો. અને હાં, હું આ સફર માટે મારી ગર્લફ્રેન્ડને પણ થેંક્યૂ કરવા માંગીશ. કારણ કે કદાચ જો મારુ બ્રેકઅપ ન થયું હોત તો હું ન જાણે ક્યાં સુધી મારા આ ઝનૂને ટાળતો રહેત અને કદાચ ક્યારેય એ ન જાણી શકયો હોત કે મને એકલા યાત્રા કરવાથી કેટલી શાંતિ મળે છે.
હવે હું મારા નેકસ્ટ ટ્રેકની તૈયારી કરી રહ્યો છું, હાં ગર્લફ્રેન્ડની શોધ પણ ચાલુ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો