પૈસા બચાવવા પણ એક કળા છે. પછી ભલેને લોકો આપણને કંજૂસ સમજે, પણ પૈસા બચાવવા તો બધાને ગમે છે. હકીકતમાં હું કંજૂસ નથી,હું તો ફક્ત એવી વસ્તુઓ પર ખર્ચો કરું છુ જેની મને જરૂર હોય. કારણ વગરની વસ્તુઓ પર મને ખર્ચો કરવો ગમતો નથી. હવે તમે જ કહો, મેં 6 દિવસમાં સ્પીતિ-કિન્નોરની યાત્રા ₹6000માં પૂરી કરી નાંખી એ મારી આવડત કહેવાય કે નહીં! તમે પણ જાણો કેવીરીતે પૂરી કરી આ યાદગાર સફર.
પોતાનો કિંમતી મત આપીને તરત હું સાંજની સુરતથી ચંડીગઢ જનારી પશ્ચિમ એક્સપ્રેસટ્રેનમાં બેસી ગયો. બીજા દિવસે સાંજે 4:30 વાગે હું ચંડીગઢ સ્ટેશને પહોંચી ગયો.
Day 1
ચંદીગઢ
ટ્રેનમાં એક જણે કીધું કે ચંદીગઢ થી હિમાચલ જવા માટે આઈએસબીટી સેક્ટર-43થી બસ મળી જશે. ચંદીગઢ સ્ટેશનથી સેક્ટર-43 માટે બસ તો ઘણી જતી હતી પરંતુ પહેલીજ બસ લેટ હોવાથી હું રિક્ષામાં બેસી ગયો. રિક્ષાવાળાએ ₹150માંગ્યા પણ મેં એને₹100 માં મનાવી લીધો.સેક્ટર 43થી બસ સ્ટેશન ખાલી 11km દુર છે તો ₹100 વ્યાજબી છે. સાંજે 5 વાગે હું બસ સ્ટોપ પર પહોંચી ગયો. એચઆરટીસી ડીલક્સ નોન એસી બસની ટીકીટ મેં ઓનલાઈન બૂક કરી; ₹200 નું કેશબેક પણ મળ્યું. રાત્રે 9 વાગે એક ધાબા પર બસ ઉભી રહી જમવા માટે.
Day 2
કિન્નોર
સવારે 7 વાગે હું રીકોંગ પીઓ પર હતો. અહીંથી હું ટીકીટબુકિંગકાઉન્ટર પર કાઝાની બસની માહિતી લેવા માટે નીકળી પડ્યો. ખાલી એક બસ સવારે 5:30 વાગેકાઝા જવા માટે હતી જેને અડધા કલાક પહેલા બૂક કરવી પડે. મારે મોડું થઇ ગયું હતું. હવે મારા માટે બે વિકલ્પ હતા. એક તો હું અફસોસ કરું અથવા આખો દિવસ પીઓ અને આજુ-બાજુના ગામડાઓમાં ફરીને સમય પસાર કરું. મને ફરવાનું વધારે સારું લાગ્યું.
રાત્રે રોકાવા માટે બસ સ્ટેશનની નજીકમાં જ મેં ગેસ્ટહાઉસમાં રૂમ બૂક કરી દીધો. ગેસ્ટહાઉસવાળા એ બે રૂમ બતાવ્યા, ₹520 વાળો અને ₹400 વાળો. મારે ખાલી ફ્રેશ થવું હતું એટલે મેં સસ્તો રૂમ લીધો. સવારે ઉઠીને મેં કલ્પાની બસ પકડી. પીઓથી કલ્પાસુધીનો રસ્તો ઘણો જ સુંદર છે.અડધો કલાક વહેલો કલ્પા પહોંચી ગયો અને પહાડોની સુંદરતાની નિહાળતો રહ્યો.
બસ કંડક્ટરે કીધું કે અહીંથી 3કિ.મી દુર સુસાઇડ પોઈન્ટ છે જે તમને કલ્પાથી રોધી રોડ પર મળશે. તો સારું એ રહશે કે બસમાં બેસી જાઓ,20મિનીટમાં પહોંચી જવાશે. ત્યાંથી કલ્પા માટે પાછા આવવાની બસની સુવિધા છે. મેં તરત જ હા પાડી અને અડધો કલાકમાં સુસાઇડ પોઈન્ટ પર પહોંચી ગયો. ત્યાંનુંઅદ્ભુત દ્રશ્ય તસ્વીરોમાં આવે તેવું હતું જ નહિ. એવું લાગતું હતું કે આજ સ્વર્ગ છે. સેલ્ફી લેવાનું હુન્નર દેખાડવાવાળા લોકોના લીધે જ આ સ્થળ પ્રસિદ્ધ થયું છે. મને સેલ્ફી લેવી મહત્વપૂર્ણ ના લાગી. થોડોક સમય એ જગ્યાએ વિતાવ્યા પછી હું કલ્પા પાછો આવી ગયો.
કલ્પામાં ઘણા જ બધા રિસોર્ટ મળી જાય છે જ્યાંથી કિન્નોર કૈલાશ પર્વત માળાના ખુબજ સરસ દ્રશ્ય જોવા મળે. પ્રકૃતિનો આ આનંદ સુરતમાં થોડો મળે.કલ્પાની આવકનો મુખ્ય સ્ત્રોત ત્યાંના સફરજનના વૃક્ષ છે. આખા સફરજનની ગણતરી વિશ્વના સૌથી સારા સફરજનમાં થાય છે. આમાંથી મોટાભાગના એક્સપોર્ટ થાય છે.
Day 3
આજનો દિવસ થોડોક મહેનતીથવાનો હતો. સવારે પાંચ વાગ્યે હું રીકોંગ પીઓ ના બસ સ્ટોપ પર પહોંચ્યો. ટિકિટ કાઉન્ટર પર બેઠેલા શખ્સે જણાવ્યું કે પીઓ સિમલા અને કાઝા વચ્ચેનું બસ સ્ટોપ છે. શિમલાથી આવતા પર્યટકો પીઓ ઉતરીને કાઝાની બસપકડે છે .
પહેલી બસ યાત્રીઓથી ભરેલી હતી તેથી મેં 11:30 વાગ્યાની બીજી બસ પકડી જે ખાલી હતી. હું ડ્રાઇવરની પાસેની સીટ પર જઇને બેસી ગયો. બસનું ભાડું હતું₹320. પરંતુ પિઓથી ટાબો સુધીની આ યાત્રા તે પૈસા કરતાં ઘણી વધારે મહત્વની હતી. બસ રસ્તામાં નાકો ગામમાં 10 મિનિટ ઉભી રહી જેની સુંદરતા જોવાલાયક છે. મન તો થયું કે થોડોક સમય અહીં રોકાઇ જઉં પણ બીજી બસ બીજા દિવસે સાંજે 7 વાગ્યાની હતી.
સાંજ પડી હતી અને મને ભૂખ પણ લાગી રહી હતી. મેં પંજાબી ઢાબા પર રાત્રિભોજન કર્યું અને ટેબો આશ્રમ તરફ આગળ વધ્યો. ત્યાં પહોંચતાં ખબર પડી કે તમને રોકાવામાં મોડું થયું છે અને તેઓએ નજીકના હોમસ્ટેનું સરનામું કહ્યું. હોમસ્ટેના પરિવારે મને હાર્દિક આવકાર આપ્યો, મને ચા આપી. સવારનો નાસ્તો અને રોકાણનો સમાવેશ કરતાંકુલ ₹250નું ભાડું લીધું હતું. તેમની બે પુત્રીઓ છે અને બંને કાઝામાં હોમસ્ટે ચલાવે છે. તેણે તેની મોટી પુત્રીનો ફોન નંબર આપ્યો.
ટ્રિપોટો ટિપ- કાજામાં ફક્ત BSNL પ્રી-પેઇડ અને પોસ્ટ પેઇડ કાર્ડ જ ચાલે છે.
Day 4
સ્પીતી વેલી ટૂર્સ
તાબોથી કાઝા માટેની બીજી બસ બપોરે 2 વાગ્યે પીઓથી જતી હતી. એક કલાકની રાહ જોયા બાદ શેર ટેક્સી મળી જેણએ મને ₹150માં કાઝા પહોંચાડી દીધો.
કાઝા લાહૌલ અને સ્પીતી વચ્ચેનું સૌથી મોટું નગર છે. હું બપોરે 1 વાગ્યે કાઝા પહોંચ્યો અને હિમાલયા કેફે પર બપોરનું ભોજન કર્યું . આખો દિવસ હું આશ્રમો, કિબ્બર ગામ અને આસપાસ ફરતો રહ્યો.
કેફની પાછળ એક દુકાન છે જે તમને ભાડા પર બાઇક આપે છે. ₹800માં સુઝુકી અને₹500માં રોયલ એનફિલ્ડ. અડધા દિવસ માટે મેં સુઝુકી લીધી. મેં તે દિવસે વિશ્વના સૌથી વધુ ઉંચાઈ પર સ્થિત પેટ્રોલ પમ્પ પર બે લિટર પેટ્રોલ ભરાવીને મુખ્ય આશ્રમ તરફ પ્રયાણ કર્યું.
કાઝાથી કીબર થઈને મુખ્ય આશ્રમનું કુલ અંતર 16 કિ.મી હતું.આ મઠ સ્પીતિનો સૌથી મોટો મઠ છે. અહીંથી આખી ખીણ, રસ્તાઓ, ગામો, સ્પીતી નદી; બધું દેખાય છે. અંદર પહોંચ્યા પછીહું ઉપર ગયો અને પ્રાર્થના કરી.
થોડો સમય ગાળ્યા પછી હું કિબ્બર તરફ ગયો. પર્વતો પર બરફ ઘણો હતો. મેં મારી કાર નજીકમાં ઉભી કરી અને બરફથી રમવાનું શરૂ કર્યું. જો તમને પર્વતોમાં ઓક્સિજનના અભાવે માથાનો દુખાવો થવા લાગે, તો તમારે ડાયામોક્સ દવા તમારી સાથે રાખવી જોઈએ. બરફ સાથે રમવાને કારણે મારા હાથ પણ સુન્ન થઈ ગયા.
મારો હવે પછીનો મુકામ ચિમચિમ બ્રિજ હતો. 4145 મીટરની ઉંચાઈએ બનાવવામાં આવેલો આ પુલ એશિયામાં સૌથી ઊંચો પુલ છે. જે એશિયાના ખૂબ સુંદર માર્ગમાંથી એક છે. કાઝા પર પાછા આવી રહ્યા હતા ત્યારે ખેતરોમાં કામ કરતી કેટલીક મહિલાઓએ મને મોમોઝ પણ ખવડાવ્યા.
Day 5
સ્પીતિ ખીણ
સાંજ પડી હતી અને હું કાઝા પહોંચી ગયો હતો. હોમસ્ટેના અંકલ જેણે તેની પુત્રીનો નંબર તાબો પર આપ્યો હતો, તેણે મને પેટ્રોલ પંપ પર આવકાર્યો. તેનું ઘર ખૂબજ સુંદર હતું. બહાર ઠંડી હતી, તેથી અમે બધા રસોડામાં બેઠા. તેમને બે પ્યારા બાળકો, કર્મ અને પલાઝમ હતાં. હું તેમની સાથે થોડો સમય પસાર કરી રહ્યો હતો કે તેમણે મને જમવા બોલાવ્યો. ખોરાક ખૂબ દિલથી બનાવવામાં આવ્યો હતો.
સવારે 9 વાગ્યે હુ ફ્રેશ થયો. અહીંથી નીકળ્યા પછી હું પહેલા લાંગઝા ગામે રોકાયો. હું 16 કિ.મી. લાંબા કાદવ કિચડવાળા અને ખાડાટેકરાવાળા રસ્તા ઓળંગીને અહીં પહોંચ્યો. સ્પીતી વેલીમાં જોવા માટેનું એક સ્થળ. અહીં ભગવાન બુદ્ધની મૂર્તિ છે. એક ખૂબ મોટી મૂર્તિ, જેની સમક્ષ કોઇપણ નતમસ્તક થઇ જાય. આટલી ઊંચાઇએ આટલી મોટી મૂર્તિ કેવીરીતે બનાવી હશે તે પણ એક આશ્ચર્ય જ છે.
કોમિક ગામ લાંગઝાથી 9 કિમી દૂર છે. બપોરે 1 વાગ્ય હતા અને તાપમાન -2 ડિગ્રી હતું. અહીં એક મઠ છે જે ખરેખર યોગ્ય જગ્યાએ બનાવવામાં આવ્યો છે. કોઈપણને અહીં પ્રકૃતિની ગોદમાં રહેવાનું મન થાય તેવું છે.
કોમિક મઠ એ વિશ્વના સૌથી ઊંચા મઠોમાંનો એક છે. અહીંના એક સાધુએ મને ખૂબ જ પવિત્ર લાલ દોરો આપ્યો. મઠની સામે એક દરવાજો હતો, જેના પર ચિત્તાની ચામડી લટકતી હતી.
સાધુ સાથે થોડો સમય વિતાવ્યા પછી હું હિક્કીમ તરફ આગળ વધ્યો. હિક્કીમમાં વિશ્વની સૌથી ઉંચી પોસ્ટ ઓફિસ છે. ફક્ત ₹ 25માં તમે તમારા કોઈપણ મિત્રને પોસ્ટકાર્ડ મોકલી શકો છો. મેં પણ મારા પરિવારને પોસ્ટકાર્ડ મોકલ્યું.
મારો આગળનું સ્ટોપ ધનકર મઠ હતું. આ સફર પહેલા મેં ધનકર મઠનું નામ ખૂબ સાંભળ્યું હતું. તે કાઝાથી 36 કિમી દૂર છે. બીઆરઓએ અહીં રસ્તો ખૂબ સરસ બનાવ્યો છે. ધનકરમાં બે મઠ છે, એક નવું છે અને બીજું પ્રખ્યાત છે. જૂનું મઠ માટીનું બનાવેલ છે જ્યાં નાના નાના પ્રાથના કક્ષ છે .
હું સાંજે પાંચ વાગ્યે પાછો કાઝા પહોંચ્યો. હું વહેલી દિલ્હી પહોંચવા માંગતો હતો તેથી મેં સવારે પાંચ વાગ્યાની બસનો વિચાર શરૂ કર્યો. મેં રાત્રિભોજન અને નાસ્તો સહિત રાત્રિ રોકાણ માટે ₹ 400 ચૂકવ્યા અને બાળકોને પાછા આવવાનું વચન આપ્યું.
રાત્રે થોડી કલાકો રાહ જોયા પછી પણ બસ આવી નહોતી. પણ લિફ્ટ મળી અને રાત્રે 9 વાગ્યે હું ટાબોમાં હતો. હું તે જ હોમસ્ટે પર ગયો જ્યાં હું પહેલાં પણ રહ્યો હતો. તે પણ મને જોઈને ખૂબ આનંદિત થઇ ગયા.
Day 6
સ્પીતિ વેલી ટૂર્સ
હું સવારે પાંચ વાગ્યે બસ સ્ટોપ પર હતો. હું ₹320માં પિઓ અને ત્યાંથી ₹ 180 માં રામપુર પહોંચ્યો. સાંજે 4 વાગે રામપુર પહોંચ્યો. ત્યાંથી દિલ્હીની બસ સાંજે પાંચ વાગ્યાની હતી. મેં ₹ 1000ની ટિકિટ લીધી.
જો તમે સ્પીતી વેલી આવવાનું વિચારી રહ્યા છો, તો ઓછામાં ઓછા 10 દિવસની યોજના સાથે આવો. તમને અહીં વિશ્વના સૌથી ખુશ લોકો મળશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો