જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ

Tripoto

હું કેટલાક એવા સ્થળોની યાદી બનાવી રહ્યો હતો જે દરેક પ્રકારની સોલો કે સિંગલ મહિલા યાત્રીઓ માટે બેસ્ટ હોય. ઘણું બધું સર્ચિંગ, સર્ફિંગ, એક્પ્લોરિંગ અને અન્ય દેશમાંથી ભારત ફરવા આવી હોય કે પછી ભારતમાં જ રહેતી હોય તેવી જુદા જુદા સ્થળોએ રહેતી જુદી જુદી મહિલાઓ સાથે વાતચીત કર્યા બાદ મેં 8 સ્થળોની એક યાદી તૈયાર કરી છે જેને 2023માં તમે તમારા ફરવાના લિસ્ટમાં મુકી શકો છો.

જો તમારા મગજમાં ફરવાની ધૂન સવાર છે અને મોબાઇલ, કેટલાક જોડી કપડાં, દરરોજની જરુરીયાતનો કેટલોક સમાન અને એક કેમેરા સાથે બેગ પેક કરવા તૈયાર છો તો આ 8 જગ્યાઓ ખાસ તમારા માટે છે..

તો જગ્યાને એક્સપ્લોર કરવા તૈયાર થઇ જાઓ અને હાં...તમારા અનુભવો અંગે નીચે કોમેન્ટ કરવાનું અને આ પોસ્ટને તમારા પ્રિયજનોમાં શેર કરવાનું ભુલતાં નહીં.

મારા પેજને પ્લીઝ લાઇક કરો:- https://www.facebook.com/MyVisionTravelogue/

અગાતી (Agatti)

Photo of જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ 1/8 by Paurav Joshi

જો તમે એક સિંગલ મહિલા છો જે નવા દોસ્તો માટે સંભવિત અનોખા અનુભવની શોધમાં છો તો અગાતી જાઓ. આ ટાપુ કુદરતી સુંદરતા અને રસપ્રદ પ્રવાસીઓથી ઘેરાયેલો છે.

ઓલી

Photo of જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ 2/8 by Paurav Joshi

ઓલીના સ્કી ઢોળાવ એ કેટલાક શ્વાસથંભાવી દેનારા સ્થળોનું ઘર છે. નાની શેરીઓમાં ઘણાં કેફે જોવા મળે છે જે તમને ઘરે જ બનાવેલા સ્થાનિક ભોજન (ફુડ)નો ટેસ્ટ કરાવે છે. મસ્તી અને સ્કી કરવાના શોખીન યુવાનો આ ઠંડી જગ્યાએ વારંવાર આવતા હોવાથી સોલો ટ્રાવેલર માટે ઓલી એક પરફેક્ટ જગ્યા કહી શકાય છે.

દાર્જીલિંગ

Photo of જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ 3/8 by Paurav Joshi

ડુંગરાળ વિસ્તારમાં ઘોડેસવારી કરવી હોય કે પછી કેવેન્ટર્સમાં બેસીને બ્રેકફાસ્ટ કરવાનું હોય આ અદ્ભુત હિલ સ્ટેશન એકલી મહિલા યાત્રીને રાજકુમારી જેવી અનુભૂતી કરાવે છે. દાર્જીલિંગમાં તમે ઓછા બજેટમાં અનેક પ્રકારની જગ્યાઓ જોઇ શકો છો.

જયપુર

Photo of જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ 4/8 by Paurav Joshi

શ્રેષ્ઠ શોપિંગનો અનુભવ કરાવતું જયપુર એવી મહિલા યાત્રીઓ માટે બેસ્ટ જે તેના કપડાના કબાટને (વોર્ડ્રોબ)ને ભરવા માંગે છે. એટલે કે જયુપરમાં મહિલાઓને શોપિંગ કરવા માટે અનેક જગ્યાઓ છે. સુંદર હવેલીઓ હોય કે પછી આર્ટ મ્યુઝિયમ જયપુર તમને હળવા થવાની અને ખુલવાની તક આપે છે. શહેરની અંદરના રસ્તાઓ પર ફરનારા વિશાળ પ્રવાસીઓમાં નવા મિત્રો બનાવવાનું પણ સરળ બની જાય છે.

કસોલ

Photo of જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ 5/8 by Paurav Joshi

પાર્વતી નદીની સહેલગાહ, પ્રસિદ્ધ મનીકરણની યાત્રા, ખીર ગંગાનો ટ્રેક, હેન્ડીક્રાફ્ટ માર્કેટ કે સ્વાદિષ્ટ ઇઝરાયેલી ફુડનો ટેસ્ટ કરવો હોય કસોલ, સોલો મહિલા યાત્રીઓ માટે એક સલામત જગ્યા છે. સ્થાનિકો પણ એકલી મહિલા યાત્રીઓથી ટેવાઇ ગયા છે અને તેમને સન્માન આપે છે.

કેરળ

Photo of જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ 6/8 by Paurav Joshi

કોઇપણ સોલો કે સિંગલ મહિલા માટે કેરળ હળવા થવા અને આનંદ કરવા માટે એક આદર્શ જગ્યા છે. અહીં ઓછા બજેટમાં વિવિધ સ્થળો ફરી શકાય છે. બેકવોટર્સની મજા લો, ચર્ચમાં જાઓ અને સ્વાદિષ્ટ સીફુડની મજા લો, કેરળ દરેક વ્યક્તિને એન્જોય કરાવવા પૂરતું છે. આખો દિવસ જુદા જુદા સ્થળોએ ફર્યા પછી હાઉસ બોટ પર સોલો લંચ કે દરિયાકિનારે ટહેલવું એ કેરળમાં રિલેક્સ થવા માટેની યોગ્ય રીત છે.

ઓરિસ્સા

Photo of જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ 7/8 by Paurav Joshi

ચાલવું, દોડવું કે તડકામાં બાઇકિંગ કરવું, ઓરિસ્સાની દરિયાઇ પગદંડીઓ પર તમે આ બધુ જ કરી શકો છો. ઓરિસ્સામાં અનેક સમુદ્ર છે જ્યાં કલાકો સુધી બેસીને દરિયાને નિરખવાની મજા જ કંઇક ઓર છે.

ઋષિકેશ

Photo of જો તમે એક મહિલા ટ્રાવેલર છો તો આ 8 જગ્યાઓ તમારા માટે પરફેક્ટ છે, ચિંતા વગર પહોંચી જાઓ 8/8 by Paurav Joshi

એક સિંગલ મહિલા માટે ઋષિકેશમાં એડવેન્ચર અને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે ઘણુંબધુ છે. મહિલા તરીકે તમે અહીં રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, હાઇકિંગ વગેરે કરી શકો છો. તમે ગ્રુપ ટુરમાં જતા હો કે પછી સોલો ટ્રિપમાં, ફરવા માટે ઋષિકેશ એક સલામત અને સુંદર જગ્યા છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો