લોહાઘાટ ઉત્તરાખંડના ચંપાવત જનપદ જિલ્લામાં આવેલું છે. લોહાઘાટ મનોરમ કુદરતી સૌંદર્યથી પરિપૂર્ણ છે. હિમાલયના પર્વત શ્રૃંખલાઓની મધ્યમાં ચારે બાજુ લીલાછમ મેદાનો અને પહાડોથી ઘેરાયેલું , આ નગર પૌરાણિક અને ઐતિહાસિક વારસો ધરાવતું એક સુંદર હિલ સ્ટેશન પણ છે. અહીંથી હિમાલયના મનમોહક દ્રશ્યો જોવા મળે છે. લોહાવતી નદીના કિનારા પર આ સ્થિત છે. દેવદાર વૃક્ષોના જંગલોથી ઘેરાયેલું આ શહેર સમુદ્રની સપાટીએથી 6000 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે.
લોહાઘાટ-થી 7 કિલોમીટરના અંતર પર સ્થિત એક નગર છે, જેનું નામ છે- એબોટ માઉન્ટ
એબોટ માઉન્ટને વિશ્વના સૌથી ભૂતિયા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. એબોટ માઉન્ટમાં, ભૂતપ્રેત અને ભટકતી દુષ્ટ આત્માઓને કારણે તે પ્રખ્યાત છે. અંધારુ થયા પછી કોઈ પણ વ્યક્તિની અબોટ માઉન્ટ પર જવાની હિંમત થતી નથી. એબોટ માઉન્ટ સૌથી ભૂતિયા સ્થળ નામથી પ્રખ્યાત છે. આ સ્થાનને બ્રિટીશ શાસન દરમિયાન અંગ્રેજોએ વસાવ્યું હતું. લોહાઘાટ તેની સુંદરતાને કારણે આખી દુનિયામાં જાણીતું છે. લોહાઘાટથી હિમાલય પર્વતની કંચનજંગા પર્વતમાળાઓના સાક્ષાત દર્શન થાય છે.
એબોટ માઉન્ટ - નગરમાં બ્રિટીશરો દ્વારા ઘણી ઇમારતો બનાવવામાં આવી હતી. આ જ બિંલ્ડિંગમાં એક બંગ્લો છે, જેને એબી નામથી ઓળખવામાં આવે છે. એબી બંગ્લાનું નામ તેના માલિકના નામ પરથી રાખવામાં આવ્યું છે. લોકોની એવી માન્યતા છે કે અહીં દુષ્ટ આત્માઓ ભટકતી રહે છે. આત્માઓ લોકોને રાતે દેખાય છે. એબી બંગ્લાને પછીથી એક હોસ્પિટલમાં ફેરવી નાંખવામાં આવ્યો. હોસ્પિટલમાં એક સમયે એક ડોક્ટર હતા, જેનું નામ હતુ મોરિસ, આ ડૉક્ટર લોકોના મોત અંગે પહેલેથી જ બતાવી દેતા હતા.
હોસ્પિટલથી થોડેક જ દૂર બન્યું છે, એક ઘર જેને લોકો મુક્તિ કોટરીના નામથી ઓળખે છે. ત્યારબાદ દર્દીને પાસે સ્થિત મુક્તિ કોઠરીમાં મોકલી દેવામાં આવતા હતા અને બીજા દિવસે તેનું મૃત્યુ થઇ જતું હતું. એબોટ માઉન્ટ નગર ભૂતપ્રેત અને મૃત આત્માઓનો ગઢ છે. અહીં ભૂત પ્રેત અને મૃત આત્માઓને રાતમાં ટહેલતા ઘણાં લોકોએ જોયા છે. સુંદર ખીણોમાં ગાઢ જંગલોની વચ્ચે એબોટ માઉન્ટ દુનિયાની મોસ્ટ વોન્ટેડ જગ્યાઓ માટે પણ પ્રસિદ્ધ છે. આ હોસ્પિટલની પાસે એક કબ્રસ્તાન છે. જેમાં 10-15 કબરો છે. તથા કબ્રસ્તાનની પાસે જ અંગ્રેજોના શાસન કાળનું એક ચર્ચ છે. આ ક્ષેત્ર સુંદરતાની સાથે, આધ્યાત્મિક ડરામણું લાગે છે.
આ ઉપરાંત, લોહાઘાટમાં અન્ય ઐતિહાસિક તેમજ પૌરાણિક પર્યટન સ્થળ છે. અહીંથી હિમાલયના નંદા દેવી, ત્રિશુલ તેમજ કંચનજંગાના બરફથી જામેલા પર્વતોના સાક્ષાત દર્શન થાય છે.
અહીં પણ ફરો..
# બાણાસુરનો કિલ્લો
#માયાવતી આશ્રમ-સ્વામી વિવેકાનંદ પોતાના ઉત્તરાખંડ ભ્રમણ દરમિયાન અહીં આવ્યા હતા.
#દેવી ધાર
# ફોરતી
# મનેશ્વર
#ઝૂમા ધુરી
હિંગલા દેવી #રીઠા સાહિબ ગુરુદ્ધારા #શ્યામલાતાલ
#બારાહી ધામ
#કાંતિ ઇશ્વર મંદિર
લોહાઘાટમાં પર્યટનની સાથે-સાથે રાફ્ટિંગનો પણ આનંદ લઇ શકાય છે.
કેવી રીતે જશો
લોહાઘાટ-ઉત્તરાખંડના ટનકપુરથી પિથૌરાગઢ રાજ્યમાર્ગની વચ્ચે આવેલું છે. ટનકપુરથી આનુ અંતર 80 કિલોમીટર છે. પિથૌરાગઢથી 60 કિલોમીટર છે. લોહાઘાટથી નજીકનું રેલવે સ્ટેશન ટનકપુર રેલવે સ્ટેશન છે.
લોહાઘાટથી નજીકનું એરપોર્ટ પંતનગર એરપોર્ટ છે. જે નૈનીતાલ ડિસ્ટ્રીક્ટમાં આવે છે. તેનું અંતર લોહાઘાટથી 120 કિલોમીટર છે.
લોહાઘાટમાં ક્યાં રોકાશો
લોહાઘાટમાં ડઝનબંધ હોટલ તેમજ રેસ્ટોરન્ટ છે. અહીં પર રોકાવા તેમજ ખાવાની સારી વ્યવસ્થા છે. વધુ સારી હોટલો માટે પિથૌરાગઢ તેમજ ટનકપુરમાં રોકાઇ શકાય છે.