મનાલીનું વશિષ્ઠ મંદિર મહાન ઋષિ વશિષ્ઠને સમર્પિત છે. ભારતના હિન્દુ ધર્મના મહાન ઋષિ વશિષ્ઠ ભગવાન રામના કુલ ગુરુ હતા. તેમના નામ પરથી આ ગામનું નામ વશિષ્ઠ પડ્યું. આ પછી અહીં મહાન ઋષિ વશિષ્ઠની મૂર્તિ સ્થાપિત કરીને વશિષ્ઠ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
મનાલીથી વશિષ્ઠનું અંતર માત્ર અઢી કિલોમીટર છે. મુખ્ય માર્ગ પર બિયાસ નદીના ડાબા કિનારે ચાલતા ચાલતા મનાલીથી 1.6 કિમીના અંતરે જમણી બાજુએ (ટેકરીની સાથે સાથે) એક નવો રસ્તો જોડાય છે. વશિષ્ઠ અહીંથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે. પર્યટકોમાં લોકપ્રિય કુલ્લુ ખીણમાં મનાલીની પરિક્રમામાં ઋષિ વશિષ્ઠના નામથી જોડાયેલા આ ગામમાં ભગવાન રામ અને ઋષિ વશિષ્ઠના બે લઘુ મંદિરો છે.
ઋષિ વશિષ્ઠની મૂર્તિ (પથ્થર) એક નાના સેલમાં સ્થિત છે. આ સ્થળની અન્ય વિશેષતાઓ અહીંના ગરમ પાણીના કુદરતી સ્ત્રોત છે. તેમાંથી નીકળતી વરાળ સલ્ફરની ગંધ આપે છે. જ્યાં યાત્રિકો પુણ્ય કમાવવાના આશયથી આ જળાશયોમાં સ્નાન કરે છે ત્યાં સામાન્ય લોકો પણ તેને ચામડીના રોગોની સારવાર માટે ફળદાયી માને છે. દેશી અને વિદેશી પ્રવાસીઓ માટે આ મિનરલ વોટરમાં સ્નાન કરવા માટે નજીકમાં જ શાવર હાઉસ પણ બનાવવામાં આવ્યા છે.
વશિષ્ઠના આ સ્થાન પર, પ્રાચીન મંદિર અને પગથિયાંના કેટલાક અવશેષો પણ ધ્યાન આકર્ષિત કરે છે, જે મધ્યકાલીન મંદિર સ્થાપત્યની કેટલીક વિશેષતાઓનું વર્ણન કરે છે. અહીં સ્થિત મંદિરનું જે રીતે પુનરુત્થાન થયું છે તે પણ ખરેખર અવર્ણનિય છે. આ બાંધકામ 'કાઠકુણી' શૈલીનો પરિચય કરાવે છે. આને બનાવવામાં સ્વદેશી શૈલીમાં મોર્ટાર વગર શુષ્ક ચિનાઇ માટી અને દેવદારના મૂળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જ્યારે પણ તમે મનાલી આવો, વશિષ્ઠ મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
તમને આ લેખ કેવો લાગ્યો, કોમેન્ટ બોક્સમાં જણાવો.
જય ભારત
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો